Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa DESAI

Crime Others Tragedy

3  

Alpa DESAI

Crime Others Tragedy

સાધના-૨૦

સાધના-૨૦

4 mins
13.8K


ચર્ચગેટ પહોંચતા સુધીમાં તો ભરતને કૈક વિચારો આવી ગયા. શું થયું હશે ? મેં તો કશી ભૂલ નથી કરી ? કઈ અજુગતું બની તો નહિ ગયું હોય ને ? તે બિચારો પારેવડાની માફક ફફડવા લાગ્યો. પણ તે સ્વસ્થ બનવાનો ડોળ કરી રહ્યો હતો. અહી સાધના અને રાજની પણ એ જ સ્થિતિ હતી. જ્યાં સુધી ભરતના કઈ સમાચાર ન આવે ત્યાં સુધી કઈ પણ વિચારવું કે કોઈને જાણ કરવી અયોગ્ય છે. તે પણ આખી રાત વિચારતા બેસી રહી. સવારે ભરતનો ફોન આવ્યો, "અમારી કંપનીએ

કઈ ગેરકાનૂની કામ કર્યું છે. અમારા બોસ અહી હાજર નથી તેથી મને અને મી.શાહને બધી પુછપરછ માટે બોલાવ્યા હતા. અમે બધું સાચું કહી દીધું છે .તેથી હવે હું ઘરે આવવા નીકળું છું.”

ભરતે ઘરે આવીને બધી વાત વિગતે કરી. કોઈ વેપારી સાથે પૈસાની બાબતમાં ફરિયાદ હતી. મારા બોસને ખુબ મોટી રકમ ચુકવવાની આવે છે તે,રકમ ચૂકવ્યા વગર તે લોકો ભારત છોડીને જતા રહ્યા છે. જ્યાં સુધી તે નહિ આવે ત્યાં સુધી કંપનીને તાળા લાગી જશે અને

બધી મિલકત સરકાર હસ્તક લઇ લેવામાં આવશે. હવે મારે પણ નોકરીમાંથી હાથ ધોઈ બેસવા પડશે. જ્યાં સુધી આ કેસ ચાલશે ત્યાં સુધી હું કે મી.શાહ બીજે કોઈ જગ્યા પર નોકરી એ પણ નહિ રહી શકીએ તેવો આદેશ અપાયો છે. સમજાતું નથી કે હવે શું થશે ?"

સાધના પણ આ વાત સાંભળીને ચિંતિત થઇ ગઈ. તેણે કહ્યું કે, "પપ્પાને ફોન કરવો પડશે ? ભરતે ના પડી કે હમણાં નહી, ત્યાંથી ફોન આવે તો અમસ્તી વાત કરી મૂકજે કે ભરત બીજી કંપની જોઈન્ટ કરવાની વાત કરતા હતા. તે લોકોને ચિંતા ન થાય." "સારું ત્યારે !" કહીને સાધનાએ મસાલાવાળી ચા મૂકી. વળી સાધના ઉપર મોટી ઉપાધી આવી પડી.જ્યાં સુધી કંપનીના માલિક આવીને બધું ચૂકતે ન કરે ત્યાં સુધી ભરત ઉપર લટકતી તલવાર હતી. તેણે કહ્યું કે, "પપ્પા ગયા પછી આપણે ગામ ગયા નથી. રાજની સ્કુલમાંથી દસ દિવસની રજા આપતા હોય તો ગામ જઈ આવીએ ?" ભરતને પણ આ વાત યોગ્ય લાગી તે આજે રાજની સ્કુલમાં જઈને પરવાનગી લઇ આવ્યો અને વળતા ટીકીટની વ્યવસ્થા પણ કરતો આવ્યો. આવતીકાલે સાંજે ટ્રેઈનમાં જવાનું છે. બીજે દિવસે ભરતનો પરિવાર ગામ આવવા નીકળી પડ્યો.

વહુ દીકરાને ઓચિંતા આવેલ જોઈ મમ્મીજી તો આનંદમાં આવી ગયા. પણ પપ્પાજીને કૈક થયાનો છુપો અણસાર આવી ગયો. બધા જમી કરીને બેઠા પપ્પાજી બોલ્યા, "ભાઈ કેમ આવવાનું થયું ઓચિંતું ?” કેટલા દિવસની રજા મળી?” ભરતે હવે વીગત વાર વાત કરી. અને થોડા દિવસ અમે અહી જ રહેશું. મારા બોસ આવી જાય, અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી નવી કોઈ નોકરી પણ નહિ મળે. તેથી વિચાર આવતા અમે તમને મળવા આવી ગયા. પપ્પા બોલ્યા, "તો તું અહી જ નોકરી કેમ નથી ગોતી લેતો ? ભાઈની દુકાનમાં પણ મદદ રૂપ થવાય અને હું પણ મોટી પટેલની કંપનીમાં નામું લખવા જાવ છું. જો તું કહેતો હોય તો તારી વાત કરું. રાજની પરીક્ષા પત્યા બાદ તેને પણ અહીંથી થોડે દુર અંગ્રેજી માધ્યમની શાળામાં દાખલ કરી દેવાય. ત્યાનું ઘર વહેચીને જે રકમ આવે તેમાંથી અહી મોટું મકાન લઇ અને વધારાની રકમ રાજના ઉચ્ચ અભ્યાસ માટે કામ આવશે." "સારું, હું સાધનાને પૂછીને કહું" ભરત બોલ્યો. ત્યા

તો કૈલાશબેને બધી વાત સાંભળી હોવાથી બોલ્યા, "એમાં વળી સાધનાને શું પૂછવાનું ? મારે પણ વહુ ને મારા વ્યાજની જરૂર હોયને ?" હવે નાનાની સગપણની પણ વાત ચલાવી પડશે. તમારે વારંવાર ત્યાંથી થોડું આવી શકાય ? સાધના અહી હોય તો ખુબ સારું પડે, હવે મારાથી કઈ કામકાજ થતું નથી .ગઢપણમાં તમે કામ ન લાગો તો એવા વહુને દીકરા શું કામના ? ઘર ન વેચવું હોય તો ભાડા પર આપીને આવી જવાય."

આજે તો ભરત પણ પોતાની માની વિરુદ્ધમાં કઈ બોલી શકતો ન હતો. તેની સ્થિતિએક ફસાયેલા પંખી જેવી હતી. હવે માબાપ જેમ કહે તેમ કરવું જ પડશે તેમાં કોઈ જાત ની દલીલ નહિ ચાલે. તેથી ન ગમતું પણ મૂંગે મોઢે ચલાવી લેવું પડ્યું. બીજે દિવસે પપ્પા ભરતને પોતાની ઓફિસે લઇ ગયા. તેના શેઠિયાઓ એ ભરતની પૂછપરછ કરી ખુબ હોશિયાર અને બહોળો અનુભવી હોવાથી ભરતને કામ મળવામાં કઈ મુશ્કેલી ન પડી. અને તે લોકો એ બીજી ફેક્ટરીમાં તેને નોકરી પર કામે રાખી લીધો. હવે કૈલાશબેનના કહેવાથી ,તે લોકોએ બે દિવસ પછી મુંબઈ આવી રાજનું સ્કુલનું લીવીંગ સર્ટીફીકેટ કાઢવી લીધું,ઘરનો જરૂરી સામાન બાંધી થોડો ઘણો નકામો સામાન વેચીને તે લોકો કાયમને માટે દેશમાં આવી ગયા...(ક્રમશ )


Rate this content
Log in

Similar gujarati story from Crime