Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Classics

2  

Jashubhai Patel

Classics

કવિતા

કવિતા

1 min
1.5K


અમે દિલને ખોલી ન શક્યા ,

તમે કશું બોલી ન શક્યા .

હતી તો સાવ હળવીફૂલ ,

જાણે ખિલેલ તાજુ ફૂલ ,

લાગણીઓને તોલી ન શક્યા ,

અમે દિલને ખોલી ન શક્યા .

ન હતો તમારો કોઇ વાંક ,

પણ હતા અમે જ રાંક ,

અહમને છોલી ન શક્યા ,

અમે દિલને ખોલી ન શક્યા .

જીંદગીનું નામ છે ગીત ,

નિપજે નીત નવું સંગીત ,

સુરતાલ પર ડોલી ન શક્યા ,

અમે દિલને ખોલી ન શક્યા .

ઘુઘવતો સાગર હતો નયનમાં ,

નાનકડી ગાગર હતી હાથમાં ,

આંસુને 'જશ' ઝીલી ન શક્યા ,

અમે દિલને ખોલી ન શક્યા .


Rate this content
Log in

Similar gujarati poem from Classics