Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational Others

2.5  

Pravina Avinash

Inspirational Others

દીકરી મોટી થઈ ગઈ

દીકરી મોટી થઈ ગઈ

6 mins
15.2K


મમ્મી, તું જરાય સાંભળતી નથી. કહી કહીને થાકી, મને ભીંડાનું શાક ભાવતું નથી. પાછું આજે મને ટિફિનમાં મોકલ્યું હતું.' નિલિમાને આસ્થાની વાત કરવાની રીત જરા પણ ગમતી નહી. આસ્થા આજે ખૂબ નારાજ હતી. મ્હોં ફુલાવીને બેઠી. પપ્પા આવ્યા ત્યારે દોડીને વહાલ કરવા પણ ન ગઈ.

એકની એક દીકરી. લગ્ન પછી બાર વર્ષે તેણે પધરામણી કરી હતી. મમ્મી અને પપ્પાની આંખનો તારો. ચતુર અને ભણવામાં હોંશિયાર. જો જરાક મનગમતું ન થાય તો પારો સાતમે આસમાને ચડી જાય. મા અને બાપ મોઢા પર ગોદરેજનું તાળું મારીને ચૂપચાપ બેસી રહે. જો હોંકારો પૂરાવે કે બે શબ્દ બોલે તો તૈયારી રાખવાની. ઘરમાં ત્રીજુ વિશ્વયુદ્ધ ફાટી નિકળે.

આસ્થા જેમ ઉમરમાં મોટી થતી ગઈ એમ ભણવામાં અવ્વલ નબર લાવતી. શાળાના અને ઘરના વર્તનમાં આસમાન અને જમીનનો ફરક જણાતો. શાળામાં બધા શિક્ષક અને શિક્ષિકાઓની લાડલી તેમજ આજ્ઞા કારી. ઘરમાં એકદમ વિરૂદ્ધ. બધું તેની મરજી મુજબ જ થવું જોઈએ.

મમ્મીને થતું આ દીકરી હજુ તો સોળની નથી થઈ, આવા હાલ રહેશે તો ? તેના ભવિષ્યની ચિંતા તેને કોરી ખાતી. રહી રહીને પસ્તાવો કરતી, ‘કેવા સંસ્કાર મેં આપ્યા ?’ ખબર નહી કેમ પણ નિરવને હૈયે ટાઢક હતી. તેને વિશ્વાસ હતો, મ્હોંફાટ, આસ્થા એવું કોઈ કામ નહિ કરે જેનાથી માતા તેમજ પિતાને નીચાજોણું થાય.

કાલની કોને ખબર છે ? આજ, આસ્થાની બેફામ બનતી જતી હતી. તેમાંય જ્યારે શાળામાંથી પ્રથમ નંબરે પાસ થઈ તો નમ્રતાને બદલે ઉદ્ધતાઈએ માઝા મૂકી. મમ્મી તેનાથી સો ગજ દૂર રહેતી હતી. ક્યારે અપમાન કરી બેસે તેનું કોઈ ઠેકાણું નહી.

નિલિમા માત્ર શાઆમાંથી ભણી રહી કે તરત જ નિરવ સાથે તેના લગ્ન લેવાયા હતા. નિલિમાની નાનીને દીકરી પાનેતરમાં જોવાની ઈચ્છા હતી. લગ્ન પછી માત્ર બે અઠવાડિયામાં નાનીનો સ્વર્ગવાસ થયો હતો. દાદા અને દાદીનું મુખ જોવા તેમજ લાડ પામવાનું આસ્થાના નસિબમાં ન હતું. નિરવ વાતો કરી કરીને દીકરીને તેમની ઓળખાણ આપતો હતો.

ઝેવિયર્સ કોલેજમાં દાખલો મળ્યો હતો. આસ્થા ઘર બહાર ખૂબ સુંદર વ્યવહારને કારણે મિત્રમંડળમાં સહુને ગમતી. હાથની પણ છૂટી હતી. આખો દિવસ બહાર રખડી ઘરે આવે એટલે પાછું તેનું પોત પ્રકાશે. ઘરના નોકરો તેને વતાવે નહી. ‘બહેનબા’ કહીને નવાજે. તેની બધી માગ પૂરી કરે.

કોલેજમાં ગયેલી આસ્થા સાથે મમ્મીએ બોલવાનું નહિવત કરી નાખ્યું હતું. ઘરના કામકાજની કે રસોઈ બાબતની કોઈ પણ વાત ક્યારેય મા દીકરી વચ્ચે થઈ ન હતી. જ્યારે એન્જીનિયર થઈ અને મૂરતિયા જોવાનું નક્કી કર્યું, ત્યારે એક વખત રાતના જમતી વખતે મમ્મીએ, પપ્પાની હાજરીમાં વાત છેડી.

‘તને કશું ભાન છે ?'

મમ્મી સડક થઈ ગઈ. પપ્પાએ પણ ન બોલવાનું ઉચિત સમજ્યું.

‘શું તું બતાવશે તે છોકરા સાથે હું પરણવાની ?'

મમ્મીએ ‘ના’ દર્શાવવા માથું ધુણાવ્યું.

‘શું તારા મોંમા મગ ભર્યા છે ?'

પાછું માથું ધુણાવ્યું.

નિરવ નીચું મોં રાખીને જમવાનો સ્વાદ માણી રહ્યો હતો. ખરેખર તો તેનો ડોળ ચાલુ હતો. દીકરીની આવી વાણી તેને અંતરમાં દઝાડતી હતી. બાપ હતો શું બોલે ? હવે કોલેજમાં આવેલી દીકરીને કશુ ન કહેવાય તે જાણતો હતો. કોઈક વાર તેના દિમાગમાં પ્રશ્ન સળવળતો,” આને પરણનારની” કેવી હાલત થશે ?

એવામાં એક દિવસ આસ્થાએ આવીને એટમબોંબ ફોડ્યો !

‘મને મારી સાથે એન્જીનિયરિંગનું ભણતા, ’અમર’ સાથે પ્રેમ થઈ ગયો છે.'

રાતનો સમય હતો. મહારાજ વાળુ પિરસી રહ્યા હતા. હજુ તો પહેલો કોળિયો મોંમા મૂકે તે પહેલા બોંબ ફૂટ્યો. નિરવ અને નિલિમાના હાથનો કોળિયો મોઢા સુધી પહોંચી ન શક્યો.

‘તમે બન્ને કેમ આમ પથ્થરની મૂર્તિ બની ગયા ?'

આસ્થાએ બીજો પાણો ફેંક્યો.

પપ્પાએ સ્વસ્થતા ધારણ કરી, ‘અરે અમને કઈ રીતે ખુશી પ્રદર્શિત કરવી તેનું ભાન ન રહ્યું.’

ત્યાં સુધીમાં નિલિમાએ પણ હોશ સંભાળ્યા. હસીને બોલી, ’અરે આ તો શુભ સમાચાર છે’.

પછી જાણે સામાન્ય વાત ચાલતી હોય તેમ જમવાના સમયે વાત ચાલી રહી. આસ્થાનો ઉમંગ માતો ન હતો. નિરવ અને નિલિમા બન્ને જણા મુખ પર કોઈ જાતની ઉત્કંઠા બતાવ્યા વગર પ્રશ્નોત્તરી કરી રહ્યા. નિલિમા બને ત્યાં સુધી, હં, હા, સરસ એવા સામન્ય ઉત્તર આપતી હતી. તે જાણતી હતી કે જો કોઈ શબ્દ એવો બોલાઇ જાય તો આસ્થાનો ગુસ્સો સાતમે આસમાને પહોંચી જાય. ખૂબ સાવચેતી પૂર્વક બધા સમાચાર સાંભળ્યા.

‘મહારજ ગઈ કાલે લાવેલી તાજી મિઠાઈ લાવો અને થોડીવારમાં તાજો કંસાર બનાવી લાવો અમે બધા દિવાનખંડમાં બેઠા છીએ.‘

પપ્પાની વાત સાંભળી આસ્થા ઉભી થઈ, તેમને ગળે વળગી. મમ્મીએ ઉભી થઈને તેને મસ્તકે વહાલથી હાથ ફેરવ્યો. મહારાજે બનાવેલો ગરમા ગરમ કંસાર ખાઈ બધાએ સૂવાની તૈયારી કરી.

“શુભ રાત્રી” બેટા કહીને નિરવ પોતાના સૂવાના રૂમમાં આવ્યો. નિલિમા હાથમાં ગરમ દૂધનો ગ્લાસ લઈને આવી. નિરવને આદત હતી, રાતના સૂતા પહેલા ગરમ દૂધ પીવાની. રોજ કેસર અને ઈલાયચી વાળું હોય. આજે ભારે જમ્યો હતો એટલે નિલિમા સાદુ દૂધ લાવી હતી. આવતાંની સાથે,

”શું આપણે સાચું સાંભળ્યું ?"

‘કેમ તને શંકા છે ?"

‘મને મારા કાન પર વિશ્વાસ નથી.'

‘શાંતી રાખ, ઘીના ઠામમાં ઘી પડી જશે.’

બસ પછી તો ‘અમર’ની અવર જવર વધી ગઈ. આસ્થા બધા સાથે હોય ત્યારે પ્રેમાળ વર્તન કરતી. નિલિમા બને ત્યાં સુધી મૌન પાળતી, અમર સાથે ક્યારેક બે ચાર વાક્યની આપલે કરતી. છ મહિનામાં લગ્ન લેવાના હતા. આસ્થા સાથે બધે જતી. તેને જે જોઈએ તે લેવાનું હતું.

એકની એક દીકરી, જે ગમતું હતું બધું મન ભરીને અપાવ્યું. કોઈ વસ્તુની ના નહી. જે માગે તેના કરતા સવાયુ અપાવે. આસ્થા ખૂબ ખુશ હતી. મનનો ગમતો પ્રેમી પામી હતી.

ઉપરથી ખુશ દેખાતો નિરવ અંદરથી ખળભળી ઉઠ્યો હતો. તેને ‘અમર’ની દયા આવવા લાગી. ખબર નહી આસ્થા ક્યારે અમર સાથે આથડી પડશે અને તેને ટકાનો કરી મૂકશે. આ ભય તેને સદા સતાવતો. અમર સાથે ખૂબ પ્રેમથી વર્તતો.

નિરવ અને નિલિમાએ ખૂબ સાવચેતી પૂર્વક વર્તન કરી પ્રેમથી દીકરી પરણાવી. ગમે તેમ તો આસ્થા તેમની પુત્રી હતી. લગ્ન પછી કેટલી ઉપાસના કર્યા બાદ મેળવી હતી. પ્રેમ અને લાડથી મોટી કરી હતી. શામાટે ઘરમાં તેનું વર્તન અસહ્ય રહેતું એ પામવાની શક્તિ બન્નેમાં ન હતી.

હસી ખુશીથી નૈનિતાલ ફરીને નવપરણિત યુગલ પાછું ફર્યું. અમરના માતા તેમજ પિતા સુરત રહેતા. અમર મુંબઈની આઈ.આઈ.ટી. માંથી ભણીને અહીંજ રહેવાનો હતો. આસ્થા પણ તેના વર્ગમાં હતી. તેની બુદ્ધિ પ્રતિભાથી અંજાઈને તો આસ્થાએ તેના દિલ પર અડ્ડો જમાવ્યો હતો.

શરૂ શરૂમાં તો આસ્થા કહે તે બધું માનતો. લગ્નના છ મહિના પછી જ્યારે પોતાના વિચાર જણાવતો ત્યારે આસ્થા છણકો કરતી. અમરને ઝઘડો પસંદ ન હતો. ચૂપ રહી પરિસ્થિતિને કાબૂમાં કરી લેતો. અરે ઘરમાં કામવાળીને પણ આસ્થા બરાબર ઝપટમાં લેતી. અમરનું જીવન જરા હલબલી ગયું.

એક વખત નિરવ અને નિલિમાને ત્યાં જમવા આવ્યા હતા ત્યારે સમય જોઈને નિરવને વાત કરી. નિરવે અષ્ટં પષ્ટં સમજાવી વાતને વાળી લીધી. રાતના નિરવે નિલિમાને વાત કરી. નિલિમાના પેટમાં તેલ રેડાયું. ત્યાં તો સમાચાર મળ્યા કે આસ્થાને બાળક આવવાનું છે. પાછા સહુ તેને લાડ કરવા માંડ્યા. આસ્થાને તો ભાવતું તું ને વૈદે કીધું. આસ્થા પાણી માગે ને દૂધ હાજર. અમરના મમ્મી તેમજ પપ્પા આવ્યા. ખોળો ભરવાનો પ્રસંગ રંગે ચંગે ઉજવી ઘરે પાછા ગયા.

આસ્થાએ કહ્યું, ‘એ પિયર બાળકના જન્મ વખતે નહી આવે !'

તેણે મમ્મીને પોતાને ત્યાં બોલાવવાનું નક્કી કર્યું. નિલિમાના હાંજા ગગડી ગયા. તેને જરા પણ મન ન હતું. આસ્થા જમાઈબાબુના દેખતા પોતાની બેઈજ્જતી કરે તે તેને માન્ય ન હતું. નિરવને પણ મન ન હતું. અમરને ના કેવી રીતે પડાય ?

‘બાંધી મુઠ્ઠી લાખની’ જેવી હાલત હતી. મન મક્કમ કરીને નિલિમા ગઈ. પાંચ દિવસ હોસ્પિટલમાં રહીને સુંદર મજાની, ‘ભક્તિ’ને લઈ આસ્થા ઘરે આવી.

આસ્થા તેનું મુખ જોતાં ધરાતી નહી. તેને માટે રાતનો ઉજાગરો પોતે કરતી. મમ્મી પાસે મનભાવતી રસોઈ બનવડાવતી. અમર દિવસે તો ઘરમાં હોય નહી એટલે બધું ચૂપચાપ કરતી. રાતના બન્ને જણાને ભક્તિ સાથે સમય ગાળવા મળે એટલે કામ આટોપી સૂવાના કમરામાં જતી રહેતી.

અઠવાડિયા પછી એક દિવસ રાતના નિલિમાના કમરામાં આસ્થા આવી, એક પણ અક્ષર બોલ્યા વગર માને વળગી પડી.

બીજે દિવસે સવારે બધા સૂતા હતા ત્યારે નિલિમાએ, નિરવને ફોન કર્યો, ’આપણી દીકરી મોટી થઈ ગઈ !'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational