Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Crime Drama Tragedy

3  

Vishwadeep Barad

Crime Drama Tragedy

શું મારા એકલાનોજ વાંક?

શું મારા એકલાનોજ વાંક?

5 mins
7.8K




મેં જે હત્યા કરી છે તેને ઈશ્વર સાત જનમ સુધી માફ નહી કરે! પણ શું એમાં મારો એકલાનો જ વાંક હતો? મારામાં પણ મારા મા-બાપે આપેલ સંસ્કારો હતાં, શિક્ષણ હતું. યાદ છે મિલ્બી હાઈસ્કિલમાં મને વેલેડીક્ટોરિયાનો એવોર્ડ આપવામાં આવ્યો અને મારે સ્પીચ આપવાની હતી.."સક્સેસ થ્રુ પોઝિટિવ મેંટલ હેલ્થ” ત્યારે આખા હોલમાં બેઠેલા ઓડીયન્સે સ્ટેન્ડીંગ ઓવેશન (ઉભા થઈ ને માન) આપેલું અને મારા માતાં-પિતા હર્ષ અને ગૌરવ સાથે મને ભેટી પડ્યા હતાં! કોલેજમાં મને સંપૂર્ણ સ્કોલરશીપ મળી હતી, ફાર્મસીની ડીગ્રી મળે તે છ મહિના પહેલા ફાર્મસી સ્પેશ્યાલીસ્ટ તરીકે મારી એક પ્રાયવેટ કંપનીમાં નિમણુંક થઈ ગઈ. સેલેરી પણ સારો હતો, જોબ સારી હતી. મા-બાપની ચિંતા હતી કે મને કોઈ સારો જીવન સાથી મળી જાય.

"હેય કેટી..જમી લીધું હોય તો તારા રૂમમાં જતી રહે.” જેલની કરેકશન ઓફીસર પાછળથી બુમ મારી બોલી ઉઠી..મારું નામ “કાજલ” છે પણ આ લોકો મને કેટી કહી બોલાવે છે..સાત ફૂટ લાંબી ને ચાર ફૂટ પહોળી ઓરડીમાં જતી રહી..રૂમનો ઈલેકટ્રીક ગેઈટ તુરતજ બંધ થઈ ગયો! પાંચ બેડરૂમ જેવા વિશાળ ઘરમાં રહેવા ટેવાયેલી આ જેલના સળીયા પાછળ નાની રૂમમાં બાથ-કમોડ, પાણીનો ફાઉનટેઈન. સીંગલબેડની જિંદગી અને રૂમમાં જઈ જેલ-લાયબ્રેરીમાંથી લીધેલ નોવેલ” 'લવ ફ્રોમ ધ હાર્ટ નોવેલ' વાંચતી હતી. બુક બહુંજ ઈન્ટ્રેસ્ટીંગ હતી, એકદમ લાઈટ બંધ થઈ હઈ..ત્યારે ખબર પડી કે રાત્રીના ૯.૩૦ થઈ ગયાં. ઇટ્સ ટાઈમ ટુ ગો ટુ બેડ!!(સુવાનો સમય થઈ ગયો).

લાઈટ બંધ થઈ. પણ મારા મનને ક્યાં કોઈ સ્વીચ હતી? એને તો બસ રાતે જેલમાં પણ દોડા-દોડી કરવાનું મન થાય..મનને કોણ જેલમાં રાખી શકે?

માઈક સાથે મન મળી ગયું. બે વર્ષ સુધી અમારી ડેઈટ ચાલી. મારા પેરન્ટ્સને બધી ખબર હતી, માઈક અવાર-નવાર અમાર ઘેર આવતો એને ઈન્ડીયન ફુડમાં “છોલે-ભટુરે” અને ગુજરાતી વાનગીમાં “ખીચડી-કઢી” બહુંજ ભાવે. ક્રીચ્યન અને ઈન્ડીયન બન્ને વીધીથી અમારા લગ્ન થયાં. માઈક અહીં હ્યુસ્ટનની બર્ટન કં.માં ચીફ એન્જિનિયર્ હતો. સંસારની શરુઆત ઘણી જ સુખમય હતી. લગ્નબાદ છ મહિનામાં ચાર બેડરૂમનું મકાન લીધું. મને ગાર્ડન, ઘર સજાવટનો બહુંજ શોખ એટલે વીકેન્ડમાં અને સાંજે, સાંજે જોબ પરથી આવી જલ્દી, જલ્દી રસોઈ બનાવી ગાર્ડન કામમાં બીઝી થઈ જતી. મારા પહેલા બાબાનું નામ ટૉમી અને બીજાનું નામ શીવ રાખ્યું. શીવના જ્ન્મબાદ મારા માઈન્ડમાં કોણ જાણે એક બીક પેસી ગઈ..ખોટા વિચારો આવે..હું જીવીને શું કરીશ? મારા માઈન્ડ પર કોઈ કન્ટ્રોલ કરતું હોય એવું લાગ્યા કરે. ઊંઘવાની એકી સાથે વીસ ટબ્લેટસ લઈ લીધી. ઈમરજ્ન્સીમાં લઈ ગયાં, બચી ગઈ પણ ડૉકટરે એન્ટી-ડીપ્રેશનની મેડીસીન આપી. મેં માઈકને કહ્યું: “મારે બે બાળકોથી વધારે બાળકો નથી જોઈતાં.” માઈક માયાળું ખરો પણ પોતે “ઓર્થોડકસ” હતો.. કહ્યું: 'કેટી..બાળકો તો ઈશ્વરે આપેલી ગીફ્ટ છે.. હું બાઈબલમાં ચુસ્ત પ્રમાણે માનું છું, ઑબરશન, બ્રર્થ-કન્ટ્રોલ-પીલ્સમાં હું માનતો નથી..તું ચિતાં ના કર..ફાયનાન્સ રીતે આપણને કશો વાંધે નહી આવે..” ‘પણ માઈક આ મારી હાલતનો તો તું વિચાર કર’. ‘કેટી તું દવા લે છે તેનાથી તને સારું થઈ જશે.’.. ઘરમાં દલિલ કરવાથી ફાયદો શું? મેં બીજા બે બાળકોનો જન્મ આપ્યો, ડેની અને હેન્રી.. ચોથા બાળક વખતે મારી માનસિક બિમારી વધતી ચાલી. ડોકટરે કહ્યું: "યુ હેવ પોસ્ટ પાર્ટમ ડિપ્રેશન”..માઈકને પણ કહ્યું: કેટીને એક્સ્ટ્રીમ-ડીપ્રેશન છે, તમારે એમનું બહું જ ધ્યાન આપવું પડેશે. હલડોલ લખી આપું છું..એક પણ ડોઝ મીસ કર્યા વગર લે એ મારી ખાસ ભલામણ છે.. આજ સમય દરમ્યાન મારા વ્હાલસોય પિતાનું અવસાન થયું, માનસિક તણાવ વધી ગયો. મેં ફરી સુસાઈડ(આત્મહત્યા) કરવાની કોશીષ કરી, કોણ જાણે કેમ હું ફરી બચી ગઈ! મારી પર એકજ વિચારનું ભૂત સવાર હતું..”તું નકામી છો..તારા બાળકો તારા થઈ નથી. તું એની સંભાળ નહી લઈ શકે..તું મને આપી દે..એક એવો પડછાયો રોજ આવી મને કહેતો.” કોણ જાણે કેમ એ પડછાયો કહેતો.” તું દવા લેવાનું બંધ કરી દે. નહી તો હું તને મારી નાખીશ.” ડોકટરનું માનવું છે કે સ્ત્રીઓમાં પ્રેગન્સી બાદ આવું ડિપ્રેશન આવતું હોય છે પણ એન્ટી ડિપ્રેશન મેડીસિન લેવાથી જતું રહે છે. કેટીના કિસ્સામાં એક પછી એક બાળક, સાથો સાથ એમની કન્ડીશનને લક્ષમાં રાખતાં ડૉકટરની સલાહ અવગણતાં પરિસ્થિતિ વણસી ગઈ છતાં શેરા(એમનું પાંચમું બાળક)નો જન્મ થયો..ડોકટરે જોબ કરવાની ના કહી..જોબ કરે એવી એની કન્ડીશન હતી જ નહી, બાળકોની સંભાળ પણ લઈ શકતી નહોતી. પતિને પોતાનો પૈસો વ્હાલો, પોતાનો રુઢી ચુસ્ત ધર્મ વ્હાલો! પત્ની પ્રત્યે પ્રેમ ખરો પણ શારિરીક!પત્નિ પ્રત્યે વ્હાલપ ઝરણું ક્યાંય નજરે નહોતું ચડતું!કેટી(કાજલ)ની માનસિક બિમારી ઝેરી સાપણ જેમ ફુફાડા મારી રહી હતી!

માઈક જોબપર ગયો. કેટી(કાજલ) ઊઠી. બાથ ટબ ભર્યું, શેરા અને ડેની બન્ને ને વારા ફરતી બેડમાંથી સુતા તેડી લઈ ટબમાં નાંખ્યા.. શેરા રડી…’મૉમ’ ..બોલે એ પહેલાંજ પાણીમાં ડુબાડી દીધી, ડેનીએ ડુબતા ડુબતા બહુ પગ પછાડયા..તેને પણ ડુબાડી દીધો..બન્નેના મૃતદેહ લઈ બેડમાં નાંખી ચાદર ઓઢાડી દીધી. કહ્યું.."હવે શાંતી સુઈ જાઓ." હેન્રી અને શીવને પણ..ડુબાડી કાળના પંજામાં સપડાવી દીધા..જેકી જાગી ગયો ..વોટ આર યુ ડુઇંગ મોમ?(મમ્મી, તું આ શું કરી રહી છો?). એ અત્યારે મા..નહોતી. કાળ-જાળ હતી. ડાકણ બની હતી. જેકી ભાગ્યો! કેટી દોડી જેકીને પકડી લીધો..મોમ..ડોન્ટ ડુ ધેટ.(મમ્મી..મને આવું ના કર)..માંડ માંડ જેકી હાથમાં આવ્યો.. બે હાથ વડે એનું માથું પાણીમાં ડુબાડી દીધું. જેકી ફરી કેટીના પંજામાંથી છટક્યો. કેટી એના પગ પકડી પછાડ્યો. ફરી ગળાથી પકડી માથું પાણીમાં ડુબાડી દીધું. જેકી શ્વાસ લેતો બંધ થઈ ગયો. પાંચ પાંચ પોતાનાજ સંતાનોને ભરખી ગઈ. પછી માઈકને ફોન કર્યો..”માઈક, મેં પાંચે છોકરાને બાથ-ટબમાં ડુબાડી ભગવાન પાસે પહોંચાડી દીધા છે ”..માઈક અવાક થઈ ગયો ફોને મૂકી દીધો..૯૧૧ને ફોન કર્યો.. માઈક ઘરે આવે એ પહેલાંજ પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર ટ્ર્ક આવી ગયા હતાં…ઘર ફરતી પોલીસ લાઈન ટેઈપ..લગાવી દીધી હતી. "પોલીસ લાઇન નો એન્ટ્રી”

છ માણસ અને છ મહિલાની જુરી પેનલે કેટીને.”.નોટ ગિલ્ટી ઓફ મર્ડર બાય રિઝન ઇન્સાનિટી” જાહેર કર્યું. કેટી, સાલ ૨૦૪૫ પછી પરોલ માટે એલીજીબલ થશે.”..ત્યારે મારી ઉંમર ૭૮ વર્ષની હશે. ’મને માઈકે ડીવોર્સ આપ્યા, બીજા લગ્ન પણ કરી લીધા, હું જેલમાં સબડી રહી, કોઈ મારી મુલાકાત લેવા પણ ના આવે..જેલના કર્મચારીથી માંડી સૌ મને ડાકણ કહી બોલાવે..મારી માનસિક સારવાર શરૂ થઈ.. ડોકટર અને મારી મા સિવાય કોઈ મને મળવા નહોતું આવતું. "સુસાઈડ-વૉચ”(આત્મહત્યા કરે એવો ભય)નું પાટીયું મારા રૂમ પાસે લાગી ગયું..આજે દસ વરસ થઈ ગયાં, મારી મા પણ ભગવાન પાસે જતી રહી. માનસિક બિમારી માંથી ઠીક થતી જવું છું..પણ ક્યાં જઈશ? કોની પાસે જઈશ? મને કોણ બોલાવશે? ૭૮ વરસ સુધી હું જીવવાની છું? જેલમાં માંદા પડીએ તો એસ્પ્રીન આપે..દસ વખત ફરિયાદ કરીએ ત્યારે એક વખત કોઈ સાંભળે.. કેટલા વખતથી મને ડાબી બાજુની બ્રેસ્ટમાં પેઈન થયા કરે છે, બસ મને એસ્પ્રીન આપે.. એટલે થોડો આરામ થઈ જાય.. એક દિવસ અચાનક સખત તાવ અને ચક્ક્રર આવવા લાગ્યા અને હું બેભાન થઈ પડી ગઈ. જેલની ઈમરજન્સીમાં હોસ્પિટલમાં લઈ ગયા.. ત્રણ દિવસ મને રાખી, બધા ટેસ્ટ કર્યા..ડૉકટર પિટરસન આવીને કહે.. "મિસ કેટી, યુ હેવ બ્રેસ્ટ કેન્સર ઇન લેફ્ટ સાઈડ એન્ડ ઇટ્સ વેરી ક્રિટિકલ ઇન એડવાન્સ સ્ટેજ..યુ મે હેવ મોંથ્સ ટુ લીવ..( કેટી, તને ડાબી બાજુની બ્રેસ્ટમાં કેન્સર છે અને એ બહુંજ ફેલાઈ ગયું છે..કદાચ તું માત્ર છ મહિના કાઢી શકો)..

***

હ્યુસ્ટન,ટેક્ષાસમાં બનેલી ઘટનાને આધારિત કથા..

Andrea Yates: a former Houston, Texas resident, is known for killing her five young children on June 20, 2001 by drowning in the bathtub in her house


Rate this content
Log in

Similar gujarati story from Crime