Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational Classics

3  

Pravina Avinash

Inspirational Classics

ભીંતને પેલે પાર

ભીંતને પેલે પાર

3 mins
14.6K


આંખોનો ધર્મ શું છે તેનાથી અજાણ રોશન વિચારે ચડ્યો. સૂરજ કેવો હોય ? પ્રકાશ એટલે શું ? સવાર અને સાંજમાં શું ફરક? તેને કાંઈ જ ખબર ન હતી. ફઈબાએ નામ પાડ્યું રોશન. આંખો તો ખૂબ સુંદર. જન્મેલા બાળકને શું ખબર પડે ? પહેલી વખત ‘મા’ બનેલી મિનાક્ષી તેનો રોશન જોઈ શકે છે કે નહીં તે જાણી ન શકી. મનોજ હંમેશાં તેના કામકાજમાં વ્યસ્ત રહેતો. રોશનની પ્રગતિ ખૂબ સુંદર હતી. રડવાનું તો નામ લેતો નહીં. નાનું બાળક ખાવું, પીવું અને સૂવું. તે સિવાય કોઈ ખટપટ ન હોય.

જ્યારે ખબર પડી ત્યારે સહેજ મોડું થઈ ગયું હતું. રોશનની આંખમાં રોશની ગાયબ! પ્રકાશ અને મિનાક્ષીએ સઘળાં પ્રયત્નો આદર્યા. અરે, મિનાક્ષી ‘બોલી, મારી આંખ મારા લાલને આપું.’ ડોક્ટરે આ શક્ય નથી કહી વાતને બીજા પાટે ચડાવી. હવે, હકિકતનો સ્વિકાર એ જ ઉપાય હતો. નાનો રોશન ધીરે ધીરે મોટો થયો. ચાલતા શિખ્યા પછી પડવાનું વધી ગયું. જ્યાં ત્યાં ભટકાઈ જતો. ‘મા’એ ઘરનું દિવાનખાનું સાવ ખાલી રાખ્યું હતું. કાંઇ ન હોવા છતાં તેના રમકડાની ઠેસ લાગી જતી. મિનાક્ષીનું અંતર ઘવાતું, પ્રકાશ બોલતો નહીં તેની આંખોમાંથી કરૂણા ટપકતી રહેતી. માતા પિતા અસહાય હતા.

મિનાક્ષી રોશનની કાળજી માટે સદા તત્પર રહેતી. તે સૂતો હોય ત્યારે ઘરનું કામકાજ પૂરું કરી હર પળ તેની સાથે વિતાવતી. કોઇ પણ વસ્તુને રોશન અડકતો ત્યારે તેનું હૂબહુ વર્ણન કરી સમજાવતી. બાળક તેને બરાબર ધ્યાન દઈ સાંભળી દિમાગમાં ઉતારતું. એક દિવસ રોશન અચાનક પૂછી બેઠો, ‘મા મારા નામનો અર્થ શું ?’ મિનાક્ષી દોડીને બીજા રૂમમાં ગઈ પાણી પીને સ્વસ્થ થઈ અવાબ આપ્યો

‘રોશન, એટલે જે પ્રકાશ ફેલાવે.’

‘મા, તો મારી દુનિયામાં અંધકાર શામાટે ?’

‘બેટા, અંધકાર બે પ્રકારનો છે, અંતરમાં અને નયનોમાં.’

‘હવે સમજી ગયો મારા અંતરમાં ઉજાસ છે. મને સ્પષ્ટ રીતે અંદર બધું દેખાય છે.’

બસ, ત્યાર પછી કદી તેણે એ વિષય પર સવાલ ન પૂછ્યો.

ધીરે ધીરે રોશનની પ્રગતિ ખૂબ સુંદર જણાઈ. બ્રેઈલ લીપીના સહારે ભણવામાં જરાય તકલિફ ન પડી. બે આંખની જગ્યાએ તેને ‘દસ’ આંખ પ્રાપ્ત થઈ.

પ્રકાશ અને મિનાક્ષી ઘણી વાર ભૂલી જતાં કે રોશન જોઈ શકતો નથી. તે દસ વર્ષનો થયો ત્યારે તેની નાની બહેને આગમન કર્યું. અરે, તેને પણ બાળક રોશન સ્પર્શ દ્વારા અનુભવતો અને તેની સુંદરતાનું વર્ણન કરતો. આમ, કરતાં તેનામાં ચિત્રકળાએ જન્મ લીધો. હા, તેના ચિત્રો માત્ર પેન્સિલથી દોરાયેલા રહેતાં.

વૉટર કલર કે ઓઈલ પેઈન્ટ તેને માફક ન આવતાં. પેન્સિલનો તે રાજા થઈ ગયો. નાની બહેન દિયાને સ્પર્શ દ્વારા અનુભવી શું સુંદર તેનું ચિત્ર બનાવ્યું કે દિયા તાળી પાડી ઊઠી.

‘ભાઈ, તું મને કેવી રીતે જોઈ શકે છે?’

‘અરે, મારી અંતરની આંખોથી, મારી દસે દસ આંગળીઓના સ્પર્શથી હું તને નિરખું છું.’

‘મારો વહાલો ભાઈ...’ કરીને દિયા, રોશનને વળગી પડી. એ ધન્ય દૃશ્ય પ્રકાશે કેમેરામાં ઝડપી લીધું.

રોશન અને દિયા મોટા થતાં ગયાં. ભણી ગણીને રોશન વકિલ થયો અને દિયા ડોક્ટરનું ભણવા મુંબઈ આવી. હજુ પણ તેની પેન્સિલથી ચિત્ર દોરવાની આદત ગઈ ન હતી.

એક વખત કોર્ટમાં કેસ વખતે કોઈની સાથે ભટકાઈ પડ્યો. તેના બદનની અને અત્તરની સુગંધ સારા બદનમાં પ્રસરી ગઈ. કાગળીયા ભેગા કરતાં ત્રણેક વાર સ્પર્શ થયો. ઘરે જઈ તે વ્યક્તિની આબેહૂબ તસ્વિર કાગળ પર ઉતારી. બીજે દિવસે તેની પાસેથી પસાર થતાં તે ખુશ્બુ અનુભવતાં બોલ્યો, ‘આપને માટે સુંદર ભેટ છે.’ વાંધો ન હોય તો જરૂરથી સ્વીકારશો. તેજ આ સાંભળીને અચરજમાં પડી.

રોશનની આંખો જોઈને કોઈ ન માને તે રોશનીથી વંચિત છે. તેજને તેણે પોતે દોરેલું ‘તેજ’નું ચિત્ર બતાવ્યું. તેજ ઘડીભર પોતાને જુએ અને ઘડીભર તે ચિત્રને. જ્યારે તેને ખબર પડી કે રોશનની જિંદગીમાં રોશની નથી. બસ તે રોશનના પ્રેમમાં પાગલ થઈ ગઈ. રોશને ખૂબ સમજાવી પણ માનવા તૈયાર નહોતી. બંને વકિલ હતાં. મિનાક્ષી અને પ્રકાશ ખુશ થયાં. પરિણામે શરણાઈઓ ગુંજી ઉઠી.

બે વર્ષ પછી એક કેસ ઝુંપડપટ્ટીવાળાનો હતો. છેક અંદર સુધી રોશનને ન લઈ જતાં ભિંતની બીજી બાજુ જ્યાંથી ઝુંપડપટ્ટીની શરૂઆત થતી હતી ત્યાં સુધી ડ્રાઈવર સાથે જઈ અભ્યાસ કરી આવ્યો. વિચારોમાં વિચલિત, વિક્ષિપ્ત મનવાળા રોશને બીજી સવારે ચિત્ર તૈયાર કર્યું “ભીંતને પેલે પાર !”

અંતે આ કેસનું પરિણામ, ચિત્ર જોઈ જજ સાહેબે ચૂકાદો આપ્યો અને રોશન—


Rate this content
Log in

Similar gujarati story from Inspirational