Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpesh Barot

Tragedy Romance

3  

Alpesh Barot

Tragedy Romance

પંખ - ૧

પંખ - ૧

5 mins
7.4K


"પપ્પા મારે હજી ભણવું છે, મારે છોકરો નથી જોવો, ના કહી દો એને પણ... કેટલા છોકરાઓ જોશો ? મારી ના જ છે, હજી મારી ઉંમર જ શું છે ! હું ભણવામાં ધ્યાન આપું કે છોકરા જોવામાં ?"

"દીકરા લગ્નતો કરવા પડે ને ? લગ્નની ઉંમર નીકળી જાય તો સારા સારા ઠેકાણા નીકળી જાય."

"પણ..."

"પણ બણ કઈ નઈ તારે આવવું પડશે. લે તારી મમ્મીથી વાત કર"

"જો દીકરા જોઈતો જા એક વખત, છોકરો ડોક્ટર છે. સારું કમાય છે, તારી માસી તો વખાણ કરતા-કરતા નથી જંપતી, બધા કહે છે તમે ઘર ભૂલો છો ! આજ નહીં તો કાલ ક્યાંક પરણવું તો જોઇશે જ ને ?તેઓ મોડર્ન વિચારો વાળા છે ત્યાં તને કોઈ જાતની રોકટોક નહી કરે, ના ગમે તો...."

"ઠીક છે મમ્મી હું રવિવારના આવું છું ઘરે" મમ્મીને વચ્ચે ટોકતા પૂજા બોલી.

પૂજાએ ફોન મુક્યો. અને બાલકનીમાં આવી. ઘડિયાળમાં દશના ટકોરા પડ્યાં. સતત ભાગતું આ અમદાવાદ, હોર્નના અવાજો. તો ક્યાંક દૂરથી જુના સુગમ સંગીતના અવાજો પૂજાના કાન સુધી પહોંચતો હતો.

કાળા ઘનઘોર વાદળોથી ભરેલું આકાશ, ભેજથી ભરેલી હવાના મોજાઓ પૂજાના ચેહરા પર શીતળતા અર્પી રહયા હતા. તો વીજળીના ચમકારા સાથે પૂરૂં આકાશ ઝળહળી ઉઠ્યું હતું. પૂજા શૂન્ય બનીને સતત આકાશને તાકી રહી હતી.

ત્યાં હાથમાં પિઝાનો બોક્સ અને કોકની બોટલ લઈને બિલ્લી પગે અવની બાલ્કનીમાં પ્રવેશે છે.

"ચલ પૂજા ખા લે કુછ" પૂજાએ કોઈ જવાબ ના આપતા, અવની તેની નજીદિક ગઈ "ક્યાં હુવા મેરી પરી કો ? ગુમ શુમ કેમ છે બકા ?

"કંઈ નઈ યાર ફરી એજ મમ્મીની છોકરા વાળી રામાયણ"

"જા કે આના, મના કર દિયો"

" જવું તો પડશે જ."

અવની એ પિઝાનો બોક્સ પૂજા તરફ કરતા કહ્યું, "કુછ તો ખાલે મેરી જાન વરના મુજે ભી ઉપવાશ કરના પડેગા.

પૂજાએ એક પીઝાનો ટુકડો લીધો અને કહ્યું "હવે તું જ ખાઈ લે મારો મૂળ નથી." "અબે યાર તેરા મૂડ ઓર અહેમદાબાદ બારિશ" અવની મનમાં બબડી. અવનીના આવતા જ પૂજા પોતનાં ઈમોસન્સ રોકીના શકી. આફ્ટર ઓલ અવની જ એક એવી વ્યક્તિ હતી જે તેને સમજી શકે.

"એક તો આનંદ પણ મને સમજતો નથી, લગ્નની જીદ પકળી બેઠો છે, છેલ્લા કેટલા દિવસોથી વાત પણ નથી કરતો ! ના ફોન ના મેસેજીસ, મને જોઈને રસ્તો પણ બદલી દે છે !"

"ચિલ માર યાર સબ ઠીક હો જાયેગા ! છોટી છોટી બાતો કો લેકર જ્યાદા રીએક્ટ કરતી હૈ તું"

પૂજાની આંખના ખૂણા ભીનાં થઈ ગયા. પૂજાને રડતી જોઈ અવનીની પણ આંખો ભરાઈ આવે છે.

"યાર ઈમોસનલફુલ છે તું, જયારે જોઈએ ત્યારે આંસુઓ વહેતા જ હોય ! બે યાર મત રો ઇતના કાંકરીયાભી ઓવરફ્લો હો જાય ગા" પૂજાને હસાવાનો અવની એ અસફળ પ્રયાસ કર્યા.

"યાર શું કરું હું ? બધા રસ્તા બંધ થઈ ગયા છે !"

"જયારે બધા રસ્તા બંધ થઇ જાય ત્યારે એક રસ્તો હોય છે. એ રસ્તો આપણે શોધીશું.

હું તારી સાથે જ છું પૂજા, આ બધું ના વિચાર, સમય આવશે બધું બરાબર થઈ જશે. તું આરામ કર કાલે કોલેજ પણ જવાનું છે."

પૂજા એ અમદાવાદમાં એમ.બી.એ ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પૂજા અને અવની બને પેઇંગ ગેસ્ટ છે. અવની એક મલ્ટિનેસનલ કંપનીમાં જોબ કરે છે.

બને વચ્ચે સારી આત્મિયતા છે, અવની હમેશા વિકટ પરિસ્થિતિમાં પૂજાની મદદ કરતી આવી હતી. છેલ્લા ત્રણ વર્ષથી બંને સાથે રહે છે, બન્ને એક બીજાની પસંદ નાપસંદ સારી રીતે જાણે છે, અવની અનાથ છે, પણ પૂજાને પોતાની નાની બહેન જેટલું જ વહાલ કરે છે.

પૂજાને હમેશા અંધારું કરીને જ ઉંઘ આવતી. એ વાત ને લઈ ને પૂજાને અવની વચ્ચે હંમેશા ખેચાતાણી થતી.

આજ તો ઊંઘ પૂજાની આંખોથી કોષો દૂર હતી, માત્ર પડખા ફેરવી રહી હતી, બાહર થતી વીજળીથી રૂમ પ્રકાશથી પ્રજ્વલિ ઉઠતું હતુંં, પૂજાને સતત એ છોકરાના જ વિચાર ખાઈ રહ્યાં હતાં. આજ સુધી કેટલા છોકરાઓને તેણે નકારી કાઢ્યા હશે ! પણ આજ તેને કોઈ અજાણ્યો ડર સતાવી રહ્યો હતો.

પપ્પાનોએ ચેહરો તેને હમેશા પઝવતો હતો, અમદાવાદ આવતા પેહલા ઘરમાં કેટલા કંકાશ, કળિયાળા થયા હતા.

આખું કુટુંબ મારા એમ.બી.એ કરવા અમદાવાદ આવવાનો વિરોધ કરી રહ્યુ હતું!,

દાદાના એ શબ્દો "દીકરીધણને એકલી આટલા મોટા શહેરમાં ના મુકાય, દીકરી બાર ચોપડી ભણે તો પણ ઘણું , સાસરે જઈને ક્યાં નોકરી કરવાની છે. અંતે તો રસોડુ જ સંભાળવાનું ને ?

બધાથી વિદ્રોહ કરી પપ્પાએ મને મૂકી છે!" મારી લાજ રાખજે દીકરા..."પપ્પાના એ શબ્દો કાનમાં ગુંજી રહ્યા હતા" પપ્પા ! સ્વપ્ના તો મારા પણ હતા !

ત્યા એલાર્મ વાગે છે અને અવની ઉઠી જાય છે, ચૂંચી આખો કરી એલાર્મ ઘડિયાળ શોધતી, ઊંઘ માં માછલીની જેમ તળફળતી અવની, અંતે મેજ પર હાથ લંબાવી એલાર્મ બંધ કરે છે,

અને અંગ મરોડતી-મરોડતી બારીઓના પડદા ખુલે છે, બારી ખુલતા રૂમ ઉજાસથી ભરાઈ જાય છે.

સમય સવાર ના સાડા છ આસપાસનો થયો હોતો, સૂર્ય હજુ ઉગ્યો ન હતો,

પણ આછું અંજવાળું હતું, પૂર્વ લાલ રંગથી શોભતો હતો, પક્ષીઓનું ક્લરવ અને વરસાદ પછીની તાજગી ભરી હવા. રોમરોમ રોમાંચિત કરી દેતા હતા. ઠેર ઠેર ફૂટી નીકળેલું કુણુંઘાસ, વૃક્ષો પરથી ટપકતું પાણી અને બાલકનીમાં મુકેલા કુંડામાં સુંદર ખીલેલા ગુલાબના ફૂલો આહલાદક આનંદની અનુભૂતિ કરાવતા હતા. ચોમેર હરિયાળી છવાઈ ગઈ હતી. જાણે ધરાએ લિલી સાડી ધારણ ના કરી હોય!

અવની પૂજાને ઊઠાળવા જાય છે, પણ તે પહેલાંથી જ જાગી ગઈ હોય છે. જાગી ગઈ હશે કે સૂતી જ નથી ?એવો પ્રશ્ન અવનીને થાય છે ! તેની આંખો અપલક કઈ વિચારી રહી હતી, આંખોનો કલર ઘાટો લાલ હતો, અને તે સુજેલી જણાતી હતી. તે સતત રડી હતી. જે તેના ગાલ પરના આંસુઓના નિશાનથી સાફ જલકતું હતું.

"દિકુ યાર..આ ઇમ સોરી, મને એમ કે દર વખતની જેમ તું ઇગ્નોર કરીશ." બોલતા સાથે જ પૂજાને ભેટી પડે છે.

પૂજા ફરીથી ધ્રુસકે ધુંસકે રડવા લાગી જાય છે.

"હું આનંદ વિના નહિ જીવી શકું દી, હું લગ્ન કરીશ તો ફક્ત આનંદ સાથે જ"

"હા દિકુ એવું જ થશે"

અવની તેને સાંત્વનાં આપતા બોલે છે.

અવની સતત પૂજાને પંપાળી રહી હતી. અને કહી રહી હતી.

"બધું બરાબર થઈ જશે, ધીરજના ફળ મીઠા હોય"

પૂજાને ચૂપ કરાવી બને તૈયાર થવા જાય છે.

અવની ઓફિસ જાય છે, અને પૂજા કોલજ જવા નીકળે છે.

સતત વરસાદના લીધે કોલેજમાં સંખ્યા ઓછી હતી, લેક્ચર પણ આજે પુરા નોહતા લેવાયાં, પૂજાએ પોતાનો મહત્તમ સમય કેન્ટીનમાં બેસી પસાર કર્યો.

તેના ચહેરા પરથી સાફ જણાતું હતું. આ વાતને લઈ કેટલી દુઃખી હતી. તે એકલી થઈ ગઈ હતી. રૂમ પર તો અવની હોય પણ અહીં કોલેજ માં કોણ ?

ત્યાં તેને આનંદ દેખાય છે. પૂજાને જોઈ તે બહાર દોત મૂકે છે. પણ પૂજા જઈ આનંદને પાછળથી ભેટી પડે છે.

આનંદ કોઈ જાતનો આશ્ચર્ય ન કરતા અણગમા સાથે બોલે છે.

"જો પૂજા હું પેહલાથી જ દુઃખી છું, આમ ગાડાંવેડા નહિ કર"

પૂજા હીબકાં ભરી રહી છે, તેને પુરી તાકાતથી આનંદને જકડી રાખ્યો હતો.

"આનંદ આમ મને એકલી ના છોડ, તારા વગર હું નહિ જીવી શકું. તું કહીશ તો દિ તું કહીશ તો રાત. તું જેમ કે એમ હું કરીશ. આનંદ પ્લીઝ સોરી. સોરી આનંદ મને માફ કર.!"

"પૂજા પ્રેમતો હું પણ તને કરું છું, મારા જીવથી પણ વધુ !"

"આનંદ મને સમજવાની કોશિશ તો કર, એક વાર મારી વાત તો સાંભળ"

"શુ સાંભળું પૂજા શુ ? એજ કે હું મારા ફૅમિલી ના વિરુદ્ધ નહિ જાઉં, હું તેના વિરુદ્ધ જઇ તારાથી લગ્ન નહીં કરું ?"

"આનંદ તું સાથે હોઈશ તો હું દુનીયા સામે..."આનંદ વાત કાપતાં વચ્ચે બોલ્યો.

"હવે શું વાત કરવી છે ?"

"તું મને કેટલા દિવસથી ઇગ્નોર કરે છે. મારાથી દુર દુર ભાગે છે..

મને સમજવાની કોશિશ કર, તું મારી જગ્યા એ હોત તો?"

"હું તારી જગ્યા એ હોત તો શું?"

પૂજાને પોતાના થી દુર કરી દે છે. અને આગળ વધી જાય છે.

પૂજા ફ્લોર પર બેસી ગાડાંની જમેં બરાડા પાળે છે.

"પ્લીઝ આનંદ ઉભો રે પ્લીઝ"

ક્રમશ...


Rate this content
Log in

Similar gujarati story from Tragedy