Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shalini Thakkar

Inspirational

4.5  

Shalini Thakkar

Inspirational

ધાર્મિક

ધાર્મિક

4 mins
479


એક હાથમાં લેપટોપ બેગ અને બીજા હાથમાં મોબાઈલ ફોન સાથે, જીન્સ અને શોર્ટ્ કુર્તીમાં સજજ એકદમ સ્માર્ટ લુક ધરાવતી રીમા,જેવી તૈયાર થઈને પોતાના રૂમની બહાર નીકળી એટલે પાછળથી પૂજાની થાળી લઈને ઉભેલા એના સાસુ સવિતાબેન એ કહ્યું,"આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે. થોડો સમય કાઢીને તું પણ મંદિર દર્શન કરવા ચાલ. પડોશવાળા વિદ્યાબેન અને એમની વહુ મિતાલી પણ સાથે આવે છે. મોબાઇલ ફોન પર નંબર ડાયલ કરવામાં વ્યસ્ત રીમાએ ઉતાવળે જવાબ આપ્યો,"આજે મારી પાસે સમય નથી. આજે મારા બુટિકમાં અગત્યના ક્લાઈન્ટ સાથે એપોઇન્ટમેન્ટ છે. એમને મારા તૈયાર કરેલા ડિઝાઇન ગમી જાય તો મને કોન્ટેક મળી જાય."સવિતા બેને પોતાના ધાર્મિક વિચારો એમની મહત્વકાંક્ષી અને આધુનિક વિચારધારા ધરાવતી વહુ ના ગળે ઉતારવાના પ્રયત્ન કરતા કહ્યું,"આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર છે. તું મંદિરમાં દર્શન કરીશ અને થોડું દાન કરીશ તો ભગવાન જરૂર તારી મનોકામના પૂરી કરશે..". રીમા નું ધ્યાન 

એના ધાર્મિક સાસુ ની કહેલી વાતમાં ઓછું અને પોતાના કામમાં વધુ હતું. પોતાની વાત રીમાના ગળે નથી ઉતરી તેની ખાતરી સાથે સવિતાબેને પોતાની વાત આગળ વધારી,"જો બાજુવાળી મિતાલી કેટલી ધાર્મિક છે, અરે દર સોમવારે મંદિરમાં આખી થેલી દૂધ ચડાવી દે છે. એટલે તો આટલી સુખી છે". એક વ્યક્તિ તરીકે સવિતાબેન પ્રત્યે આદર હોવાની સાથે તેમના વચ્ચેના સિદ્ધાંતિક મતભેદમાં ક્યારે કોઈ સુખદ ઉકેલ નહીં આવે એની ખાતરી હોવાથી જવાબમાં માત્ર સ્મિત આપી ને એને પોતાના કામને પ્રાથમિકતા દર્શાવી દીધી જેનો સવિતાબેન ખ્યાલ આવી ગયો. એમણે પણ કોઈ પણ પ્રકારનો વિવાદ ના કરવાના હેતુથી પોતાનું ધ્યાન રીમા તરફથી હટાવીને પૂજાની થાળી તરફ કેન્દ્રિત કરી દીધું. રીમા પણ પોતાના આસિસ્ટન્ટ ને સૂચના આપવામાં વ્યસ્ત થઈ ગઈ.," થોડી જ વારમાં પહોંચું છું મારા આવતા પહેલા જો ક્લાઈન્ટ આવી જાય તો તું તૈયાર કરેલું પ્રેઝન્ટેશન એમને બતાવવાની શરૂઆત કરી દે જે, જેથી એમનો સમય વધુ ના વેડફાય."

થોડી જ વારમાં પડોશમાંથી વિદ્યાબહેન અને સાડીમાં સજ્જ એમની આદર્શ અને ધાર્મિક વહુ મિતાલી પૂજાની થાળી લઈને બહાર નીકળ્યા અને સવિતાબેન બૂમ પાડી. એમનો અવાજ સાંભળીને ઉત્સાહિત થયેલા સવિતાબેન દૂધ, ફૂલ, અગરબત્તી વગેરે પૂજાની સામગ્રીથી સજાવેલી થાળી લઈનેે ઘરની બહાર નીકળ્યા. રીમા પણ પોતાનુ બધુંં કામ સંકેલીને ઘરની બહાર નીકળવા જતી હતી ત્યાં જ ડોરબેલ વાગ્યો. દરવાજો ખુલતા જ એમના ઘરમાં ઘરકામ કરતી મધુ અંદર પ્રવેશી. ગર્ભવતી મધુુ ને શરીરમાં કમજોરી ના કારણે ચક્કર ખાતા જોઈને રીમાએ ફટાફટ પોતાનું લેપટોપ અને મોબાઈલ બાજુ પર મૂકી દીધા અને મધુબેનને પકડી ધીમેથી સોફા પર બેસાડી અને કાળજી ભર્યા સ્વરમાં એને ઠપકો આપતા બોલી,"તને કેટલી વાર કહ્યું કે હવે તને આરામની જરૂર છે. થોડા દિવસ કામ પર ના આવીશ. અને પાછો મેડમ એ આજે સોમવાર પણ કર્યો હશે." સમયના અભાવને ધ્યાનમાંં રાખીને એ ફટાફટ રસોડામાં ગઈ અને ગ્લાસ ભરીને દૂધ લઈ આવી અને મધુના હાથમાં ગ્લાસ પકડાવતા બોલી, "લે થોડું દૂધ પી લે શરીરમાં તાકાત રહેશે." મધુ દૂધનો ગ્લાસ ફટાફટ ગટગટાવી ગઈ. રીમાનેે મોડું થઈ રહ્યું હતું પણ આ હાલતમાં મધુને એકલા છોડતા એનો જીવ ના ચાલ્યો. એણે મધુને પૂછ્યું,"ડોક્ટરને નિયમિત બતાવે છે ને ?" મધુ ના મા ડોક હલાવી. રીમાને એની સ્થિતિનો ખ્યાલ આવી જતા વધુ સમય ના વેડફતા ફટાફટ ઊભા થઈને, એક હાથમાં લેપટોપ બેગ અનેે મોબાઈલ અને બીજા હાથે મધુ ને સાચવીને ઘરની બહાર લઈ આવી અને પોતાની ગાડીમાં બેસાડી. નજીકના દવાખાનામાં ડોક્ટર પાસે તપાસ કરાવી અને એમણે સૂચિત કરેલી દવાઓ લઈને મધુને આપી.

પેટમાં દૂધ જવાથી અને તાત્કાલિક ઇન્જેક્શન લેવાથી મધુ ને થોડું સારું લાગી રહ્યું હતું રીમાએ બંને હાથોથી પકડીને એને પોતાની ગાડીમાંં બેસાડી અને ગાડી એના ઘર તરફ વાળી. મધુનું ઘર આવતા જ તેણે ગાડી ઊભી રાખી અને બોલી,"હવે થોડા દિવસ આરામ કરી લે અને કામ પર ના આવીશ". મધુ ના ચહેરા પર દ્વિધા જોઈને એની મૂંઝવણ ઉકેલતા રીમાાએ કહ્યું,"પૈસાની ચિંતા ના કરીશ. તારા પગારમાંથી એક પણ પૈસો નહીં કાપુ."પછી પોતાનાં પર્સમાં હાથ નાંખીને થોડા પૈસા કાઢ્યા અનેે મધુનાં હાથમાં પકડાવતા બોલી", લે આ પૈસા રાખ અને રોજ સવાર સાંજ એનાથી દૂર પીજે, જેથી તારું બાળક તંદુરસ્ત રહે."સાંભળીનેે મધુુનાં આંખમાં ઝળઝળિયા આવી ગયા અનેે બોલી,"રીમા બેન ભગવાન તમારી બધી મનોકામના પુરી કરે. તમે મારા મન પરથી બહુ જ મોટો બોજ ઉતારી દીધો."અને જેવી ગાડીમાંથી નીકળીને દરવાજો બંધ કર્યો, રીમાએ પોતાની ગાડી ફટાફટ એના બુટીક તરફ દોડાવી. ત્યાં તો એની આસિસ્ટન્ટનો ફોન આવ્યો. પોતાને પહોંચવામાં ખૂબ જ વિલંબ થઈ ગયો હોવાથી એણે ફટાફટ ફોન ઊંચક્યો. સામેથી અવાજ આવ્યો,"કોન્ગ્રેચ્યુલેશન મેડમ આપણને કોન્ટેક્ટ મળી ગયો છે. એમને તમારા ડિઝાઇન ખૂબ જ ગમ્યા છે."સાંભળીને રીમાની આંખોમાંથી ખુશીના આંસુ આવી ગયા. એને મધુના કહેલા શબ્દો યાદ આવી ગયા,"રીમાંબેન ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરે."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational