આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે
આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે
આ શો ચતુરાના ચિત્તનો ચાળો રે,એને કોઈ નિહાળો રે.
બ્રહ્માએ નથી ઘડી ભામિની, એ તો આપે બનીને આવી રે,
ત્રણ લોકમાં નહીં રે તારુણી, આવડું રૂપ ક્યાંથી લાવી રે? આ શું ...
દર્શન કરતા દુઃખડા ભાજે, સ્પર્શે પાતક જાયે રે,
એ નારીની જાતને જાણે તેને આવામન નહીં થાય રે. આ શું ...
ઘડ્યું ઘરેણું એને રે હાથે, હાથે ભરી છે ચોળી રે,
સાળિડે ભાત નારી કુંજરની, કસુંબાના રંગમાં બોળી રે. - આ શું ...
એને ગાને ગુણી ગાંધ્રવ મોહ્યાં, તાંડવ નૃત્યને જાણે રે,
જળની ઝારી જુગતે ઝાલી, મારા મંદિરિયામાં માણે રે. આ શું ...
કહીએ છીએ પણ કહ્યું ન માને, એ નારી નહીં ગિરિધારી રે,
બ્રહ્મા ઈન્દ્ર શેષ શારદા એના ચરણ તણા અધિકારી રે. આ શું ...
વાસ કરે વૃન્દાવન માંહે, હમણા ગોકુળથી આવે રે,
નરસૈયાના સ્વામીને જોજો, એ તો નયણામાં ને હ જણાવે રે. આ શું ...