STORYMIRROR

Shakti Pandya

Inspirational

3  

Shakti Pandya

Inspirational

લિફ્ટ ઓફ લક

લિફ્ટ ઓફ લક

4 mins
268

     વિચારો નહી, સાહેબ ! આતો નસીબની લીફ્ટ છે,
        કયારેક ફસ્ટ ફલોર, તો કયારેક ગ્રાઉન્ડ ફલોર !

  

   

       મીરજાપુર નામનું ગામ હતું, નાનુ એવુ પણ સુખી અને સમૃદ્ધ ગામ ! એજ ગામમાં ગરીબ ઘરના "ભીખાભાઈ મહેશ્વરી" નામના ૬૫ વર્ષીના વડીલ વ્યક્તિ રહેતા હતાં. જેમના ઘર્મપત્ની એક વર્ષ પહેલા ગુજરી ચૂકયા હતાં અને આજ એમના બે દીકરાઓ જોડે રહેતા હતાં. ભીખાભાઈ સ્વભાવે ઓછાબોલા અને દયાળુ વ્યક્તિ હતાં. જીવનભર ભીખાભાઈ એ મજૂરી કરી કરીને પરિવારના પેટ પાળ્યા હતાં. એમનો રોજનો નિત્યક્રમ,"સવારે નાહી-ધોઈ, ભગવાનને યાદ કરીને પગે ચાલીને ગામના વડના ઓટલે જઈ બેસતા. અમુક ગામના વડીલ માણસો ત્યાં ભેગા થાય અને સુખ દુ:ખ ની વાતો કરે.

     ગામડાંઓના દેશી ડોશલાઓ જોડે બીડી ની ઝુડી અને બાકસ રાખે,જયાં ઊભાં રહે ત્યા બીડીના ઠુઠા પીધા કરે ! મીરજાપુર મા પણ આવુંજ ચિત્ર હતું, વડના ઓટલે ! ડોશલા વડ નીચે બેઠા બેઠા ગપ્પા મારે અને બીડીઓ પીધા કરે. જેટલી વાતો ના કરે એથી વધુ તો પટ મા બીડીના ઠુઠા હોય ! ભીખાભાઈને પણ આદત બીડીની પણ પૈસા ખીસ્સામાં હોય નહી, શું કરે ? બીજા ડોશલા ભીખાભાઈ ને બીડી ઘરે તો ભીખાભાઈ બીડી ફૂંકી લેતા.

      દરરોજ આવી આવીને બીડીઓ ફૂંકી ફૂંકી ગપ્પા મારવા, એ આ બધાં વડીલોનો નિયમ ! હા..પણ, સાહેબ આમાં કયાં કાંઈ ખોટું હતું ? આ બધાં વડના નીચે બેસવા વાળા વડીલોએ ઘર ના ભરણપોષણ માટે દોડધામ કરી કરી ને પોતાના જીવનની પહેલી પારી રમી લીધી હતી ! જીવનની બીજી પારી પોતા માટે રમવી જરૂરી છે ! શું ક્યો ? સાચું ને ? અફકોર્સ,યેશ ! આ એજ વડીલો હતાં, જે પોતાના જીવનની બીજી પારી રમતા હતાં. ભલે વડ નીચે બેઠા બેઠા બીડી પીતા પીતા ગપ્પા મારીને પણ એમને ખુશી થતી, આનંદ મળતો.

      એક દિવસની વાત છે, ભીખાભાઈ રોજની જેમ વડીલો જોડે વડ નીચે બેઠા હતાં. અચાનક ત્યા એક ઈમ્પોર્ટેડ ગાડી આવી અને વડ પાસે આવી ઊભી રહી. સૌ વડીલો ગાડી સામે જોઈ કહેવા લાગ્યા,"કોણ આવ્યુ હશે ? આટલી મોંધી ગાડી મા ભાઈ ? વડીલો મૂંઝવણ મા વાતો કરતા હતાં ને ત્યાજ ગાડીમાંથી શુટ-બુટ મા સજ્જ બે વ્યક્તિ ઉતરીને વડીલો ને પૂછ્યું,"તમારા માથી ભીખાભાઈ કોણ છે ?" એમાના એક ઉત્સુક બાપાએ ઊભાં થઈ ભીખાભાઈ પાસે જઈ એમના ખભે હાથ રાખી કહ્યું, "આ રહ્યા ભીખાભાઈ !" ભીખાભાઈએ ઊભાં થઈ પેલા સાહેબ પાસે જઈને ગંભીર અવાજે પુછયું,"હા,બોલો સાહેબ ! મારું શું કામ આપને ? પેલા સાહેબ બોલ્યા, "કાકા ! અમારી કંપની પાસે તમારા નામની જમીન છે. જે અમને કંપની ના વધારાના પ્રોજેક્ટ માટે જોઈએ છીએ, એ જમીન લીધા વગર અમારૂં કામ આગળ નહી વધી શકે ! અમે એ જમીનની વિગતો જાણી તો એમા તમારું જ નામ અને વિગતો મળી. જેના દ્વારા અમે તમારી પાસે પહોંચ્યા છીએ !"

ભીખાભાઈ તો જાણે સુધબુધ ખોઈ બેઠા હોય એમ બોલ્યો,હેં......શું શું ? મારી જમીન ?

પેલો વ્યક્તિ બોલ્યો,"હા,તમારી જમીન. જેના હાલ બજાર ભાવ પ્રમાણે અમે તમને એંશી લાખ રૂપિયા રોકડા આપી દઈશુ ! બસ,તમે હા,પાડો તો અત્યારે જ કાગળિયાં બનાવી લઈએ અને તમે સહી કરી આપો તો તમને પૈસા આપી દઈએ.

ભીખાભાઈ તો જાણતાં જ નહોતા કે એમની કોઈ જમીન પણ છે ! ભીખાભાઈ કે જેણે જીવનભર ૪૦૦-૪૦૦ રૂપિયા દિવસના લેખે જીવનભર મજૂરી કરી હતી એમને એંશી લાખ નું નામ સાંભળી હરખ ના ચક્કર આવ્યા તો લથડી પડયા. માંડ માંડ પોતાને સંભાળી ને હોશમાં આવ્યા. આખરે કલાકના સમયમા ભીખાભાઈએ જમીન વેચી, સહીઓ કરીને, પૈસા પર કબ્જો મેળવ્યો ! પેલા સાહેબ ભીખાભાઈ ને અભિનંદન પાઠવી ચાલ્યા ગયા. ગામમાં ગણતરી ના કલાકોમાં "ભીખાભાઈ લખપતિ બની ગયા છે" એવા સમાચાર ફેલાઈ ગયા ! આ બાજુ ભીખાભાઈ ના ઘરે દિવાળી જોઈ લ્યો જાણે ! પળવાર મા તો ભીખાભાઈ નુ જીવન સંપૂર્ણ બદલાઈ ગયું ! ભીખાભાઈ ના છોકરાઓએ નવી ગાડીઓ લઈ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ નું કામ ચાલુ કર્યુ ! મહિનાઓ વિતી ગયા હતાં. ભીખાભાઈને એમ જ કે એમના દીકરાઓ સારું કમાય છે એજ ભ્રમ મા રાજી ખુશી જીવતા હતાં.

          એક નિયમ છે,"વિનાશ કાળે વિપરીત બુદ્ધિ !" આખરે કળયુગી માણસ ને સુજે જ ! ભીખાભાઈ ના પુત્રો અનુભવ વગરના ધંધામાં પડયા હતાં. અનુભવ વગર કામ ના ધોડે ! ભીખાભાઈ ના પુત્રો અનુભવ વગર ના ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ના ધંધામાં તૂટી પડયા ! છેવટે દીકરાઓ એમના પિતા ભીખાભાઈ પાસે જઈ પૈસાની માગણી કરી. ભીખાભાઈ બોલ્યા,"જોવો દીકરાઓ ! મે આ મકાન બનાવીને જેટલા પૈસા વધ્યા એ તમને આપી દીધાં ! હવે મારી પાસે કાંઈજ નથી !" એમના દીકરાઓને પિતાની વાત પચી નહી. પૈસાના મોહ મા પાગલ થયેલા કુપુત્રોએ પિતા ને સરખા ઢીબી નાખ્યા ! બંને પુત્રો એમના પિતાને માર મારી ત્યાથી નાસી ગયા ! ભીખાભાઈ ને ગામના સેવાભાવી માણસો દવાખાને લઈ ગયા. ભીખાભાઈ ને ૨ મહીનાનો ખાટલો આવ્યો ! દવાખાનાનો ખર્ચ ગામના સેવાભાવી માણસોએ આપ્યો.

   ૨ મહીના વિત્યા બાદ, ભીખાભાઈ પાછા ગામડે આવ્યા એ જાણતાં હતાં ગામડે જુના ઘર સિવાય હવે કાંઈજ બચ્યું નહી હોય, એના પુત્રો બધું વેચી દીધું હશે ! હા, ભીખાભાઈ સાચા હતાં. ગામડે હવે એમના જુના પતરાં વાળા મકાન સિવાય કાંઈજ બચ્યુ નહોતુંં ! દિવસો વિત્યા સાથે ભીખાભાઈ પાછા એમના રૂટ ની ગાડી "ઘરે-વડના ઓટલે-ઘરે" વાયા- ગપ્પા મારી મારી બીડી ના ઠુઠા પીતા પીતા !" રાબેતા મુજબ એના સમય પર ટીચુક ટીચુક ચાલવા લાગી !

   આને કહેવાય,"નસીબની લીફ્ટ ક્યારેક ફસ્ટ ફ્લોર તો ક્યારેક ગ્રાઉન્ડ ફ્લોર ! મારા વ્હાલા વાંચક મિત્રો, આ વાર્તા મારફતે મારે તમને એટલું જ કહેવું છે કે," જીવનમાં ક્યારેક કઠીન સમયમાંથી પસાર થાઓ તો નિરાશ ના થજો ! પ્રભુ મોટા કલાકાર છે, તમારૂં જીવન કેવી રીતે ચીતરવું એકદમ ઠીકથી જાણે છે !" સુખને મીઠાઈ સમજી ખાતા જાઓ અને દુ:ખને દવા સમજી પીતા જાઓ ! એજ જીવન છે વ્હાલા ! એટલું જરૂર યાદ રાખો કે ગમે તેવો સમય આવે ત્રણ અમુલ્ય દાગીના ક્યારેય ના ઉતારજો, " પ્રેમ,વિશ્વાસ અને પ્રભુ ભક્તિ !"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational