Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational Tragedy

3  

Pravina Avinash

Inspirational Tragedy

અણધારી અગમ સફરે

અણધારી અગમ સફરે

3 mins
14K


મોના, બસ આ છેલ્લો વર્ક ઑર્ડર પૂરો કરી હું ઘરે આવું છું. હની ખૂબ ભૂખ લાગી છે. વૉટ ઇઝ ફોર ડિનર ટુનાઈટ?’ ‘મેહુલ , યાર તારું ભાવતું રવૈયા બટાટાનું ભરેલું શાક, કાકડીનું રાયતું, મગ અને ભાત બનાવ્યા છે. તું આવે એટલે ગરમા ગરમ ફુલકા બનાવીશ!’

‘બસ વીસ મિનિટમાં આવ્યો, સમજ.’

મેહુલ હંમેશા ઘરે આવવાના સમયે મોનાને ફોન કરે. મોનાએ કહી રાખેલું તારા ઘરે આવવાના સમયે મને ફોન કરી જણાવવાનું જેથી હું બધી તૈયારી કરી રાખું. તેને ખબર હતી આખા દિવસના કામ પછી મેહુલ ભૂખ્યો હોય. અમેરિકામાં ભલે ૧૫ વર્ષ થઈ ગયા હતાં, મોના કદાચ જૂની ફેશનની લાગે. તેને ખબર હતી વાસી ખાવાનું મેહુલને પસંદ નથી.

બાળકોનું સરખું ધ્યાન રખાય અને રાતે જમવાનું સરસ મળે તેટલે નોકરી કરતી ન હતી. મોના ખૂબ હોશિયાર હતી. ઘરમાં રહીને થોડા થોડા કરી કમપ્યુટરના કૉર્સ કરતી. સાથે રીયલ એસ્ટેટની એક્ઝામ પાસ કરી લાઈસન્સ લઈ લીધું. જેથી કરઈને જ્યારે બાળકો મોટા થાય ત્યારે પોતાને કાંઈ પણ કરવું હોય તે સરળ બને !

મિલોની જમીને લાઈબ્રેરીમાં ગઈ હતી. નીલ અને શીલને સમજાવીને જમાડી લીધાં. મોનાને ઘણીવાર થતું બાળકો શાંતિથી જમી પોતાને કામે વળગે. જેને કારણે મેહુલને પ્રેમથી જમાડી શકાય. મોનાના પ્યાર ભર્યા વર્તનને કારણે ઘરે આવતાની સાથે ઘરમાં અવાજ ગુંજી ઉઠે. ‘હની, આઈ એમ હોમ’.

‘ચાલ બધું તૈયાર છે, ફ્રેશ થઈને આવીજા.’ છેલ્લા ૧૫ વર્ષથી આ રોજનો નિયમ.

મોહનનો ફોન આવ્યાને અડધો કલાક થઈ ગયો. મોના વિચારમાં પડી, આ સમયે ઘરે આવતા ૨૦ મિનિટ લાગે.

કેમ મેહુલ આવ્યો નહીં? ચિંતા થઈ. તે છતાં બોલી નહી. મનમાં ભગવાનને પ્રાર્થના કરી રહી. પ્લિઝ બધું હેમખેમ હોય. બીજા બે કલાક થયા. ન મેહુલ આવ્યો ન ફોન !મેહુલ મોનાના ફોનનો જવાબ પણ આપતો ન હતો!

અંતે મોના એ મિલોનીને લાયબ્રેરીમાં ફોન કર્યો. ‘બેટા પપ્પા હજુ આવ્યા નથી. ફોનનો પણ જવાબ આપતા નથી!’

‘મમ્મી હું ઘરે આવું છું.’

અડધા કલાકમાં મિલોની ઘરે આવી. ‘મમ્મી, બધું બરાબર છે. તું ચિંતા ન કર.’ દીકરાઓ નાના હતા તેથી તેમને સમજાવ્યા. મિલોનીએ ચાર્જ હાથમાં લીધો.

‘મમ્મી પપ્પાના ફોનનો પાસવર્ડ શું છે?’

‘બેટા મને ખબર નથી’.

મિલોનીએ મમ્મીને જાતજાતના સવાલ પૂછી પપ્પાની બધી ઈન્ફર્મેશન મેળવી. આજકાલના સ્માર્ટ યંગસ્ટર્સ નૉ હાઉ ટુ ગેટ ધ મેસેજીસ ફ્રોમ અધર્સ ફોન એન્ડ ફાઈન્ડ ધ લૉકેશન. કોઈ પણ રીતે અથાગ મહેનત પછી પપ્પાનો પાસવર્ડ બ્રેક કર્યો. એપલના ફૉનમાં આ ફેસીલીટિ સરસ છે. મિલોની અને મોના પ્લેસ લૉકેટ કરી ત્યાં પહોંચ્યા. મેહુલ છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો.

‘૯૧૧,’ને ફૉન કર્યો. એમ્બ્યુલન્સ આવી. સ્પૉટ પર ટ્રીટમેન્ટ આપી અને પછી ઈમરજન્સીમાં લઇ ગયા. ડૉક્ટરોએ ઓપરેશન પણ કર્યું. બધું વ્યર્થ.

હવે વાત એમ બની હતી કે મેહુલ જ્યારે ઘરે આવતો હતો તે સમયે રસ્તામાં એક કાળો અમેરિકન આડેધડ ગોળીઓ ચલાવી રહ્યો હતો. હજુ કાંઈ પણ વિચાર કરે તે પહેલાં એક ગોળિ આવી અને મેહુલની ખોપરીને આરપાર વિંધી ગઈ. ચાલુ ગાડીએ મેહુલ ઘાયલ થયો. એ તો વળી નસિબ કે તત્ક્ષણ ગાડી ઉભી રાખી સ્ટિયરિંગ વ્હીલ ઉપર તે ઢળી પડ્યો. પૉલિસ આવીને પોતાના કારોબારમાં ગુંથાઈ. ઘાયલ થયેલામાં કોઈ સિર્યસ હતાં કોઈ બચી ગયા હતા. પેપર વર્કને ઈન્વેસ્ટીગેશન કરતાં વાર લાગે તેથી કોઈના પણ ઘરે સમાચાર પહોંચાડી શક્યા નહતા.

ગોળીચલાવનાર પકડાયો, સજા થઈ પણ પાછળ જે સહન કઈ રહ્યા છે તેમનું શું?

મિલોનીની હોંશિયારીથી ઘટના સ્થળે પહોંચ્યા અને ત્યાંથી હૉસ્પિટલ !

૪૯ વર્ષનો મેહુલ અણધારી અગમ સફરે ત્રણ બા્ળકોની જવાબદારી મોનાને સોંપી ચાલી નીકળ્યો


Rate this content
Log in

Similar gujarati story from Inspirational