હજુ સંભાવનાઓ છે
હજુ સંભાવનાઓ છે
ઘણું બદલાઈ શકવાની હજુ સંભાવનાઓ છે,
નવું સરજાઈ શકવાની હજુ સંભાવનાઓ છે;
નથી અફસોસ કે સંબંધનું પહેરણ જરા ફાટ્યું!
પુન: સંધાઈ શકવાની હજુ સંભાવનાઓ છે;
પરસ્પર પ્રેમ-નિસ્બત-લાગણી-સદભાવ-સહચર્ય,
બધું સચવાઈ શકવાની હજુ સંભાવનાઓ છે;
નજર સામે જ છે એ કેશ શ્યામલ, આંખ સતરંગી,
ફરી રંગાઈ શકવાની હજુ સંભાવનાઓ છે;
ગળામાં એક અટકીને ઊભું છે ગીત સદીઓથી,
ઉલટથી ગઈ શકવાની હજુ સંભાવનાઓ છે;
નવેસરથી ચલો, ભેગા મળીને ભાગ પાડીએ;
ડૂમો વહેંચાઇ શકવાની હજુ સંભાવનાઓ છે.