Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
હાંફળ - ફાંફળ
હાંફળ - ફાંફળ
★★★★★

© Harshida Dipak

Classics Others

1 Minutes   6.8K    5


Content Ranking

દરવાજે દીધા આગળિયાં, અંદર હાંફળ - ફાંફળ,

ઓરા આવી હરિ... હેતથી ઉઘાડોને સાંકળ...

તાંબુ ટીપે લોટી થાશે, માટી માંથી નાંદ,

પંચતત્વના પૂતળામાં આ શું ગાજે સંવાદ,

રણકારે પરખાતી માટી, લોટી આગળ - પાછળ,

      ઓરા આવી હરિ...

દિવસ આથમે કાયા ઘડતાં, ઉગતા પ્હોરે શ્વાસ,

પળના ધાગે દીધા પરોવી, ઝળહળતાં અજવાસ,

પર્ણ ઢળે ત્યાં ઝાકળને પવન વહે ત્યાં જાય ,

      ઓરા આવી હરિ...

પળને જો પારખતી હાલું, ગુંજે નાદ નિરંતર,

રામ - રહીમા અચલ પંથમાં શાને દેખું અંતર,

ઝીણા તારે ચાદર ઓઢી ખૂંટી રહ્યાં છે અંજળ,

      ઓરા આવી હરિ...

કવિતા ગીત હરિ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..