Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Umesh Tamse

Inspirational

4  

Umesh Tamse

Inspirational

દીપ માફક

દીપ માફક

1 min
333


દીપ માફક સદા બળું છું હું,

ચોતરફ રોશની કરું છું હું.


કર્મ સારાં સદા કરું છું હું.

તે છતાં સર્વને નડું છું હું.


જાતને ઓળખી ગયો છું હું,

તેથી ચિંતા વગર ફરું છું હું.


ડર નથી મૃત્યુનો મને મિત્રો,

ફક્ત આ જાતથી ડરું છું હું.


જિંદગીમાં ભલે દરદ આવે,

પ્રેમથી ભીતરે ધરું છું હું.


મંદિરે હું કદી નથી નમતો,

ઘરમાં માબાપને નમું છું હું.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational