Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shailee Parikh

Inspirational Classics Children

3  

Shailee Parikh

Inspirational Classics Children

હાથી અને ઘેંટુ

હાથી અને ઘેંટુ

2 mins
14.8K


મહેર વન નામના નાનકડા જંગલમાં ઘણાં પ્રાણીઓ રહેતાં હતાં. સૌ પ્રાણીઓ બધાં તહેવાર સાથે મળી ઉજવતાં. એકબીજાને જન્મદિવસે મીઠાઈ ખવડાવતા.

વર્ષે એકવાર સૌ પ્રાણીઓ ભેગામળી પિકનિકનું આયોજન પણ કરતાં. જંગલના રાજા સિંહનો સ્વભાવ ખૂબ સારો હતો. તેઓ દરેક પ્રાણી પંખીઓને પ્રેમથી બોલાવતા.

એક રવિવારે સૌ પ્રાણીઓની સભા ચાલતી હતી. સૌ પ્રાણીઓ રાજાજીને પોતાના વિસ્તારની સારી નરસી બાબતો વારાફરથી કહેતા હતા. ત્યાં શહેરમાંથી ભૂલા પડેલા ઘેટાં ભાઈ આવ્યા. તેમણે રડતાં રડતાં સિંહરાજાને કહ્યું, "રાજાજી રાજાજી ન્યાય કરો. હું ભૂલથી મારા પરિવાર સાથે તમારા જંગલમાં આવી ચડયો છું. અમે સૌ મહેર વનના તળાવે પાણી પીવા આવેલા ત્યાં અમારું બચ્ચું હાથીઓના ટોળાં તરફ ગયું અને એને શોધતા સાંજ થઇ ગઈ અંધારું થતાં અમે રસ્તો ભૂલ્યાં અને ગઈકાલ રાતથી તમારા જંગલમાં છીએ. હાથી ભાઈનો પરિવાર ખૂબ સારો છે એમને અમને રાતે એમની ગુફામાં રહેવા દીધાં, પણ અત્યારે સવારે હાથી બાળ જીદ કરે છે કે એને સ્વેટર પહેરવું છે તે માટે અમે ઉન ન આપી એ તો અમને જવા નહિ દે.રાજાજી અમારા છ ઘેટાં ભેગા થઇ ને ઉન આપીએ તોય હાથી બાળના સ્વેટર માટે એટલું ઉનના થઇ રહે.

રાજાજી અત્યારે ઉનાળામાં સ્વેટરની જરૂર પણ ના પડે. હાથીના પરિવારીના બાળકને સમજાવ્યો તો એ પણ માનતો નથી. એની જીદ પાર અમને જંગલમાંથી હાથીદાદા બહાર પણ જવા દેતા નથી. ઘેટાની વાત સાંભળી સિંહરાજાએ હાથી બાળને સભામાં બોલાવ્યો. સિંહ રાજા એ હાથીના ટીચર ઊંટભાઈ ને પણ બોલાવ્યા. સિંહ રાજા કહે બોલો, હાથીભાઈ તમારા ટીચર ક્યાં રહે છે? હાથીએ કહ્યું, રણમાં અને ઘેટાભાઈ ક્યાં રહે છે હાથી ? હાથી એ કહ્યું, ખેતરમાં.ઊંટ ભાઈ કાલે તમારા વિદ્યાર્થીઓને શાળા છુટયા પછી રણમાં લઇ જજો અને રાખજો ત્યાં આવતા રવિવાર સુધી. રાજાજીની વાત સાંભળી હાથીબાળ કહે પણ રણમાં હું પાણી સાથે કેવીરીતે રમીશ ત્યાં તો બહુ ઓછું પાણી હોય. હાથીબાળની વાત સાંભળી રાજાજી એ કીધું જો બેટા ખેતરમાં લીલોતરી વચ્ચે રહેતા ઘેટાંને તારે જંગલમાં રાખવું હોય તો તારે અઠવાડિયા માટે રણમાં રહેવું પડશે.

રાજાજીની વાત સાંભળી હાથી બાળને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેને ઘેટાંની માફી માંગી. અને રાજા સિંહને તથા ઊંટ સરને કીધું હવે હું જીદ નહિ કરું અને ઘેટાભાઈના પરિવારને  જવામાં મદદ કરીશ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational