Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Inspirational Children

4  

Zalak bhatt

Inspirational Children

બોલ્ડ બટરફ્લાય

બોલ્ડ બટરફ્લાય

5 mins
293


પાંચ વર્ષની છોકરી મહેંક પોતાના ફ્રેન્ડ્સ સાથે ગાર્ડનમાં રમતી હતી. બધાં બાળકો કરતાં મહેંકની નજર ખેલ-કુદ કરતાં પણ કુદરતમાં વધુ રહેતી હતી. વૃક્ષ, જીવ-જંતુ એટલી હદે કે કિડીને ભી જો ઘાયલ જુએ તો તેને એક ખુણામાં મૂકી દેતી. એના મમ્મી- પપ્પાને મહેંકની આ લાગણી તેની નબળાઈ જ લાગતી કે કોણ સમજશે આ છોકરીને ?

પણ, મહેંક પોતાની આદત મુજબ જ્યાં સુધી કોઈને મદદ ન કરી શકતી ત્યાં સુધી તેને ચેન પડતું નહીં. ને આવી જ મહેંક ગાર્ડનમાં રમતી હતી ત્યારે તેની નજર એક ઝાડનીનીચે સરકતી કેટરપિલર પર પડી. કેટરપિલરની ચાલવાની રીતને તેની પર રહેલી ડોટ- ડોટની ડિઝાઇન બધું જ મહેંકને ખૂબ જ ગમ્યું.ને તે કેટર પિલરને જોતી -જોતી એ ઝાડ ના થડ પાસે ક્યારે પહોંચી ગઈ તેને ખબર જ ન પડી.

આવી નાની સી કેટરપિલર આવડી ઝડપથી કેમ ચાલી શકે ? એ જોવા માટે મહેંક તેના મૂળ સ્થાને જાય છેને પછી, તેને પોતાના દરમાં જતી જુએ છેને તે અંદર જઇને થોડું બહાર મોં કાઢીને મહેંકને જાણે કે પોતાની પાસે બોલાવતી હોય તેવું લાગ્યું. તો મહેંક તેને જરાં આંગળી આપે છે. ને એવું તો જાદુ થાય છે કે મહેંક ભી ઝાડના થડની અંદર ચાલી જાય છે. ને અંદર એ કેટરપિલર એક બટરફ્લાયમાં પલટાય છે. ને આ જોઈ મહેંક આશ્ચર્યમાં પડે છે. કે આ શું ? ત્યાં તો બટરફ્લાય કહે છે.

બટરફ્લાય: મહેંક તું અચરજ ના કર આ દુનિયામાં તારું સ્વાગત છે. અમે બહુ જ સમય આ ક્ષણની રાહ જોતાં હતાં.

મહેંક : પણ, કેમ ?

બટરફ્લાય : એટલે કે આપ અમારા ‘બોલ્ડ બટર ફ્લાય’ છો. તમે કુદરત પ્રત્યે પ્રેમ ધરાવો છો. તેથી કુદરતે ભી તમને આ વિશેષ કામ માટે ચૂંટયા છે.

મહેંક: એમ ! પણ, શા માટે ?

બટરફ્લાય : આપની ઉંમર નાની છે. માનવની દ્રષ્ટિ એ પણ કુદરતની દ્રષ્ટિ એ આપ મહાન છો. આવો, અમારી દુનિયાને મળો એમ કહી મહેંકને આગળ લઈ જાય છે.

ને આગળ જતાં મહેંક ખુશ થઈ જાય છે. કેમકે, અનેક રંગના ફૂલોને તેની મીઠી સુગંધ વળી, પાણીમાં કમળ પણને વિશેષ વાત એ હતી કે બધાં જ ફૂલોના હસતાં મુખ હતાંને બધાં મહેંકનું સ્વાગત કરતાં હતાં. ને ધીરે- ધીરે બટરફ્લાય તેને એક વિશેષ સ્થાન પર લઈ ગઈ કે જ્યાં બધાં જ બટરફ્લાય તથા ફૂલો વર્તુળ બનાવીને કોઈની રાહ જોઈ રહ્યાં હતાં. મહેંકના ત્યાં આવવાથી સૌ કોઈ ખુશ થઈને મહેંકને વધાવે છેને બોલ્ડ બટરફ્લાયનું સ્વાગત છે સ્વાગત છે એમ બોલે છે. બટરફ્લાય મહેંકને બોલ્ડ બટરફ્લાયથી જ બોલાવે છેને કહે છે 

બટરફ્લાય : બોલ્ડ બટરફલાય, આપને આજે અમે એક વિશેષ શક્તિ આપવા જઇ રહ્યાં છીએ તમારાં હેલ્પ કરવાના ગુણને ધ્યાનમાં રાખીને અમે આજે આપને વન વિભાગની જાદુઈ તથા પ્રભાવશાળી શક્તિ આપીએ છીએ.

આમ કહીને બધાં ફૂલો એ પોતાની એક પાંખડી રાખી તથા મધમાખી એ પોતાનું મધ અને બટરફ્લાય એ પોતાના રંગ એક કમળમાં ભેગા કર્યા. ને તે મહેંકને આપવામાં આવ્યાં. મહેંકને તે પીવાનું કહ્યું મહેંક તે પીવે છેને પછી તો ખુદ મહેંક પણ એક વિશેષ બટરફ્લાય બની જાય છે. ત્યારે બોલી ઉઠે છે. દીદી. . .

બટરફ્લાય : શું થયું ? આપ ખુશ નથી !

બોલ્ડ બટરફ્લાય : બહુ જ ખુશ છું. પણ, હું મારા મમ્મી-પપ્પાથી આમ દૂર નહિ રહી શકું. તેમને હું દગો દેતી હોઉં તેવું લાગે.

બટરફ્લાય : કોણ કે’છે કે આપ અહીં જ રહો ? બોલ્ડ આપ આપની જ દુનિયામાં રહીને અમારી સાથે જોડાયેલાં રહેશો. ચાલો, તમને એ માર્ગ બતાવું. કહી બટરફ્લાય મહેંકને એક વીંટી આપે છે. જે પાનના શેઈપની હોય છે. ને આ વીંટીથી આપ આ દુનિયાને જોઈ શકશોને અહીં આવી ભી શકશો. તો આપને બોલ્ડ બટરફ્લાય બનવા ના અભિનંદન આમ કહે છે. ત્યાં જ મહેંક બહાર પાછી આવે છે.

મહેંકને તો આ સ્વપ્ન જેવું જ લાગ્યું. પણ આટલીવાર થઈ ગઈને ઘરે રાહ જોવાતી હશે. એમ સમજીને તે ઘરે જાય છે તો મમ્મી પૂછે છે કે આજ તો મહેંક રમીને વહેલી આવી ગઈ કે શું ? મહેંક આમ જ કહી દે છે કે મને ભૂખ લાગી હતી. ને રૂમમાં ડ્રેસ ચેન્જ કરવા જાય છે ત્યાં જ રસોડામાં ગેસ લીકેજ થાય છેને મમ્મી તો વાસને કારણે ત્યાં જ બેભાન થાય છે. મહેંક આવે છે ત્યારે તો રૂમમાંભી વાસ પહોંચી ગઈ હોય છે. આવા સમયે મહેંક પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. પલક ઝપકાવે છેને ઘરની બધીજ બારીઓ ખોલી નાખે છે. ગેસનું કનેક્શન બંધ કરે છે. પોતે ઝડપથી મા પાસે પહોંચે છેને માને રૂમમાં બેડ પર લઈ આવે છે.

થોડીવારમાં પપ્પા આવે છેને ગેસની સમસ્યાનો હલ કાઢે છે. ને એકલી હોવા છતાં મહેંકે આવો સરસ રસ્તો કાઢ્યો તેથી શાબાસી આપે છે. મમ્મીને થાય છે હું અહી કેવી રીતે આવી ? પણ, મહેંક તેને જાદુથી ભુલાવીને કહે છે, તું તો જાતે જ આવી હતી મેં તો સ્પોર્ટ આપ્યો’તો બસ. પછી, પપ્પા ટેંશનમાં હતાં કે હવે, મારા સર મને નોકરીમાંથી કાઢીને એની પહેચાનના કોઈ વ્યક્તિને લેવાના છે. આ સાંભળી મહેંકે તે વ્યક્તિનું નામ સાંભળ્યુંને પછી, તે નામ પર શક્તિ આજમાવી તો ખરેખર, થોડીવારમાં જ એમનો ફોન આવ્યો પપ્પા પર કે તમારા જેવું કામ કરવા એ સમર્થ નથી તેથી આપને નોકરીમાંથી નહિ નીકળવું પડે. ને પપ્પા ખુશ થઈ જાય છે.

એટલું જ નહીં રસ્તે સાઇકલ ચલાવતાં છોકરાંને ટ્રકથી બચાવ્યો. એક ચકલીનું બચ્ચું જે માળામાંથી નીચે પડી ગયું હતું તેને સુરક્ષિત કર્યું. પાસેના મંદિરમાંથી ભગવાનનો મુકુટ જે સોનાનો હતો અને ચોરી કરી હતી તે ગુન્હો કબૂલતા નહોતાં તો તેના જ મોઢેથી બોલાવ્યું કે હા, અમે આ સમયે આવ્યાંને ચોકીદારનું ધ્યાન નહોતુંને મુકુટ લઈ ગયાં. મહેંકના એક ફ્રેન્ડને ભણવામાં બહુ તકલીફ પડતી તે ખૂબ મહેનત કરતો છતાં પાછળ રહી જતો તે ફ્રેન્ડને શક્તિથી મહેંકે હોશિયાર બનાવ્યો.

આમ, પોતાની શક્તિનો ઉપયોગ મહેંક લોકો તથા પ્રકૃતિના ભલા માટે કરવા લાગી અને તેથી જ તેને બોલ્ડ બટરફ્લાયનું બિરુદ આપવામાં આવ્યું. મહેંકે પોતાની શક્તિ આપનાર બટરફ્લાયને પણ ઘણી વાર પંખીના મારથી બચાવ્યા તે પંખી કોઈ સામાન્ય પંખી નહિ પણ આસુરી તત્વ હતાં. તેના મોટા રૂપ સામે મોટું રૂપ ધરીને મહેંકે તે અસુરતાનો નાશ કર્યો. ને પોતાની સફળતાને હંમેશા બીજાની હિંમતમાં જ પલટાવતી રહી. આમ એ મા- બાપની સારી દિકરીને જગતની મદદગાર બોલ્ડ બટરફ્લાય બની.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational