યોજના
યોજના
હેરી પોટરના પાત્રને તો સૌ કોઈ જાણે જ છે. હેરી આજકાલ એક મુસીબતમાં હોય એવું જણાતું હતું. તેનાં મમ્મી લીલી પોટરની કોઈએ હત્યા કરી નાંખી હતી. તેને બચાવવાં હેરી એક યોજના ઘડી રહ્યો હતો. જેમાં તેની મદદ જાદું શીખવનાર એલ્બસ ડમ્બલડોર કરવાનાં હતાં.
હેરી આવનારી મુસીબતોથી અજાણ હતો. તેણે તેની મમ્મીનાં હત્યારાને પકડી પાડવાનું નક્કી તો કરી લીધું હતું. પણ એ સફર ઘણી બધી મુશ્કેલીઓથી ભરેલી હતી. એ વાતથી હેરી બેખબર હતો.
"આપણે મમ્મીનાં હત્યારા સુધી કેવી રીતે પહોંચીશું ?" હેરી એલ્બસ ડમ્બલડોરની સલાહ લેવા તેમની પાસે આવ્યો હતો.
"આ કામમાં તારી મદદ સુઝી કરશે. એ બહું મોટી જાદુગર છે. તારાં મમ્મીની હત્યા કરનાર વ્યક્તિ જે જાદુઈ જંગલમાં રહે છે. ત્યાં માત્ર સુઝી જ તને પહોંચાડી શકશે." એલ્બસ ડમ્બલડોરે હેરીને સુઝી વિશે માહિતી આપી.
હેરી હજી જાદું કરતાં બરાબર શીખ્યો ન હતો. તેને સુઝીની મદદની જરૂર હતી. પણ સુઝી પોતાનાં મતલબ વગર કોઈની મદદ નાં કરતી. હેરીની મદદ કરવાં સુઝી શું શરત રાખશે. એ વાતથી એલ્બસ ડમ્બલડોર પણ અજાણ હતાં.
હેરી સુઝીની મદદ માંગવા જાદુઈ જંગલની બહાર એક ગુફા હતી. એ તરફ જવા રવાનાં થયો.
"આ છડી તારી સાથે લઈ જા. આ તને આગળ જતાં મદદરૂપ થશે. સુઝી પોતાનાં મતલબ વગર કોઈની મદદ નથી કરતી. તો તારે ચાલાકીથી કામ લેવું પડશે." એલ્બસ ડમ્બલડોરે હેરીને એક છડી આપી. એ જાદુઈ છડી હતી. એલ્બસ ડમ્બલડોર પાસે જે જાદુ શીખવા આવતાં. તે બધાં વ્યક્તિઓ પાસે એવી છડી જોવાં મળતી.
હેરી એ છડી લઈને ગુફા તરફ રવાનાં થયો. સુઝી પાસેથી કામ કઢાવવું મુશ્કેલ હતું. એ વાતની જાણ થતાં જ હેરી વિચારમાં પડી ગયો. હેરી પાસે સુઝીને આપવા માટે કાંઈ ન હતું. એવામાં સુઝી હેરીની મદદ કરશે કે નહીં. એ વાત હેરીને પરેશાન કરતી હતી.
હેરી વિચાર કરતો કરતો ગુફા સુધી આવી પહોંચ્યો. ગુફાનો દરવાજો બંધ હતો. સુઝીની પરવાનગી વગર એ દરવાજો કોઈ ખોલી નાં શકતું. હેરી સુઝી ક્યારે બહાર આવશે. એવી રાહ જોતો ગુફા બહાર એક પત્થર પર બેઠો.
રાત પડવાં આવી હતી. ધીમે-ધીમે અંધારું વધી રહ્યું હતું. પણ સુઝી હજું સુધી બહાર આવી ન હતી. હેરી પત્થર પરથી ઊભો થઈને જંગલની બહાર ચક્કર લગાવતો હતો. એ સમયે જ ગુફાનો દરવાજો ખુલ્યો. હેરી દોડીને ગુફાની નજીક ગયો.
ભપકાદાર મેકઅપ અને ખુલ્લાં કાળાં વાળમાં સુઝી થોડી ડરામણી લાગતી હતી. સુઝી હેરીને જોઈને કંઈક વિચારમાં પડી ગઈ. સુઝીની ગુફા પાસે આવવાની કોઈની હિંમત નાં થતી. એવામાં ઘોર અંધારામાં હેરી સુઝીની લગોલગ જઈને ઊભો હતો. એ વાત સુઝી માટે નવાઈ પમાડે એવી હતી.
"તને અહીં કોણે મોકલ્યો છે ?" સુઝીએ સવાલનું તીર છોડ્યું.
"મારે મારાં મમ્મીનાં હત્યારા સુધી પહોંચવું છે. એ આ જંગલમાં રહે છે. મને અહીં એલ્બસ ડમ્બલડોરે મોકલ્યો છે." હેરીએ સુઝીને બધી માહિતી આપી દીધી.
સુઝી હેરીનું નિરીક્ષણ કરવા લાગી. સુઝીને એવું કરતાં જોઈ હવે હેરી વિચારમાં પડી ગયો.
"તારાં મમ્મીનો હત્યારો મળી જાય. પછી તું એની સાથે શું કરીશ ?" સુઝીએ હેરીનું નિરીક્ષણ કરીને પૂછ્યું.
એક વ્યક્તિને મારનારની સજા પણ મૃત્યુ જ હોય છે. એ વાત હેરી જાણતો હતો. પણ પોતે તેની મમ્મીનાં હત્યારા સાથે શું કરવું. એ હજું સુધી વિચાર્યું ન હતું.
"તને જોતાં લાગે છે, કે તે એ બાબતે કાંઈ વિચાર્યું નથી. પણ તું તેને મારાં માટે મારી શકે. તો હું તને તેનાં સુધી પહોંચાડવા તૈયાર છું." સુઝીએ પોતાનાં મતલબની વાત કરી.
સુઝીના ફાયદામાં હેરીનો પણ ફાયદો હતો. હેરીએ સુઝીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો. બંને જંગલની અંદર ગયાં. જંગલ ખૂબ જ ઘટાદાર હતું. રાતનાં અંધારામાં અંદર કાંઈ જોઈ શકાય એમ ન હતું. પણ હેરી પાસે રાતે જંગલમાં જવા સિવાય કોઈ રસ્તો ન હતો.
આપણાં દુશ્મનને માત આપવા માટે તેની કમજોરી જાણવી જરૂરી હોય છે. હેરીની મમ્મીનાં હત્યારાની પણ એક કમજોરી હતી. જે હેરી જાણી ગયો હતો. એ વ્યક્તિ રાતે બરાબર જોઈ નાં શકતો. રાતે તેની આંખોનું તેજ ઘટી જતું. એટલે હેરીએ રાતે જ તેની પાસે જવાની યોજના ઘડી હતી.
હેરી સુઝી સાથે જંગલમાં ખૂબ જ અંદર જતો રહ્યો હતો. આખરે સુઝી એક જગ્યાએ પહોંચીને ઊભી રહી ગઈ. હેરી પણ તેની પાછળ ઊભો રહી ગયો.
"આ છે તારી મંઝીલ...હવે આગળ તારે એકલાએ જ વધવાનું છે." સુઝીએ એક મોટો પહાડ બતાવીને કહ્યું.
હેરી એ પહાડની પાછળ ગયો. લીલી પોટરની હત્યા કરનાર વ્યક્તિ ત્યાં જ હતો. એકદમ કાળો, ભદ્દો ને સુમો રેસલર જેવો એ વ્યક્તિ આરામથી પહાડને ટેકો આપીને સૂતો હતો. હેરીના આવવાની આહટ સાંભળીને તેની આંખ ખુલી. તે હેરીને બરાબર જોઈ શકતો ન હતો.
હેરીએ તરત જ એ વ્યક્તિ પર જાદુઈ છડી ઘુમાવીને વાર કર્યો. પણ તેને કોઈ અસર નાં થઈ. લીલી પોટરની હત્યા કરનાર, વિઝાંગ પાસે જાદુગરનો એલિક્સિર પત્થર હતો. જે જીવન ઉત્પન્ન કરતો હતો. તેનાંથી તેને અમરત્વ મળ્યું હતું. એટલે જ્યાં સુધી વિઝાંગ કોઈને નુકશાન નાં પહોંચાડે. ત્યાં સુધી તેને મોતને ઘાટ ઉતારવો અશક્ય હતું. જે વાતથી હેરી અજાણ હતો.
હેરી એક કલાકથી વિઝાંગ પર જાદુથી વાર કરતો રહ્યો. પણ તેની ઉપર કોઈ અસર થતી ન હતી. આખરે વિઝાંગે કંટાળીને હેરી પર વાર કર્યો. પણ હેરી તેનાંથી બચવા નીચે નમી ગયો. જેનાં કારણે જંગલમાં રહેતું ઘુવડ વિઝાંગના એ વારથી મૃત્યુ પામ્યું. પછી હેરીએ વિઝાંગ પર વાર કર્યો, ને વિઝાંગ એ સમયે જ મૃત્યુ પામ્યો.
હેરી છેલ્લાં એક કલાકથી વિઝાંગને મારવાની કોશિશ કરી રહ્યો હતો. પણ વિઝાંગ મરતો ન હતો. ને અચાનક જ એ એક જ વારમાં મોતને ભેટી ગયો. એ વાત હેરીને નવાઈ પમાડે એવી હતી. પણ હેરી એક વાતથી અજાણ હતો, કે વિઝાંગને એક શ્રાપ આપવામાં આવ્યો હતો, કે એ જંગલનાં કોઈ પણ જીવને નુકશાન પહોંચાડશે. તો તેની બધી શકિત, ને તેનું અમરત્વનુ વરદાન બધું જ તેની પાસેથી છીનવાઈ જાશે. એનાં પછી કોઈ મામૂલી વ્યક્તિ પણ વિઝાંગને મારવાની કોશિશ કરશે. તો પણ એ મરી જાશે. જ્યારે આ વાર તો હેરીએ પોતાની જાદુઈ છડીથી કર્યો હતો. તો એવામાં વિઝાંગનુ બચવું મુશ્કેલ હતું.
હેરી વિઝાંગને મારીને પહાડની બીજી તરફ ગયો. જ્યાં તે સુઝીને છોડીને ગયો હતો. પણ હાલ સુઝી ત્યાં ન હતી. હેરી સુઝીને શોધવાં લાગ્યો. પણ સુઝી તેને નાં મળી. વિઝાંગનો અંત થઈ ગયો હતો. હેરીની સાથે સુઝીનો મકસદ પણ પૂરો થઈ ગયો હતો. એટલે સુઝી હેરીને કહ્યાં વગર જ ચાલી ગઈ હતી.
હેરી પણ જંગલમાંથી સીધો એલ્બસ ડમ્બલડોર પાસે ગયો. હેરીએ પોતાનું કામ બખૂબી પૂરું કર્યું છે. એ વાત જાણીને, તેમને પણ ખુશી થઈ.
સમાપ્ત
