Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Comedy Inspirational Classics

3  

Vijay Shah

Comedy Inspirational Classics

નાનકડા જુઠે સર્જ્યુ મહાભારત

નાનકડા જુઠે સર્જ્યુ મહાભારત

8 mins
15.1K


આ રેલવેવાળા હડતાળ પર ઊતર્યા ત્યાર પછી તો બસમાં મુસાફરી કરવી એટલે જાણે જંગમાં જ ઊતરવું. જાતજાતના લોકો સાથે વાક્‌યુદ્ધમાં ઉતરવું પડે. પ્રત્યક્ષ–પરોક્ષ રીતે અનુભવવી પડતી જાતજાતની મુશ્કેલીઓ અને એમાંય જ્યારે બસનો સેનાપતિ… ભૂલ્યો કંડકટર વંકાય કે પછી અધવચ્ચે બસ બગડે તો તો આવી જ બન્યું.

ગઈ કાલે કોલેજના કામસર વડોદરા જવું પડ્યું. પ્રો. પરીખના અતિઆગ્રહથી રાત ત્યાં જરોકાઈ જવું પડ્યું. પણ વહેલી સવારની બસ તો પકડવી જ પડે નહીંતર આખો તાપ માથે લેવો પડે અને આ બેસુમાર ગીર્દીમાં માંદી તબિયત સાથે બપોરની બસમાં મુસાફરી કરવી એટલે મહાત્રાસ.

વહેલી સવારે સ્ટેન્ડ બહાર એક બસ ઊભી હતી. (પાટણ એક્સપ્રેસ). પેલા ગોળના કાંકરા પર કીડા ખદબદે તેમ બસનાં દ્વાર પર મુસાફરો સળવળતા હતા. આવી ભરચક બસમાં વાગે તો તીર નહીં તો તુક્કો… વિચારીને મેં પણ ‘દ્વાર પ્રવેશ’ના જંગમાં ઝૂકાવી દીધું. પાછળથી ધક્કા એટલા બધા આવતાં હતાં ને કે મારે કોઈ પણ જાતની ચાલવાની તકલીફ શરીરને આપવી પડતી જ નહીં. સ્વયં સ્ફુરીત ગતિએ જ મંઝિલ તરફ બસના દ્વારા તરફ હું ધકેલાતો જતો હતો. કદાચ પાતળા અને ઓછા વજનવાળા માટે આ એક ફાયદો હશે. અંતે તેનસીંગ ને એવરેસ્ટરોહણ વખતે જેટલો આનંદ થયો હશે તેટલો આનંદ મને થયો કારણ કે બસનાં દ્વારનો ડંડો હાથમાં આવી ગયો હતો. હવે તો બંદા રાજા… જખમારે છે દુનિયા…

પણ ત્યાં તો સેનાપતિજી આડા ફાટ્યા… ‘બસ, ભાઈ હવે તમે છોડી દો… ગાડી ઓવરલોડ થઈ ગઈ છે.’ મનમાં થઈ ગયું મારું વજન ખૂબ ઓછું છે – માત્ર ૪૭ કિલો… અને હમણા જ ટાઈફોઈડ થયો તો તેમાં સાત કીલો ઘટી ગયું હતું… તેથી મારા બે મણીયા શરીરનો ભાર બસ ઝીલી શકશે. પરંતુ હું બોલ્યો નહીં તેથી તેમણે મારા હાથમાં આવેલો વિજય… એટલે કે દ્વારનો ડંડો છોડાવવા પ્રયત્ન શરુ કર્યો… પરંતુ ત્યાં તો સેનાપતિનો પતિ… (ટી.ટી) આવીને કહે, ‘મોહન… આ બહેનને લઈ લે છેક પાટણ સુધીનાં છે.’

સેનાપતિ આગળ હું ધીમે ધીમે હારતો જતો હતો, પરંતુ અચાનક શુરાતન ચઢ્યું… પાટણ તો અમારે પણ જવું છે. સ્ત્રી–સન્માનની ભાવનાથી પ્રેરાઈને હું સહેજ નીચે ઊતર્યો… ત્યાં તો પેલા નાપાક કંડકટરે ઘંટડી મારી દીધી અને બસ તો ઊપડી. હું અને બીજા ચાર પાંચ જણ… કે જેમના ધક્કાથી બસના અર્ધ ખુલ્લા બારણામાંથી ડોકાતો ડંડો મારા હાથમાં આવી ગયો. પેલી કોઈ મા તેના જિદ્દી છોકરાને તેનું કહ્યું ના માને પછી જેમ ઘસડી જાય તેમ હું હવામાં ફંગોળાયો.

હવે સેનાપતિ વીફર્યાં… ટીન… કરતી એક ઘંટડી મારી… અને મને કંઈક સંભળાવવા જાય તે પહેલાં તેઓ શ્રીની નજર બસને ઊભેલી જોઈ પાછળ દોડતાં પેલા ચારપાંચ જણ પર પડી અને જલદીથી બારણું ઉઘાડી અને મને અંદર ખેંચી લીધો… કે જેથી વધુ કચકચ ન થાય અને સ્પીડમાં જોરથી બારણું બંધ કરવા ગયો… પરંતુ આગળ ઊભેલા સ્થૂળકાય સહપ્રવાસી અને પાછળ બારણાનું દબાણ, બારણું બંધ કરવાના મરણીયા પ્રયાસોમાં હું સેન્ડવીચ બની ગયો. છાતી પરનું પ્રેસર પચાસ–સાઠ પાઉન્ડ જેટલું વધી ગયું અને એ પ્રેસરથી જાણે પાંસળીઓના ભુક્કા ન બોલી જવાના હોય તેમ લાગવા માંડ્યું.

જોરથી ઘાંટો પાડ્યો… એ ભાઈ, જરા ખસો તો ખરા, પણ તેમના પર કોઈ જ અસર ન થતાં… મેં જારથી તેમને ધક્કો માર્ય…પણ ડબલ વેગથી હું જ પાછો પડ્યો…બારણું ઊઘડી ગયું… ફરીથી પડતાં પડતાં બચ્યો… કંડકટરે ઘંટડી મારી દીધી તેથી બસ તો ફુલ સ્પીડમાં ચાલુ થઈ ગઈ હતી. પેલા સ્થૂળકાય સહપ્રવાસી બધીર હશે… પરંતુ બારણું ખૂલતાં અને મને હવામાં ફંગોળાતો જોતાં જલદીથી મારો હાથ ખેંચ્યો અને હું જેટ પ્લેનની જેમ સીધો અંદર બસમાં પેલા પાટણવાળા બહેનના નાના બાબા પર પડ્યો… વાક્‌યુદ્ધનાં રણ શીંગડાં ફૂંકાય તે પહેલાં સેનાપતિએ લગામ સંભાળી લીધી અને બારણું બંધ કરી દીધું.

હાશ ! જાન બચી તો લાખો પાયે… પહેલાં કંડકટરને થેંક્યુ કહ્યું. તો મોં બગાડીને ‘શું યાર’ તમે આવા ભણેલા ગણેલા જ આવું કરશો તો પછી કેમ ચાલશે? પણ પાટણની આ એક જ બસ હતી… અને પાટણ જવાનું હોય તો… અમદાવાદથી બદલીને આવવું જાઈએ. ‘પણ આવું રિસ્ક તો લેવાતું હશે. ભલા આદમી !’ પેલા સ્થૂળકાય પ્રવાસીને થેંક્યું કહ્યું તો પ્રત્યુત્તર મળ્યો… ‘શું કહ્યું ? કેમ ખેંચ્યો ? અરે ભાઈ ખેંચ્યો ન હોત તો મરી ન જાત… ?’ ખરેખર તો બધીર જ હતા તેથી મોટા અવાજે … ‘થેંક્યુ’ ફોર યોર હેલ્પ – બોલ્યો – તો શ્રીમાનજી સહેજ મલકાયા ‘હોય યાર, ચાલ્યા કરે !’

બસ ફુલ સ્પીડમાં જતી હતી… ધીમે રહીને બાજુના ભાઈને પૂછ્યું, ‘પાટણનું કેટલું ક ભાડું હશે આશરે ?’ ‘સાડા દસ’ ‘માર્યા ઠાર’ ‘ગજવામાં તો સાત જ રૂપિયા છે. અને મોટે ઉપાડે પાટણ જવું છે. પાટણ જવું છે તે વાક્યશાશાસ્ત્રનો ઉપયોગ કંડકટર સાથેના વાક્‌યુદ્ધમાં કર્યો છે. પરસેવો વળવા માંડ્યો…. હિંમત ઓસરવા માંડી… મગજ કસવા પ્રયત્ન કર્યો પણ વ્યર્થ અને સેનાપતિજી પંચ ખખડાવતા આવતા દેખાય… મારી બાજુ જ આવતા હતા.

મેં પેન્ટના ગજવામાંથી પાકીટ ધીમે રહીને હેન્ડબેગમાં સેરવી દીધું અને જેવો કંડકટર નજીક આવ્યો ત્યા રૂઆબથી ‘એફ ત્રીજું, ચોથું, શર્ટનું ગજવું…. બાઘો બની જવાનો અભિનય શરૂ કર્યો… મારું પાકીટ… બાજુમાં ઊભેલા કાકા બોલ્યા... ચ્યંમભાઈ શું થયું ? પાકિટ ગયું ?’ ‘હા કાકા ! શક્ય એટલી નિર્દોષતા ચહેરા પર લાવી સીરિયસ અભિનય કર્યો અને ઉમેર્યું, સીત્તેર રૂપિયા હતા.’

‘તીં ઠેકાણે મૂકીએ ને ભઈ !’ કંડકટરનો રૂક્ષ ચહેરો પીગળી ગયો. આવું આવું બહુ બને છે હમણાં… કયા ગજવામાં રાખ્યું હતું… આગલા કે પાછલા? ‘ના, ના યાર… આગલામાંજ રાખ્યું હતું….’

‘ફૂલેલું હતું’ ના ખાસ તો નહીં પણ વીસેક રૂપિયાની નોટો છૂટી હતી તેથી કદાચ ઊપસેલું હતું…. બાકી પેલી ડાયરીના કવરને જ પાકિટ તરીકે વાપરુ છું કોઈને ખબર ન પડે.

“આજકાલનાં ગઠિયા બહ પાકા થઈ ગયા છે. ખબર તો તમને ન પડે… એમને તો પડી જાય…”

બસમાં વાયુ વેગે વાત ફેલાઈ ગઈ… ફલાણા ભાઈનું પાકિટ ગયું… ચારે બાજુથી દયામણી નજરો વડે હું જોવાતો હતો.. એક ભાઈ દસની નોટ આપી અમદાવાદની ટિકિટ કઢાવતા હતા તેમને રીક્વેસ્ટ કરી ‘દોસ્ત’ ઈફ યુ ડોન્ટ માઈન્ડ, મારી ટિકિટ લઈ લેશો ? અમદાવાદ ઊતરીને તરત અપાવી દઈશ… મારા ભાઈની દુકાન એસ.ટી.સ્ટેન્ડ પર જ છે.

અરે યાર ! એમાં શું ? અને અમદાવાદની આપણી ટિકિટ ફાટી ગઈ. બહાર ઊતરીને દેખાજાયેગા… વિચારી મનોમન હાશ કરી. પરંતુ ટિકિટ ગયાનો શોક તથા મરતાં બચ્ચાની હાશનું લીંપણ મારા મોઢા પર અમદાવાદ સુધી લગાવી રાખવાનું હતું – નાટક સહીસલામત રીતે ભજવાઈ ગયું.

જે ભાઈ એ ટિકિટ લીધી તેમની સાથે વાતની શરૂઆત કરી… રોદણાં રડવાની એ વેપારીને ના પાડી તોય કરગરીને વળગાડી ગયો – પચાસ રૂપિયા – સાહેબ ! ફલાણા વેપારીને પુગાડી આવજોને પા’ડ તમારો – હવે અત્યારે તો મને જ ચોંટીને પચાસ રૂપિયાની… ન લેવા ન દેવા… વીસની નોટ મારી હતી અને એ બધું કચુંબર આપી ગયો હતો… દસની બે નોટ, પાંચની બે નોટ અને એક એક રૂપિયાની વીસ નોટો… પેલાને કહ્યું, “ભાઈ, આ કચુંબર હું ક્યાં સાચવીશ ?”

“હશે ભાઈ, બનવા કાળ બની ગયું.” સહાનુભૂતિથી તેમણે મારા ખભે હાથ મૂક્યો અને પછી કહે “કેવું હતું પાકીટ ?” “યાર ભૂરા રંગની ડાયરીનું પાતળું કવર હતું પરંતુ આ ચીલ્લર ભરાયુંને તેથી પહોળું થઈ ગયું હશે અને કોઈ ગઠિયો તફડાવી ગયો.”

ધીમે ધીમે બસના પ્રેક્ષકોનું કેન્દ્ર હું ઘટવા માંડ્યો હતો – એકલી ટ્રેજડી સારી ન લાગે – આખરે નડિયાદ આવી ગયું – પેલા કાકાથી બહુ ઊભા રહેવાયું નહીં તેથી સીટના અઢેલવાના ભાગના સળિયા પર તેમણે ધીમે રહીને જમાવી દીધું – બેચાર જુવાનીયાઓએ કાકાને પક્ડયા, માથે મોટો પાઘડો અને કાઠિયાવાડી લીબાસ તેથી કહ્યું, “કાકા, ક્યાંના ? રાજકોટના ?" "ના રે ભાઈ અહીં નડિયાદ પોંહે એક ગામડું સે" “કયું ?”

પેલાએ વાત લંબાવી “નાર…” આ ગામડું ગાળો બોલવા માટે બહુ પ્રખ્યાત છે તેવું યાદ આવતાં પેલાએ ટીખળ કરી… “નારના લાગતા નથી.” એટલે કાકાએ “સા…” કહીને અડધો મણની અશ્લીલ ગાળ જોખી – એટલે બધા હસી પડ્યા. “ના, ના હવે ખરા તમેનારનાં… ” “પણ આ પાઘડો ચ્યંમ બાંÎયો સે ?” પેલાએ શુદ્ધ ચરોત્તરીમાં જમાવી – “ભઈલા, પહેલેની આદત સે”… “ચ્યોં જવાના ?” “અમદાવાદ ગીતા મંદિર જવું સે…” કાકા, બીજા મંદિર પણ જોવા હોય તો ત્યાં “ગીતા મેરા નામ” પીક્ચર જાઈ આવજો…ગીતામંદિર, વેદમંદિર, બધાં જ મંદિર જોવા મળશે… પેલાએ મર્મીલું સૂચન કર્યું… બધા આ ટીખળથી હસતાં હતાં… પણ કાકાય ગાંજ્યા જાય તેવા નહોતા. "હા, ભઈલા જાઈ આવીશ હો…" એવા ટ્યુનમાં બોલ્યા ને કે હસ્યા વિના ન રહેવાય.

કાકા રંગમાં આવતા જતા હતા અને પેલા નટખટ જુવાનીયાઓ તેમને ચઢાવતા જતા હતા – મારો શોકમગ્ન ચહેરો પણ આ ટીખળોથી મલકી ઊઠ્યો… પેલા સ્થૂળકાય પ્રવાસી પણ ગમ્મતમાં જોડાયા… "કાકા તમે એકેય પાટો – બાટો ઉખેડ્યો તો કે નઈ ?" – “અરે શું વતા કરો સો ! પેલો નડિયાદ પાંહેનો પાટો મેં ઉખેડ્યો તો… એટલે તો હડતાળ પડી. બીજે દા’ડે આખા ભારતભરમાં.” કાકા ફર્નાન્ડીઝની અદામાં બોલતાં હતાં… પરંતુ પેલા બધીર સ્થૂળકાય પ્રવાસીને સમજ ન પડી… પણ બધાંને હસતાં જાઈ હસવામાં ભળ્યા.

“અમદાવાદથી સીધા દિલ્હી જાવું સે – કેમ ? ઈન્દિરા ગાંધીને મળવા” – કાકા ચગ્યા – “આ રેલવેવાળાને પગાર અપાવવા.” કાકાની અતિશ્યોક્તિની હદ થતી હતી… “કાકા તમે અમનો ઓળખો ઈન્દિરા ગાંધીને ? અરે આપણા સરદાર વલ્લભભાઈ નહીં ? એ મારો ખાસ લંગોટીયો ભાઈબંધ… અમે બધા બધુંય હાથે કરતા રમતા, જમતા ને લોટે પણ જતા અને જવાહરલાલ નહેરુ પણ આપણા ખાસ ભાઈબંધ – કાકાએ એમની ફેંકને ટર્ન આપ્યો, અરે અમે બધાં ૧૯૪૦માં સાબરમતી જેલમાં પણ ત્રણ મહિના સાથે રહેલા.”

“એમ ?” એટલે કાકા તમે જેલમાં ય ગયેલા – કહીને કાકાએ અઢેલવાની સળિયા પર પૂરેપૂરી બેઠક જમાવી દીધી – બધા માટે સારું મનોરંજન હતું કાકાનું. ખેડા ગયું અને અસલાલીનું તળાવ દેખાયું તેની તો ખબરેય ન પડી.

“તી હવે ઈન્દિરાને જઈને કેશ – આલી દેને બુન આ લોકોને જે આપવું હોય તે નકામી પ્રજાને શીદ હેરાન કરેસ...” વાત પૂરબહારમા હતી અને અચાનક ભંગ પડ્યો –તેમની નીચે સીટ પર બેઠેલા છોકરાએ કાકાનો હાથ ઝાલ્યો. એ બાજુવાળા ઊંઘતા ભાઈના ગજવામાંથી પાકિટ કાઢતા હતા.

પછી તો ધમા ચકડી… ને મારા મારી શરૂ થઈ. કાકા ઉપર ચારે બાજુથી ગાલી પ્રદાન – ગડદાપાટુ – ઠોંસાનો વરસાદ વરસ્યો – એ પાકિટમાર પકડાયો – રસપ્રચુર વાતો સંભળાવતા કાકામાર ખાઈ ખાઈને અધમુવા થઈ ગયા. કંડકટરે એક જ મુક્કે કાકાનો પાઘડો હવામાં ઊછાળ્યો… અને ટપ દઈને એક પાકીટ નીચે પડ્યું ભૂરા રંગનું ડાયરીનું કવર – અને મેં કહેલા એટલા જ રૂપિયા એ જ રીતે નીકળ્યા – પેલા ટિકિટ લેનાર ભાઈ હવે રંગમાં આવ્યા “સા… ભલાભોળા માણસોના આ ઊંમરે પાકિટો મારે છે. મારો સાલાને…” કાકા બૂમો પાડતા હતા… “મી. એ ભઈનું પાકિટ નથી માર્યું… ઈ તોમારું સે ભગવાનના સોગંદ.. કાકા ખરેખર કગરતા હતા.”

અને મારા હાથમાં કાકાનું જ પાકિટ હતું. કાકા પર ગડદા પાટુનો વરસાદ વરસતો હતો. પરંતુએ ગડદાપાટુને જોઈને મારી સાચું કહેવાની નૈતિક હિંમત ચાલતી નહોતી. કાકાનો કરગરાટ જોઈ ભલભલાનું દિલ પીગળી જાય – મારા નાનકડા જૂઠથી આટલું મોટું મહાભારત સર્જાશે તેની તો મને મુદલે ય કલ્પના નહોતી. આખરે પોલીસચોકી પરથી કાકાને નિર્દોષ છોડાવી લાવ્યો અને પાકિટ પરત કર્યું – તેમની ગુસ્તાખીની સજા તો તેમને પહેલેથી જ મળી ગઈ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Comedy