Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shakti Pandya

Tragedy Inspirational Thriller

4.9  

Shakti Pandya

Tragedy Inspirational Thriller

ચમકારો!

ચમકારો!

7 mins
597


ઓહો.....હો! મેં તો ખબર નહીં પાછલા જન્મમાં કેવા કર્મ કર્યા હશે તે આ ઘર મા ફસાઇ ગઈ! માણસો કેવા મોજ શોખ પુરા કરી હાઈ-ફાઈ જીવન જીવતા હોય અને આપણે કેવું ફટીચર જેવું જીવન જીવીએ છીએ. ક્યારેક તો એવા વિચાર આવી જાય છે કે આ બે છોકરા ને મારીને હું પણ મરી જાઉં!


જીવગઢ નામના આ ગામ મા "જય" એની પત્ની "જયા" અને એમના ઉમરમાં નાના દિકરા દિકરી જોડે ભાડાના ઘરમા રહેતા હતા! જય એક પ્રાઈવેટ કંપનીમાં વીસ હજારના વેતન પર નોકરી કરતો હતો. પત્નીના આવા શબ્દો એને રોજ સાંભળવા મળે! જય જયા ને જવાબમાં એટલું જ કહેતો કે," જો જયા, ભગવાને હર એક વ્યકિતને એની લાયકાત પ્રમાણે આપ્યુ છે! ને આમે હું કામ કરીને વીસ હજાર રુપિયા તો કમાઉ છું જે આપણા પરિવારના ભરણપોષણ માટે પુરતાં જ છે ને!"


જયા જવાબ આપતા બોલી,"વાહ, બોલો તો જાણે એમ છો કે પગાર વીસ હજાર નહી વીસ લાખ હોય! ને ભાષણ આપવાનાં એટલાં શોખ હોય ને તો રાજકારણમાં જોડાઇ જાઓ. મને તમારા ફાલતું ભાષણ સાંભળવાનો શોખ નથી. આપણા પડોશમાં રહેતા શીતલ બેન અને રમણીક ભાઈ ને જોજો! કેવું સરસ જીવે છે. ઘર,ગાડી દર-દાગીના પૈસો બધુજ છે ને આપણે જાણે વાઘરા જેવું જીવન! હટ....તમે તો છે ને પૈસા આવે ત્યારે બોલજો મારી સામે! સમજી ગયાં ને?


જય:- "જયા, બીજાની દેખા-દેખી કરીને આપણાં પગ પર કહુડો ના મરાય. તું ક્યારેક કોઈ ઝુંપડીમાં રહેતા ગરીબોને તો જોઈ જોજે! ત્યારે સમજાશે તને કે ભગવાને આપણ લને ઘણું બધું આપ્યુ છે! બીજાના મહેલ જોઈશ ને તો દુ:ખ અને પીડા સિવાય કાંઈ હાથ નહી લાગે."


જયા:- "તમે છે ને મગજનું દહી ના કરો તમારું કામ કરો!" એટલું કહી જયા બાજુવાળા શીતલબેનના ઘેર દરવાજો પછાડી વીફરેલી સિંહણની જેમ ચાલી ગઇ!


જય બિચારો ઉદાસ થઈ બેસી ગયો ખુરશી પર! સાંજના સમય જય ગામમાં રામજી કાકાની ચા ની હોટલ પર ગયો! જય હોટલ પર જઈને બાકડા પર બેઠો અને રામજી કાકા ને કહ્યુ,"કાકા, ચા પાવો!" રામજી કાકાએ જય ને ગરમા ગરમ ચા નો કપ ભરી આપ્યો અને પુછ્યુ,"કેમ જયલા,આજ ઘરે ચા નથી મળી તે અહીયા ચા પીવા આવ્યો!


જયઃ- "ના,ના કાકા! એવું નથી આતો તમારી ચા પીવાની ઇચ્છા જાગી તો આવી ગયો!" જયે ઘરની વાત છુપાવતા જવાબ આપ્યો.

રામજી કાકા:- હા, હા પી ને બેટા!


જયે ચા ની ચુસ્કી મારી ને અંદર ઉકડતી પીડા ને શાંત કરી ને હાશકારો અનુભવ્યો. જય ચા પીતો હતો ને થોડીવારમાં ત્યા એના મિત્રો, અક્ષય અને તીર્થ આવ્યા. બંને જણાએ જય નું મોઢું જોઈ પુછ્યુ,"કેમ ભાઈ જય ઉદાસ મોઢું કરીને બેઠો છે, શું થયું છે? કામ પર નથી આવું નાઇટડયુટી છે આજ! યાદ છે ને?


જયઃ- "હા, ભાઈ યાદ છે! હું કાંઈ ઉદાસ નથી. કામ પર આજ નહીં આવી શકું! મને કાલે અંગત કામ થી શહેર તરફ જાઉં છે. કામ પતાવી ને બીજે દિવસે નોકરી પર આવી જઈશ! તમે લોકો પહોંચો, અને હા, સર ને કહી દેજો મારુ આજે ઓફ છે, તો ડ્યુટી પર નહી આવી શકુ!"


બન્ને મિત્રો જયને હુકારો ભરી કામ પર જવા નીકળી ગયા અને જય ઘેર આવી વહેલાં વહેલાં જમીને સુવા જતો રહ્યો!


સવારના ૭ વાગ્યામાં જય ઉઠ્યો. નાહી-ધોઈ,ચા-નાસ્તો કરીને જયા ને કહ્યુ,"હું કામથી શહેર જાઉં છું. બપોરનું જમવાનું ના બનાવીશ. હું સાંજ સુધીમાં પાછો આવી જઈશ."


જયા આદત મુજબ બોલવા લાગી,"હા જાઓ,જાઓ સાહેબ! તમારા તો મોટા વેપાર છે ને શહેરમાં જઈ આવો ભલે! હાલ્યા આવ્યા, શહેરમાં જઈને મોટા તીર મારવા! લડો લડો જાઓ! 


જય બિચારો ફિકુ મો કરી જયા ને હાથ જોડી ને "જય શ્રી ક્રિષ્ના" બોલી બાઇક સ્ટાર્ટ કરી શહેર જવા નીકળી ગયો.

ગામથી શહેરનું અંતર અઢી કલાક જેવું હતું. જય ૧૧:૩૦ વાગ્યે શહેર પહોંચ્યો. પોતાનું કામ પતાવ્યું ને થોડો નાસ્તો કર્યો. બપોરના ૨ વાગી ગયા હતા. જય મંદિરે જઈને દર્શન કરી ને મંદિરનાજ ઓટલા પર બેસીને ઉંડા વિચારોમાં ખોવાઈ ગયો! એવા વિચારોમાં ખોવાયો કે સાંજના પાંચ ક્યારે વાગી ગયા એની જય ને ખબર જ ના પડી! જયએ બાઈક સ્ટાર્ટ કરી ગામ તરફ પાછો જવા નીકળી પડ્યો. શહેરથી આગળ જતા જ ને બાઈકમાં પંકચર પડયું. જય થાકેલો પાકેલો બાઈકને પાઢીને પંકચરની દુકાન પર પહોંચ્યો! સમય તરફ જોયું તો ૭ વાગી ચુક્યા હતા. જય પંકચર કઢાવીને ગામ તરફ રવાના થયો. ધેર પહોંચતા પહોંચતા મોડુ થઈ ચુક્યુ હતું. ઘરનો દરવાજો ખાલી આડો કરેલો હતો! જયા અને બન્ને છોકરો સૂઈ ગયાં હતા. જય થાકેલો પાકેલો હોઈ એણે ફક્ત મટકામાથી પાણીનો ગ્લાસ ભરી પી લીધો ને ગાઢ નિદ્રા આવતી હોઈ સૂઈ ગયો!


૧૧ મહીના વીતી ચુક્યા હતા. પણ જયના જીવનમાં એનુ એજ હતું. જય અંદર ને અંદર દુ:ખી રહ્યા કરતો ના જાણે એના દિમાગમાં કેવી વાતો ચાલતી હશે! શનિવારના દિવસે અક્ષય અને તીર્થ રામજી કાકાની હોટલ પર ડ્યુટી પરથી આવીને ચા પીતા હતા. કાલ રવિવાર હોઈ બન્ને જણે અક્ષયની વાડી પર ખારીભાત, પરોઠાની પાર્ટીનું આયોજન કર્યુ! અક્ષયે તીર્થને કહ્યુ,"જય ને કોલ કરી ને કહી દે આજે વાડી પર પાર્ટી કરીશું ખારીભાતની! 

તીર્થ:-"હા, કરું છું કોલ."

તીર્થ ફોન કાઢી જય ને કોલ કરી પાર્ટી વિશે કહ્યુ.

જયે કહ્યુ,"ના ના ભાઈ તમે પ્રેમથી પાર્ટી કરો હું નહી આવી શકું મને કામ છે!


તીર્થ:-"પણ ભાઈ કામ તો રોજ રહેવાના કયારેક આપણા માટે પણ ટાઈમ કાઢીએ!"

જય:-"ભાઈ નથી ચાલવું મારે પ્લીઝ! તમે જઇ આવો."

તીર્થ:- "ચલ સારું, રાખું!"

તીર્થએ અક્ષય ને કહ્યુ,"ભાઈ જય નહી આવી શકે. આપણે બન્ને જમાવટ કરશું?"

અક્ષય:-"હા, સારુ લે!"


અક્ષય અને તીર્થની વાતો સાંભળી ને રામજી કાકા બોલ્યા,"ઓ...હો! કાંઈક સારા સમાચાર લાગે છે તે પાર્ટીનું આયોજન કર્યુ છે. ક્યો તો ખરા મને સારા સમાચાર!" ઉત્સુકતાથી કાકો બોલ્યો!


અક્ષય:-"ના રે ના રામુ કાકા! એવું કશું નહી. આતો એમજ ઇચ્છા થઇ એટલે ને આમે વાડીમાં દેશી ચુલા પર બનેલી ખારીભાત, દેશી ઘી થી લથબથ પરોઠા ને ઠંડી છાશ ખાઈ પી ને ખાટલા પર બેસીને ગપ્પા મારવાની મજા જ કંઇક અલગ છે!"


રામજી કાકા હસીને બોલ્યા,"હા, એ ખરું એમા ના નહી! એ ચાલો ચાલો મને પણ બાજુના ગામે મારા મિત્રને ત્યા જમણ છે મને પણ ત્યા પહોંચવું છે. હોટલ વધારુ હવે! તમને કાંઇ જોઈએ છે હવે?"

અક્ષય:-"ના ના કાકા! આ લો ચા નો હિસાબ, ચલો જઇએ અમે પણ. રામ રામ કાકા!

રામજી કાકા:-"એ રામ રામ!"


એજ દિવસની રાત્રે! ગામની સીમમાં અંધારિયા રસ્તા પર રાત્રે દોઢ વાગ્યે એક લાશ પડી હતી. દુર દુર કુતરાઓ ભસી રહ્યા હતા અને એક વ્યકિત જાણે અજાણ્યે એ રસ્તા પર ચાલી રહ્યો હતો. ત્યા કેમ હતી લાશ? કોણ હતી એ વ્યકિત? ત્યાંજ અચાનક....એ વ્યકિતની નજર લાશ પર પડી! તે લાશ તરફ જઈને આજુ બાજુ જોવા લાગ્યો. તેની નજર દુર પડેલી ટુટી ગયેલી બાઈક પર પડી ને સમજી ગયો કે આ ભાઈનું જોરદાર એક્સીડન્ટ થયું ને મૃત્યુ પામ્યો છે! તેને લાશ કોની છે એ જોવા લાશના મોઢાં પર હાથમાં પકડેલી લાઇટ નાખી તો એ વ્યકિત પણવાર તો હેબતાઈ ગઈ લાશ જોઈને!


પેલી જે વ્યકિત જેને લાશ જોઈ એ હતાં આપણા ચા ની હોટલ વાળા રામજી કાકા અને જેની લાશ હતી એ હતો આપણો "જય!" રામજી કાકાએ જયના મિત્રો અક્ષય અને તીર્થ ને જાણ કરી! બન્ને જણ પાર્ટી મુકી ને જગ્યા પર પહોચી ને જયની લાશ જોઈ દુ:ખી થઈ ગયા! જયા ને જાણ કરી લાશ જયના ઘરે પહોંચાડી! જય ના ક્રિયા-કર્મ એના પુત્રના હાથે કરાવ્યા! 


આજ જયના મૃત્યુ ને ૧૪ દિવસ વિતી ગયા હતા! એજ દિવસે જયના ઘર આગળ એક ગાડી આવીને ઊભી રહી. ગાડીમાંથી બે સાહેબો ઊતર્યા ને જયના ઘરનો દરવાજો ખખડાવ્યો. જયા દરવાજો ખોલી ને અજાણ્યા સાહેબો સામે જોઈને પુછ્યુ,"તમે કોણ?"


પેલો સાહેબ બોલ્યો,"મેડમ અમે વીમા કંપનીમાંથી આવીએ છીએ. અમને જય ના મૃત્યુ ના સમાચાર મળ્યા. જય ભાઇએ અમારી વીમા કંપની મા ૧૧ મહીના પહેલા ૧ કરોડની પોલીસી લીધેલી હતી, જેમા વીમો લેનારનું કુદરતી રીતે મૃત્યુ થાય તો નોમીની ને એ રકમ મળે! નોમીની તરીકે તમારુ નામ છે એટલે આ ચેક તમને આપવાં આવ્યા છીએ!" એટલું બોલી સાહેબ પેલો ચેક જયાના હાથમાં આપી ને ચાલ્યા ગયાં!


જયા ને બધી જ હકીક્ત સમજાઈ ગઈ કે,"જય નું મોત એ એના જ દ્વારા ઘડેલી એક સ્યુસાઇડ હતી. જે જયાના પૈસા તરફ ના મોહ માટે જયએ વીમાની રકમ જયાને મળે એ માટે બાઈકનું એકસીડન્ટ, હાથે કરીને પોતાની મોત ને અંજામ આપ્યો હતો!"


જયા નીચે પડી જોર જોરથી રડવા લાગી અને પોતે કરેલા કર્મ પર પસ્તાવા લાગી! આજ એને જયનું ના હોઉં ખટકવા લાગ્યુ! શું કરે તે આ પૈસા ને? જેમાં એનાં જ પતિ ને જીવ દેવો પડયો. આજ એને જયની હરએક વાતો યાદ આવવાં લાગી. જયાનું ખુદ પર એ સમય કાબુ ના રહ્યો. તે ઊંડા આઘાતમાં જતી રહી અને જય ને યાદ કરતી રહી!


વ્હાલા વાંચક મિત્રો, આ વાર્તા દ્વારા મારે તમારા સુધી એક સંદેશ પહોંચાડવો છે કે,"આપણા સમાજમાં એક બાપ, એક પતિ, એક ભાઈ તરીકે ફરજ બજાવતા પુરુષો કે જેઓ પરીવાર ને પાળવા એના હર એક શોખ પુરા કરવા માટે રોજે ના જાણે કેટલી પીડાઓથી પીડાતા હશે! આપણે પણ સામે એ જોઉં રહે છે કે આપણે આપણી સીમામાં રહી શોખ અને સુવિધાઓની માગણી એ ઘર ચલાવનારા પુરુષ સામે કરીએ. ભગવાન જેટલું આપે એમાં ખુશ રહીએ! ભગવાન કોને કેટલું આપવું બરાબર જાણે છે! ઘર ચલાવનારા પુરુષ ને આપણે પ્રેમ આપીએ, માન આપીએ એ આપણી પહેલી ફરજ છે! જે વ્યકિત આપણું પેટ ભરે એનું પેટ તમારા મોટા શોખ ને મોજ માટે ના ચીરશો! મિત્રો, ઘરમાં ખુશી માટે ગાડી, ઘર પૈસાની નહી, જરુર છે તો ફક્ત પરીવારમાં પ્રેમ અને સંપ ની!


Rate this content
Log in

Similar gujarati story from Tragedy