Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vrajlal Sapovadia

Inspirational

3  

Vrajlal Sapovadia

Inspirational

પચાસ ગાઉની ત્રિજયામાં નાનડિયા

પચાસ ગાઉની ત્રિજયામાં નાનડિયા

5 mins
1.5K


1970ની સાલમાં હું રાજકોટ ભણવા ગયો ત્યારે એક સદગુરૂએ 'ક્યા ગામના વાતની છો એવું પૂછ્યું' ને મેં કહ્યું નાનડિયા. 'નાનડિયા ક્યાં આવ્યું ?' એ એનો બીજો પ્રશ્ન. મેં કહ્યું જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં. મને પોરસ ચડાવતા હોય એમ બોલ્યા, ભાઈ તું તો પુરુષ પ્રધાન દેશમાંથી આવે છે. મેં પૂછ્યું કેવી રીતે ? તેમણે 4-5 ભક્તિ રંગથી પરિચિત એવા 3-4 નામ આપ્યા, પણ મને વરસો સુધી વિચાર આવતા રહ્યા કે પુરુષ પ્રધાન દેશમાં તો હજુ ઘણા નામ ઉમેરવા પડે, ને મેં એક યાદી બનાવી. યાદી જોયા પછી તો મને ખરેખર લાગ્યું કે સોરઠ છે તો ખરેખર પુરુષ પ્રધાન. ન કેવળ સંખ્યા પણ મહાભાવોની ગુણવત્તા, વિશિષતા અને વિવિધતા ખરેખર અદભુત છે. આનાથી પ્રેરાય ને આ લેખ લખવા શૂરાતન ચડ્યું. આધુનિક સમયમાં દક્ષિણ એશીયાના બે દેશને રાષ્ટ્રપતિ આપનાર મહાત્મા ગાંધી અને મહમદ અલી ઝીણા નાનડિયાથી પચાસ ગાઉ ત્રિજયામાં આવેલા પોરબંદર અને પાનેલીના હતા તો અર્વાચીન ઇતિહાસના નાયક કૃષ્ણના સખા પણ પોરબંદરના.


ગોવર્ધન પર્વતને ટચલી આંગળી ઉપર ઊંચકી, મહાભારતમાં પાંડવોને તેના સારથી બની વિજય આપનાર, અર્જુનને મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવનાર કૃષ્ણ પોતાનો ભૌતિક દેહ પણ નાનડિયાથી પચાસ ગાઉ છેટે પ્રાચીમાં છોડે છે. મધ્ય યુગના કુરિવાજમાંથી મુક્તિ આપી સ્વામિનારાયણ ધર્મની સ્થાપના કરનાર નીલકંઠ વર્ણી પણ એક દાયકાના ભારત બહારના અહર્નિશ વિચરણ પછી પહેલી વાર સ્થિર થયા એ લોજ ગામ નાનડિયાથી દશ ગાઉ છેટે માંગરોળ પાસે આવેલું છે. ધર્મની સ્થપાના અને સમાજ સુધારણા તો સહજાનંદ સ્વામીની સિદ્ધિ છે પણ એનાથી વિશેષ તેમણે વિશાળ સાહિત્ય સર્જન કર્યું અને મેનેજમેન્ટના કેટલાક સિદ્ધાંતોનું વ્યવહારમાં આચરણ કર્યું. શિક્ષાપત્રી અને વચનામૃત દ્વારા સાહિત્યમાં પ્રથમ વખત કોઈક વિશિષ્ટ પ્રયોગ કર્યો. શિક્ષાપત્રીમાં અનુયાયી માટે સંહિતાબદ્ધ અને પદ્ધતિસર નિયમ બનાવ્યા તો વચનામૃતમાં ટિપ્પણી (રનિંગ કોમેંટ્રી) સંગ્રહિત કરવાનો પ્રયોગ કર્યો. બ્રહ્માનંદ, પ્રેમાનંદ ને મુક્તાનંદ જેવા પ્રખર ૫૦૦ વિદ્વાન કવિ તેમના શિષ્ય બન્યા. તેમના લખાયેલ સાહિત્યમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિના નામ લખવામાં આવ્યા, પણ જૂજ ઉલ્લેખ કરેલ વ્યક્તિમાં મયારામ ભટ્ટ માણાવદરના અને પરબતભાઇ પટેલ અગતરાય ગામના મારડીયા. વાચનમૃત જુદી જુદી જગ્યાએ કરેલ સહજાનંદ સ્વામીની સભાનું સંકલન છે તેમાં એક ગામ તે પંચાળા, પંચાળા નાનડિયાથી ઘેડ બાજુ થોડે દૂર આવેલું દરબાર ઝીણાભાઈનું ગામ. ત્યાંથી થોડા સમુદ્ર કિનારે જાવ તો માધવપુર આવે જ્યાં કૃષ્ણના તુલસી જોડે વિવાહ થયા.


“મઝા પડે તો હું તરત મિજાજ બદલું છું, ન આંખ બદલું ભલે પણ અવાઝ બદલું છું” ના રચિયતા રાજેન્દ્ર શુક્લ નાનડિયાથી ત્રણ ગાઉ દૂર બાંટવાના તો ગુજરાતી કવિ અને લેખક શ્રીકાંત શાહ પણ બાંટવાના જેમણે “અસ્તિ” નામક નવલકથા લખી. મેગ્સેસે એવોર્ડ વિજેતા અબ્દુલ સત્તર એધિ બાંટવામાં જન્મ્યા અને પાકિસ્તાનમાં ગરીબ દર્દીઓની સેવા કરી. પાકિસ્તાનના મધર ટેરેસા તરીકે પ્રસિદ્ધ થયા. 19મી અને 20મી સદીમાં બાંટવામાં કેટલાયે મેમણ ધનકુબેર અને અહમદ દાઉદ જેવા દાનવીર થયા. એવું કહેવાય છે કે આઝાદી સમયમાં ભારતના અડધો ડઝન કરોડપતિ વેપારી બાંટવાના હતા. ગઝલકાર અમૃત ઘાયલ પાજોદ દરબારના મિત્ર હતા ને પાજોદ દરબાર અને માણાવદર દરબાર ક્રિકેટના બહુ શોખીન. દુનિયા ભરમાં પાંચ ભાઈ ક્રિકેટર હોય તેવું એક જ કુટુંબ તે મહમદ બંધુઓ જૂનાગઢ નવાબની રૈયત. પંદર વરસ અને એકસો ચોવીસ દિવસની સૌથી નાની વયે ટેસ્ટ ક્રિકેટ રમનાર મુસ્તાક મહમદ, હનીફ, વઝીર, સાદિક અને રઈશ પાકિસ્તાન વાટી ક્રિકેટ રમ્યા, તેમના અડધો ડઝન પિતરાઈ ભાઈ પણ ક્રિકેટર અને તેમના માતા અમીર બ્રિટિશ સમયના ભારતના બેડમિંગ્ટન ચેમ્પિયન જૂનાગઢના. પાકિસ્તાનના બે વડાપ્રધાન ઝુલ્ફીકાર અને બેનઝીર ભુટ્ટોના પિતા અને દાદા શાહનવાઝ ભુટ્ટો જૂનાગઢના છેલ્લા દીવાન હતા. પરવીન બાબીથી વિખ્યાત કુટુંબના પૂર્વજો ઈ.સ. 1730 આસપાસ શેર દિલાવરખાન માણાવદરના અને ઝમાનખાન બાંટવાના નવાબ હતા, તેઓ બંને સંયુક્ત રીતે ગીદડ (સરદારગઢ) ના પણ નવાબ હતા. કઠિયારાને ત્યાં જન્મનાર દિલાવર બહાઉદ્દીન જૂનાગઢના લોકપ્રિય દીવાન હતા.


જૂનાગઢ અને સોમનાથ બે હજાર વરસથી વિદેશીઓથી બનતું અને વિખાતું રહ્યું. સમ્રાટ અશોકે ગિરનાર ઉપર શિલાલેખ કોતરાવ્યાને ગ્રીસ લોકો ઈ.સ. ત્રીજી સદીથી જૂનાગઢ આવતા રહ્યા તો મહમદ ગીઝની સત્તર વખત સોમનાથ લૂંટવા આવ્યો એ વાતને લગભગ હઝાર વરસ થઇ ગયા. ગીઝનીના ત્રાસ થી સોમનાથમાં કામ કરતા ખત્રી કારીગરો સૌરાષ્ટ્ર છોડી બસો વર્ષે મરાઠાવાડ પહોંચ્યા, બીજા બસો વર્ષે કર્ણાટકથી તામિલનાડુ ના મદુરાઈ પહોંચ્યા, પણ 1000 વર્ષ પછી તેઓની ભાષા, વિચાર, સંસ્કૃતિ અને ઓળખ સંસ્કૃતિ સૌરાષ્ટ્રીયન તરીકેની રહી. તમિલ લિપિ તો અપનાવાઈ પણ બારીકીથી જુઓ તો ખબર પડે કે 70-80% જૂની ગુજરાતીને મળતી આવે.


આધુનિક વિશાળ ધંધાનું સામ્રાજ્ય રિલાયન્સ કંપની ઉભી કરનાર ધીરુભાઈ અંબાણી નાનડિયાથી 10 ગાઉ દૂર ચોરવાડ નજીકના કુકસવાડાના. આઝાદી પછી આ વિસ્તારને પાકિસ્તાનના હાથમાંથી છોડાવનાર શામળદાસ ગાંધી (મહાત્મા ગાંધીના ભત્રીજા), રતુભાઇ અદાણીને કેટલાય નામી અનામી લોકોનું યોગદાન રહ્યું તો કાદુ મકરાણી ને ભુપત જેવા બહારવટિયા પણ આ વિસ્તારે નજીકથી જોયા.


ઉપર દર્શાવેલ મહાનુભાવોને કુટુંબનો, શિક્ષાનો, સરકારનો, રાજાનો, શિષ્યોનો, અનુયાયીનો કે લોકોનો સહકાર રહ્યો અને તેના પ્રતાપે તેઓ મહાન બન્યા. ઉપર વર્ણવેલ મહાનુભાવોને ટક્કર મારે એવા શિરમોર તો નરસિંહ મહેતા જૂનાગઢના. જન્મ્યા તળાજા, મર્યા માંગરોળમાં, પણ વતનને કાર્યક્ષેત્ર રહ્યું જૂનાગઢ. જન્મ પછી મા-બાપ મરી ગયા, ભાભીના મહેણાં ટોણા સાંભળી ઘર છોડી, વગર નિશાળ ગયે ભજન ભક્તિમાં પ્રવૃત થયા. નરસિન્હ મહેતાના ભજનની સન્ખ્યા 1,00,000 જેટલી બતાવાય છે. તેમના ભજન અદભુત છે, જેમાં વિજ્ઞાનનું અને ધર્મનું અકલ્પનિય સંયોજન છે. આઈન્સ્ટાઈન અને ન્યુટનને સાથે રાખીને આ કવિતા વાંચજો:


અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,

જૂજવે રૂપે અનંત ભાસે.

દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું

શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે.


પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા

વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે,

વિવિધ રચના કરી અનેક રસ લેવાને

શિવ થકી જીવ થયો એ જ આશે.


વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે

કનક કુંડલ વિષે ભેદ ન હોયે,

ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવાં

અંતે તો હેમનું હેમ હોયે.


ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી

જેહને જે ગમે તેને પૂજે,

મન-વચન-કર્મથી આપ માની લહે

સત્ય છે એ જ મન એમ સૂઝે.


વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું

જોઉં પટંતરો એ જ પાસે,

ભણે નરસૈંયો એ મન તણી શોધના

પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે.


નરસિંહ મહેતા એક વિચક્ષણ તત્વચિંતક છે, તેમની ફિલસૂફી ધર્મ અને વિજ્ઞાનનું વ્યવહારિક જ્ઞાન છે. તેમના વિચાર જગતના જટિલ પ્રશ્નોનું સમાધાન છે. તેમની શબ્દ પ્રચુરતા, વિવિધતા અને વિશાળતા કેટલીયે ડીક્ષનરીને શરમાવે તેવી છે. તેમની શબ્દ ગોઠવણ અને વ્યાકરણ, તેમના પદની નિયમબદ્ધ ગોઠવણ અને છંદ રચના હજારો પંડિત અને પી.એચ.ડી.ને ટક્કર મારે એવી, તો એમની સંગીતમય લયબધ્ધતા તાનસેન અને જશરાજ પંડિતને ભુલાવી દે એવી. તેમના પદનો સાર વેદ, પૂરાણ, શ્રુતિ, સ્મૃતિને ઉપનિષદને સમાવી દ્યે તેવો અને તેમનું આચરણ ઋષિ મુનિ જેવું. તેમના પદ એકથી એક ચડે તેવા, ગુજરાતીની કોઈ પુસ્તિકા તેમની કવિતા વગર અધૂરી. પ્રાચીન કે મધ્ય સમયના આ વિદ્વાનની રચના આધુનિક સમયની દ્રષ્ટિ વાળી. આશાવરી રાગથી ગવાયેલ પેડ વૈષ્ણવ જન તો તેને રે કહીએ ગાંધીજીનું સૌથી પ્રિય ગીત દેશ ભરમાં માનભેર ને વિવાદ વગર ગવાય. માનવ બધા એક સમાન નો સંદેશ તેમને 15મી સદીમાં હરિજનનાં ઘેર ભજન કરવા જઈ આત્મસાત કર્યો, હરિજન જેવો માનવાચક શબ્દ આપ્યો ને કાગળ પેન વગર ગુજરાતી ભજન દુનિયાભરમાં ગુંજતી કરી. અને એટલેજ નરસિંહ મહેતાને હું આ યાદીમાં સર્વ શ્રેષ્ઠ સ્થાન આપું છું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational