STORYMIRROR

Aniruddhsinh Zala

Romance Crime

3  

Aniruddhsinh Zala

Romance Crime

સાચા પ્રેમનો સ્નેહભર્યો વરસાદ

સાચા પ્રેમનો સ્નેહભર્યો વરસાદ

1 min
188

પાંપણપાળેથી વહેતા સવિતાના આંસુની ધારા તેના હૃદયને ભિંજવી રહી હતી અને તે આંસુની અસર છૂટાછેડા લેવા વકીલ જોડે ગયેલા તેના પતિના હૃદય પર જાણે લાગણીઓનો વરસાદ બની વરસતી હોય તેવું લાગતું હતું. ગુસ્સો હોવા છતાંય સવિતાએ અકસ્માત સમયની હોસ્પિટલમાં કરેલ પોતાની અવિરત સેવા યાદ આવતી હતી.

નાનકડો ઝગડો મોટું સ્વરૂપ સામસામે બોલાચાલી અને મારામારી સુધી પહોચી ગયો હતો. સવિતા ખુબ જિદ્દી હતી તે પતિ સૂરજ જાણતો હોવા છતાંય તે પોતાનું સ્વાભિમાન ઘવાતું હોય તેમ લાગતાં ઝગડ્યો હતો. 

મામલો કોર્ટમાં જતાં જજ બોલ્યાં,.. 

"આરોપી સૂરજ પતિના નામે કલંક છે. વગર વાંકે પત્નીને મારી છે. "

" ના ના જજ સાહેબ, મારો પણ વાંક હતો. વગરવાંકે નથી મારી મને. " કહેતાં સવિતા બોલી,. "સૂરજ નિર્દોષ છે તેને છોડી દો પ્લીઝ.. "

મૌન સૂરજની આંખમાં પણ પશ્ચાતાપ જોઈ જજ બોલ્યાં,.. 

"ઝગડો આપમેળે પૂર્ણ થતાં ફરી મધુર લગ્નજીવન શરૂ કરવાનો હુકમ છે.. " 

સાચા પ્રેમનો વરસાદ ચાર આંખોથી કોર્ટમાં વરસતો દેખાયો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Romance