આભારી છું
આભારી છું

1 min

21
રસોડાની બારી માંથી દેખાતા પેલા લહેરાતા છોડની આભારી છું,
મારા બગીચામાં ગુંજન કરતા પેલા પંખીઓની આભારી છું,
મારા પુસ્તકની પોથીમાંથી મળતાં એ સંતોષની આભારી છું,
શબ્દોની સંતાકૂકડી રમું છું,હું કલમની આભારી છું,
પ્રતિદિન જીવનમાં પ્રકાશ ફેલાવતા શબ્દોની આભારી છું,
સીધા-સાદા ને અતરંગી, મારા પરિવારની આભારી છું,
નક્કી હૈયાવરાળ જ ઊડી હશે આભમાં,
હું પેલા વરસાદની આભારી છું,
સમજીને બોલાય એ ખરું, બસ આ જીભની આભારી છું,
વાચક બની ખુદને જ સાંભળતા મારા મનની હું આભારી છું.