Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajul Shah

Drama Inspirational

3  

Rajul Shah

Drama Inspirational

સમયની શરણાગતિ-

સમયની શરણાગતિ-

2 mins
7.3K


એક દિવસની વાત છે. અનરાધાર વરસાદના લીધે ઉપરવાસમાંથી જાણે પાણીનો ધોધ ફાટ્યો. નદી તો જળબંબાકાર. આ ગામથી પેલા ગામ જવા માટે નદી પર બાંધેલો લાકડાનો પૂલ તુટી ગયો. પૂલ પરથી પસાર થતા હતા એવા બે જણા પૂલમાંથી સીધા જ નદીમાં પડ્યા અને નદીના ધસમસતા વહેણ સાથે ખેંચવા લાગ્યા.

પાણીનું વહેણનો જે રીતનો પ્રવાહ હતો એ જોઇને તો લાગતું જ હતું કે બેમાંથી કોઇ ઉગરી નહીં શકે. કાંઠે ઊભેલા લોકો બૂમાબૂમ કરવા માંડ્યા. એમને બચાવવા માટે શક્ય એટલા પ્રયત્નો કરવા માંડ્યા. કોઇએ દોરડું ફેંકીને એમને ઉગારવા પ્રયત્ન કર્યો તો કોઇએ લાકડાના થડિયા વહેતા મૂક્યા જેથી એમના હાથમાં જે આવે એ પકડીને બચી જાય. પરંતુ એવી કોઇ શક્યતા જ નહોતી કારણકે પાણીનો ધસમસતો પ્રવાહ દોરડું કે થડિયું પહોંચે એ પહેલાં તો એમને ક્યાંય આગળ તાણી જતો.

આ બે વ્યક્તિમાંથી એક જણને તો તરતા આવડતું હતું એટલે એના બચવાની તો થોડી-ઘણી શક્યતા હતી. એણે તો બાથોડિયાં મારવાના ચાલુ પણ કરી દીધા. શરીરમાં હતી એટલી પૂરેપૂરી તાકાતથી એણે પ્રવાહમાં તરીને કિનારા તરફ આવવા મથામણ આદરી એ પણ લોકોએ જોયું. પણ બીજાનું શું? એનો તો અંત નિશ્ચિત જ હતો.

વરસાદ અટકતા પાણીનું જોશ પણ ધીમું પડ્યું. નદીનો પ્રવાહ પણ જરા ધીમો પડ્યો. હવે લોકોએ પેલા બે જણની શોધ આદરી. સૌની નવાઇ વચ્ચે જેને તરતા નહોતું આવડતું એ ક્યાંક આગળ જઈને તુટી પડેલા ઝાડ વચ્ચે ફસાઇને ત્યાં જ અટકી ગયો હતો. જ્યારે બીજાનું નામ નિશાન નહોતું. પેલા માણસને બચાવીને બહાર લાવવામાં આવ્યો.

“ભારે નસીબદાર ભાઇ તું!

“હા વાત તો તમારી સાચી, પેલાએ જવાબ આપ્યો. નસીબદાર તો ખરો જ પણ આમાં તો નસીબની સાથે મારી સાદી સમજ પણ કામ તો આવી જ. પાણીનો પ્રવાહ આપણા માટે અનુકૂળ નહોતો એટલે હું જ પાણીના પ્રવાહને અનુકૂળ બની ગયો. એના ધસમસતા પ્રવાહમાં અર્થહીન બાથોડિયાં ભરવાના બદલે મેં મારી જાતને જ એમાં વહેતી મૂકી દીધી. જો સામે પડવા પ્રયત્ન કર્યો હોત તો હું થાકી જાત, હારી જાત.”

સીધી વાત! પડકારો ઝીલીને સફળ થવાનો તો સો ટકા પ્રયાસ કરવો જ જોઇએ પણ સાથે પ્રતિકૂળ પરિસ્થિતિમાં વ્યર્થ હવાતિયાં મારવાના બદલે થોડા સમય માટે એને આધીન થઈને શાંતિથી સમય પસાર કરવામાં અને શાંતચિત્તે એનો ઉકેલ લાવવામાં શાણપણ તો છે જ.


Rate this content
Log in

Similar gujarati story from Drama