Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Children Crime Others

3  

Vishwadeep Barad

Children Crime Others

ચાલો આપણાં ઘેર

ચાલો આપણાં ઘેર

6 mins
15.1K


“કહેવાય છે ભૂતકાળ પર નજર નાંખવાથી જો દુ:ખી જ થવાનું હોય તો પાછળ નજર ના કરો. પણ મન પર એક યાદ રૂપે ફૂટી નીકળેલું આ ગરમ પાણીનું વહેણ સદા વહ્યા કરે છે, અને મને ભીંજવ્યા જ કરે છે. જેમ જેમ ભુલવાની કોશિષ કરૂ છું તેમ તેમ એ એક ધારદાર ચપ્પાની જેમ ભોંક્યા કરે છે ! શું કરૂ ? એ દિવસો પણ જતાં રહ્યાં. એક કાચી માટીમાંથી બંધાયેલ ઈમારત ભાંગીને જમીન દોસ્ત થઈ ગઈ ! અરે ! એની પડેલી માટી પણ પવનના સપાટા સાથે ઊંડી ગઈ ! બસ અહીં હું રહી ગઈ છું એક જુની પુરાણી ઈંટ, કોને ખબર એક દિવસ એ પણ કોઈ ઊંચકી ગારબેજમાં નાંખી દેશે !”

‘રમેશ, આપણી આ મધુરજની તો કાલે પુરી થશે અને તમે તો પાછા અમેરિકા જતાં રહેશો અને ઘરમાં સૌ હશે પણ આ લગ્નબાદ પ્રણયની આગથી એવી દાઝી છું કે નથી રહેવાતું નથી સહેવાતું !’

‘સુચિત્રા, હની, હું જેવો અમેરિકા પહોંચીશ તુરતજ તારા માટે એપ્લાઈ કરી દઈશ અને તું બે-ત્રણ મહિનામાં તો અમેરિકા આવી જઈશ. ફરી આપણી મસ્તીભરી જિંદગીની શરૂઆત થશે !’

રમેશના ગયાં બાદ એક દિવસ એક મહિના જેવો લાગતો હતો. આ એક યુવાનીની મજા કે સજા છે ! મારા કુટુંબની પરિસ્થિતી ઘણી નબળી હતી. ગરીબાઈનેતો અમારાજ ઘરમાં રહેવું ગમતું હતું. રમેશ જ મને અવાર નવાર અમેરિકાથી ફોન કરતો. અમારા ઘરમાં તો ફોન હતો જ નહીં એથી અમારા પડોશી રમામાસીને ત્યાં ફોન આવે ત્યારે મારે ત્યાં જઈને વાતો કરવી પડે. સૌ આસપાસ હોય એટલે’ કેમ છો, કેમ નહી’ એવી ઔપચારિક વાતો કરી મન મનાવી લેતી. મારી ઈંતજારનો અંત આવ્યો, મને વીઝા મળી ગયાં. મા-બાપ ખુશ હતાં છતાં દીકરી પરદેશ જાય એની ખુશી સાથે વિદાયનું દુ:ખ વધારે હતું. અમેરિકા વિશે ઘણું જ સાંભળ્યું હતું પણ જ્યારે સ્વપ્ન સાકર થાય ત્યારે એ અનુભવની લાગણી અનોખી હોય છે.

૧૯૭૨ની સાલ, શિકાગોમાં ઠંડીની ઋતું. રમેશ મને એરપોર્ટ પર લેવા આવ્યો અને મેં ઈમીગ્રેશન અને કસ્ટમ પતાવી બહાર આવી ત્યાં ગેઈટ પાસેજ ફુલ-ગુસ્તો લઈ રમેશને મેં જોયો. એરપોર્ટથી ઘરનો રસ્તો ૪૫ મિનિટનો હતો પણ સ્નો બહુંજ ભારે પડતો હતો. ટ્રાફીક ઘણોજ સ્લો હતો. ૫૫ માઈલની સ્પીડ વાળો રસ્તે માત્ર ૧૫-૨૦ માઈલની સ્પીડે કાર જતી હતી. પણ મને પહેલી વખત સ્નો પડતો જોવાની મજા પડી ગઈ !

આવા હેવી ટ્રાફીક અને હેવી સ્નોમાં ઘેર આવતા ત્રણ કલાક થયાં.

ઘેર આવી. ‘સુચિત્રા, આમને મળ, આ છે મીસ વિમળા.’ અમો બન્ને એકબીજાને મળ્યા. વીક-એન્ડ હતું એથી બીજા મિત્રો પણ ત્યાં હતાં જેઓ હેવી સ્નોને લીધે એર-પોર્ટ પર મને રીસિવ કરવા આવી નહોતા શક્યા. મારા આવ્યાની ખુશાલીમાં ઘર આખું મિત્ર મંડળથી ભરાયેલુ઼ં હતું, શરૂઆત શેમ્પેઈનથી થઈ..

'સુચિત્રાને અમેરિકામાં આવકારીએ અને આજે ખુશાલી મનાવીએ.

સૌ ડ્રીન્કસ પિવામાં મશગુલ હતાં, સાથે સમોસા, ચીપ્સ-ડીપની મજા માણી રહ્યા હતાં. દેશમાં કદી પણ જે વસ્તું કે રીત-રિવાજ જોયા નહોતા એ અહીં જોવા મળ્યા. ઘણીજ અચરજ થઈ પણ મનને મનાવ્યું:

‘આ તો અમેરિકા અને યુરોપ કન્ટ્રીનો રીત-રિવાજ છે. આ દેશમાં આવ્યાજ છીએ તો એની ધુળનો સ્પર્શતો થવાનો જ !’

પાર્ટી મોડે સુધી ચાલી. હું ૨૨ કલાકની મુસાફરી કરી ઘણીજ થાકેલી હતી.

રમેશે મને કહ્યું, ”તું થાકેલી છો, ઉપર માસ્ટર બેડરૂમમાં જઈ સુઈ જા!’ મીસ વિમળાએ મને બેડરૂમ બતાવ્યો અને ગુડનાઈટ કહી જતી રહી. જેવી બેડરૂમમાં પડી એવી ઘસઘસાટ સુઈ ગઈ દિવસ-રાતનો તફાવત, ઝેટલેગની અસર નીચે હું સવારે વહેલી ઉઠી ગઈ ! ઉઠી આંખ ખોલી.” બાપરે ! મેં જે ભયાનક દ્ર્શ્ય જોયું તે દ્ર્શ્ય આજ પણ અને કાયમને માટે મારી આંખમાં, મનમાં, ક્રેઝી ગ્લુની જેમ ચીપકી ગયું છે ! મારા બેડમાં મારા પતિ હોય એ સ્વાભાવિક છે પણ સાથો સાથ વિમળા હોય એ દ્ર્શ્ય હું જોઈ ના શકી ! બન્ને ઘસઘસાટ આરામથી સુતા હતાં. શું કરૂ? અજાણો દેશ, અજાણી ભુમી. કોઈને પણ અહીં હું ઓળખતી પણ નથી. કયાં જઈશ ? મારા મા-બાપ આ જાણશે તો એમનું તો હ્ર્દયજ બેસી જશે ! મારું હ્ર્દય પણ ભડભડ બળવા લાગ્યું. હજારો વિચારોની આંધીઓથી મન ઘેરાવા લાગ્યું. ઘણી દલીલ-બાજી ચાલી.

‘બસ મને ભારત પાછી મોકલી આપો’.

‘જો એજ તારી મરજી હોય તો મને વાંધો નથી…પ..ણ વિમળા તો આજ ઘરમાં રહેશે. બાકી તું ભારત જઈ ને શું કરીશ ? ભીખ માંગીશ ? તારા મા-બાપની સ્થિતી સારી નથી કે તને જિંદગીભર પાળે !’

‘હા, હા ગરીબ રહ્યાં તો શું થઈ ગયું, શાંતીથી રોટલો મરચું ખાઈને જીવીશું. તમે અમારી ગરીબીનો ગેર ફાયદો ઉઠાવ્યો છે.’

શું કરૂ? જો હું પાછી જઈશ તો. મારા માતા-પિતા મારૂ દુ:ખ સહન નહી કરી શકે અને એમાંય હું એકની એક દીકરી ! હું જ દુ:ખ સહન કરી જિંદગી કાઢી લઉ ! મોટી ઉંમરના મા-બાપને ઉંડો ઘા આપીશ તો એ સહન નહી કરી શકે. વિમળા એક શબ્દ ના બોલી. અમારી બન્નેની દલીલ વચ્ચે અવાર-નવાર મેં તેણીને મલક, મલક હસતી જોઈ !

જે સ્વપ્ન જોયું હતું કે અમેરિકા તો સ્વર્ગની ભુમી છે. અહીં સુખ શાંતીનો અખુટ ભંડાર ભરેલો છે. મારૂ સ્વપ્નતો ભાંગીને ભુક્કો થઈ ગયું. આ દેશનો વાંક નથી અહીં આવીને સુખસાહેબીમાં બગડી જતાં આપણાં દેશવાસીઓ સુખને જીરવી શકતાં નથી. દેશમાં કદી ના જોયેલુ સુ:ખ અહીં આવતાજ છલકાઈ જાય છે.

અધુરી ભરેલી બાલદી છલક, છલક થઈ. છલકાતીજ રહે છે. રમેશ એમના મા-બાપનો એકનો એક પુત્ર અને ખેતીવાડી વેંચી તેને અહીં મોકલ્યો. મા-બાપ અવાર-નવાર ભણવ માટે પૈસા મોકલાતા. મા-બાપની ઈચ્છા હતી કે એ ડૉકટર બને. પણ રમેશ માત્ર કોલેજના ચાર વર્ષ માંડ માંડ પુરા કરી શક્યો. વિમળા પણ એમના ગામની. અહીં વીઝીટર તરીકે આવેલ અને રમેશની સાથે રહી પડી. વિમળા લગ્નમાં નહોતી માનતી, સ્વછંદી સ્વભાવની હતી. અહીં ઘણું શિખવા જેવું છે પણ એ માત્ર શીખી બધાજ અવળા રસ્તા ! રમેશના માતા-પિતાના દબાણથીજ એમણે મારી સાથે લગ્ન કર્યા છે એ વારંવાર મને કહ્યાં કરે છે.

મેં એક દીકરીનો જન્મ આપ્યો અને વિમળાને પણ બે સંતાનો થયાં. રમેશને સમાજમાં ”રોમીયો” અને ”બે-બૈરી વાળો” તરીકે ઓળખે. વિમળાના સંતાનો બહું ભણી ના શક્યા અને રમેશ કદી પણ છોકરા પ્રત્યે ધ્યાન આપ્યું જ નથી. વિમળા અને રમેશ બન્ને જોબ પરથી આવે અને રોજ બીયરની બૉટલ અથવા સ્કૉચ ઢીચવા જોઈએ. જિંદગીમાં મને મળેલી પછડાટમાંથી મને ઘણુંજ શિખવા મળ્યું. મારી ઈન્સ્યુરન્સ કંપનીમાં જોબ હતી. જોબ સારી હતી, લેડીઝ બોસ હતી એ પણ મારા પ્રત્યે સહાનુભુતી રાખતી. લન્ચ ટાઈમમાં મને ઘણીજ સારી સલાહ તેમજ બાળકોને સારા સંસ્કાર આપવા, સારી કોલેજમાં મોકલવા, કેવી રીતે સ્કૉલરશીપ લેવી એના વિશે ગાઈડન્સ આપતી. મારી બૉસ મીસ ડાયાનની સલાહ-સુચનથીજ મારી દીકરી નીલા આજે કમ્પુટર એન્જીનયર બની, સારી નોકર મળી.

નીલા મારી દીકરી જ નહી દોસ્ત પણ હતી. એ મારી પ્યારી સહેલી હતી. વિમળાના પુત્રો રૉકી અને રૂપ બન્ને માંડ હાઈસ્કુલ સુધી ભણ્યાં અને એક કાર ગેરેજમાં અને બીજો રેસ્ટોરન્ટમાં જોબ કરી જુદા રહે છે અને હમણાજ સાંભળવા મળ્યું કે રૉકી કોઈ મેક્સીકન ગર્લ સાથે અને રૂપ કોઈ વ્હાઈટ ગર્લ સાથે કોર્ટમાં મેરેજ કરી લીધા છે. ના તો રમેશને એની દરકાર છે કે ના તો વિમળાને ! રમેશ અવાર-નવાર હેવી ડ્રીન્કસ પી મારી સાથે ખોટી રીતે ઝગડા, મારા-મારી કરતો અને વિમળા પણ બેઠી બેઠી મારી તરફ હસતી હોય ! આ બધી પરિસ્થિતી તી મારી વ્હાલી દીકરી નીલા વાકેફ હતી.

‘મૉમ, હું તને જન્મટીપની સજામાંથી મુક્ત કરાવું છું. ૩૦ વરસના હત્યાચાર, જુલ્મની સજા અને ગુલામી અવસ્થા તે ભોગવી હવે મૉમ, ચાલ આપણા ઘેર. મેં ત્રણ બેડ રૂમનું હાઉસ લીધું છે, એજ તારૂ ઘર છે, એજ તારું પિયર છે, એજ તારું ફ્રીડમ-હાઉસ છે.'

‘ નીલા, તું તારી મૉમને ક્યાં લઈ જાય છે. એ મારી વાઈફ છે તને તેણીને લઈ જવાનો કશો હક નથી ! રમેશ તાડુકીને બોલ્યો.’

‘ડેડ, ચુપ રહો, તમને એક પણ શબ્દ બોલવાનો હક્ક નથી અને મને તેણીને એક સ્વતંત્ર ઘરમાં લઈ જવા રોકી શકશો નહીં. તમે ૩૦ વરસથી એમની ઉપર જુલ્મ કરતા રહ્યાં છો.હવે બહું થયું ! જો મને રોકશો તો હું જ પોલીસને બોલાવી, મૉમ પર આદરેલા જુલ્મની ફરિયાદ કરીશ, તમે આવું ઈચ્છો છો ?’

રમેશ એક શબ્દ પણ ના બોલ્યો કારણ કે તે અહીના કાયદા કાનુનથી વાકેફ હતો !


Rate this content
Log in

Similar gujarati story from Children