Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpesh Barot

Drama Romance Thriller

3  

Alpesh Barot

Drama Romance Thriller

રહસ્ય:૨૧

રહસ્ય:૨૧

5 mins
14.6K


ગુફાની દિવાલો પર ઉપસેલી મૂર્તિઓ, દિવાલને બારીકીથી ટીચી ટીચીને આ કલાકૃતિ બનાવી હતી. તે સિવાય જમીન ઉપર સફેદ પથ્થરોમાંથી બનાવેલી મૂર્તિઓમાં દેવી દેવતાઓની મૂર્તિઓની સાથે સાથે સ્વર્ગની અપ્સરાઓની મૂર્તિ હોય તેવું લાગતું!

"આપણે ખજાનો શોધવાં જઇએ છીએ.. મારાં માટે તો આ પણ એક ખજાનો જ છે. એક એક મૂર્તિની કિંમત કરોડોની આંકી શકાય તેવી આ અદ્ભુત મૂર્તિઓ છે." પ્રિયાએ કહ્યું.

"તે સિવાય તે આની કિંમત તો આંકી નહીં પ્રિયા..." રાજદીપે કહ્યું.

ખૂબ નાની નાની મૂર્તિઓ એક પિલરની ચારે તરફ બહારથી ગોઠવી હતી. એક પિલરમાં હજારથી વધુ નાની-નાની મૂર્તિઓ હતી. તેવાં અહીં પચીસ-ત્રીસ પિલર હતા.

"ચાવી શોધવી ખૂબ મુશ્કિલ છે." કલ્પેશ કહ્યું.

"સરળ તો અહીં સુધી પહોંચવું પણ નહતું, પણ આપણે અહીં સુધી આવ્યા છીએ... તો હવે દરવાજાની ચાવી પણ મળી રહેશે..." અજયે કહ્યું.

"એક ખાસ ધ્યાન રાખજો, બધી મૂર્તિઓ એક જેવી જ છે. દરવાજાની ચાવી ચોક્કસપણે, અલગ દેખાઈ આવતી મૂર્તિમાં હોવી જોઈએ." રાજદીપે કહ્યું.

"આ મૂર્તિઓ બનાવતાં કેટલો સમય લાગ્યો હશે?" કલ્પેશ બોલ્યો.

"કંઈ કહી ન શકાય, પણ એટલું ચોક્કસ પણ કહી શકાય આ કામ કોઈ એક વ્યક્તિનું નથી." પ્રિયાએ કહ્યું.

"ઓહો, પણ અલગ અલગ વ્યક્તિ દ્વારા એક જેવાં આકારની મૂર્તિઓ બનાવવી મુશ્કેલ છે. નહીં?"

"મુશ્કેલ તો છે, પણ અશક્ય નહિ. તેં ખજુરાહો, માયા, ઇજિપ્ત, રોમ, મિશ્ર, હડપ્પા વગેરે સભ્યતાઓનાં અવશેષો જોયાં હશે. ત્યાં પણ આ જ પ્રકારની ઘણી બધી કલા કૃતિઓ મળી આવેલી છે." પ્રિયાએ કહ્યું.

"અહીં રહેવાનો એક ફાયદો છે. બોર નથી થતાં.. જ્યારથી ગુફામાં પ્રવેશ્યા સાથે જ નવુ નવું જોવા મળે છે. પહેલાં પ્રવેશદ્વાર પાસે જોયેલાં ભીંત ચિત્રો, ડિઝાઇનો. આગળ જતાં, મૂર્તિઓ, ભીતમાં દોરેલી પેંટીગ... હવે આ ગુફામાંની મૂર્તિઓ, દીવાલમાં કોતરેલી મૂર્તિઓ.. દર વખતે નવો એહસાસ થાય છે. જાણે આ ગુફા કોઈ પૌરાણિક મ્યુઝીયમ હોય તેવું લાગે છે." રાજદીપે કહ્યુ.

"આ લોકોએ આપણને બહુ સરળ ટાસ્ક આપી દીધાં ખજાના સુધી પહોંચવાં, હવે આ દીવાલ પાર કરતાં જ આપણને મણી મળી જશે."કલ્પેશ કહ્યું.

"તું વિચારે છે, તેટલું સરળ છે? આપણે અહીં આવી તો ગયા, માની લીધું મણી મળી પણ ગઈ .. પણ હવે પાછા કઈ રીતે જઇશું?" વિજયે કહ્યું.

"તમે બંને પાછાં જવાની વાત કરો છો? હાલ ચાવી શોધવી જ સૌથી મોટો ટાસ્ક છે." અજયે કહ્યું.

ચારે તરફ આવેલી તમામ મૂર્તિઓને બધાં ધ્યાન પૂર્વક જોઈ રહ્યા હતાં. કલ્પેશ એક મૂર્તિની પાસે આવી બેઠો...કલાકૃતિ કોઈ સ્ત્રીની હતી. જે રીતે તેનો નમણો ચેહરો, પાણીદાર અણિયારી આંખો, ચુંબન માટે પુકારતાં હોય તેવા ખૂબ જ સુંદર આકર્ષક હોઠ, શરીરનાં વણાંકો, શરીરનાં ઉપરનાં ભાગનાં ઉભારો, જાણે તે હમણાં જાગીને કહેશે "કલ્પેશ મને ઘુરીઘુરીને કેમ જોવે છે?" કલ્પેશ પોતાનાં અરમાનો રોકી ન શક્યો. તેણે મૂર્તિનો સ્પર્શ કરતાં મૂર્તિનાં માથાનાં ભાગમાંથી પાણીનું ઝરણું ફૂટી પડ્યું. ખડખડાટ કરતાં પાણીની ગુંજ ચારેતરફ ફરી વળી... જોત-જોતાં પાણી આખી ગુફામાં ફરી વળ્યું.

"મેં જાણી જોઈને નથી કર્યું. મેં તો ફક્ત સ્પર્શ કર્યો અને પાણી નીકળ્યું." કલ્પેશે કહ્યુ.

"તને સ્પર્શ કરવાની શું જરૂર હતી." વિજય બોલ્યો.

"અરે બહુ સુંદર મૂર્તિ હતી. હું તેની બનાવટ જોઈ રહ્યો હતો. આટલી સુંદર મૂર્તિ મેં આજથી પહેલાં ક્યારે જોઈ ન હતી. મને લાગ્યું જાણે તે હમણાં બોલી ઊઠશે" કલ્પેશે કહ્યુ.

"બહુ મોટો કવિ થઈ ગયો, એટલી સુંદર મૂર્તિ જાણે હમણાં બોલી ઊઠશે. સાંભળો છો? શું કહે છે કલ્પેશ ક્યાંથી શીખી આવ્યો આ બધું?" વિજય કટાક્ષ કરતાં બોલ્યો.

"શાંતિ રાખો, ઝઘડવા માટે બંનેને બહાનાં જ જોઈએ."અજયે કહ્યું.

જોત જોતામાં પાણી આખી ગુફામાં ફરી વળ્યું. જે મૂર્તિને પાણી સ્પર્શતું તે મૂર્તિ પણ ક્ષણોમાં પીગળી પાણીનું ઝરણું બની જતી.

"ક્યા મુસબીત હૈ...!!." પ્રિયાએ કહ્યું.

"જલ્દીથી જેટલી મૂર્તિઓ વધી છે તેમાં ચાવી શોધો.જો તે મૂર્તિઓ સુધી પાણી પોહચી ગયું, તો આપણે હમેશાં હમેશાં માટે અહીં રહી જશું. "રાજદીપે કહ્યું.

પાણીને આજ સુધી કોણ રોકી શક્યું છે? પાણીને બંદી બનાવી કોણ રાખી શક્યું છે? પાણીનું શાંત સ્વરૂપ બધાને જોવું ગમે. પાણી જીવન છે, પણ જ્યારે તે રોદ્ર રૂપ ધારણ કરે ત્યારે પાણીનો અર્થ મોત થઈ જાય છે. પંચ તત્વોમાં પાણીએ સુહુથી મહત્વનો અને જીવલેણ તત્વ છે.

ગણતરીની સેકન્ડમાં જ પાણી ગુફાની તમામ મૂર્તિઓ સુધી પહોંચી ગયું. મૂર્તિઓને સ્પર્શતાં એક-એક કરી, તમામ મૂર્તિઓનો માંથી પાણીનું ઝરણું ફૂટી નીકળ્યું. જોત-જોતામાં જ પાણીનો ભરવો વધી ગયો. બધાનાં અડધાથી વધુ શરીર સુધી પાણી ફરી વળ્યું. મૂર્તિઓમાંથી પાણીનાં ઝરણાંનાં ફૂટી નિકળવાની પરિસ્થિતિ યથાવત રહી....એક એક કરી ગુફાની તમામ મૂર્તિઓ પાણીમાં ભળી ગયું. થોડી વાર પહેલાં જે જગ્યા સુંદર હતી, અદ્ભૂત હતી, આંખ ને જોવી ગમે તેવી હતી, તે હવે ફક્ત મોતની ગુફા બનીને રહી ગઈ.. કોઈ ના કહી શકે કે આ જગ્યાએ અમૂલ્ય સુંદર મૂર્તિઓનો ખજાનો હતો. પાણીની સપાટી વધી રહી હતી. બધામાં એક ડર અને ભય ફરી વળ્યો હતો. નકારાત્મક વિચારો મનમાં ઘર કરી રહ્યા હતાં.

મોત બસ બે ડગલાં દૂર હતી.

"બધી મૂર્તિઓ તો પીગળી ગઈ. હવે આપણી પાસે કોઈ રસ્તો નથી." પ્રિયાએ કહ્યું.

આ સફરમાં પહેલી વખત મોત તડપાવી રહી હતી. મોત શું છે? તે એહસાસ આ સફરમાં પહેલી વખત થઈ રહ્યો હતો. સેકન્ડનાં કાંટાઓની સાથે હદયનાં ધબકરાઓ વધી રહ્યા હતાં. ઑક્સિજન ઘટી રહ્યો હતો.

રહી ગયા હતાં તો ફક્ત પ્રિયા અને અજયની આંખોમાં રહેલા છેલ્લાં પ્રેમ તણા મોતી.., જે બંનેની આંખમાંથી છલકાઈ આવ્યા હતાં. જાણે બન્ને એકમેકને છેલ્લા શબ્દો કહેતાં હતાં. છેલ્લી વખત એકમેકને મનભરીને જોવું હતું. છેલ્લી વખતે કસીને હગ કરવી હતી. છેલ્લી વખત એકમેક ને ચુંમવું હતું. બનેમાંથી કોઈએ નહિ વિચાર્યુ હોય, આ જ સફરથી શરુ થયેલી તેની પ્રણયકથા આજ સફરમાં થમી જશે! ભવોભવ સાથે જીવવાનાં સપનાઓ નો આજ સફરમાં પૂર્ણવિરામ મુકાઈ જશે, સાથે કોફી પીવાના, રાતરાત જાગી વોટ્સએપ પર ચેટીંગ કરવાનાં સપનાઓ આજ સફરમાં ચૂરચૂર થઈ જશે.

બધાં હારેલાં યોદ્ધાની જેમ હથિયારો મૂકીને બેઠા હતાં.

"સોરી દોસ્તો હું તમારી બધાની મોત માટે જવાબદાર છું." કલ્પેશની આંખોમાં બોર જેટલાં મોટાં આંસુઓ વહી રહ્યા હતાં.

"શાંત થા કલ્પેશ, તારો કોઈ વાંક નથી. કદાચ અહીં દરવાજો ન મળત તો આપણે તડપી-તડપીને મરત...મોત તો નિશ્ચિત હતી. તું તારી જાતને ગુનેગાર ન માન..." રાજદીપે કહ્યુ.

તે બધાથી દૂર ગુફાનાં બીજા ખૂણે, પ્રિયા અને અજય એકમેકને ચૂમી રહ્યા હતાં. બોર બોર જેટલા વહેતાં આસુંઓ સાથે "લવ યુ... લવ યુ " કહેતી બનેની જીભ થાકતી નોહતી.

અજય પ્રિયાને દિવાલ તરફ પુશ કરી ચૂમી રહ્યો હતો.

દીવાલનાં સ્પર્શ કરતાની સાથે જ બને દિવારની આરપાર થઈ ગયાં.

રાજદીપ અને આખી ટીમ જૂની વાતોમાં મશગુલ હતી. બધાં આ સફર વિશે વાતો કરી રહ્યા હતાં. વિજય બધાને હસાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જાણે છેલ્લી વખત યાદોનું પોટલું એકબીજાની સામે ખોલી રહ્યા હતાં.

****

"અજય અને પ્રિયા ત્યાં નથી." કલ્પેશ બોલ્યો.

"ત્યાં જ હશે, ત્યાં વધુ અંધારું છે. અહીંથી ક્યાં જઈ શકે?" રાજદીપે કહ્યું.

"અંધારું છે. હતું નહીં,

બનેનાં હાથમાં ચમકદાર વનસ્પતિ તો હતી!" કલ્પશે કહ્યુ.

વિશાળ ગુફા હતી. ગુફામાં પાણી વધી ગયું હતું. પાણીનું પ્રમાણ એટલું હતું. કોઈ મોટાં શહેરનાં એક એરિયાનાં લોકો અઠવાડિયા સુધી વપરાશ કરી શકે, અર્થાત એક મોટા પાણીનો અર્ધ ભરેલો ટાંકો હોય તેટલું પાણી ગુફામાં ફરી વળ્યું હતું.બધાં તરતાં-તરતાં અજય અને પ્રિયા જે જગ્યાએ હતા તે દિશામાં વધ્યા.

"થોડી વાર પહેલાં તો અહીં જ હતા. અચાનક ક્યાં જતા રહ્યા?" રાજદીપે કહ્યું.

"આસમાન ખા ગયા યા જમીન નિગલ ગઈ?" કલ્પેશ બોલ્યો.

"આ ટાઈમે તો તારાં ફિલ્મી ડાયલોગ્સ બંધ કર..." વિજય બોલ્યો.

"ભાઇ, યે ડાયલોગ્સ ઇસ પરિસ્થિતિ કે લીયે બેસ્ટ થા..." કલ્પેશે કહ્યુ.

"તું અને તારી પકાઉ વાતો..."

જે જગ્યાએ પ્રિયા અને અજય હતાં તે દીવાલને રાજદીપે સ્પર્શ કરતાની સાથે જ દીવાલની આરપાર થઈ ગયો.

"બે રાજદીપ ક્યાં ગયો?" વિજય બોલ્યો.

"અહીં દીવાલમાં કોઈ ગુપ્ત દરવાજો છે."

ત્રણે એક એક કરી દીવાલને સ્પર્શ કરતાં દીવાલની આરપાર થઈ ગયાં.

ક્રમશ


Rate this content
Log in

Similar gujarati story from Drama