આદત
આદત
ખાન અને પાનનું ધ્યાન ન રાખે,
મસાલેદાર ખાણું પહેલા ચાખે,
પૌષ્ટિક ખોરાક માફક ન આવે,
લાંબે ગાળે એ નુકસાન કરાવે,
સ્વાદ જીભના,ખાટા મીઠાં ખારા,
પોષક નથી છતાં લાગે છે સારા,
આવી આદતો જીવનમાં ટાળવી,
પાણી આવ્યા પહેલા પાળ બાંધવી,
મશીન પણ ન ચાલે લગાતાર,
તો શરીર પર કેમ અત્યાચાર ?
તબિયત ખરાબ,માણસ લાચાર,
તો હોસ્પિટાલમાં થાય સારવાર.
