Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Inspirational Children

4  

Zalak bhatt

Inspirational Children

વનરાજ

વનરાજ

2 mins
287


જંગલમાં એક સિંહ રહેતો હતો. તે જંગલનો રાજા હતો. રોજ સવારે તે શિકાર પર નીકળતો હતો. એક દિવસ એવું થયું કે સામેથી એક હાથી આવતો હતો અને આ એ જ હાથી હતો જેણે અગાઉ સિંહને સૂંઢથી પકડીને પટક્યો હતો. તેથી જ સિંહ ડરી ગયો. કેમકે,તે હવે વયોવૃદ્ધ થઈ ગયો હતો તેથી હાથીનો સામનો કરી શકે તેમ ન હતો. એટલે તે ત્યાંથી બીજા રસ્તે ચાલતો થયો.ને આ રસ્તે આગળ જતાં તેને પોતાનો ફ્રેન્ડ શિયાળ મળ્યું.ને સિંહ તેને જોઈ ખુશ થયો અને બોલ્યો કે મિત્ર હવે, હરરોજ આપણે મળીને શિકાર પર જઈશું. આ સાંભળીને શિયાળ તો ખુશ થઈ ગયું. પોતાના સ્વભાવ મુજબ તે સિંહ ની ખુશામદ કરવા લાગ્યું.

હરરોજ હવે,સિંહ અને શિયાળ સાથે શિકાર પર જતાં અને સિંહ જમીને જે છોડી દેતો તેનાથી શિયાળના પરિવાર નું ભોજન ભી થઈ જતું. ધીમે -ધીમે શિયાળને પોતાના પર ગર્વ થવા લાગ્યો કે આ જંગલનો રાજા ભી મારી સાથે શિકાર પર આવે છે.ને શિયાળ પોતાને સિંહ કરતાં પણ તાકતવાન સમજવા લાગે છે. જંગલમાં જ્યાં -ત્યાં ભૂખના હોવા છતાં શિકાર કરતું રહે છે.ને જંગલના નિર્દોષ પ્રાણીઓને હાનિ પહોંચાડતું રહે છે.ને કહેતું ભી હોય છે કે ભવિષ્યમાં જંગલનો રાજા હું જ છું. સિંહ તો શિકાર કરીને પોતાની જ ગુફા પાસે ચક્કર લગાવતો તેથી આ વાત ની તેને જાણ પણ ન હતી.

જંગલમાં એક વાંદરો હતો જે જંગલ ની વચ્ચે આવેલાં આંબાના ઝાડ પર રહેતો હતો.ને સિંહનો ગુપ્તચર ભી હતો. શિયાળ દ્વારા કરવામાં આવતો અન્યાય તે સિંહને સંભળાવે છે. ત્યારે સિંહ વાંદરાને એક યોજના બતાવે છે.ને એ યોજના મુજબ જ્યારે,શિયાળ રોફથી સૌ ની સામે આવવા જાય તે જગા પર હાથીઓ નું ઝુંડ સામે આવે છેને શિયાળ પાછું ફરે છે તો પાછળ તો સિંહ હોય છેને તે પણ યુવાન! શિયાળ આશ્ચર્યમાં પડે છે કે મહારાજ!ને ત્યાં જ મહારાજ બાજુમાંથી આવે છે. બોલો,મિત્ર હવે જંગલનો રાજા કોણ છે ? શિયાળ ધ્રુજતું-ધ્રુજતું બોલે છે મહારાજ આપ જ રાજા છો. મારી ભૂલ થઈ ગઈ.

પછી,સિંહ પોતાના પુત્રનો પરિચય આપે છે. કે હવે,મારી જગા પર મારો પુત્ર શાસન કરશે.ને શિયાળને કહે છે હા,મિત્ર તે દિવસે હું હાથીને જોઈ ભાગ્યો એ મારી કમજોરી નહોતી પણ,તારા મનને જાણવાની યોજના હતી.ને એ યોજના આજ સફળ થઈ છે. હાથી એ જે સિંહને પટક્યો હતો તે તો આપણાં વિરુદ્ધ પક્ષનો હતો. જો તારી દુર્ભાવના છોડી દે તો આ જંગલમાં તું રહી શકે છે નહીં તો. . . . . .

સિંહ પૂરું બોલે તે પહેલાં જ શિયાળ નમી જાય છેને હવે આવી ભૂલ નહિ થાય નું વચન દે છે. તો જોયુંને મિત્રો કે મિત્રતામાં કદિ પણ સ્વાર્થ ભાવના હોવો જોઈએને વાનર જેવી પ્રામાણિકતા રાખીએ તો આપણે મોટા લોકો ભી તમારા મિત્ર બની શકે છે.ને હરકોઈને માન આપવું જોઈએ ભલે તેઓ વયોવૃદ્ધ હોય પણ ચાતુર્ય તથા અનુભવમાં એ આપણાંથી ઘણાં આગળ હોય છે. વનરાજ આખર વનરાજ હોય છે ખરુંને ?



Rate this content
Log in

Similar gujarati story from Inspirational