Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Abstract

5.0  

Kalpesh Patel

Abstract

અસ્ફૂટ સાદ

અસ્ફૂટ સાદ

1 min
3K


મમ્મી, આજે હું બાપ બન્યો છું. માં, હું તારી વ્યથા બરાબર જાણું છું. પણ શું પપ્પા, એક વાર બધું ભૂલીને મને માફ કરીને મારી નાનકડી દીકરી ને જોવા, રમાડવા નહીં આવે ? તેઓએ મારી કેટલી બધી ભૂલો અને તોફાન હસતા મોઢે માફ કર્યા છે. આજે પણ તેઓ મને, હજુય માફ કરી નહીં શકે ? વાંકગુના વિના મારું બાળક દાદા દાદીના પ્રેમથી શું વંચિત રહેશે ? તમારી ઈચ્છા વિરુધ્ધ મેં મારા પસંદગીના પાત્ર સાથે લગ્ન કર્યા. હું સ્વીકારું છું, મનપસંદ સાથીદાર સંગ જિંદગી જીવવાનો અધિકાર ભોગવી, મેં ભૂલ કરી છે. બસ એકવાર...તમે અમારી આ માસુમ દીકરીને આશીર્વાદ પણ નહીં આપો ? ‘

ફોનમાં પડઘાતા એકના એક દીકરા તરૂણના આજીજી ભરેલ શબ્દો ધીરજબેનના અંતરમાં ઉથલપાથલ મચાવી રહ્યા હતા. બે વરસથી ધીરજ રાખીને પતિએ લેવરાવેલા સોગંદ પાળી પુત્રને નહોતા મળ્યા. પણ આજે હવે…

એ બપોરે જમીને જીવનભાઈ વામકુક્ષી માટે આડા પડખે થયા હતા ત્યાં ધીરજબહેને મનોમન કશો મક્કમ નિર્ધાર કરી દબાતા પગલે ધીમેથી સૂતેલ પતિ સામે નજર કરી ને હળવેકથી ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો.

હવે ’ઘડીક ઊભી તો રહે, હું પણ આવું છું.’

પાછળથી પતિનો…ના, ના, પરંતુ,આ તો એક દાદાના દિલથી રણકતો અસ્ફૂટ સાદ …હતો.!

" ઈચ્છાનો આ સાંકડો પુલ મૂક્યો કોરાણે, જઈશ હવે તૂટ્યો સબંધ હું જોડવા !"


Rate this content
Log in

Similar gujarati story from Abstract