Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational Classics

2  

Pravina Avinash

Inspirational Classics

ચીકુડાની દિવાળી !

ચીકુડાની દિવાળી !

4 mins
7.1K


'ચીકુડા મોં ખોલને ભઈલા.'

'અરે એય ચીકુડા સાંભળતો કેમ નથી? છેલ્લી વાર કહું છું સાંભળ.'

'મા, હું સાંભળું છું. બે દિવસથી ખાવા નથી મળ્યું. હોશકોશ નથી.'

'બેટા આજે દિવાળી છે જોઈએ કોણ ખાવાનું આપે છે?'

'ચાલ મારો ટેકો લે, પેલી સામેવાળી શેઠાણી આપશે. બન્ને જણા બારણે આવ્યા. ધડામ કરતું બારણું બંધ કરી દીધું. પાછલે બારણથી કામવાળી બહાર નીકળી. દિવાળીને કારણે શેઠાણીએ ખુશ થઈને બોણી પણ આપી હતી. ખાવાનું ઘણું આપ્યું હતું. મિઠાઈનું પડીકું પણ બંધાવ્યું હતું. પેલા માદીકરા પર ધડામ થયેલા બારણાના અવાજે નોકરાણીના દિલને ધક્કો પહોંચાડ્યો.

દોડીને તેની પાસે ગઈ. બાળકને ખાવાનું આપ્યું અને નળમાંથી પાણી પિવડાવ્યું. તેના દિલમાં રામ વસ્યા. મા દીકરો અંતરના આશિર્વાદ આપી ચાલતા થયાં. આપણા દેશમાં આવા ગરીબોને દિવાળી મનાવવાનો હક્ક નથી.

અરે તવંગરો ખાઈ ખાઈને માંદગી આમંત્રો છો. આવા લોકોની આંતરડી ઠારો તેમની દુઆથી તમારા વણનોતર્યા મહેમાન જેવા દર્દો દૂર થશે. કેમ તમારા પેટનું પાણી હાલતું નથી.

"દિવાળી જેટલી તમને ગમે છે તેટલી તેમને પણ ગમે છે." ચીકુડાની દિવાળીના દિવસે ભૂખ સંતોષાઈ. બીજે દિવસે જ્યારે મારે આંગણે ડોકાયો ત્યારે મને થયું તેની દિવાળી યાદગાર બનાવી દઉં. મનગમતા કપડાં અપાવ્યાં. તેની માને મારે ત્યાં નોકરી આપી અને ચીકુડાના ભણવાનો ખર્ચ માથે લીધો.

સમયનો સાદ સુણો.

'માનવ.'

"દિવાળી આવી, દિવાળી આવી સહુના ઉરમાં ઉમંગ લાવી. દિલડામાં તરંગ લાવી.

અજ્ઞાનના તિમિર હટાવી. જ્ઞાનની જ્યોત જલાવી. નવા વર્ષની વધાઈ લાવી.'

દિવાળી, સહુથી મનગમતો તહેવાર એટલે દિવાળી. આસો મહિનાની અમાસ, જે દિવાળીના ઝગમગતા દીવડાંઓથી સોહી ઉઠે. વિક્રમ સંવત બદલાય ને નવા વર્ષની સુંદર પ્રભાતથી આંગણું દીપી ઉઠે. દિવાળીના શુભ અવસરે અંતર આનંદથી છલકાઈ ઉઠે. દિવાળીની અંધારી રાત ઝળહળતા દીવાના પ્રકાશે સોહી ઉઠે. દિવાળીને દિવસે ઘરમાં દીવા કરી અંતરે જ્ઞાનની જ્યોત જલાવવાની. તમસમાંથી રજસ અને સત્વની દિશામાં ડગ ભરવાના.

રંગોથી ઉભરાતા સાથિયાની સોહમણી કળાનું પ્રદર્શન માણી રહીએ! દિવાળીનું શુભ પર્વ સહુને મંગલકારી હો ! આવો જ્ઞાનના દીપક દ્વારા અંજ્ઞાનનું તિમિર હટાવી દિલને પાવનતાથી ભરીએ. પ્યાર અને સહકારની ભાવનાની ગાંઠ મજબૂત કરીએ. ઈર્ષ્યા તેમજ દ્વેષને દેશવટો આપીએ દિવાળીનું પર્વ સૂચવે છે, સત્યનો અસત્ય પર વિજય. મંગલકારી ભાવનાનું પ્રસરણ. હ્રદય રૂપી કોડિયામાં પ્યારનું તેલ પૂરી, સ્નેહની વાટ બનાવી જ્ઞાનનો ઉજાસ ફેલાવી. સમજણને  ભાઈચારાનો સંદેશો ઘેર, ઘેર પહોંચાડીએ. આ શુભ પર્વ દર વર્ષે આવે, ઉરમાં ઉમંગની શહનાઈ ગુંજી ઉઠે. હૈયે હર્ષ હિલોળા ખાય. 

હજુ તો ગયે વર્ષે આખું આંગણું અને ઘર દિવાળીના દીવડાથી શણગાર્યું હતું. જ્ઞાનના દીપ જલાવ્યા અને પ્રકાશ રેલાવ્યો. અજ્ઞાનના દીપ તિમિર સંગે ઓગાળ્યા. તેમને ફરી ન પ્રગટાવવાની કસમ ખાધી. મનોમન નક્કી કર્યું દર દિવાળીએ એક ડગ આગળ ધપવું. વળી પાછી એ કસમ તાજી કરી. ઈર્ષ્યા અને દ્વેષને દેશવટો આપ્યો. પ્યાર સહુને આપી ખુશ થવું. અહીં અમેરિકામાં તો આપણા ભાઈ બહેનો સુખી છે ! ભારતના મિત્રોને યાદ કરી તેમને કાજે અહીંથી કશું એવું કામ કરીએ જેથી તેમની દિવાળી પણ સરસ રીતે ઉજવાય ! આપણા વડાપ્રધાનને સાથ આપી તેમનો રાહ થોડો સરળ બનાવીએ. કુટુંબમાં પ્યાર અને સહકારની ભાવનાને મજબૂત કરીએ. મોટેરાંઓ દિલ સાફ રાખી સહુને પ્રેમ પૂર્વક આવકારે.

દિવાળી એટલે અસત્ય પર સત્યનો વિજય. દીવડાં તિમિર નાશક છે. તેમાં પ્યારનું તેલ પૂરી સ્નેહની વાટ બનાવી સમજણનો પ્રકાશ રેલાવીએ. નાનેરાઓ નાસમજ હોઈ શકે મોટેરાં દિલની ઉદારતા દર્શાવે.

દિવાળીને હોંશભેર મનાવીએ. આનંદ ઉલ્લાસ ફેલાવીએ. સહુનું મંગલ થાય તેવી પ્રાર્થના કરીએ. અંતરમાં જ્ઞાનની જ્યોત જલતી રહે એવો પ્રયત્ન જારી રાખીએ. બારણે તોરણ બાંધી ખૂશી દર્શાવીએ. શુભ અને લાભ સહુનું વાંછીએ.

દિવાળીના દિવસોમાં જેમની પાસે અભાવ છે, તેવા લોકોના મુખ પર આનંદ લાવવો એ ખરી ઉજવણી છે. આજુબાજુમાં રહેતાં બાળકોને જરૂરિયાતની વસ્તુઓ અપાવવી. દિવાળીના શુભ પર્વ નિમિત્તે તેમને મીઠાઈ આપવી. પેટ ભરીને આનંદ મેળવે તેવી જોગવાઈ કરવી.આપણી પાસે શું નથી ? એમને જરૂરત છે, તેમને આપીશું તો આપણો આનંદ બેવડાશે. લેનાર કરતાં આપનારને વધુ ઉમંગ અને ચેન મળે છે. સત્ય છે. અનુભવ કરી જો જો.

દિવાળીના પાંચ દિવસ ઉમંગ અને આનંદથી ભરપૂર! બીજે દિવસે નૂતન વર્ષનો પ્રારંભ, જે દિવસે ગોવર્ધન પૂજા અને અન્નકૂટ દ્વાર આપણે મંદીરોમાં ઉજવીએ છીએ. અંતે સહુથી પ્રિય દિવસ 'ભાઈ બીજ' જે ભાઈ અને બહેનના પવિત્ર સંબંધ માટે પ્રસિદ્ધ છે.  જરૂરથી કોઈની આંતરડી ઠારવાના પ્રયાસ કરીએ. નૂતન વર્ષ સહુનું લાભદાયી નીવડે. સહુને નવા વર્ષના અભિનંદન.

નાનપણના એ દિવસો યાદ આવે છે. કેવું નિખાલસ જીવન. ઘરમાં કે મનમાં ક્યાંય કચરો નહી. ખાવું, પીવું અને મોજ માણવી. મન ભરીને ફટાકડા ફોડવા. આજે આ મોંઘવારીના કપરાકાળમાં ઉમરની સાથે એ લપાઈ ગયો. આતંકવાદથી ભરપૂર આ જગમાં હવે નિર્મળ આનંદ અંતર્ધ્યાન થઈ ગયો છે. માનવ તો સ્વાર્થ સભર ત્યારે પણ હતો. કિંતુ પરોપકારની ભાવના કદી કદી ડોકિયાં કરી જતી. કદાચ સંરક્ષિત બાળમાનસ એ બધું પારખી ન શકતું. માત્ર આવીને મળતા સુખમાં મહાલવાની મોજ માણતું. હવે તો એ દિવસો, સ્વપનો, તમન્ના સઘળું ભૂતકાળમાં સરી ગયું. કાળા ગયાને ધોળા આવ્યા. બાળપણ, જુવાની વિતી ગઈ અને શાણપણ, પ્રૌઢાવસ્થાએ ઘર કર્યું.

પ્રભુ કૃપાથી હર્યા ભર્યા ઘરમાં બાળકોના કલશોરથી દિવાળી અતિ સુંદર રીતે ઉજવાય છે. ઘર દિવડા, સાથિયા અને હસીખૂશીથી ઉભરાય છે. ગૌરવવંતા બે બાળકો લક્ષ્મી સમાન પુત્રવધુઓ અને ત્રણ પૌત્ર, બે પૌત્રીઓથી ઘરનું આંગણ ચહકે છે. એક સમય હતો જ્યારે 'હું અને મારું કુટુંબ'માં દુનિયા સમાઈ જતી હતી. આજે 'હું' તો દબાઈ ગયો છે. કુટુંબ ખુશ છે. શામાટે વિસ્તાર વધારી બીજાને પોતિકા ન ગણવા? બહોત ગઈ ને થોડી રહી. આ જીવન દીપ બુઝાય તે પહેલાં પરમાર્થના કાર્યમાં પ્રવૃત્ત થઈ કોઈની આંતરડી ઠારી પ્રસન્ન થવું?

દિવાળી સહુનું ભલું કરે. નૂતન વર્ષની સહુને શુભેચ્છા. આપણા બાળકો પગભર થયા. સુખી છે. દોઊ હાથ ઉલેચીએ વહી સજ્જનકો કામ !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational