આ છે દુનિયા
આ છે દુનિયા
દુનિયા કા સબસે બડા હે રોગ ક્યાં કહેંગે લોગ,
જોર જોરથી દાંત કાઢશો તો ગાંડા કહેશે,
સાચો પ્રેમ કરશો તો આવારા કહેશે,
ધીમે ધીમે કામ કરશો તો ટાઢા કહેશે,
ફટાફટ કરશો તો કહે બાપાનું શું લૂંટાઈ જાય છે,
કોઈ ભૂલ થઈ ને તો સલાહકારો વધી જશે.
ને ક્યારેક રડાય જાય તો માયકાંગલા કહેશે,
ને મજબૂત થઈ ને આ સમાજમાં રહ્યાં તો,
લાગણી વિનાનાં કહેશે.
ઘરવાળી ને સાહેબ વધુ પ્રેમ થઈ જાય ને તો
પ્રેમ થઈ જાય ને તો કે 'વવવોઘો 'કહે.
માં નું જો માનવા મંડ્યા તો "માવડિયો "કહે,
દુનિયા ને એકેય બાજુથી હું ને તમે નથી પહોંચી શકવાનાં,
કારણ કે 90% લોકો સાહેબ એ કામ કરે છે કે સમાજ શું કરે છે,
ને જાણે બીજાનું ધ્યાન રાખવા જ જન્મ લીધો છે.