Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sujal Patel

Crime Thriller

4  

Sujal Patel

Crime Thriller

સી.આઈ.ડી.

સી.આઈ.ડી.

4 mins
237


દયા એક મિશન પર હતો. હરપેશ દોંગાએ અમદાવાદમાં હાહાકાર મચાવી દીધો હતો. તેણે કેટલાં માસૂમ લોકોને મારી નાખ્યાં હતાં. એ.સી.પી પ્રદ્યુમ્નની આખી ટીમ તેને શોધી રહી હતી. પણ તે સી.આઈ.ડી ઓફિસરોને ગુમરાહ જ કરી રહ્યો હતો.

દયા સી.આઈ.ડી બ્યુરોમા હતો. એ સમયે તેનાં મોબાઈલમાં એક મેસેજ આવ્યો. એ હરપેશ દોંગાએ મોકલ્યો હતો. તેણે દયાને તેનાં ખુફીયા અડ્ડા પર બોલાવ્યો હતો. પણ દયાને અન્ય ઓફિસરોને જાણ કરવાની મનાઈ કરી હતી. દયા બધાંથી નજર છુપાવીને બ્યુરોની બહાર નીકળી ગયો. હરપેશ દોંગા તેનાં અડ્ડાની અંદર ખુરશી પર પગ ઉપર પર ચડાવીને દયાની રાહ જોઈ રહ્યો હતો. પણ એ જાણતો ન હતો, કે દયા એકલો જ તેનાં માટે કાફી હતો.

દયા ફટાફટ હરપેશ દોંગાના અડ્ડા પર તેનાં બંગલોએ પહોંચ્યો. બંગલાનો દરવાજો બંધ હતો. દયાએ બારીની અંદર એક નજર કરી. હરપેશ દોંગા અંદર જ બેઠો હતો. પણ તે દરવાજા તરફ પીઠ કરીને બેઠો હતો. દયા તેનો ચહેરો જોઈ નાં શક્યો. પણ તેને પકડવા માટે દયાએ બંગલાનો દરવાજો તોડી નાંખ્યો. દયા દરવાજા તોડવામાં માહેર હતો. તેનાં એક જ ધક્કાથી દરવાજો તૂટી ગયો, ને જમીનદોસ્ત થઈ ગયો. દયાએ કમરની પાછળથી રિવોલ્વર કાઢી. દરવાજો તૂટવાના અવાજથી ખુરશી પર બેઠેલો વ્યક્તિ ઉભો થયો.

દયા ધીમે-ધીમે તેની નજીક જઈ રહ્યો હતો. એ વ્યક્તિ તેનાં સ્થાન પર જ ઉભો હતો. દયા એ વ્યક્તિની એકદમ નજીક પહોંચીને તેની પાછળ ઉભો રહ્યો. પછી અચાનક એ તેની સામે ગયો.

દયા એ વ્યક્તિનો ચહેરો જોઈને ઢીલો પડી ગયો. સામે હરપેશ દોંગા ન હતો. બીજો કોઈ વ્યક્તિ હતો. હરપેશ દોંગા પોતાનાં લૂક ચેન્જ કરતો રહેતો. એટલે તેને કોઈ ઓળખી નાં શકતું. પણ દયાએ એકવખત તેને જોયો હતો. ત્યાર પછી દયાએ હરપેશ દોંગાનો ચહેરો પોતાનાં દિમાગમાં સેવ કરી લીધો હતો.

"તારો માલિક ક્યાં ?" દયાએ સામે ઉભેલાં વ્યક્તિને પૂછ્યું. હરપેશ દોંગા તેનાં બંગલામાં ન હતો. તેની ખુરશી પર બીજો કોઈ વ્યક્તિ બેઠો હતો. મતલબ એ બધો પ્લાન હરપેશ દોંગાનો જ હતો. એ વાત દયા સમજી ગયો હતો.

"તેણે તને એકલાં આવવાનું કહ્યું હતું. પણ તારી સાથે તારી આખી ટીમ આવી છે. એટલે સર જતાં રહ્યાં." દયાની સામે ઉભેલાં વ્યક્તિએ જવાબ આપ્યો. દયાએ એક નજર દરવાજા તરફ કરી. ત્યાં સી.આઈ.ડીની આખી ટીમ ઉભી હતી. દયાને થોડો ગુસ્સો આવ્યો. તે એ.સી.પી પ્રદ્યુમ્ન પાસે ગયો.

"સર, તમે અહીં શાં માટે આવ્યાં?? એચ.ડી આપણાં હાથમાંથી ફરી નીકળી ગયો." દયાએ ગુસ્સે થઈને કહ્યું.

"તેણે અહીં તને પોતાની જાળમાં ફસાવા માટે બોલાવ્યો હતો. ઉપર એક નજર કર. એ તને મારવાં માંગતો હતો." એ.સી.પી પ્રદ્યુમ્ને દયાના ખંભા પર હાથ મૂકીને, એક આંગળી ઉપર તરફ કરીને ઉપર જોવાં માટે કહ્યું.

દયાએ ઉપરની તરફ જોયું. ઉપર મોટું કાચનાં ઝુમ્મર અડધી તૂટેલી દોરીના એક તાંતણા પર જ અટક્યું હતું. દયાએ હજું ઝુમ્મર પરથી નજર નાં હટાવી. એ પહેલાં જ ઝુમ્મર નીચે પડ્યું. આખો હોલમાં કાચનાં ટુકડાઓ વેરવિખેર થઈ ગયાં.

દયાએ એક નજર એ.સી.પી. પ્રદ્યુમ્ન પર કરી. તેમનાં ચહેરા પર ગુસ્સો હતો. આખી સી.આઈ.ડી ટીમ હરપેશ દોંગાના માણસને લઈને સી.આઈ.ડી બ્યુરો પહોંચી ગઈ. થોડીવાર થતાં જ દયાને ફરી એક મેસેજ આવ્યો. એ મેસેજ દયાની જગ્યાએ એ.સી.પીએ વાંચ્યો. તેમાં એક જગ્યાએ પાંચ મિનિટમાં જ ધમાકો થાશે. એવું લખ્યું હતું. મેસેજના અંતમાં સી.આઈ.ડી બ્યુરો લખેલું હતું. મતલબ બ્યુરોમા બોમ્બ હતો.

આખી સી.આઈ.ડી ટીમ બોમ્બ શોધવામાં લાગી ગઈ. એ સમયે જ બ્યુરોની સામે એક ધમાકો થયો. એ એક બિલ્ડિંગ હતી. જેમાં કેટલાંય લોકો રહેતાં હતાં. હરપેશ દોંગાએ ફરી સી.આઈ.ડી ટીમને ગુમરાહ કરી.

દયા ખૂબ જ ગુસ્સે થયો હતો. તે જોશમાં આવીને હરપેશ દોંગાના બંગલોએ પહોંચી ગયો. હરપેશ દોંગા બંગલોની અંદર જ બેઠો હતો. દયાએ તેની પાસે જઈને રિવોલ્વરની બધી ગોળીઓ તેની છાતીમાં ઉતારી દીધી.

સરકારે હરપેશ દોંગાને જીવતાં પકડવાનું ફરમાન જાહેર કર્યું હતું. પણ દયાએ તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. એ જોઈને દયાને સી.આઈ.ડી ટીમમાંથી એક વર્ષ માટે દૂર કરી દેવામાં આવ્યો.

"આ મારો અંત નહીં. એક નવી જંગની શરૂઆત હતી." હરપેશ દોંગા મરતી વખતે છેલ્લું વાક્ય બોલ્યો. એ સાંભળીને સી.આઈ.ડી ટીમ વિચારમાં પડી ગઈ.

દયા એક બહાદુર ઓફિસર હતો. પણ તેણે કાંઈ વિચાર્યા વગર હરપેશ દોંગાને મારી નાંખ્યો. એ ખોટું કર્યું હતું. ક્યારેક જીવનમાં એવી પરિસ્થિતિ ઉભી થાય છે. જ્યાં આપણે ધારીએ એવું થતું નથી. આપણાં જીવનમાં એક પછી એક ખરાબ ઘટનાઓ ઘટે છે. પણ ત્યારે જોશથી નહીં હોંશથી કામ લેવું જોઈએ.

દયાએ જોશમાં આવીને કામ કર્યું. જેનાં લીધે તેનું જ નુકસાન થયું. પણ જો હોંશથી કામ લીધું હોત. તો હરપેશ દોંગા જીવતો પણ હોત. અને તેનાં કબ્જામાં પણ હોત.


Rate this content
Log in

Similar gujarati story from Crime