Shakti Pandya

Fantasy Inspirational

4.0  

Shakti Pandya

Fantasy Inspirational

મેજીકલ ગોડ

મેજીકલ ગોડ

4 mins
198


"ઓમાં...!"બુમ પાડીને પસીનાથી રેબ જેબ એક યુવાન ભર નિદ્રામાંથી કોઈ ખરાબ સ્વપ્ન આવતા ડરીને જાગી જાય છે ! નર્સ અને ડોક્ટર તે યુવાન પાસે પહોચે છે અને કહે છે,

"નિખિલ ! શું થયુ ? ફરી આજે પણ સ્વપ્ન ?"

"હા, ડોક્ટર સાહેબ ! શું કરું કશું સમજાતું નથી !" પેલો દર્દી નિખિલ બોલે છે !

ડોક્ટર :- "છેલ્લા 15 દિવસથી તારી સારવાર કરી રહ્યો છુ. નિખિલ આ બધો તારો વેમ છે ! બીજું કશું નથી !"

નિખીલ ઉભો થઈ ટેબલ પર જ્યા પાણીની બોટલ હોય છે તેમાંથી પાણીનો ગ્લાસ ભરી એક જાટકે પાણી પીને અંદરના ઉકળાટને શાંત કરતો ડોક્ટરને કહે છે,

"તો પછી કેમ મને રોજે મારા સ્વજનોના મૃત્યુના સ્વપ્નો આવ્યા કરે છે ? એક બે દિવસ આવું થાય તો સમજાય કે વેહમ છે, રોજ રોજ આવા જ સ્વપ્નો આવા વેમ તોના હોય ! ઓહ માય ગોડ ! મને મદદ કરો, ભગવાન મારી મદદ કરો.

ડોક્ટર સાહેબ નિખિલની પીઠ પર થપકારો મારીને કહેતા જાય છે, "એવરીથીંગ ઇઝ ટેમ્પરરી ! આ સમય પણ જતો રહેશે ! ટેક કેર માય બોય !"

એક દિવસ ડોક્ટર ઠક્કર કે જેઓ નિખીલની સારવાર કરી રહ્યા હતા તેમનો ફોન વાગે છે અને સામેથી અવાજ આવે છે હેલ્લો ડોક્ટર સર,"હાઉ આર યુ!"

ઠક્કર સર :- ઓહ....ડો. દવે સર ! કેમ છો સર ! આફ્ટર લોન્ગ ટાઇમ...

દવે સર :- હું તો મજામાં છું! તારા કેમ ચાલે છે ?

દવે સર અને ઠક્કર સરે ઘણા વર્ષો એક જ હોસ્પિટલમાં પ્રેકટીસ કરી હતી ત્યાર બાદ દવે સાહેબે પોતાનું અલગ થઈ ક્લિનિક ખોલ્યું હતું. આજ ઘણા વર્ષો બાદ બન્ને વચ્ચે વાતો થતી હતી અને એ બધી વાતો વચ્ચે ઠક્કર સાહેબે નિખિલની વાત ઉચ્ચારી અને નિખિલ વિશે ચર્ચા થવા લાગી !

દવે સર :- ઠક્કર, આ કોઈ વેમ નથી આ જરુર કાઈ અલગ જ દર્દ છે. હું નિખિલને એકાંતમાં મળી શકું ?

ઠકકર સર :- અરે યશ! કેમ નહી...વેલકમ દવે વેલકમ !

દવે સર :- ઓકે હું કાલે આવું છું !

ઠકકર સર :- ઓકે ! સી યુ ધેન !

બીજા દિવસે સવારે.....

ઓહ....દવે સર ! તમે આવી ગયા. વેલકમ , આવો આવો !

"થેન્ક યુ...ઠક્કર સર !"દવે સર ઠક્કર સરનો હાથ મિલાવીને બોલે છે !

ઠક્કર સર :- બોલ દવે....શું ચા પાણી કે પછીનાસ્તો કરશો ?

કાંઈ જ નહી...સૌથી પહેલા ડોક્ટર ધર્મ...કયાં છે નિખિલ ?

ઠક્કર સર :- ઓહ...ઓકે....ધીસ વે માસ્ટર દવે !

ઠક્કર સર અને દવે સર નિખિલની જયાં સારવાર ચાલું હતી તે રુમ તરફ જાય છે !

"ઓહ નિખિલ ભાઈ કેમ છો ? "દવે સાહેબ નિખિલને પુછે છે !

"એકદમ મજામાં ! પણ માફ કરશો મેં આપને ઓળખયા નહી !"નિખિલે કહ્યું

માયનેમ ઈઝ ડો. હરેશ દવે ! હું મગજનો ડોક્ટર છું. મને તારા દર્દ વિષય ઠક્કર સરે વાત કરી અને મને જાણવા મળ્યુ કે તારા મગજમાં પેઈન હતુ જેનો ઈલાજ ઠક્કર સાહેબ કર્યો પણ તને એવા સ્વપ્નો આવે છે જેનાથી તું સુઈ નથી શકતો આખી આખી રાતો તારી બગડે છે જે ખુબ જ ભયજનક છે જો આમને આમ તારા સ્વપ્નો રહેશે તો એ સ્વપ્નોનો ડર તારા મગજ અને હાર્ટ પર અસર કરશે જેના થકી તને બ્રેઇન સ્ટોક અને હાર્ટ એટેક આવવાની સાથે તારી ડેથ થવાની પુરે પુરી સંભાવના છે ! એટલે હું આ બિમારી નું સોલ્યુશન કરવા આવ્યો છું !


"ઓહ માય ગોડ....સર ! હવે આવો ઈવાજ શું છે સર ? "ગભરાતા ગભરાતા નિખિલ દવે સાહેબને પુછે છે!

દવે સર :- ઓહ....ડોન્ટ બી સ્કેર માય બોય ! હું છુંને....જો મેડીકલ સાયન્સમાં હર એક દર્દનો ઈલાજ છે...પણ તારો ઈલાજ દવાથી નહી પણ એકનેક કર્મથી થશે...તારુ મગજ તારુ માઈન્ડ અત્યારે પેઈનમાંથી નીકળી રહ્યું છેને બની શકે તે આ કોરોના કાળમાં તારા સ્વજનોના મૃત્યુ પણ જોયા હશે ! એમ આઈ રાઈટ ?

"હા સર...મેં પરીવારને અને સગા વાલાનાં મૃત્યુ જોયા છે ! "નિખિલ બોલ્યો.

દવે સર :- ઓકે...હવે તું બહાર આવ દુનિયા મા અને નિસહાયની નિસ્વાર્થ પણે મદદ કર જેનાથી તારા હ્રદયને સુકુન મળશે અને તને આવતા સ્વપ્નો બંધ થઈ જશે !

નિખિલ :- ભલે સાહેબ ! જેમ તમે કહો !

"ઓકે...ડરવાની જરુર નથી 3 દિવસ બાદ મારા કલીનક પર મળી જજે...બઘુ સારુ થાશે ! ચાલો...નાવ આઈ એમ લીવ...ગુડ ડે નિખિલ !"દવે સર બોલ્યા!

નિખિલ :- "આપનો ખુબ ખુબ આભાર સર"

નિખિલ હોસ્પીટલમાંથી રજા લઈને બહાર આવે છે અને રોજે એવા વ્યક્તિઓની મદદ કરવા જાત છે કે જેમનો આ ભયજનક સમયમાં કોઈ સહારો નહોતો ! કોઈને ટીફીન પહોંચાડે છે, કોઈકને દવાઓ લઈ આપે છે, કોઈકનો જુસ્સો વધારે છે એમ આર્થીક અને શારીરિક રીતે માણસોની મદદ કરે છે અને 2 3 દિવસ બાદ દવે સરના કહેવા પ્રમાણે જ તેના સ્વપ્નોની ફરીયાદ દુર થઈ જાય છે !

નિખિલ દવે સરના કલીનક પર જઈને તેનો આભાર વ્યક્ત કરીને પાછો એજ સેવાકીય કામ ચાલું રાખે છે !

ઈશ્વર ખુબ જ સુંદર છે તે કેવી રીતે વ્યકિતને ક્યાં લઈ જાય છે તે તો ઈશ્વર ખુદ જાણે ! એક દર્દીને સેવાકીય તરફ પણ વાળી દે તે "ઇશ્વર !"


Rate this content
Log in

Similar gujarati story from Fantasy