Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vijay Shah

Inspirational Classics Tragedy

3  

Vijay Shah

Inspirational Classics Tragedy

“લવ યુ બેટા…”

“લવ યુ બેટા…”

4 mins
13.8K


ચેલ્સી મિલિટ્રીમાં આર્ટીલરીમાં ઇરાક પોસ્ટ થઇ ત્યારે આર્થરનો પહેલો પ્રશ્ન હતો.

“સ્વિટિને શું કહીશ? તું ક્યાં જાય છે અને કેમ જાય છે?”

એક વખત તો તેને નોકરી છોડી દેવાની ઇચ્છા થઇ ગઇ પણ તે હવે શક્ય નહોતું. મિલિટ્રીમાંથી તાલિમ લીધી ત્યારે લીધેલી પ્રતિજ્ઞા (ઑથ) યાદ આવી. માતૃભૂમિના રક્ષણ માટે જાન કુરબાન કરી દેવાની વાત યાદ આવી. અને અંદરથી એક તીક્ષ્ણ શૂળ જેવું ઉભરાયું. તેને રાજકરણીઓ કદી ન ગમતા અને ખાસ તો આ લઢાઇ માતૃભૂમિનાં રક્ષણને નામે ચઢાવાઇ દેવાઇ હતી. ૯૧૧ના કાવત્રાખોરોને શોધવા આખા ઇરાક્ને બાનમાં લેવાની વાત તેને સમજાતી નહોતી… તેના જેવા સામાન્ય નાગરીકને જે વાત સમજાતી હતી તે પ્રમુખશ્રી અને તેમના સૈન્ય સલાહકારોને કેમ સમજાતી નહોતી કે આ તો દુઃખે છે પેટ અને કૂટે છે માથુ જેવું છે.

“સ્વિટિને તું સંભાળી લેજેને?”

“ના બાપા ના તેને આપણે સાચું જ કહેતાં આવ્યા છે અને સાચું જ કહેજે.” આર્થરે પોતાની સાવકી દીકરી માટે કોઇ જ સહાનુભુતિ ના બતાવી.

સ્વિટિને મમ્મીને ત્યાં મુકવાની અને ડે કેરમાં મુકવાની વાતો તો પછી રહી. પણ હાલમાં તાતો જવાબ એ આપવાનો હતો કે મમ્મી તું કેમ જાય છે? તેના મગજમાં તેના પપ્પા આવીજ રીતે હંમણાં બે વર્ષ પહેલાં યુધ્ધમાં માર્યા ગયા હતા અને તેની મમ્મીને તે જ જોબ મળી હતી. ઘર ચાલતું હતું અને આર્થર જીવનમાં આવ્યો.. સાવકો બાપ. કદી બાપ જેવો ભાવ તો ક્યાંથી આવે?

સ્વિટિ સાડા પાંચ વર્ષની થઇ હતી તેથી સમજણી તો હતી જ અને મમ્મીને યુનિફોર્મમાં જુએ અને પ્રશ્ન પૂછે, “મમ્મી તું પપ્પાને મળવા જાય છે?”

ચેલ્સી કહે, “બેટા પપ્પા તો અહીં છે.” આર્થરને બતાવે છે.

સ્વિટિ કહે, “તે તો આર્થર છે. હું તો જહોનની વાત કરુ છું.”

“બેટા જહોન પપ્પાનું બાકી રહેલું કામ કરવા તો મારે જવાનું છે.”

“ના, મમ્મી! તું પણ જહોનની જેમ મરી જઇશ તો મારું શું થશે?”

“ના, બેટા એવું નહીં થાય. હું તો ટેંકમાં બહુ જ સુરક્ષિત હોઇશ. પપ્પાની જેમ અમને સામનેની લડાઇ નથી…” સ્વિટિ રડતી રહી અને મમ્મીને ન જવા માટે કાકલુદી કરતી રહી.

આર્થર સહેજ પીગળ્યો અને કહે, “સ્વિટિ મમ્મીને કંઇ જ નહીં થાય. બેટા, નાનીને ત્યાં તું રહેજે અને ભણવા જજે. તારે ભણવાનું હોયને? મમ્મી તેનું કામ કરવા જાય છે…”

આર્થરની સામે શંકિત નજરે જોતાં તે બોલી, “હેં! મમ્મીને જહોન જેવું તો નહીં થાયને?”

આર્થર કહે, “મમ્મીને તો ટેંકમાં લઢવા જવાનું છે તને કહ્યુંને? તેમાં તો ઘણું રક્ષણ હોય.”

સ્વિટિને વિશ્વાસ તો બેસતો નહોતો ચેલ્સીની રડતી આંખો તે વિશ્વાસ બેસવા નહોતી દેતી.

“મોમ! ગોડ પ્રોમિસ કર કે તું પાછી આવીશ... હું તારી રાહ જોઇશ..”

“બેટા ગોડને વિનંતી કરીશ… મને તારાથી છૂટી ન પાડે…”

“એટલે તું પણ જોહન પાસે જઇ રહી શકે ખરીને?”

“બેટા!.. મારે તો તારી પાસેજ રહેવુ છે... પણ આ નોકરી…”

“મમ્મી નોકરી છોડી દેને?”

“સારું બેટા આજે તે છોડવા જઇ રહી છું મને રજા મળશે તો કાલે પાછી આવી જઇશ અને નહીં મળે તો રોજ તારી સાથે ફોન ઉપર વાત કરીશ.” નાની સ્વિટીને બાથમાં લઇને તે રડતા રડતા બોલી. તારે ગૉડને રોજ કહેવાનું કે મારી મમ્મીને સાજી સમી રાખજે અને જલ્દી જલ્દી પાછી મોકલજે.. હં!”

આર્થરે ચોકલેટ ધરી અને નાની તેને તેની સાથે લઇ જવા આવી… ચેલ્સી તેને ભેટીને ખૂબ રડી ત્યારે સ્વિટિ બોલી, “મમ્મી હવે તું ના રડ.. મને રડવું આવશે… તું જઇને રાજીનામું મૂકીને તરત આવ. મને તું જોઇએ છે આર્થરની ચોકલેટ નહીં અને નાની પણ નહીં…”

“સ્યોર બેટા…” કહેતી કહેતી ચેલ્સી પ્લેન તરફ રવાના થઇ ત્યારે ચાર આંખો વરસાદની જેમ વરસતી હતી.. અને પ્લેન ચેલ્સીને તાણી ગયું બગદાદનાં જંગ ભણી… અને સ્વિટિ બાળપણની કુમળી આશ કાલે મમ્મી તો આવી જ જશેને લઇને નાનીના ઘર તરફ રવાના થઇ. તે જાણતી હતી કે આર્થર જહોન નહોતો…અને તેને જહોન સાથે રહેવું હતું…

થોડાક દિવસ તો ફોન ઉપર રડવાનું અને ખોટા વાયદાઓ ચાલ્યા... પણ એક દિવસ એ આવી જ ગયો જ્યારે ઘમાસાણ યુધ્ધમાં ચેલ્સી ઘાયલ થઇ અને કેદમાં પકડાઇ. હવે ફોન પણ નથી અને સ્વીટિની ફરિયાદો પણ નથી. હા, આખા શરીર ઉપર પાટા અને બળ્યાની પીડાછે. આંખમાં સ્વિટિની યાદો છે અને ઇરાકી સૈનિકોની ઉલટ તપાસ અને પુછ પરછ છે. ધર્મ કર્મ અને શર્મના આ માહોલમાં એક સ્વિટિનાં સહારે તે ઝઝૂમી રહી હતી. યુધ્ધમાં પકડાયેલો દુશ્મન એ સૌના મનમાં રોષ ઉતારવાનું સાધન… વળી સ્ત્રી કેદી એટલે તો જાણે મજાક અને તિરસ્કારનું સાધન... સખત રીતે ઘવાયેલી ચેલ્સી ફરિયાદ કરે તો પણ કોને કરે?

પુરા ત્રણ મહીનાને અંતે ઇરાક સ્વાયત્ત થયું અને ચેલ્સીને લંડન હોસ્પીટલમાં ફેરવાઇ અને પહેલી વખત ફોન મળ્યો. સ્વિટિ સાથે કેમેરા ઉપર વાત થઇ.

“બેટા તુ ગૉડને પ્રાર્થના કરતી હતી ને?”

“ના મમ્મી મને તારા ઉપર અને તારા ગૉડ ઉપર બહું જ ગુસ્સો આવ્યો હતો…તું ફોન કેમ નહોંતી કરતી?”

“બેટા તારી મોમ ઉપર બૉંબ પડ્યો હતો…”

“હેં? પણ તું તો ટેંકમાં હતીને?”

“હા એટલે તો બચી અને તારી ગૉડને કરેલી પ્રાર્થનાઓએ તો મને બચાવી.”

“નૉ વે મોમ! મને તો તારા ઉપર અને તારા બૉસ ઉપર ખૂબ જ ગુસ્સો આવતો હતો.”

“કેમ?”

“મને તારી પાસે આવવા નહોતા દેતા કે તું પણ આવતી નહોતી…”

“બસ બેટા હવે થોડા જ દિવસો…”

“હજી થોડા દિવસો? મમ્મી તું આજે જ આવી જાને?”

કેમેરો થોડો ઉંચો નીચો કરી તેના પાટાપીંડી બતાવતી ચેલ્સીએ કહ્યું, “બસ, આ પાટા જતા રહે તેની રાહ જોઉં છું.”

“મમ્મી!..દુઃખે છે?” આર્દ્ર થતા સ્વિટીએ પુછ્યુ

“ના બેટા.. તને જોઇને મારું બધું દુઃખ જતું રહ્યું.”

“મૉમ! આઇ લવ યુ…”

“લવ યુ બેટા…”

ફરીથી ચાર આંખો રડતી હતી. કેમરાની આ પાર અને પેલે પાર પણ…


Rate this content
Log in

Similar gujarati story from Inspirational