Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational Romance

3  

Pravina Avinash

Inspirational Romance

ઝાકળ બન્યું મોતી - ૮

ઝાકળ બન્યું મોતી - ૮

9 mins
14.3K


બીજી બાજુનો પાડોશી


જલ્પા સ્ટોર ચલાવવામાં સફળતા પ્રાપ્ત કરી રહી હતી. હવે તો દસ વર્ષ પણ થઈ ગયા. મમ્મી અને પપ્પા હવે સ્વપનામાં કામ વગર ન આવતા. તેમને દીકરી પર ભરોસો હતો કે બધું થાળે પાડે એવી દીકરી છે. તે જ્યારે થાકતી, હારતી ત્યારે સાંત્વના આપવા આવી જતા. તેમને પોતાના લોહી ઉપર અટૂટ વિશ્વાસ હતો. જલ્પાનો ઉછેર એવી રીતે થયો હતો કે શંશયને સ્થાન ન હતું. કદાચ તેને કારણે જ પપ્પા અને મમ્મીએ તેને સુંદર રીતે પાળી પોષીને મોટી કરી હતી. માનવી તો ભવિષ્યની ઘટનાઓથી અજાણ હોય છે ! ચિત્રગુપ્તના ચોપડામાં બધું લખેલું હોય છે.

જલ્પાના સ્ટોરની એક બાજુ જતીનનો ‘આધુનિક ઉપકરણો’નો સ્ટોર હતો. ત્યારે બીજી બાજુ એક ‘ફાસ્ટ ફુડ’ રેસ્ટોરન્ટ હતી. ત્યાં બધી જાતનું ચટાકેદાર ખાવાનું મળતું. નામ પણ એવું અલમસ્ત હતું કે લોકો નામ વાંચીને પણ એક વખત ખાવા લલચાય. નામ હતું 'મનપસંદ'. જે મનપસંદ વાનગી માગો દસ મિનિટમાં તમારા ટેબલ પર હાજર હોય. તેનું નામ ખૂબ જાણીતું હતું. તેને કારણે ઘણીવાર જલ્પાએ ફાલતુ લોકોનો ધસારો પણ સહન કરવો પડતો. તેનો માલિક જુવાન હતો. અધૂરામાં પૂરું પરણેલો પણ ન હતો. જો કે આ ‘મનપસંદ'ને કારણે તેનો પોતાનો ધંધો પણ સારો ચાલતો હતો.

બે મેત્રો એ રેસ્ટોરન્ટ ચલાવતા. જીગરી મિત્રો હતા. વહેલી સવારે ખોલતા, જેથી લોકો નોકરી પર જતાં પહેલાં ચા કે કોફી પીવા આવે. દરરોજ સવારના ગરમા ગરમ બટાટા પૌંઆ અને ઉપમા તૈયાર કરી રાખે. ચોખ્ખાઈ તો તેમની જ જોઈ લો. ખૂબ સુંદર રીતે સજાવટ કરી હતી. દરરોજ ફુલદાનીમાં તાજા ફુલ ખોસવાના. ટેબલ ચોખ્ખા. જરા પણ ખોટો દમામ નહીં. ઉડીને આંખે વળગે તેવું વાતાવરણ. સવાર પડી નથી અને લાંબી કતાર લાગી નથી. જુવાન હોવાને કારણે સુઘડતા આંખે ઉડીને વળગે તેવી હતી. કચરો નાખવાની વ્યવસ્થા પણ સરસ રાખી હતી. સવારના પહોરમાં તેમનો ધંધો ધીકતો હતો. બપોરના ભાણા સમયે પણ ગરમા ગરમ રોટલી કે પૂરી મળે. ઠંડીની ઋતુમાં બાજરાનો રોટલો ઘી અને ગોળ હાજર. આવી સુંદર રીતભાત હોય તો માણસ જલ્દી બે પાંદડે થાય. જીગર અને નિરવ પોતે કેવી રીતભાત ચાહે એવી રીતભાત આવનાર ઘરાકને પૂરી પાડતા. લોકોને તેમની તેમજ તેમના ખાવાનાની લત લાગી જતી. જરા પણ ભેળસેળ ચલાવી લેતા નહીં.

જ્યારથી જલ્પા સ્ટોર પર આવતી થઈ ત્યારથી તે બન્નેના આંટા અહીં વધી ગયા. જલ્પા પણ જુવાન હતી. પેલા બન્ને જેવી આછકલી ન હતી. જેવા એ લોકો સ્ટોરમાં આવે કે તરત જ નવીનને કાઉન્ટર પર બોલાવી પોતે પાછળ કામ કરવા જતી રહે.

પેલા બન્ને રોમિયો જલ્પાની આ ચાલ સમજી ગયા. જલ્પાને થતું ‘પાણીમાં રહેવું અને મગર સાથે વેર’ શા માટે ? જરૂર પડ્યે ખૂબ ઠાવકાઈથી વાત કરતી. બન્નેમાંથી એકેયને ‘ઘાંસ ન નાખતી.’ જુવાની દિવાની હોય. હવે તો પાંચ વર્ષ પણ થઈ ગયા હતા. જલ્પાએ જરા પણ સંબંધ વધાર્યો નહીં. જલ્પાએ જતીન પાસેથી ઘણા બધા મશીનો અને કમપ્યુટર ખરીદ્યા હતા. તેની નિખાલસતાને કારણે બન્નેમાં મિત્રતા વધી ગઈ હતી. જતીન સુખી, સંસારી હતો. તેના તરફથી કોઈ ભય ન હતો.

એક વખત જલ્પાએ જતીનને બાજુવાળા નિરવ અને જીગરની વાત કરી. જતીનના માનવામાં ન આવ્યું કે આટલા વર્ષોથી બાજુમાં રહી ધંધો કરનાર આવું વર્તન કેવી રીતે કરી શકે ? જતીનની પત્ની અવાર નવાર બિમાર રહેતી હતી. જેને કારણે જતીન તેમને ત્યાંથી ઓર્ડર આપી ખાવાનું લઈ જતો હતો. જતીન, જલ્પાની કુનેહભરી વર્તણુક અને આગવી ધંધાની કાબેલિયતને કારણે ખૂબ પ્રભાવિત હતો. તેણે જલ્પાને સમજાવી, નિરવ અને જીગર સાથે તે વાત કરશે એન કહી હૈયાં ધારણા આપી. જતીન પાસેથી પોતાના સ્ટોરને આધુનિક બનાવવા બધા ઉપકરણો લીધા હતા. જેને કારણે તેને શીખવામાં મુશ્કેલી ન પડી. ધાંધાને કારણે સારો સંબંધ હતો.

નિરવ અને જીગર, જતીનની આમન્યા રાખતા. નિરવ હાલમાં પરણ્યો હતો. જીગર હજુ તેની ‘અમી’ની શોધમાં હતો. જલ્પાને માટે ‘પરણવું’ એ શબ્દ તેના શબ્દકોષમાં ન હતો. નાનો જય, ઢીંગલી જેવી જેમિની અને ‘દાદી’ સહુનો આધાર હતી,’ જલ્પા’. જતીનને આજે દસ વર્ષ પછી જલ્પાના સ્વભાવ વિશે ખ્યાલ આવી ગયો હતો.

‘તેણે જીગરને સમજાવ્યો. આપણે બાજુમાં રહી ધંધો કરવો છે. ભલું સહુનું છે, જો શાંતિથી રહીએ અને એકબીજાને જરૂર વખતે કામમાં આવીએ. જલ્પા ખૂબ સ્વમાની અને ઈજ્જતદાર છે. તારી ખેરિયત ચાહતો હો તો, તેને કનડવાનું છોડી દે. તેનામાં રહેલા ગુણોની કદર કર. જે છોકરી માતા અને પિતા ગુમાવી પૂરા કુટુંબને સાચવી રહી છે.’

જીગર સમજી ગયો. એણે વિચાર્યું, 'આટલી મોટી દુનિયા છે. મુંબઈ શહેરમાં ઘણી છોકરીઓ છે. શા માટે, જે વ્યક્તિને રસ નથી તેને કનડવી ?’

જો કે જલ્પા હતી ખૂબ સુંદર અને છટાભેર. કોઈની પણ દાનત બગડે ! જીગરે મિત્રતા માટે પહેલ કરી. જલ્પાને મિત્રતામાં જરા પણ વાંધો ન હતો. જલ્પાના હૈયે ટાઢક થઈ. આજુબાજુવાળા ત્રણે સ્ટોરના માલિકો હવે મિત્ર બની ગયા. તહેવારોની ઉજવણી પણ સાથે કરવા લાગ્યા. દિવાળી દરમ્યાન સ્ટોરને બહાર અને અંદરથી શણગારવાનો કોન્ટ્રાક્ટ એક રૂસ્તમ બાવાજીને સોંપ્યો. પારસી બાવો હતો તો ૬૫થી ૭૦ વર્ષનો. દીલનો દિલાવર અને મોઢાનો મીઠો. જલ્પાને ડીકરા, ડીકરા કહીને બોલાવે. જલ્પાને પણ બાવાજી ખૂબ ગમતા. તેને એમનામાં પિતાજી દેખાતા. બાવાજીની આમન્યા રાખતી. તેમનું ભાવતું ધાનશાક દિવાળીમાં ખાસ તેમને માટે બનાવી, ડબ્બો ભરીને લાવતી.’

બાવાજી દિવાળી નિમિત્તે મિઠાઈનું પડીકું અચૂક લાવતા. જલ્પાની કુનેહ અને આવડતના તે ચાહક હતા. બાવાજી આજે જલ્પાને ત્યાં આવ્યા હતા. જલ્પાને નવાઈ લાગી. કારણ વગર તેઓ આવતા નહીં. ફોન ઉપર વાત કરી પોતાને જોઈતું મંગાવી લેતા. જલ્પા માણસ મોકલી તેમનો સામાન પહોંચાડી દેતી. બાવાજીના મુખ પર ચિંતા જણાતી હતી.

જલ્પા દ્વિધામાં હતી પૂછવું કે નહી. જલ્પાની ભર જુવાની હતી, ધંધો ખૂબ કુનેહથી કરતી. દરેક સાથે માત્ર કામ પૂરતા સંબંધ હોય. કોઈને એમ ન લાગવું જોઈએ કે જલ્પાની દાનત ખરાબ છે. જેમ જલ્પાએ દાદીને માન સહિત જણાવ્યું હતું, તેમ તેની આજુઅબાજુની બધી વ્યક્તિઓ જાણતી કે, ’જલ્પા સાથે કામથી કામ.’ ખોટી આડી અવળી યા મજાક મશ્કરીની વાત નહીં કરવાની. ક્યારે જલ્પાની કમાન છટકે અને અપમાન કરી બેસે તેનો ભરોસો નહીં.

જો આવી પ્રતિભા ન રાખે તો લોકો જલ્પાની સાથે બેહૂદી વાતો કરતા જરા પણ ન અચકાય. તેની ચારે બાજુ અભેદ કિલ્લો હતો. તેની કાંગરી, પણ દસ વર્ષમાં ખરવા પામી ન હતી. જતીનને તેથી તો જલ્પા માટે ખૂબ આદર હતો. જલ્પાની જિંદગીનો ધ્યેય નક્કી હતો. તેનો મારગ ધોરી મારગ જેવો હતો. રસ્તામાં ક્યાંય ખાડા કે ટેકરા ન હતા. છતાં પણ ખૂબ સાવધાની પૂર્વક પગલા માંડતી. તેને નહોતું ખાડામાં ગબડવું કે નહોતો ચડવો હિમાલય. લક્ષ હતું 'જય અને જેમિની’નું ભવિષ્ય. દાદીને વધતી જતી ઉંમર સાથે પ્રેમ અને કાળજી પરોસવા હતા. માતા અને પિતાનું નામ રોશન કરવું હતું. પોતે જે પ્રેમ પામી હતી, તેવો પ્રેમ બાંટવો હતો.

પેલો બાજુવાળો જીગર પણ હવે સમજી ગયો હતો. આ જીગરે ‘બાવાજીની’ નાની દીકરી રોશન સાથે સંબંધ કેળવ્યો હતો. બાવાજી રહ્યા પારસી, તેમને શું ખબર પડે કે આ જુવાન કેવો છે ? જલ્પાની બાજુમાં તેની ‘મનપસંદ' હતી. તેમને થયું કદાચ જલ્પા તેના વિષે જાણતી હશે. જીગર અને રોશન ત્રણેક વર્ષથી એકબીજાને જાણતા હતા. રોશન હંમેશાં સવારનો ‘બ્રેકફાસ્ટ’, મનપસંદમાં બેસીને કરતી. તેનું રોજનું ટેબલ પણ નક્કી હતું. એ આવે એટલે જિગરને ખબર પડી જાય. રોજે તે બે કપ ચા અને બટાટા પૌંઆ લેતી. સાથે પોતાનું કામ લઈને આવી હોય. લગભગ કલાક નીકળી જાય.

એ કામમાં ડૂબેલી હોય જીગર તેની તરફ જોતો હોય ! જીગરને તેની અદા ખૂબ ગમતી. રોજ આવતી હોવાને કારણે પરિચય કેળવાયો. જુવાન હૈયા ક્યારે નજીક સરી પડે તે કળવું મુશ્કેલ છે. અંતે જે ભવિષ્ય ભાખ્યું હતું તે હકિકતમાં પરિણમ્યું. બન્ને નજીક સર્યા ને પ્રેમમાં પાગલ બન્યા.

આમ પણ પારસીઓ એવું માને કે તેમણે પારસીને પરણવું. પારસી પ્રજા ધીરે ધીરે નામશેષ થઈ રહી છે. પારસી કોમને પણ તેની ચિંતા છે. મુખ્ય કારણ પારસી પ્રજા ખૂબ મોટી ઉમરની થાય ત્યાં સુધી પરણતી નથી. પછી તેમને બાળકો કરવા માટે ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણાંને બાળક થતાં પણ નથી.

રૂસ્તમજીની દીકરી, રોશન ઘરમાં સહુથી નાની હતી. માતા ગુમાવ્યા પછી બાપ દીકરી ઘરમાં હતાં. રોશનને જીગરથી પ્રેમ થયો હતો. રૂસ્તમજી ખૂબ નારાજ હતો. દીકરીને સમજાવી શકવાની તાકાત ન હતી. જલ્પા તેને મન દીકરી સમાન હતી એટલે આજે વાત કરવા આવ્યો હતો. આવી વાત રૂબરૂમાં કરવી સારી, એમ તે માનતા. જલ્પાએ રૂસ્તમજીને બેસવાનું કહ્યું. એક ગ્રાહક સાથે વાત ચાલતી હતી. તેના ગયા પછી નવીનને કહ્યું જરા ધ્યાન રાખજે. મારે રૂસ્તમજી સાથે કામ છે.

બાવાજી જલ્પાનું આવું સુંદર વલણ જોઈને ખુશ થઈ ગયા. જલ્પાએ આગ્રહ કર્યો, 'ચા કે કૉફી શું ચાલશે ?' બાવાજીએ કૉફી કહ્યું એટલે બે કપ ભરીને લાવી. બન્ને જણાં બેસીને વાતે વળગ્યાં. જલ્પાના મુખ પરનો પ્રશ્ન રૂસ્તમજીએ વાંચ્યો. જલ્પાને નવાઈ લાગી, આ બુઢા બાવાજીને મારું શું કામ હશે?

‘જલ્પા બેટા એક કામ હતું, મારા ડીકરા.’

'હાં, બોલો હું આપની ખિદમત કઈ રીતે કરું ?’

બાવાજી જરા અટક્યા, તેમને થયું વાત કરું કે નહીં? પછી મન મક્કમ કર્યું. ‘જલ્પા ડીકરા, આ તારી બાજુવાળા જીગરને તું ઓળખે છે ?'

જલ્પા ચમકી ગઈ. કોઈ પણ જાતના પૂર્વાપર સંબંધ વગર અચાનક જીગરનું નામ સાંભળીને. તેને થયું જીગરનું કામ આ પારસીબાવાને આ ઉંમરે કેમ પડ્યું હશે ? પોતાની ઈંતજારી દબાવી કોઈ પ્રતિ પ્રશ્ન ન પૂછતાં વિચારી રહી.

‘અરે, ડીકરા તું કાંઈ વિચારમાં પડી ગઈ. મારે એક ડીકરી છે. રોશન ૩૦ની થવા આવી, પરનવાનું નામ લેતી નો’તી. અચાનક એક વાર મેં એને જીગર સાથે હાથ પકડીને રસ્તા પર ચાલતી જોઈ. હજુ એને ખબર નથી કે મારો બાપ જાને છે.’

હવે જલ્પાને ભાન થયું. તે પણ ચોંકી ગઈ. જીગર પણ લગભગ ૩૨ની આસપાસ હતો. જલ્પાને તેનો બહુ અનુભવ નહીં. તેનું કારણ સાફ હતું. જલ્પાને ખોટી વાતો કરવાની આદત ન હતી. તેના દિમાગમાં હમેશા ‘કામ અથવા કુટુંબ’ બીજું કાંઇ ભમતું નહીં.

તેણે રૂસ્તમજીને કહ્યું, ‘જી, મને જીગરનો બહુ અનુભવ નથી. હા, અમારો ધંધો બાજુ બાજુમાં છે. કોઈકવાર મને ગમતું ખાવાનું લેવા જાઉં. એ લોકોને મારા સ્ટોરની કોઈ વસ્તુ જોઈતી હોયતો લેવા આવે. તેનાથી વધુ કાંઇ નહીં. પણ...'

‘પણ શું બેટા ?’

‘મારી બાજુવાળા જતીનને તેમની સાથે સારો સંબંધ છે. તેના મારફત તમને સમાચાર લાવી આપીશ.’

રૂસ્તમજી તો રાજીના રેડ થઈ ગયા. ‘બેટા હું આવતા અઠવાડિયે પાછો આવીશ. ત્યાં સુધીમાં બને તો જાની લેજે.’

જલ્પાએ હા કહી, તેમને વિદાય આપી. બીજે દિવસે ધંધો જરા ઠંડો હતો. જલ્પાના દિમાગમાં રોશનની વાત ઘુમતી હતી. હંમણાંથી તેનું ‘કેશ રજીસ્ટર’ જરા સરખું ચાલતું ન હતું. જતીનને પૂછવા પણ જવાનું હતું. નવીન સાથે સમાચાર મોકલ્યા હતા કે કામ ખાતર બપોરે મળવા આવીશ. બપોરે લંચ ખાઈને તેની શોપમાં ગઈ. જતીન તેની રાહ જોતો જણાયો. હંમણાંથી તેની પત્નીની નાદુરસ્ત તબિયતને કારણે ખૂબ મૂંઝવાયેલો રહેતો. જલ્પાને જોઈ ધીમું મુસ્કુરાયો.

‘જરા કામ હતું એટલે તમને તકલિફ આપી.’

‘અરે, વાંધો નહીં.’ કહી ખુરશી ખસાડી.

જલ્પાએ પહેલા ‘કેશ રજીસ્ટરની’ વાત કાઢી.

‘હું આવીને ચેક કરી જઈશ.'

ધીમેથી જલ્પા બોલી, 'બીજું એક કામ પણ છે’.

'હું સાંભળીશ, મારાથી બનશે તે પ્રમાણે મદદ કરીશ.’

‘આપણા પેલા રૂસ્તમ બાવાજી છે ને.’

‘હા, તેનું શું ?’

‘અરે, ગયે શુક્રવારે આવ્યા હતાં. તેમની દીકરી આ જીગરના પ્રેમમાં છે. તેઓ જાણવા માગે છે, જીગર વિષે...’

‘હું ધારું છું ત્યાં સુધી જીગર સારા કુટુંબનો છે. જુવાનીમાં ભાઈ જરા સ્વચ્છંદ હતા. આ ધંધે બેઠા પછી ઠરીઠામ થયો છે. કમાણી પણ સારી છે. તેના પરિવાર વિષે ખાસ ખબર નથી પણ એ તો વાતમાંથી વાત કઢાવી જાણી શકાય.’

‘જો વાંધો ન હોય તો બે દિવસમાં માહિતી ભેગી કરી કહેજો. બાવાજી પાછા શુક્રવારે આવવાના છે. એમની પત્ની નથી. રોશન સહુથી નાની છે. એટલે એમને જરા ચિંતા થાય છે. જીગર પારસી નથી.’ સ્વભાવિક રીતે બાવો ચિંતામાં હોય.

જતીનને થોડી ઓળખાણ હતી. જ્યારે તે ઘરે ટિફિન લઈ જતો, ત્યારે જીગર બરાબર ચેક કરીને આપતો. જતિનની બિમાર પત્ની તરફ તેને સહાનુભૂતિ હતી. જલ્પા આ વિષે ખાસ જાણતી નહીં. તેનો સ્વભાવજ ન હતો કે ખોટી પૂછપરછ કરે. આજે જ્યારે જતિન ટિફિન લેવા ગયો ત્યારે, તૈયાર ન હોવાને કારણે જીગર સાથે ગપ્પા મારવા બેઠો. વાતમાં ને વાતમાં એવો પલોટ્યો કે જીગરથી કહેવાઈ ગયું, એક પારસી છોકરી તેની બહેનપણી છે. બન્ને જણાં એકબીજાને ખૂબ ચાહે છે.

‘જીગર, તારા મમ્મીને વાંધો નહી આવે ને ?'

‘પરણવાનું મારે છે કે મમ્મી ને ?'

'જતિનભાઈ, મને જેવી છોકરી જોઈતી હતી, તે આ રોશન છે.' વાતવાતમાં નામ પણ કહી દીધું.

જીગરના મુખ પરની ચમક અને ગંભિરતા જતિનને સ્પર્શી ગયા. ટિફિન લઈને ઘરે જવા તૈયાર થયો. જલ્પા પણ નીકળવાની તૈયારી કરતી હતી. જતિને બધી વાત કરી.

‘રૂસ્તમ બાવાને કહેજે તેની દીકરી સુખી થશે.’

રુસ્તમબાવાના શિર પરથી દસ મણની શીલાનો ભાર હટી ગયો. દીકરીની પસંદગી પર નાઝ થયો. ધીરે ધીરે જીગર સાથે હળવા મળવા લાગ્યા. ‘હાશ હવે મને મોત આવે તો પન કોઈ વાંધો નથી. ખુશીથી મરવાનો ! રૂસ્તમ બાવો હરખપદુડો થઈ ગયો. દીકરીને વિશ્વાસમાં લીધી અને પોતાની મરજી જણાવી.

‘રોશન ડીકરા, મુને કોઈ વાંધો નથી, તું તૈયાર થાય ત્યારે કહેજે તને જીગર સાથે પરનાવી દઈશ. કોઈ ભીતી રાખતી નહીં. મારા મરવા પહેલાં આ કાર્ય પૂરું કરીશ. તારી માયની ખુદ જઈ વાત કરવાનો. 'જોયું આપણી રોશન સુખી થઈ ગઈ.’ નજીકના ભવિષ્યમાં રોશન અને જીગરના લગ્ન થઈ ગયા. રૂસ્તમ બાવો ખૂબ ખુશ થીયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational