Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Drama Action Thriller

4.9  

Kalpesh Patel

Drama Action Thriller

"બ્લૂ કેટ " - ઈટ ઈઝ અવર ડ્યૂટી

"બ્લૂ કેટ " - ઈટ ઈઝ અવર ડ્યૂટી

9 mins
2.7K


-રજૂ કરેલી રચના લખેલા,નામો, પાત્રો, વ્યવસાયો, સ્થળો, ઘટનાઓ અને ઘટના સ્થળ કે સમય ક્યાં તો લેખકની કલ્પનાશીલતાના અથવા કેવળ કાલ્પનિક છે, અને તે રીતે વપરાયેલ છે. વાસ્તવિક વ્યક્તિઓ, જીવંત અથવા મૃત, અથવા વાસ્તવિક ઘટનાઓ સાથેની કોઈપણ સામ્યતા સંપૂર્ણ રીતે યોગાનુયોગ છે/ગણવાનો રહેશે.તેમજ પ્રસ્તુત રજુઆત કોઈ રાજકીય, સામાજિક, ધર્મ કે રિવાજ કે માન્યતા ની રજૂઆત કે સમર્થનથી પર છે.

~

ઈન્ટરકૉમ ઉપર ગુસ્સામાં અને મોટેથી ‘સિક્યોરિટી સેક્રેટરીને હમણાં ને હમણાં જ બોલાવો’ એવું ડોક્ટર સિંઘનું કહેવું સાંભળીને ચબરાક ડેઇઝી સમજી ગઈ કે,મામલો કઈક ગંભીર છે, તેણે તરત સિક્યોરિટી સેક્રેટરી ગુપ્તાજીને ફોન ઉપર જણાવ્યુ કે સાહેબ યાદ કરે છે અને સાહેબ, તમને અર્જન્ટ રૂબરૂ મળવા બોલાવે છે, મેટર સિરિયસ છે.

બે મિનિટના વિરામ બાદ, ડોક્ટર સિંઘને અચાનક તેમની ચેમ્બરમથી બહાર આવી, ગુપ્તાજીને મળવા એમની ચૅમ્બરમાં જતાં જોઈ ડેઇઝીને આશ્ચર્ય થયું જ હતું. સામાન્ય રીતે એક ચીફ મિનિસ્ટ્રિયલ ઓફિસરને જો એનાથી જુનિયરને મળવું હોય તો તેઓ એમની સેક્રેટરી દ્વારા કહેણ મોકલાવીને જુનિયરને પોતાની ચૅમ્બરમાં આવવા જણાવે છે. આ પ્રોટોકોલને નેવે મૂકીને ડોક્ટર સિંઘ જાતે ચાલીને ગુપ્તાજીની ચૅમ્બરમાં આવ્યા એ અત્યંત અજુગતું હતું.

ડેઇઝીને ત્રણ મિનિટ પહેલાં આવેલા ફોનમાં ડોક્ટર સિંઘની પી એમ સાથે થયેલી વાતોના પડઘા ગુંજતા હતા.

મિસ્ટર મિનિસ્ટર, હું ખૂબ જ દિલગીર છું. આપની સલાહ મુજબ મારાથી વર્તી નહીં શકાય. હજુ હમણાં જ ૧૮ સપ્ટેમ્બરે કાશ્મીરમાં આવેલ ઉરી બેઝ ઉપરમારા ૧૯ જવાનોને હું ખોઈ ચૂક્યો છું. અને હવે વધારે ખુવારી ઝેલવાની મારી કોઈ ઈચ્છા નથી. “હું તમારા સૂચન પ્રમાણે પેંટાગોનના ઇંટેલિજન્સના ઇન પુટ ઉપર બેધ્યાન રહી ન શકું. “વી શુડ ટેક એવરી સ્ટેપ્સ તો ક્રેક એનીમી”. આપના કહેવા પ્રમાણે આ ઈન પુટની અવગણના કરવાનું સૂચન નહીં માનીને, આપનું અપમાન કરવાનો મારો બિલકુલ ઈરાદો નથી. ટુ પ્રોટેક્ટ અવર જવાન, આફ્ટર ઓલ, “ઈટ ઇજ અવર ડ્યૂટિ” 

ફોન કોનો આવ્યો હતો? એની ડેઇઝીને જાણ હતી પરંતું તે સ્વભાવે શાંત અને ઠરેલ હતી. કોરિડોરમાં પત્રકારોનો કાફલો હતો, અને સિનિયરોમાં થતી સેંસેટિવ મેટરના વાર્તાલાપની ભડક જો તેઓના હાથ આવે તો બહુ જ મોટો ઝમેલો ઊભો થાય અને અખબારો આ બે ઓફિસર વિશે મનઘડત વાતો છાપે, જેથી ડિફેન્સ મિનિસ્ટ્રીનું નામ બદનામ થાય. તેથી વાતને ફોરમલ બનાવવાના હેતુથી ડેઇઝી પણ સ્ટેનો પેડ લઈ ડોક્ટર સિંઘની પાછળ ગુપ્તાજીની ચૅમ્બરમાં ગઈ.

અંદરનું દૃશ્ય જોવા જેવું હતું.

ડોક્ટર સિંધે, તેમના હાથના પંજા ઉપર વાંકા વળીને એમના શરીરનો સમગ્ર ભાગ ગુપ્તાજીના ટેબલ ઉપર ઠેરવ્યો હતો. ગુસ્સાથી લાલચોળ થઈ ગયેલું એમનું મુખ ગુપ્તાજી તરફ લંબાયેલું હતું. ગુપ્તાજી ખુરસી ઉપરથી ઊભા થઈ ગયા હતા. એમના એક હાથમાં ઈન્ટરકૉમનું રિસીવર અને બીજા હાથનો પંજો ટેબલ ઉપર હતો. ફક્ત હડપચી ઉપરજ નાની દાઢી ધરાવતા ગુપ્તાજીનું શરીર ડોક્ટર સિંઘના અચાનક આવવાથી ભયથી તેમની દાઢીના વાળ સહિત કાંપતુ હોવાને લીધે તેઓ હાલી રહ્યા હતા. એમણે પણ એમના બન્ને હાથના પંજાઓ ટેબલઉપર મૂક્યા હતા અને આખું શરીર ડોક્ટર સિંઘના આદરમાં ઢળેલું હતું. જો ટેબલ ખાસ્સું એવું પહોળું ન હોત તો કદાચ આ બન્નેનાં મોઢાં એકબીજા સાથે ટકરાત.

‘સર, શું થયું, છે? હું જસ્ટ આ ફોન પતાવી આવતોજ હતો તમારી પાસે.

અરે ગુપ્તા,‘આ જો, પોલિટિશિયનો કેવા છે ? અમેરિકન ઇંટેલિજન્સના ઇન પુટ ઉપર આંખ આડા કાન કરવાનું કહે છે, બોલ આપણે તેમ કરી શકીએ ખરા ? શું આપણેને કોઈ અધિકાર છે, આપણાં જવાનોની જિંદગી સાથે ખેલવાનો ?

‘વ્હૉટ?’

‘હા…’

તે લોકો આપણને મિસ્ટર જેમ્સ બોન્ડે પેંટાગોનની આપેલી ઇન્ફોર્મેશનને અવગણવાનું કહે છે !

‘હું જો તેમનું કહ્યું નહીં માનું તો મારી સામે ફતવો બહાર પાડવામાં આવશે અને કદાચ મારૂ જીવવું પણ ભારે થઈ પડશે, આને કઈ ચેતવણી કહેવાય ? પણ ગુપ્તા હું તે લોકોની કોઈ ધમકીથી ગભરાઈ જાઉં એમ નથી. ખાતાકીય ડેકોરમને બાજુએ મૂકી, નૈતિક ફરજ જાળવવા હેતુથી હું અહીં તારી પાસે આવ્યો છું ? તું અત્યારેજ ઓફિસમાથી નીકળી સત્વરે તારી ટીમને “મિસ્ટર જેમ્સ બોન્ડની સાથે મોકલી આપ, અને તે ખતરનાક કાવતરાનો પરદો ચીરી નાખ’, તને અંગે, હું તને બધા પાવર આપું છું.

ડોક્ટર સિંઘનો ગુસ્સો હજુ શમ્યો નહોતો. મગજ ફાટફાટ થતું હતું. જો આ સમયે કોઈ એને જરાક પણ છંછેડે તો તેઓ કદાચ છંછેડનાર વ્યક્તિને તમાચો પણ મારી બેસે એટલી હદનો રોષ એના મનમાં ભભૂકતો હતો.

ડેઇઝીએ ગુપતાજીના ટેબલ ઉપર મૂકવામાં આવેલ પ્યૉર હિમાલીયન ગંગા વૉટરની બાટલી ખોલીને બાજુમાં રહેલ ખાલી ગ્લાસ એમાંના પાણીથી ભર્યો અને ડોક્ટર સિંઘને એ ધર્યો. ડોક્ટર સિંઘ કંઈ પણ બોલ્યા સિવાય એ ગ્લાસમાંનું બધું જ પાણી ગટગટાવી ગયા. ત્યાર બાદ ડેઇઝીએ બંનેને એકલા છોડી ગુપ્તાજીની ચેમ્બરમાંથી નોટ પેડ લઈ સામાન્ય હાવભાવ સાથે બહાર આવી.

હવે વાત એવી હતી કે ખ્યાતનામ સિક્રેટ એજન્ટ જેમ્સ બોન્ડ, આજકાલ એવરેસ્ટ આરોહણ માટે ઈન્ડિયા આવેલા હતા, અને તેઓ અને તેમનો રસાલો એવરેસ્ટને માર્ગે હતો ત્યાં એમને અમેરીકી પેંટાગોનના ગુપ્તચર વિભાગનો ફોન આવ્યો કે xxxxઅક્ષાંશXxxxx રેખાંશ નોર્થે ચીન ભારતની સિયા ચીન બોર્ડર ઉપર કોઈ જાસૂસી પ્રક્રિયાના ભાગ રૂપે મોટું ઇન્ફ્રા સ્ટચર ઊભું થઈ રહ્યું છે. તેને ધ્વંશ કરવાનું છે,આ સમગ્ર મિશન “બ્લૂ કેટ’ ના નામે પર પાડવાનું હતું. અને તે અંગે ડિફેન્સ સેક્રેટરીને મિસ્ટર બોન્ડે ઈન પુટ્સ આપેલા હતા અને આ મિશન ફિક્સ કરવા કુમક અને એમ્યુનેશન મંગેલા હતા,પરંતુ પીએમઓ થી તે અંગે મંજૂરી નહતી મળી. અને જવાનોની જિંદગીના રક્ષણ માટે ડોક્ટર સિંઘ આ મિશનને અંજામ આપવાના મતના હતા. તેથી ગુપ્તાજીને મૌખિક ઓર્ડર કરી, શક્ય તેટલી બધી મદદ પૂરી પડી અમેરિકી સિક્રેટ એજન્ટ જેમ્સ બોન્ડની રાહદારી હેઠળ કામ કરવાની સૂચના આપી પોતે બહાર આવ્યા.

ગુપ્તાજીએ ત્રણ કમાન્ડો, રમેશ, મુસ્તાક, અને જોહન ને સત્વરે તેડાવ્યા, આ ત્રણ તેમના ચહિતા કમાન્ડો હતા. કેમ ના હોય ? આ ત્રણેય જીવતા યમથી કમ નહતા. તેઓ દરેક જાતના વેપન- હથિયાર સહેલાઇથી વાપરી જાણતા હતા. કમાન્ડો રમેશ ચાકુ, લાઠી, હાથ- પાઇ, પટ્ટાબાજી જેવી પ્રાચીન લડાઈની પ્રણાલીમાં માહિર હતો, તો કમાન્ડો મુસ્તાક કુંગ-ફૂ, કરાટેમાં બ્લેક બેલ્ટ ધરાવતો હતો.અને કમાન્ડો જોહન, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં ઉસ્તાદ હતો. દેખીતા આ ભારત સરકારના ત્રણ જવાન કોઈ પણ દેશની ત્રણ પૂરી બેટાલિયનને ભારે પડે તેવા હતા. ગુપ્તાજી આ ત્રણેયને અને પરિસ્તીથી વાકેફ કરી, ડોક્ટર સિંઘ સાહેબનો ભરોશો યથાવત રહે તેવી કામગીરી કરવાના સૂચન સાથે નેનીતાલ એરબેઝથી તે લોકોને શેરપાના વેશમાં મિસ્ટર બોન્ડના જીપીએસ લોકેશન ઉપર રવાના કરાવ્યા.

બરાબર બે કલકની મુસાફરી પછી ગુપ્તજીએ આપેલા જીપીએસ લોકેશન ઉપર પહોચ્યા ત્યારે મિસ્ટર બોન્ડ પહેલેથી ગ્રાઉંડ ઉપર હાજર હતા, તેઓએ લેસર ગનથી સિગ્નલ આપતા ત્રણેય જવાનો પેરેશુટથી ત્યાં ઉતરી ગયા. અને મોકો જોઈ, મિસ્ટર બોન્ડના રસાલા ભેળા ભળી ગયા. મિસ્ટર બોન્ડે ત્રણેયને વારા ફરતી મળી, તેઓનો પરિચય મેળવી લોધો. ત્યાર પછી એક જગ્યાએ મિસ્ટર બોન્ડે તેમના પગે ઠોકર વાગી હોય તેમ ચીસ પાડી રસ્તામાં બેસી ગયા,અને રસાલાના માણસોને કહ્યું કે બે ત્રણ માણસો રોકાય, અને બાકીના આગળના પડાવે પહોચે, હું પાછળથી રોકાયેલા માણસોની સાથે ધીમે ધીમે આવું છું.

રસાલાની રવાનગી પછી,મિસ્ટર બોન્ડે રમેશ, મુસ્તાક, અને જોહનને પાસે બોલાવી જણાવ્યુ. આજકાલ ચીનની મુરાદ મહાસત્તા બનવાની છે. ચીનની વિસ્તારવાદની લાલસા ચરમ સીમાએ છે. આ વાતથી આખું યુરોપ અને ઓસ્ટ્રેલીયા પરેશાન છે. પણ કોઈ ખૂલીને અમેરીકાને સાથ આપતું નથી.મિસ્ટર બોન્ડે અહીથી બે કિલોમીટર દૂર આવેલી એક ભેદી ભેદી ટનલના ફોટા બતાવ્યા, અને જણાવ્યુ કે તે ટનલ વાસ્તવમાં ચીનનું મોટું જાસૂસી કેન્દ્ર છે. ચીન અહી પાકિસ્તાનનાં બે રોજગાર યુવાનોને હથિયારોના ઉપયોગ, તેમજ અવનવા નાના-મોટા હેન્ડ બોમ્બ બનાવવા, અને તેને કેવી રીતે ગોઠવવા તેમજ ફોડવા તે શીખવાડી, આમ સમાજમાં ભયનું વાતાવરણ ફેલાવવાની ટ્રેનીંગ આપેછે. આ ટનલ સમગ્ર એશીયાનું હથિયારોનું મોટું સ્ટોરજ પણ છે. વધારામાં મળતી માહિતી પ્રમાણે કોઈ પણ દેશના ઉપગ્રહને તોડવા માટે, ચીન અહી મોટી લેસર ગન સ્થાપી રહી છે... આટલું બોલી મિસ્ટર જેમ્સ બોન્ડ એકા-એક મો ઉપર આંગળી રાખી ચૂપ થઈ ગયા, અને બાજુની ઝાડીમાથી એક ચાર ફૂટ ઠિંગણાને કોલરથી પકડી ખેચી લાવ્યા અને રમેશને હવાલે કરી દીધો, જેમ્સ બોન્ડ બોલ્યા આ શેતાન કીડો, ક્યારનિય આપાણી વાતો સાંભળી રહ્યો હતો, રમેશ, તું તેની દવા કાર. રમેશે પળના વિલંબ વિના તેના લોખંડી સાણસાં જેવા હાથથી તે શેરપાનું ગળું ચીપિ નાખ્યું હતું. એકાએક બની ગયેલી આ ઘટનાની કળ વળતાં, મિસ્ટર બોન્ડે “મિશન બ્લૂ કેટની” આગળની કડી વિષે વાત આગળ ધપાવી.,એવું નક્કી થયું કે આવતે અઠવાડિયે અમાસના સમયે જ્યારે ચંદ્ર પ્રકાશની ગેરહાજરી હોય ત્યારે મિશન “બ્લૂ કેટના મિશનને” અંજામ આપવો.

ત્યાર પછીના પાંચ દિવસો રમેશ, મુસ્તાક, અને જોહન માટે બહુ કપરા રહ્યા. મિસ્ટર બોન્ડની રાહબરી હેઠળ અંગ કસરતના દાવ અને વજન સાથે થકવી નાખે તેવી દોટની ટ્રેનીંગ ચાલી, અને પાંચમા દિવસની રાત્રે એવું નક્કી થયુકે, જોહન આવતી કાલે યેન કેન પ્રકારે ટનલમાં ઘૂસી જાય, અને તેનાથી શક્ય હોય તેટલું ટનલના સંચાલનમાં વિક્ષેપ પડે તેવી ભાંગફોડ કરે, અને બે દિવસ પછી, તેના તરફથી ઈશારો મળે, એટલે મિસ્ટર બોન્ડની આગેવાની હેઠળ, રમેશ અને મુસ્તાક ટનલમાં આવે ત્યારે ચારેય ભેગા મળી ફાઇનલ હુમલો કરી મિશનને અંજામ આપવો.

બીજે દિવસે વહેલી સવારે જોહને એક અલમસ્ત ગધેડું લીધું, અને રસાલાના કિચનમાથી ચાર મરઘી ઉપાડી, આ ખીણ વિસ્તારમાં ભૂલો પડ્યો હોય તેમ તે ચીની ટનલ પાસે ટહેલતો હતો. ટનલના ચોકીદારોની બાજ નજરે તેને પકડી પડ્યો. તેઓ તેને ઉપરી અધિકારી પાસે લઈ ગયા. જોહને ગભરાટ અને ઉત્તેજના ભરેલ સ્વરમાં તિબેટીયન ભાષામાં કહ્યું, કે અહીં તેના રસાલાથી વિખોટો પડી ભૂલો પડી ગયો છે. અને બે દિવસથી ખાધું નથી. આમેય આ વિષમ પહાડી વિસ્તારમાં મજૂરોની ખોટ હતી એટલે બે ટંક ખાવા મળશે, તે શરતે તેને ટનલમાં એન્ટ્રી મળી ગઈ.બહારથી અવારું લગતી આ ટનલના બીજે છેડેની દુનિયા અજીબ હતી, અહી ચારે બાજુ અસંખ્ય સોલર પેનલો લગાવેલી હતી અને વીજળીથી ચાલતા વાહનોની ભરમાર અને સેકડો માણશોની ચહલ પહલ હતી.

બીજે દિવસે સવારે આંખ ખૂલી ત્યારે ટનલ પાસે દેકારો બોલી ઉઠી ગયો હતો, જોહને જોયું, તો રમેશ અને મુસ્તાક, મિસ્ટર બોન્ડને હાથે પગે દોરડાથી બાંધી ટનલ પાસે હતા. મિસ્ટર બોન્ડનું મસ્તક નમેલું હતું તેમનાં હાથમાં એક ટ્રાન્સ મીટરનું લાંબા એરિયલવાળું બોક્સ હતું. જોહનને નવાઈ લાગી આ લોકો કેમ વહેલા આવી ગયા?. પણ તેને મિસ્ટર બોન્ડની સ્કિલ પ્રત્યે ભરોસો હતો, આદર હતો, એટ્લે કોઈ મોટી ચિંતા નહતી. ત્રણેયને પકડી કર્નલ પાસે, ટનલના ચોકીદારે રજુ કર્યા ત્યારે. રમેશે આબાદ અભિનય સાથે તિબેટીયન ભાષામાં જણાવ્યુ કે “માનયોર અમે અહી ઢોર ચરાવતા હતા ત્યારે આ ભાઈ તેમના હાથ રહેલ ડબ્બા સામે મોટેથી કઈ બોલી રહેલા હતા. કર્નલે વધી કઈ સાંભાળવાની દરકાર કરી નહી. કર્નલે ચોકીદારને મિસ્ટર બોંડને સ્ટોરેજ પાસેની ઓરડીમાં કેદ કરવા હુકમ આપી રૂટિન રાઉન્ડ માટે રવાના થયો. એકલા પડેલા રમેશ અને મુસ્તાક, જોહનને મળ્યા અને જણાવ્યુ કે પ્રોગ્રામમાં ફેરફાર થયો છે છેલ્લી માહિતી પ્રમાણે આવતી કાલે સવારે દારૂગોળા અને હથિયારોનો મોટો જથ્થો આકાશ માર્ગે હેલિકોપ્ટરથી ટનલમાં આવી રહ્યો છે.

જોહન ટનલમાં નવો હતો કોઈ સ્પેસિફિક કામ હજુ આપેલું નહતું, તે ગઇકાલે આખો દિવસ અને આજે પણ સાંજ સુધી ટનલમાં ફર્યો હતો, તેની અનુભવી આંખે વિચર્યું, કે જો આ સોલર પેનલનો પાવર ટ્રીપ થાય તો જ ટનલ ઉપર મોટી ચોટ પડી શકે તેમ છે. તેને ધર્મના કામમાં ઢીલ શેની ? વિચારી તેજ રાત્રે સોલર પેનલની પાવર લાઇનને ચેઇન રી એક્શન આપી પવારને સ્ટોરેજ બેટરીમાં આવતો રોકી, સોલર પેનલોમાં ફરતો કરી નાખ્યો. વધારામાં તેની શેતાની ખોપરીમાં એક અવળો વિચાર સ્ફૂર્યો. તેણે અમુક સોલર પેનલોનો જનરેટ થતો પાવર ટનલ પાસેના મેદાનમાં આવેલા લોખંડના હેલી પેડ સાથે કાનેક્ટ કરી દીધો. જેથી હેલિકોપ્ટર આવે અને જેવુ લેન્ડ થાય કે તરત તેનું કામ તમામ થાય. રાત્રિએ પાવર પેનલોનું વીજળી જનરેશનનું કામ બંધ રહેતું હોવાથી,જોહનને આ કામમાં એકંદરે સુવિધા રહી હતી તેનું કામ આસન થઈ પડ્યું હતું. કામ પતાવ્યા પછી આખા દિવસની રઝળપાટથી થાકી સૂઈ ગયો.

તે દિવસે રાત્રે અજીબ ઘટનાક્રમ ચાલ્યો. આખી રાત વારે વારે ટનલમાં સર્વેલન્સની સાયરનો વાગતી, અને ચોકીદારો ચેકીગ માટે ટનલ ખૂંદી વળતાં પણ કઈ હાથ આવતું હતુ નહી. હકીકતમાં મિસ્ટર બોન્ડ અને મુસ્તાક સેટેલાઈટની મદદથીથી ટનલની સર્વેલન્સની સિસ્ટમ હેક કરીને વારે વારે સાયરનો વગાડી ચોકીદારોને થકવી દેતા હતા.

સવારે આંખ ખૂલી ત્યારે જોયુ તો એક મોટું કાગો હેલોકોપ્ટર ટનલમાં ઉતરી રહ્યું હતું. જોહન મનોમન ઈશુને પ્રાર્થના કરી રહ્યો હતો કે હેલિકોપ્ટર લોખંડના હેલી પેડ ઉપર ઉતરે તો સારું. અને થયું પણ તેવું. હેલિકોપ્ટર તે લોખંડના હેલી પેડ ઉપર ઉતર્યું. પણ આ શું ? હોલિકોપ્ટર સહી સલામત હતું. તેનો વાળ પણ વાંકો થયો ના હતો.જોહન મનો-મન વિચારી રહ્યો હતો કે આમ કેમ થયું ?. ત્યાં તેને ટનલના કર્નલને હેલિકોપ્ટરને રિસીવ કરવા જતાં જોયો, અને તરત ખ્યાલ આવ્યો કે હેલિકોપ્ટરને ગ્રાઉંડ મળતું નહતું, જે હવે કર્નલ, ખુદ તેના હસ્તે આપવા જઇ રહ્યો હતો. અને જોહનથી મનોમન બોલાઈ ગયું “વંદે–માતરમ”. હજુ જોહનના મનમાં તે નારાનો પડઘો સમે તે પહેલા, હેલી પેડ ઉપરના હેલિકોપ્ટરના ધડાકા સાથે ફુરચા ઊડી ગયા હતા. સ્ટોરેજ બેટરીમાં નવો પાવર આવતો બંધ હોવાથી ટનલની એક પાછો એક ઓપરેટિંગ સિસ્ટમો બંધ થવાની ચાલુ થઈ ગઈ હતી. અચાનક બનેલી ઘટનાથી ટનલમાં અંધા-ધૂધી અને ભયનું વાતાવરણ ઊભું થતાં, લોકોમાં ભાગ દોડ મચી ગયી હતી,.

આ બાજુ મિસ્ટર બોન્ડે કેદમાંથી છટકી કંટ્રોલ રૂમના સર્વરના ડેટા તેમની પાસે રહેલી હાર્ડ ડ્રાઈવમાં ટ્રાન્સફર કરી, ક્લાઉડ મારફત પેંટાગોન મોકલી દીધા હતા. અને કંટ્રોલ રૂમના કોમ્પુટરોમાં પેન બોમ્બ મૂકી બાહર આવી પોતાની પાસે રહેલા બધા ગ્રેનેડ એક પછી એક કરતાં ચારે બાજુ મહત્વની જગ્યાએ વેરી, મેદાનમાં રમેશ, મુસ્તાક અને જોહન પાસે આવ્યા ત્યારે, ટનલના સ્ટોર રૂમ, કંટ્રોલ રૂમમાં આતશબાજી ચાલુ થઈ ચૂકી હતી. ચારેય ઉત્તેજનાથી અવિરત ફૂટતા- ફાટતાં આ ભીષણ દારૂગોળાથી અવાક હતા, તે વખતે મિસ્ટર બોન્ડે પેંટાગોનના સ્ત્તાધીશોને થમ્સ-અપનું ઇમોજી અને “ બ્લૂ કેટ’ નાવ ક્રેસ્ડનો સકસેસફૂલી”નો મેસેજ મૂક્યો ત્યારે,વોશિગટનમાં રાત્રિના બરાબર બાર વાગ્યા હતા, અને અમેરિકામાં, સૂરજ એક નવા દિવસના માર્ગે હતો ત્યારે અહીં બપોરના બાર વાગે ચીનના બાર વાગી ચૂક્યા હતા. ચીનની ટનલમાં આજની બપોરે એક લાંબો સમય ચાલે તેવી રાતનો આરંભ થયેલો હતો, તેનો અંધકાર હવે ચીન ને ગૂંગળામણ કરાવાનો હતો.

...નોર્થ બ્લોકમાં દિલ્હી ખાતે પી એમ ઓફિસમાં વોશોગ્ટનથી યુ એસ પ્રેસિડેંટનો ફોન હતો, બધા સેક્રેટરીએટ મૂંઝાતા હતા, શેના માટે ફોન આવ્યો હશે ? શૂન્ય મગજે પી એમ સાહેબે, જ્યારે ફોન રિસીવ કર્યો,ત્યારે સામે છેડેથી અવાજ આવ્યો, “ થેન્કયુ મિસ્ટર પી એમ, ફોર યોર એક્ટિવ સપોર્ટ, વી કૂડ નોટ સકસિડ વિધાઉટ યોર હેલ્પ “ માય ગવર્મેન્ટ વિલ ઓલવેઝ રિમેમ્બર યોર ધીસ એક્ટ” પી એમ સાહેબ શું જવાબ આપવો તે વિચારી રહ્યા હતા ત્યાં તેમની નજર પી એમ ઓફિસમાં દાખલ થતાં સિક્યોરિટી સેક્રેટરી શ્રીમાન ડોક્ટર સિંઘ ઉપર પડી અને, પી એમ માં મુખમાંથી બોલાઈ ગયું ‘ઈટ ઈઝ અવર ડ્યૂટી’ યોર એક્સેલન્સી, પ્રેસિડેંટ સર.


Rate this content
Log in

Similar gujarati story from Drama