STORYMIRROR

Kinju Desai

Romance Tragedy Inspirational

3  

Kinju Desai

Romance Tragedy Inspirational

તું મુજમાં સમાઈ જાય છે

તું મુજમાં સમાઈ જાય છે

1 min
361

મેઘધનુષ્યનાં રંગ જેમ એકમેકમાં પરોવાઈ જાય છે

તારી યાદ પણ એજ રીતે મુજમાં સમાઈ જાય છે... 


એ વાતો, એ મુલાકાતો, 

અને સાથે વિતાવેલો એ સમય

જીવનને સુંદર બનાવી જાય છે

તું મુજમાં સમાઈ જાય છે...

હું તુજમાં ખોવાઈ જાઉં છું...


યાદોની સાથે વાતો

વાતોમાં એ મુલાકાતો

મુલાકાતોમાં તારી યાદો

અને યાદોની સાથે વાતો 

મુજને શ્વાસ આપી જાય છે

તું મુજમાં સમાઈ જાય છે...

હું તુજમાં ખોવાઈ જાઉં છું...


રાત્રિમાં તારા સપના

જોયા હું કરું છું.. 

સાચાં થાય એ સપના

એવી પ્રાર્થના કરું છું.. 

તું મુજમાં સમાઈ જાય છે...

હું તુજમાં ખોવાઈ જાઉં છું...


તારો સાથ જો મળી જાય

તો જીવન સ્વર્ગ બની જાય

જિંદગી તારી સાથે મારી

જન્નત બની જાય છે

તું મુજમાં સમાઈ જાય છે...

હું તુજમાં ખોવાઈ જાઉં છું...


નથી કોઈ વચનની જરૂર મારે

નથી કોઈ કવનની જરૂર મારે

માત્ર સાથ આપી દે મારો

તો મારું જીવન સજી જાય

તું મુજમાં સમાઈ જાય...

હું તુજમાં ખોવાઈ જાઉં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance