Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Drama Action Thriller

5.0  

Kalpesh Patel

Drama Action Thriller

ટકરાવ

ટકરાવ

7 mins
3.7K


ગબ્બરસિંહે ઠાકુર બલદેવસિંહના કુટુંબીઓની કરેલા સામૂહીક નરસંહાર પછી, ઠાકુર બલદેવસિંહે તેઓના કુટુંબને ગબ્બરસિંહે લોહી નીતરતી હાલતમાં મરેલા છોડી ગયેલો જોઈ, ઠાકુર બાલદેવસિંહનું લોહી ઉકળી ગયું, અને તેઑ આ નરસંહારનો બદલો લેવા પોતાના મગજ ઉપર કાબૂ ખોઈ, ગબ્બરને પકડવા, ઉતાવળે હથિયાર વગર નીકળી પડે છે. ત્યારે શિયાળથી પણ લુચ્ચા, ઠંડા કલેજાવાળા ગબ્બરસિંહ ઠાકુર બલદેવસિંહને મ્હાત અપવામાં સફળ થઈ, ઠાકુર બલદેવસિંહના બંને હાથ કાપી તડપતો મૂકી ભાગી જાય છે..... પછી....ની કથા.....

-“જાન બચી લાખો પાયે”....

રામગઢની ઠાકુરની હવેલી સૂમસામ હતી, ઠાકુર બલદેવસિંગનો જૂનો અને વિશ્વાસુ નોકર રામલાલ, ઠાકુરની ઊંચા જીવે રાહ જોઈ રહ્યો હતો, આખો દિવસ અને રાત વીતી પરંતુ, ઠાકુર સાહેબ આવ્યા નહીં એટલે થાકીને, રહિમચાચાને વિનંતી કરી અહેમદ મિયાંને લઈ, જંગલમાં, ઠાકુરના ઘોડાના પગેરાને પકડી ઢળતી બપોરે એક પથ્થરની ચટ્ટાન ઉપર કપાયેલા હાથની હાલતમાં ઠાકુરને બેભાન પડેલા જુએ છે. રામલાલ તો આ જોઈ ઢીલો થઈ જાય છે, પરંતુ અહેમદ મિયાએ ધૈર્ય રાખી ઠાકુરના કપાયેલા હાથની શોધ કરે છે, પણ તેને કામયાબી મળતી નથી, અને થાકીને, બેભાન ઠાકુરજીને તેના ઘોડા ઉપર નાખી ગામમાં લઈ આવે છે, ત્યાં સુધીમાં જેલર સાહેબ તેમની જીપ લઈને આવેલા હોઈ, ઠાકુરને તાબડતોબ શહેરની હોસ્પિટલમાં દાખલ કરી તાકીદની સારવાર આપી જીવ બચાવે છે.

દોસ્તનું વચન:-જેમાં એ સી પી પદ્યુમન ઠાકુર બલદેવસિંહના વ્યથિત હૃદયને શીતળતા બક્ષે છે.

બહાદુર જાંબાઝ ઠાકુર બલદેવસિંહ ઉપર આવી પડેલા ઉપરા-ઉપરી ફટકાના સમાચારથી વ્યથિત થઈ, એ સી પી પદ્યુમન, સિટી હોસ્પિટલની મુલાકાત લે છે. ત્યારે આત્મવિશ્વાસથી ભરપૂર ઠાકુર બલદેવસિંહ મોતને હાથ –તાળી આપી ભાનમાં આવી ગયા હોય છે. એ સી પી પદ્યુમનને જોતાં તેમનું લોહી ઉકળી ઊઠે છે. અને હોસ્પિટલની નર્સને પ્રાઈવસી માટે ઈશારો કરી બહાર મોકલે છે ત્યારે, એ સી પી પદ્યુમન, ઠાકુર બલદેવસિંહને સાંત્વન આપે છે. ઠાકુર બલદેવસિંહ એ સી પી પદ્યુમનને કહે છે, તેઓને ખરી ટાઢક તો કોઈ ગબ્બરને જીવતો પકડી તેમને હવાલે કરશે ત્યારે મળશે, અને એ સી પી પદ્યુમનને પૂછે છે, છે કોઈ એવો વીર, ? કે મારી આ ઈચ્છા પૂરી કરે ?

જવાબ માં એ સી પી પદ્યુમને, ઠાકુર બલદેવસિંહને શાંતિ રાખી. તબિયત રિકવર કરવા ડોક્ટરને સહકાર આપી પૂરતો આરામ કરવા કહે છે. પોતાની ઠાકુર સાથેની જૂની દોસ્તીને વધારે મજબૂત બનાવવા ફક્ત એક રૂપિયા ના મહેનતાણાંમાં,પોતે ખુદ પોતાની ટીમની સાથે રહી ગબ્બરને જીવતો પકડી, ઠાકુરને હવાલે કરવાનું વચન આપે છે.

જેમાં એ સી પી પદ્યુમનને ડોક્ટર સગડ આપે છે. 

ઠાકુર બલદેવસિંહને મળી એ સી પી પદ્યુમન હોસ્પિટલના ડોકટરને, ઠાકુર બલદેવસિંહની તબિયતનો ખ્યાલ રાખવા જે કઈ કરવું પડે તે કરે, અને કોઈ જ ઢીલ ન રાખે તેવી કીધું. ઠાકુર ઘાયલ થયા ત્યારે બલદેવસિંહે પહેરેલા કપડાઓનો હવાલો એ સી પી એ લઈ, તેને ઈન્સ્પેકટર ફ્રેડ્રિકસને સુપરત કરી, ડોક્ટર સાળુંકેની લેબોરેટરીએ મોકલી તપાસ કરાવવા આદેશ આપે છે. અને દયા તેમજ અભિજિતને તાકીદના ધોરણે ઠાકુર બલદેવસિંહના ગામ રામગઢ પહોચવા ફોન કરે છે.

એ સી પી પદ્યુમન અને ઈન્સ્પેકટર પૂર્વી, હોમ-મિનિસ્ટર સાથે મિટિંગ પતાવી મોડીરાત્રે, જ્યારે ડોક્ટર સાળુંકેની લેબોરેટરીએ પહોચે છે ત્યારે. ડોકટર સાળુંકે માથે હાથ દઈ કોઈ ગહન વિચારમાં હતાં. એ સી પી પદ્યુમન ડોક્ટરની લેબોરેટરીએ આવી ચૂક્યા તેનાથી બે ખબર, ઈન્સ્પેક્ટર ફ્રેડ્રિક્સ તેના મોબાઈલમા યૂ ટ્યુબની કોઈ કીલીપ જોવાંમાં પડેલો હતો. ઈન્સ્પેકટર પૂર્વીએ ઈન્સ્પેક્ટર ફ્રેડ્રિક્સ પાસેથી તેનો મોબાઈલ ખૂંચવી લીધો ત્યારે, ઈન્સ્પેક્ટર ફ્રેડ્રિક્સની મોબાઈલ યાત્રા તૂટતાં, એ સી પી સાહેબને જોઈ સતર્ક થયો. ડોક્ટર સાળુંકેએ, તેની તપાસમાં ખાસ કોઈ સગડ મળ્યાનો ઈનકાર કરતા, વધારામાં એ સી પી પદ્યુમનને પૂછ્યું, શું આ તમારા ઠાકુર બલદેવસિંહ, તમાકુ સાથે કોઈ અફીણ જેવી વસ્તુના નશાના બંધાણી હતાં. ડોક્ટર સાળુંકેને આવી વાહિયાત વાત કરતાં સાંભળી, સવારથી દોડધામ થી કંટાળેલા એ સી પી પદ્યુમન ગુસ્સે થયા, અને કહ્યું, ડોક્ટર, બેહૂદી વાત છોડ, અને કામની વાત કર. કોઈ સગડ ન મળે તો તું ફોરેન્સિક ડોક્ટર કેવી રીતે બન્યો ? ના ઠાકુર બલદેવસિંહ તમાકુ તો ઠીક પણ ચા પણ નહતાં પીતા. ડોકટર સાળુંકેએ ઊભા થતા કહ્યું તો ઠાકુરના પહેરેલા ડગલાંના ગળા પાસે મોટી માત્રામાં અફીણ મિશ્રિત તમાકુના ડાઘા છે, તે ક્યાથી ? એ સી પી પદ્યુમન ડોક્ટરને કઈ કહે ત્યાં વચમાં ફ્રેડ્રિક્સ ટપકી બોલી પડ્યો, એ તો ગબ્બર ઠાકુર ઉપર થૂંકયો હતો....., અને આ સાંભળી એ સી પી પદ્યુમનના ચહેરા પર એક ચમકારો આવ્યો, અને ડોક્ટર સાળુંકેને વધુ ગહન તપાસ નો આદેશ આપી ઓફિસ જવા નીકળી ગયા.

રામગઢનો નવો બનારસી પાન વાળો :-

ઓફિસે આવી, એ સી પી પદ્યુમનને પૂર્વીને કહી, પોતાના માપના બે જોડી ગામડિયાના કપડાં મંગાવી પોતે રામગઢ પહોચી ગયા. અને મોકો મળતા, દયા અને અભિજિતની સાથે વાત કરવા રાત્રે મળ્યા, ત્યારે અભિજિત દયાને કહી રહ્યો હતો, “દયા, યહાં કુછ તો ગરબડ હૈ”, રામગઢ મે કોઈ તો ગબ્બરકા જાસૂસ હૈ. ત્યાં કોઈ ને તેઓની વાત સાંભળતા જોઈ, દયાને ઈશારો કરતાં. દયા બિલ્લિ પગે સરક્યો અને બીજી પળે તેના લોખંડી હાથમાં ગામડિયાના વેશમાં રહેલા એ સી પી પદ્યુમનનું ગળું હતું, કોને પકડી ખેંચી લાવી રહ્યો છે તેનાથી બેખબર, દયા જ્યારે કાચી દિવાલોની એ ઝૂપડીમાં સળગી રહેલા ફાનસના ઉજાસમાં, આવી, તે એ સી પી પદ્યુમન સાહેબ ને ઓળખી જતાં શરમાઈ જઈ માફી માગે છે.

એ સી પી પદ્યુમને સમય ગુમાવ્યા વગર ડોક્ટર સાળુંકેના અફીણ અને તંબાકુના ઈન્ પુટ શેર કરતાં, તપાસ હવે નશાના સામાનની ખરીદ વેચાણ કોણ કરે છે, તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યુ. અને રામગઢ ગામમાં પાન વાળાને ત્યાં પોતે પણ નોકર તરીકે ગોઠવાઈ જશે એવું જણાવ્યુ. એ સી પી પદ્યુમન ત્યાથી સીધા જઈ રહિમચાચાને મળે છે, અને પોતે બનારસથી, રામગઢ આવેલો છે, અને કોઈ પાનબીડીવારાને ત્યાં નોકરી અપાવવા કહે છે, અને રહિમચાચા, એ સી પી પદ્યુમને બનવારીની દુકાને નોકરીએ રખાવે છે.

અરે, ઓ.. સાંભા, આ બનવારી આટલો જાડો કેવી રીતે થઈ ગયો, ગબ્બરે તંબાકુ મસળતા પૂછ્યું, અરે સરદાર, આ બનવારીનો નવો માણસ છે, બનારસી પાનનો કલાકાર છે. આજકાલ બનવારી છમ્મોની લપેટમાં છે અને મોજ કરે છે, અને કારોબાર આ બનારસી બાબુ સંભાળે છે. એ સી પી પદ્યુમને, સાથે લાવેલો અફીણ અને તંબાકુનો સ્ટોક સાંભાને સુપરત કરતાં, તેઓની ફોટોગ્રાફીક નજરે ચારે કોર નીચી વેધક નજરે, કેટલા, માણસો છે અને શું હથિયારો નો ઝઝીરો છે, તેનો ક્યાસ એક નજરે કાઢી. કેડેથી બે સ્પેશિયલ બનારસી પાન કાઢી, સાંભાને આપ્યા, અને હવે ક્યારે નવો માલ જોઈશે તે પૂછી નીચીમૂડીએ આવેલા ઘોડા ઉપર પાછો વળી ગયો.

લોખંડ ગરમ છે,દયા,અને અભિજિત તમે જમાવીને હથોડો મારો.

અરે સાંભા તારા બનારસીને બોલાવ, તેનું નશીલું પાન ખાવાની આજે ઈચ્છા થઈ છે, આજે રાત્રે હીરો, બંદુકો અને હાથ બોમ્બની પેટીઓ લઈ, તેની નાચવાવાળીને લઈ આવવાનો છે, તો એક તેના માટે વધારે પાન મંગાવજે. સરદાર જો હુકમ, ઠીક છે, હું હમણાંજ કાલિયાને રામગઢ મોકલી મંગાવી લઉ છું. કાલિયો જ્યારે રામગઢ પહોંચ્યો ત્યારે, બનવારી દુકાને હતો, અને તેનો નવો નોકર બનારસી બહાર હતો એટલે કાલિયાનો ઓર્ડર લઈ, બનારસીને પાછળ મોકલે છે, એમ કહી વિદાય કર્યો.

એ સી પી પદ્યુમન જ્યારે દયા અને અભિજિતને મળી પાછો બનવારી પાસે આવે છે ત્યારે, બનારસી નશીલા પાનનો ઓર્ડર જાણી, કુદરત ન્યાયના રસ્તે સાથે છે, એમ આભાર માની, પોતાની ખુશી છુપાવી, બનવારીને કહે છે, શેઠ મને બીજે મોકલો, પણ આ તમારા ગબ્બર સરદારથી દૂર રાખો તો સારું. મને તેની આંખોથી ડર લાગે છે. અરે બનવારી તારો પગાર વધારી દઈશ, તને મારા ધંધાની એક નવી લાઈન ખોલી દીધી, ચાલ બનાવ એક બનારસી પાન મારા માટે પણ, હું પણ જોઉ કેવી મજા છે તેમાં. હાથમાં આવેલો મોકો, એ સી પી પદ્યુમન છોડે ખરા ? એક કડક પાન બનવારીને થમાવ્યું અને બનવારી, પાન ખાતા વેત નશાની દુનિયામાં સરી પડ્યો.

હવે ફૂલ સુકાન એ સી પી પદ્યુમનના હાથમાં હોવાથી તેઓએ, દયા અને અભિજિતને બોલાવી ગબ્બરને જીવતો દબોચવાનો પ્લાન ઘડ્યો. તે પ્રમાણે દયા અને અભિજિત કામે વળગ્યાં ત્યારે ઘોડા ઉપર પાનની છાબડી અને અફીણની પોટલી લઈ એ સી પી પદ્યુમન ગબબર સિંહના અડ્ડે પહોચ્યા. અને સાંભાને પાન સુપ્રત કરતાં કહ્યું છોટે સરદાર, કોઈ જલસો છે ? અરે હા, આજે બધાની તબિયત ખુશ કરવા માટે સરદારે નાચનારી ને તેડાવી છે, બસ રાત્રે તેનો નાચ, અને આ હમણાં વધેરેલા બકરાનું જમણ, હીરાની સાથે આવનારી નાગણનો નાચ અને ઉપરથી તારું પાન, બોલ બીજું કઈ બાકી ?

એ સી પી પદ્યુમને પૂછ્યું તો ઓ છોટે સરદાર, આ હીરો કોણ છે ? સાંભાએ તેની નજર વેધક કરતાં કહ્યું, તે જાણવાનું તારું કામ નથી, પણ તારે નાચ જોવો હોય તો રોકાઈ શકે છે. પણ તારે અમારી સરભરા કરવી પડશે.

આખરે ઘવાયેલો ઘોઘર બિલાડો ફુંકાડા મારતી અવસ્થામાં લોખંડી સાંકળે જકડાય છે. 

હીરાની નાચવાવાળી અને એ સી પી પદ્યુમન સિવાય બધા એક યા બીજા નશાના તાલે ઝૂમતા હતાં, અને દયા અને અભિજિતે વિસ્તાર કોર્ડન કરી તેમનું કામ પૂરું કરી, એ સી પી પદ્યુમનના ઈશારાની રાહ જોતાં હતાં. અને ઈશારો મળતા, હીરાએ ગબ્બરને આપેલો દારૂગોળો ફુંકી માર્યો, અને તેના મોટા અવાજમાં પણ નશામાં રહેલા કોઈ ઊભા થઈ ન શકયા.

એ સી પી પદ્યુમને ફટાફટ સાંકળો લઈ ગબ્બરને જકડી, તેના હાથે અને પગે સરકારી ઝાંઝરીયા સરકાવી દીધા.

ઠાકુર બલદેવ, હું તારો દોસ્ત, મારે ગબબરના માથાનું કોઈ ઈનામના ખપે, મને માત્ર તારા એક રૂપિયામાં રસ છે.

ઠાકુર બાલદેવ સિંહે મબલખ લાતો મારી ગબ્બરને અધમૂવો કરી નાખ્યો, અને બાકીની કસર ડિસ્ટ્રીક કોર્ટે ગબ્બરને દફા- ૩૦૨ તહત ફાંસી ફટકારી પૂરી કરી ત્યારે. કલેક્ટર સરકારી ઈનામનું કવર લઈ, એ સી પી પદ્યુમનને આપ્યું ત્યારે, તેને એ સી પીએ સ્વીકારવાની ના કહેતા તેઓએ, ઠાકુરને કહ્યું, ઠાકુર બલદેવ, હું તારો દોસ્ત, મારે ગબ્બરના માથાનું કોઈ ઈનામ ના ખપે, મને માત્ર તારા એક રૂપિયામાં રસ છે.

ઠાકુરે કલેકટરની સામે જોયું, અને કલેક્ટર સાહેબે કહ્યું, પદ્યુમનજી, આ ઈનામ ગબ્બરને પકડવા માટેનું નથી, આ એક ડ્રગ રેકેટને ક્રેક કરવાનું છે, ત્યારે એ સી પી પદ્યુમને જોયું તો પોલીસ વાનમાં રામગઢનો બનવારી અને બીજા ત્રણ જણા મોં વકાસી બેઠા હતાં, અને ઠાકુર બલદેવસિંહ ભગવાનનો પાડ માની બધાને એ સી પી પદ્યુમન જેવા દોસ્ત મળે તેવી પ્રાર્થના કરતા હતાં. અને સૌ પોલીસવાળાને જોતાં વેત પારખનાર ગબ્બર એ સી પી પદ્યુમન સાથેના 'ટકરાવ'માં થાપ ખાઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Drama