Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Inspirational Others

4.3  

Zalak bhatt

Inspirational Others

ઊર્મિલા

ઊર્મિલા

3 mins
479


રામાયણના બહુ બધાં પાત્રોને આપણે ઓળખીએ છીએ. રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન બધાં તો રામના ભાઈ હતાં તેથી ત્યાર પછી રાવણ, મંદોદરી જેવા પાત્રને ભી જાણીએ છીએ. રાવણને તેના બે ભાઈઓ નું તો દહન કરીને દશેરાના દિવસે આપણે દૈત્યોને ભી યાદ કરીએ છીએ પણ, આ જ રામાયણમાં એક સરળ, સહજ અને ધૈર્યવાન પાત્ર છે જેને આપણે જાણતાં ભી નથી ? લક્ષ્મણને એક શ્રેષ્ઠ ભાઈ નું, સીતાને એક શ્રેષ્ઠ પત્નિ નું અને રામને શ્રેષ્ઠ પુરુષ નું બિરુદ આપીએ છીએ ત્યારે લક્ષ્મણની સહચરી ઊર્મિલાને ભૂલી જઈએ તે કેમ ચાલે ?

જનકની પુત્રી ઊર્મિલા જે લક્ષ્મણની પત્નિ હતી. સીતાની બહેન હતી અને ત્યારબાદ જ એ અયોધ્યાની વધુ હતી. ગર, ચાહત તો ઊર્મિલા રામની સાથે વનવાસમાં જતાં લક્ષ્મણને રોકી શકી હોત. પરંતુ, નહિ તેણે લક્ષ્મણના કહ્યા મુજબ એક રાજ વધુ નો ધર્મ નિભાવ્યો. વનવાસમાં તે પણ લક્ષ્મણ સાથે જઇ શકતી હતી પણ, લક્ષ્મણના કહેવા થી ઉર્મિલા એ અયોધ્યામાં જ રહીને પરીવાર જનોની સેવા કરી એટલું જ નહીં પણ વનવાસ જતાં લક્ષ્મણે તેની પાસે થી વચન લીધું હતું કે ક્યારેય તેની આંખમાંથી આંસુ નહિ પડે તે સદા પ્રસન્ન રહેશે. તો આ વચનને પણ ઊર્મિલા એ ખુબજ સુંદર રીતે નિભાવ્યું હતું. જ્યારે વનવાસ ગયેલાં રામના વિયોગમાં દશરથ નું મૃત્યુ થયું ત્યારે ભી ઊર્મિલા એ પોતાના આંસુ ઓને વહેવાના દેતાં પરીવાર જનોને દિલાસો આપ્યો.

વળી, ઊર્મિલામાં પોતનાનામ પ્રમાણે ગુણ ભી હતાં. તેથી જ તો તેને સીતા દ્વારા વરદાન મળ્યું હતું કે તે એક સાથે ત્રણ કાર્ય કરી શકશે. તેથી જ તો જયારે વનવાસ દરમ્યાન લક્ષ્મણ રામ-સીતાની કુટી નો પહેરો દેતાં હોય ત્યારે ત્યાં નિંદ્રા દેવી પ્રગટ થાય છે અને લક્ષ્મણ ને નિદ્રાધીન થવા કહે છે પરંતુ

લક્ષણ : “મને 14 વર્ષનીંદર ન આવે” એ વરદાન આપો હે દેવી, જો આપ મુજ પર પ્રસન્ન હો તો મારી નિંદ્રા હું છોડવામાંગુ છુંને શ્રી રામની સેવા કરવા માગું છું.

નિંદ્રા દેવી : લક્ષ્મણ હું તને વરદાન આપું પણ તારા ભાગની નિંદ્રા તારે કોઈને આપવી પડે. ત્યારે લક્ષ્મણ કહે છે

લક્ષ્મણ : આપ વરદાન આપોને હું મારી નિંદ્રા મારી પત્ની ઊર્મિલાને આપું છું.

નિંદ્રા દેવી : તથાસ્તુ કહીને અદ્રશ્ય થાય છે.  

ને આ સમય પછી ઊર્મિલા 14 વર્ષ માટે નિંદ્રાધીન થાય છે. વળી, સીતાના આપેલા વરદાન થી ઊર્મિલા પરીવાર જનોની સેવા પણ કરે છે અને સૌને ખુશ ભી રાખે છે. લક્ષ્મણના વનવાસ ગયાં બાદ ઊર્મિલા એ લક્ષ્મણની સુરક્ષા માટે એક અખંડ દિપ પ્રજ્વલિત કર્યો હતો. રામ-રાવણના યુદ્ધ વખતે લક્ષ્મણ જ્યારે મૂર્છિત થયાં હતાં. તો ઊર્મિલાને તરત જ ધ્યાનમાં આવ્યું હતું કે લક્ષ્મણ સંકટમાં છે. કેમકે, તેણે પ્રગટાવેલ દિપકની જ્યોતિ ડગમગી રહી હતી. લક્ષ્મણના વનવાસ ગયાં બાદ રાજા જનક ઊર્મિલાને ઘરે લઈ જવા આવ્યા હતાં. પરંતુ, પતિવ્રતા ઊર્મિલા એ પોતાના પતિને આપેલ વચન નું પાલન કરવા અયોધ્યામાં જ રહેવા નું સ્વીકાર્યું હતું.

આ તો થઈ રામાયણની ઊર્મિલાની વાત પરંતુ, આજના આ કલિકાળમાંની સ્ત્રી ઓ નું જીવન કાંઈ ઊર્મિલા થી ઓછું નથી. કેમકે, ત્યારે તો ઊર્મિલા એક રાજમહેલમાં રહેતી હતી.ને આજ 1 બેડરૂમ, હોલ, કિચન કે વધુમાં વધુ ટેર્નામેન્ટ કે બંગલો હોય પણ, પતિને તેની સાથે વાત કરવાનો ભી સમય હોતો નથી.ને પોતાની ડ્યુટી પર જતાં તથા આવતાં પતિ નો સમય સાચવતી હરનારીમાં ઊર્મિલા રહેલી છે. સારું કે દુઃખદ કોઈ પણ કર્મ હોય તો તેને સમભાવે શાંતિ થી પૂર્ણ કરનારીનારીમાં ઊર્મિલા રહેલી છે. પતિને સમયના હોય ત્યારે તેમના સગાના વ્યવહારને સાચવતી અને તે સાથે નથી નો આભાસ ભી ન આવવા દેતીનારીમાં ઊર્મિલા રહેલી છે. આજની સ્થિતિમાં ઘરકામ કરી, બાળકોને ભણાવીને ભલે, મોબાઈલ દ્વારા પણ વ્યવહાર રાખતીનારીમાં ઊર્મિલા રહેલી છે. કે જે ઊર્મિલાની જેમ જ કાર્ય કરીને થોડીવાર ગર, સોફા કે ચેર પર બેસીને થાક દૂર કરી લે છેને ફરી કાર્ય લાગે છે. એ દરેક સ્ત્રી ઊર્મિલા છે કે જે ઘરકાર્ય ઉપરાંત લોક સેવાને સમાજ સેવાને મહત્વ આપે છે.ને એ ઊર્મિલાઓને વંદન કે જે રાષ્ટ્ર માટે કંઈ કરી છૂટવા તૈયાર છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational