Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpesh Barot

Romance Others

3  

Alpesh Barot

Romance Others

પંખ - ૫

પંખ - ૫

5 mins
7.4K


આનંદ માથે હાથ દઈ દુઃખી આત્માની જેમ બેઠો હતો.

કાફે આજે ભરચક હતો.

વેઈટરએ આવીને બે વખત પૂછી લીધું હતું.

"સર યોર ઑર્ડર" અને આનંદ બનાવટી સ્માઈલ સાથે કહેતો, "હું મારા ફ્રેન્ડની રાહ જોઈ રહ્યો છું"

ત્યાં જ કાફેના ગેટ માંથી, જીન્સ અને પિંક ફૂલ બાંયની કોલર વગરની ટી-શર્ટ, નીકટ જીન્સ અને હાઈ હિલના સેંડલમાં અવની આવી રહી હતી.અવની મોડેલથી કમ નોહતી લાગી રહી ખુલ્લા વાળ, રેબન ના ગ્લાસ, અને સાઇડમાં લેધરનું પર્સ લઈ, મટકાતી ચાલમાં આવી હતી, જાણે રેંમ્પ પર વૉક ન કરતી હોય.

આનંદે ઉભા થઇ અને ખુરશી પર બેસવાનો આગ્રહ કર્યો.

"થેન્ક યુ, આનંદ !"

"માય પ્લેઝર, શું લેવાનું પસંદ કરશો ?"

"કોફી વિથ સેન્ડવીચ"

વેઈટરને બોલાવી હળવેકથી આનંદ બોલ્યા,"ટુ કોફી એન્ડ ટુ સેન્ડવીચીસ !"

"આનંદ હું સીધા મૂદા પર આવું, પૂજાની એક એન.આર.આઈ છોકરા સાથે સગાઈ થઈ ગઈ છે"

એટલું સાંભળતા સાંભળતા આનંદ ગળગળો થઈ ગયો અને પુરા જોશ સાથે હાથ ટેબલ પર પછાળી અને બોલી ઉઠ્યો "વોટ ? આ તમે આ શું બોલી રહ્યા છો ?"

એટલું જોરથી બોલ્યો કે બધાનું ધ્યાન આનંદ પર હતું.

"કામ ડાઉન, આનંદ, બેસ તું "

આનંદના ચેહરા પર નિરાશાની રેખાઓ સ્પષ્ટ રૂપે દેખાઈ રહી હતી.

જેવો આનંદ બેસે છે.પાછળથી કોઈ જાણીતા સ્પર્શે બે હાથ વળે તેની આંખો બંધ કરી દીધી. અને આનંદને એક ક્ષણ પણ ઓળખવામાં વાર ન લાગી

અને ઉભો થઇ અને ભેટી જ પડ્યો.

"પૂજા, પૂજા, ક્યાં જતી રહી હતી મને છોડી ને... આઈ મિસડ યુ લોટ"

"આઈ મિસડ યુ ટુ"

ત્યાં બેઠા તમામ લોકો માત્ર પૂજા અને આનંદને જ નિહાળી રહ્યા હતા.

બનેની આંખો અશ્રુભીની હતી.

બને વધુને વધુ એકબીજા ને પોતાની તરફ ખેંચી રહ્યા હતા.

"આઈ લવ યુ આનંદ"

કેહતા એ આનંદની પીઠ સેહલાવી રહી હતી.

હળવેક થી બને અલગ થઈ એકમેકની આંખમાં એકીટશે જોઈ રહ્યા હતા.

"આઈ લવ યુ પૂજા, તાર વગર હું અધુરો જ હતો !"

"હું પણ તારા વગર ક્યાં સંપૂર્ણ હતી ?"

"મને માફ કરી દે પૂજા,પ્લીઝ !"

"માફ તો મૈં તને ક્યાર નો કરી દીધો છે, મિસ્ટર આનંદ"

ફરી બને ભેટી પળે છે.

"એક ડબ્બલ ચીઝ સેન્ડવીચ"

વેઈટર તરફ ઈશારો કરતા આનંદ બોલ્યો.

અવનીની કૉફી એન્ડ સેન્ડવીચ બને ખતમ થઈ ગયા હતા.

"ગાઇસ તમે બંનેને એકલા રેહવું જોઈએ, મારી ઓફિસનો ટાઇમ એમ પણ થઈ રહ્યો છે. બેસ્ટ ઓફ લક બોથ ઓફ યુ, ફોર ધીસ ન્યૂ ઈનિંગ" હસતા હસતા અવની બોલી.

આનંદ અને પૂજા કાફેમાં પોતાની ફેવરિટ ટેબલ પર એકમેકની સામે હંમેશની જેમ બેઠા હતા.

બંનેના હાથ એકબીજાના હાથમાં હતા તો અપલક એકમેકમાં ખોવાઈ જ ગયા હતા.

ત્યાં વેઈટર ઓર્ડર લઈને આવે છે. બનેની જાણે તપસ્યા જાણે ભંગ થઈ હોય તેમ ચોકી જાયછે.

થોડી શરમ અને લઝ્ઝા સાથે બને સ્વસ્થ થાય છે.

ખાસો એવો સમય થયો બને મૌન હતા તેને, કોઈ શબ્દ આજે બહાર જ નોહતો નીકળી રહ્યો.

બને માત્ર પોતાના મૌનથી વાતો કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું હતું.

"આનંદ તને ખબર તો હશે કે મારી ઈચ્છા વિરુદ્ધ મારી એંગેજમેન્ટ કરી દેવામાં આવી છે !"

"હા, હું જાણું છું, તારા ઘરના બધા રૂઢિચુસ્ત છે. આપણે કેમ પાર પડીશું ?"

"આનંદ અત્યારે તો આ સમયને એન્જોય કર, જે થશે એ જોયું જશે"

"હા, પણ ?"

"પણ બણ કહી નહિ...

ચાલ દેવદાસ એક સ્માઈલ આપ હવે"

બનાવટી સ્માઈલ આપતા આનંદ બોલ્યા "મારી પારો માટે તો હું કઈ પણ કરી શકું"

"હા..હા..હા..." પુજા હસી, અને કહ્યું કે "ક્યાંક કોઈ ચન્દ્રમુખી નથી શોધી લીધીને આનંદબાબુ?

"પૂજા તને તો ખબર છે. હું તને કેટલો પ્રેમ કરું છું"

"હા, હું જાણું છું રોમિયો એટલે જ કહ્યું કઈ પીવાનું ચાલુ નથી કરી દીધું ને ?

"આનંદ ચાલને આજે ફરી રિવરફ્રન્ટ ઉપર જઈએ...

પેહલી જગ્યા એ જ્યાં તે મને પ્રપોઝ કરી હતી."

"હું ત્યાં જ બેસી અને તારી રાહ જોયા કરતો...કાશ તું પાછી આવી જા પૂજા..."

"મને તારા ઉપર ગુસ્સે થવું જોઈએ, જે તે મારી સાથે કોલેજમાં કર્યું હતું."

"હા હું તેના માટે દિલગીર છું. એ સિચ્યુએશન જ એવી હતી કે....."

વાક્ય પૂરું કરે તે પહેલા જ પૂજાએ આનંદના હોઠો પર હોઠ મૂકી ચુંબન ધરી દીધું.

બને મંત્રમુગ્ધ થઈ ગયા હતા, એક બીજામાં લિન થઈ ગયા હતા.

આસપાસ બની રહેલી ઘટનાઓને કે લોકોની તેને કોઈજ પરવાહ નોહતી, બસ એક બીજાની બાહુપાસમાં સમાઈ વર્ષો જૂની તૃષા જાણે પૂરી કરી રહ્યા હતા.

એક બીજાને ચૂમી અને બે પ્રેમીપંખીઓ જ્યારે અલગ થયા, લજંજા ભરેલી પૂજાની પલકો ઢળી પળે છે.

આ દ્રશ્યનો સાક્ષી આખું બ્રહ્માંડ આને પોતાના કેમરામાં કેદ કરી લે છે.

"આઈ લવ યુ આનંદ" કહી ફરીથી એક બીજાને ભેટી પળે છે.

"બે મિનિટ અહીં બૅસજે હું આવુ છું !"

"ક્યાં જાય છે, આનંદ, આવું બાપા બે મિનિટ તો આપ"

કેહતા જ આનંદ ત્યાં થી અદ્રશ્ય થઈ જાય છે.પૂજા

રિવરફ્રન્ટ ઉપર પ્રકાશના અંજવાળામાં સામે પારે દેખાઈ રહેલી રંગબેરંગી લાઈટોને જોઈ રહી હતી.

આનંદના આવવાથી મારા જીવનમાં પર હવે રોશની આવી જશે. પણ હવે આગળ શું તેની ચિંતા તો મને પણ છે. પણ આનંદની સામે કઈ રીતે લાવું.

"પૂજા......"

ચપટી વગાડી બોલ્યો "ક્યાં ખોવાઈ ગઈ?"

"ક્યાં જ નહીં..."

"આંખ બંધ કર જલ્દી"

"કેમ પણ, અને પાછળ શુ છુપાવી રહ્યો છે ?"

"અરે આંખ બંધ કર બધી ખબર પડી જશે".ઘૂંટણ ઉપર બેસી, એક હાથમાં ગુલાબનો ગુલદસ્તો અને બીજા હાથમાં ડાયમંડ રિંગ...

"વિલ યુ મેરી મી પૂજા ?"

"વોટ આનંદ આ તું શું કઈ રહ્યો છે ? આર યુ મેડ ?

"યેસ આઇ એમ, હું છું પાગલ તારા પ્રેમમાં ! તું એક વખત મારથી અલગ થઈ બીજી વખત નહિ થવા દઉં.

બસ હવે હું તને માત્રને માત્ર મારી અર્ધાંગિનીના રૂપે જોવા માગું છું. આઈ લવ યુ, વિલ યુ મેરી મી પૂજા ?

"યેસ આઈ વિલ મેરી યુ"

આનંદે રિંગ પહેરાવી જાણે લગ્નના તાંતણે બધવાનું બંને નકી કરી જ લીધું હોય.

"આનંદ પણ કઈ રીતે કરશુ ? કેમ કરશું ? ક્યાં રહેશું ?"

"એ બધું તું મારી પર છોડી દે, તને મારા પર ભરોસો છે ને ?

"હા, મારા જીવથી પણ વધુ, પણ આપણા ઘરવાળા ?"

"આપણા ઘરવાળાને પણ જોઈ લઈશું , બસ તું ખુશ તો છે ને પૂજા"

"હા ,હું ખુશ છું આનંદ....બસ બધું સારું નમું થઈ જાય "

"તું સાથે છે, તો મને મારી દુનિયા મળી ગઈ"

પૂનમનો પૂર્ણ ચાંદ ખુલા આકાશમાં, સાબરમતીના તટે બે યુવા હદય ધડકી રહ્યા હતા.

નજદીકના બાંગમાંથી આવતી ફૂલોની ફોરમ..

અને શીતળ પવન, બે યુવા દિલને પિંગાળી દેવા માટે પૂરતા હતા.

આનંદે પૂજાના કેશમાં હાથ રાખી ખોલી મુક્યા,

અને તેને વધારેને વધારે નજદિક ખેંચી, તેના હોઠો પર હોઠ અર્પી દે છે, જાણે શબનમની બુંદને પી રહ્યો હતો.

ક્રમશ:...


Rate this content
Log in

Similar gujarati story from Romance