STORYMIRROR

NEHAL NANDANIYA

Others

3  

NEHAL NANDANIYA

Others

શ્રી કૃષ્ણ

શ્રી કૃષ્ણ

1 min
276

હે મથુરામાં કારા તે વાસે જન્મીયો,

કરવા તે કંસનો વધ,

એટલે જ કહેવાણો "શ્રી કૃષ્ણ "


દેવકીના ગર્ભમાં જન્મ્યો પણ,

કહેવાણો નંદ -યશોદા નો લાલ,

ગોકુલનો નટખટ નખરાળો,

પણ હૈયે તો બધાને બહુ વ્હાલો રે


ન હતો પ્રેમ કે ન હતી લાગણી,

ભાવ કોઈ ને ખબર રે,

આવીયો કૃષ્ણ ને પ્રેમ કર્યો ને,

બધા ને અને કરતા શિખવીયું,

બનાવી દુનિયા ને આજ રંગેબેરંગી રે


વિષ્ણુ અવતારે કૃષ્ણ થઈને આવીયો,

આપિયો ધર્મ તણો સંદેશ, 

રાક્ષસોનો નાશ કરીને કૃષ્ણ અવતાર રૂપમાં,

પાપીઓને કર્યા દુર્બન્ધ.

દ્વારિકા નગરીનો રાજા કહેવાણો,


પાંડોવો નો સારથી બનીને કર્યો અધર્મનો નાશ,

અને કીધું સત્ય કે 'ધર્મ હી કર્મ હૈ'

મર્યાદાપુરુષ રામમાંથી કહેવાણા,

'મન મોહન ગોવિંદ રે'


નરકાસુરનો કર્યો વધ છોડાવી સોળ હજાર કન્યાને, 

અને આપિયું પતિનું સ્થાન અને,

વ્હાલે બનાવી સોળ -સોળ હજાર પટરાણી રે

અને શ્યામ કાળા રૂપ રંગવાળાએ,

કર્યા બધાને મૃગબંધ રે,


ભાગવત પુરાણ ને વિષ્ણુપુરાણ,

અને મહાભારત કે ભગવતગીતાના, 

પાઠમાં આપિયું જ્ઞાન વ્હાલે રે,


ગોવર્ધનને આંગળીમાં લગાવીને,

બચાવ્યુ મથુરાને,

મથુરાની ગલીમાં અને વૃદાવનની શાનમાં,

બધા બોલે કે  'શ્રી ક્રિષ્ના, હરિ બોલો, મોહન બોલો,

ગોપાલ બોલો ,કે બોલો હરિ -હરિ'


                 


Rate this content
Log in