Shakti Pandya

Tragedy Inspirational

4.8  

Shakti Pandya

Tragedy Inspirational

તાજા ખબર !

તાજા ખબર !

3 mins
191


હલો હલો, આજની તાજા ખબર ! "પરાયા પુરુષના પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ કર્યુ એના જ પતીનું ખુન !,"પત્નીને શોપીગ કરવાનીના પાડતા કાબુ ગુમાવનારી પત્નીએ પતી પર કર્યો જીવલેણ હુમલો !"

ચાર રસ્તાના ટ્રાફીક સિગ્નલ પર ન્યુઝ પેપર વેચતો ગરીબ ઘર નો રાજુ ટુટેલા કપડામાં બુમો પાડી પાડીને પેટ માટે પૈસા ભેગા કરતો હતો. એક બાઈક વાળા કાકા એને પાસે બોલાવ્યો અને કહ્યુ,"ભાઈ,તું કેમ પતી પત્નીના ઘાતક સમાચાર જ બુમો પાડી પાડીને સંભળાવે છે ! ચુંટણી, મોંઘવારી, અન્ય ઘણી બધી ખબરો હોય છે, એ કેમ નથી સંભાળતો?"

રાજુ (હસતા હસતા):- સાહેબ, આને કહેવાય પાક્કો વેપારી ! પતિ-પત્નીની ઘાતક ખબરો કહેવાથી પતીને જાણવાની ઈચ્છા થાય, કયાંક કાલ સવારે એના જોડે એવુના બને ! એટલે એ એના માટે મારુ પેપર ખરીદી જ લે, બાકી તો ખબરો એમાં એ વાચવાનો જ છેને મારા સાહેબ !

બાઈકવાળા કાકા (હસતા હસતા):- વાહ છોટુ વાહ ! એક મને પણ લાવ !

રાજુ:- અરે મારા સાહેબ લ્યો લ્યો !

સાંજના સમય રાજુ પેપર વેચી રોડના ખુણે બેઠો બેઠો પૈસા ગણતો હોય છે અને બોલે છે ,"અરે, વાહ રાજુ ભાઈ ! આજે સારા પેસા ભેગા કરી લીધા છે ! ચલો, ઘરે જઇએ હવે !"

રાજુ પગે પગે ધરે જતો હોય છેને રસ્તામાં એનાનાકે મસ્ત મજાની ખુશ્બુ આવે છે ! તેની નજર ખુશ્બુ જયાંથી આવતી હોય છે એ મોંઘી હોટેલ પર પડે છે ! ત્યા જમવા માટે એનો જીવ લલચાય છે ! ધીમે ધીમે તે ખુશ્બુની મજા લેતો લેતો હોટલ તરફ જાય છેને અંદર પ્રવેશ કરે છે ! હોટલની અંદર એ.સી ચાલુ,મોટા મોટા શાહુકાર ઘરના માણસો જમતા હતા. રાજુ એક ટેબલ કે જે ખાલી હોય છે ત્યા જઈને બેસે છે. થોડીવાર રહીને એક વેઈટરની નજર રાજુ પર પડે છે અને સીધો રાજુ પાસે જઈને અને એક જોરથી તમાચો મારી દે છે, "સાલા, ભીખારીની ઓલાદ ! તારી હોટલમાં આવવાની ઓકાત નથી, ટુટેલા કપડા પહેરીને ભીખમાંગવા વાળાનીકડ બહાર ! અહીંયા બેસીજા ભીખારી તને અહીંયા જમવાનું મળી જશે !" એટલું બોલીને વેઇટર રાજુને લાત મારી હોટલની બહાર દરવાજા પર બેસાડી દે છે !

રાજુ બીચારો નીચું મોઢું કરી દરવાજા પર બેઠો હોય છે. વેઈટર જમવાનું લઈ પેપર ડીશમાં એના પાસે ઘા કરી કહે છે, "જમીને બીલ દઈને ભાગી જાજે અહીંયાથી ! 

વેઇટર બીજા અંદર બેઠેલા માણસોના ઓર્ડર લેવામાં લાગી જાય છે સારી ટીપ મળે એના આશરે વેઈટર મીઠું બોલી બોલીને સારી સર્વિસ આપે છે ! એ વેઈટર એક ટેબલ પર બીલ આપે છે, પેલો શાહુકાર માણસ બીલના પૈસા અંદર રાખીને ટીપ રુપે વેઈટરને ૧૦ રુપિયા આપી ત્યાથી ચાલ્યો જાય છે ! 

બહાર રાજુ જમીને બીલની વાટ જોતો હોય છે વેઈટર એની પાસે આવીને બીલ વાળી ફાઈલ ઘા કરીને અંદર ચાલ્યો જાય છે. રાજુ બીલ જોઈને અંદર પૈસા રાખી ઘર તરફનીકળી જાય છે ! થોડી વાર રહીને વેઈટર આવી રાજુની બીલને પૈસા વાળી ફાઈલ ખોલીને જુએ છે તો એની આંખોમાંથી આસુઓની ધારા વહી જાય છે,તેની નજર રાજુને શોધવામાં લાગે છે પણ રાજુ મળતો નથી. આખરે તે રડી રડીને હોટલ અંદર જઈને એક ખુણે બેસી રહે છે !

"એ બીલ જોડે એજ વેઈટરને ટીપ રુપે રાજુએ ૨૦૦ રુપિયા રાખ્યા હતા અને હોટલના ફીડબેક આપવા ઉપરના પેજ પર સર્વિસ માટે પાંચ સ્ટાર આપી રાજુએ લખ્યુ, "સાહેબ, તમારી સર્વિસ ખુબ જ સરસ હતી ! મને જમવાનો આનંદ આવ્યો ! તમારો ખુબ ખુબ આભાર !"

સીધીબાત :- કોઈપણ વ્યકિતનું મુલ્ય એના પહેરવેશ ઉપર થી કરવુ એ યોગ્ય નથી હોતુ ! ક્યારેક સારા કપડાં પહેરવા વાળા મુસીબતના સમય,"સોરી, આઈ એમ બીઝી !" કહીનીકળી જશે અને ખરાબ કપડાં કે નબળા ઘરનો વ્યકિત તમારો હાથ પકડી લેશે ! માન અને સન્માન કપડાંને નહી વ્યકિતની સોચ, લાગણી, અને એના ઈમાનને આપો ! સાચું કહું છું, " એક યાદગાર અનુભવ બની જશે !"


Rate this content
Log in

Similar gujarati story from Tragedy