STORYMIRROR

Himal Pandya

Others

3  

Himal Pandya

Others

કહેવાય નહિ!

કહેવાય નહિ!

1 min
27.4K


આ શહેર તમારા મનસૂબા ઉથલાવી દે, કહેવાય નહિ!*
સપનાને હકીકતના રસ્તે અથડાવી દે, કહેવાય નહિ!
 
એવુંય બને કે રોજિંદી ઘટમાળમહીં સપડાવી દે,
એવુંય બને, પ્રશ્નો સઘળા સુલજાવી દે, કહેવાય નહિ!
 
એ સહન કરી લેશે તારા સહુ આરોપો, સઘળો ગુસ્સો,
ન્ પછી રોકડું મોઢા પર પરખાવી દે, કહેવાય નહિ!
 
માણસ વચ્ચે, માણસ માટે, માણસ ક્યારે માણસ થાશે?
માણસ નામેે માણસ જેવું ઉપજાવી દે, કહેવાય નહિ!
 
શ્વાસે શ્વાસે આગળ વધતા પ્રકરણ જેવું છે જીવન આ,
કાગળ પર પૂર્ણવિરામ કોઈ ટપકાવી દે, કહેવાય નહિ!


Rate this content
Log in