Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Thriller Others Inspirational

2  

Vishwadeep Barad

Thriller Others Inspirational

ગર્ભિત રહસ્ય !

ગર્ભિત રહસ્ય !

3 mins
7.2K


ત્રીસ વર્ષના દાંપત્ય જીવન જીવ્યા બાદ એવું તો શું બની ગયું કે રીમાએ મયૂર સાથે ડિવોર્સ લેવાનો નિર્ણય લઈ લીધો. તેણીને ઘણાંએ સમજાવી પણ તેણીનો નિર્ણય ક્રેઝી ગ્લુ જેવો હતો.

ઓછું બોલનાર મયુરને ઘણાં મિત્રોએ પુછ્યું.. ‘મયૂર,તું તો કહે સાચી હકીકત શું છે? ત્રીસ, ત્રીસ વર્ષ સુધી સાથે રહ્યાં,એક સાચા પતિ-પત્નિની જીવી સુંદર જિંદગી જીવી રહ્યા હતાં અને એકાએક રીમાએ તને ડિવૉર્સ આપવાનું નક્કી કરી નાંખ્યું. મયુર પણ તેનો કોઈ પ્રત્યુત્તર આપ્યો નહી.

શિયાળાનો સુંદર ઋતું હોય અને અચાનક માવઠું પડી જાય એજ રીતે રીમા અને મયુરના જીવનમાં આ અચાનક માવઠું ક્યાંથી આવી ગયું.અમેરિકા જેવા દેશમાં પણ આપણાં સમાજમાં “અફવા” જેવો અસાધ્ય રોગ એક કેન્સરની જેમ છુપાયેલો છે તે બહાર આવી રહ્યો છે.

કોઈ કહેઃ તે લોકોએ બહું પ્રયત્ન કર્યા, કેટ કેટલી દવાઓ કરી, ડોકટર્સની સલાહઓ લીધી રીમાને બાળક થતું નથી. મયુરને બાળકો બહુ જ ગમે છે અને તેને લીધે રીમાએ બીજા લગ્ન કરવા છૂટ આપી હોય પણ એ અમેરિકામાં ત્યારેજ શક્ય બને કે રીમા ડિવૉર્સ આપે. તો કોઈ કહેતું કે મને તો એવું લાગે છે કે રીમાને પોતાની ઓફીસના બૉસ સાથે કઈક લફરું છે.. અરે ભાઈ.. સ્ત્રીને માપવી એટલે બ્રહ્માંડને માપવું!

આવી ઘણી અફવા ડલાસ(ટેક્ષાસ)માં ચાલવા લાગી. રીમાની બેનપણી સીમા તેણીને આ ચાલતી અફવાની વાત કરે પણ રીમાને તેની કશી અસર થતી નહોતી.

મયુર અને રીમા બન્ને બહુજ પ્રાયવેટ હતાં એમની પાસેથી વાત કઢાવવી એટલે સાગરને ઉથલાવવા જેવી વાત છે.

મયુર અને રીમાની પચ્ચીસમી એનીવર્સરી વખતે મિત્રો એ સરપ્રાઈઝ પાર્ટી આપી તેમને એક હર્ષભરી નવાઈ સાથે આનંદ વિભોર કરી દીધા હતાં. મિત્રોમાં બન્ને પતિ પત્ની સૌનાં પ્રિય હતાં.

કોઈને પણ કામ પડે બન્ને અડધી રાતે મદદે પહોંચી જાય. આર્થિક પરિસ્થિતીમાં મદદરૂપ થાય અને બહુજ સોસિયલ અને ફ્રેન્ડલી હતાં. કોઈ પણ વ્યક્તિને એકવાર મળે તો તેને પોતના માની લે તેવા મળતાવડાં સ્વભાવના એવા કપલને કોની નજર લાગી ગઈ એ ચર્ચા થવા લાગી. અનુમાન કરી શકે પણ બન્ને વચ્ચેની આ ગરમા ગરમ ગર્ભિત વાતની કોઈને પણ ખબર ન પડી.

કોર્ટમાં ડિવૉર્સ પેપર પર સહી-સિક્કા થયા. મયુરની આંખમાં આંસુ હતા. રીમાની આંખમાં પણ આંસું સરક, સરક થઈ રહ્યાં હતાં પણ રીમા એટલી મજબૂત હતી કે આંસુને પડવાની તક ન આપી.

મયુરે કટેલી કેટલી વિનંતી, આજીજી, સમજાવટથી રીમા સાથે ડિવૉર્સ વિશે અવારનવાર વાત કરી કે ‘રીમા, ત્રીસ વર્ષબાદ ડિવૉર્સ! મારી કોઈ ભુલ થઈ ગઈ હોય તો મને કહે, હું તારી માફી માંગું. પણ રીમાએ તેનો કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. રીમાએ ન કોઈ મિલકત કે ન કોઈ એલિમની માત્ર ડિવૉર્સના પેપર્સ સિવાય કશું ન માંગ્યું.

કોર્ટમાંથી જતાં જતાં રીમાએ  મયુરને એક ચીઠ્ઠી આપી. મયુર સત્વરે ચિઠ્ઠી ખોલી વાંચવા લાગ્યો.

“પ્રિય મયુર,

‘મને માફ કરજે. તારા જેવો પતિ બસ મને જન્મ જન્મ મળે એવી ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું.

તને ખ્યાલ છે મયુર આપણે બન્ને એ છ મહિના પહેલાં એન્યુઅલ મેડિકલ કરાવેલ? ત્યારે મને જે શંકા હતી તે પરથી ડોકટરને ખાનગીમાં મેં તારા અને મારા માટે એચ.આઈ.વીનો ટેસ્ટ કરાવેલ અને મેં તને કશું કીધેલ નહી તે બદલ માફી ચાહું છું. તારું રિઝ્લ્ટ નેગેટીવ અને મારો ટેસ્ટ પૉઝીટીવ આવેલ. મને ડોકટરે માત્ર એકાદ વર્ષ આપેલ છે. મેં ત્યારથી તારી સાથે એક પત્નિ તરીકે જે વ્યવહાર કરવો જોઈએ તે બંધ કરી દીધો તું ઘણી વાર રાત્રે અપસેટ થઈ જતો છતાં હું બીજા રૂમમાં સુવા જતી રહેતી. મેં તારાથી દૂર રહેવા કોશિષ કરી પણ દિવસે દિવસે અશ્કય અને મુશ્કેલ બન્યું. છુટાછેડા સિવાય કોઈ છૂટકો જ નહોંતો. આ કેવી રીતે થયું તેનો ખુલાશો કરવો મુશ્કેલ નહીં અશ્ક્ય છે કારણ કે તેમાંથી હજારો સવાલ પેદા થાય તેમ છે. એટલું જરૂર કહીશ કે મેં તને કોઈ અંધારામાં રાખી પાપ નથી કર્યું. હું બળતી લાશ છું, ભસ્મીભુત ક્યારે થઈ જાઉં તેની મને ખબર નથી પણ તેનો તણખો તને ન અડી જાય એને લીધેજ આ નિર્ણય આખરી બન્યો છે.

છેલ્લા શ્વાસ લગી તારીજ સુહાગણ રહીશ..

-રીમા

મયુર ચીઠ્ઠી વાંચી પુરી કરે તે પહેલાંજ રીમાની કાર દૂર દૂર નીકળી ગઈ હતી.

આજ દસ વર્ષ વિતી ગયાં એક ગર્ભિત રહસ્ય માત્ર રહસ્યજ રહ્યું. મયુરની બાકીની જિંદગી “એ ક્યાં છે?” આમ કેમ થયું? એજ મથામણના અર્ધ પાગલપણમાં જવા લાગી.

 


Rate this content
Log in

Similar gujarati story from Thriller