STORYMIRROR

Rekha Shukla

Action Inspirational

3  

Rekha Shukla

Action Inspirational

ચોપાટ

ચોપાટ

1 min
282

પુરુષાર્થનું સોગઠું - વ્યોમની ચોપાટ 

મનોરંજન છે જુગાર છે, બનાવી લોકરમત તું રમે ચોપાટ 

આવ્યા પટમાં રમત રમવા, ઈશ સામસામા લઈ ચોપાટ,


તું બનાવે આધ્યાત્મિક બંધ આંખે જોવાનો ખેલ અમારે

જિંદગીની ચોપાટે સોગઠા જેવો હું વાહ રે ઈશ્વર વાહ રે,


ચાલ ચાલવાની મારે ને પાસા ફેંકતો તું કહેવાતો ઈશ

બાજી મારતો તું શતરંજી જિંદગીની રમત લઈ ચોપાટ 

 

અણદેખ્યાં ક્યાંથી કરશું કરો જો મીઠા માઠાં નખરાં 

અલકમલકના રંગબેરંગી તો પણ પંછી માળે સરખાં,


કર્મનાં પાસાની ચોપાટ પણ હાર મંજૂર કોને ગમે રે

ભાગમભાગ જિંદગી સોગઠાં સંગ રમતિયાળ રે !


મીઠામધ ગાલ રૂપાળાં આ તે કેવા ગળપણ ભારે

હા..હા મસ્તી-ધમપછાડા તો ય રૂડા સગપણ તારે,


પાણી પાણી નેહ ભીંજવે ભીના ભીના વળગણ જયારે

છોડ માંગે પરવરીશ, વટવૃક્ષ બને છે બચપણ ત્યારે,


ભાગે પગેરૂ પકડાપકડી, પાણી પાણી ઘડપણ હારે 

યાદ ઝંખે ચશ્મીશ આંખુ, કરવાનું હવે પર્યુષણ મારે,


પેનપાટી લૈ પતંગિયા ઊડ્યા સ્કૂલે છોડી બાળપણ રે 

મ્યુઝિકલચેરથી મોહિત ને ખો-ખો લાવે કળતર ભારે,


ગભરી ડૂબકીએ ગભરું હાસ્ય, કરે પાણીમાં ચડતર

ડૂસકાં ડૂમાં હોશ વિસાણાં, તુજ શરણનું જ ઘડતર,


ગા,ગા, લ,લ,ગા છૂટે વ્યાકરણ સંખ્યા રમે સંતાકૂકડી

કુસ્તી કરી પાછળ કબ્બડી, હાંફી રમતી બારખડી રે,


અ આ ઈ ઈ ઓ ઔ અં અઃ ઊભી આડી અવળી નારે

શ્લોક પધ્ધતિ ગોખે આંકડા, બ્રહ્માંડ ગુગલે વળી હારે,


સ્વયં અસ્તર સ્વયં નસ્તર ભાગતું સતત બચપણ રે

સ્વયં બખ્તર સ્વયં તત્પર, ચોપાટે રહેતું બચપણ રે.


Rate this content
Log in

Similar hindi poem from Action