Falguni Parikh

Children Inspirational

3  

Falguni Parikh

Children Inspirational

યજ્ઞ

યજ્ઞ

1 min
546


યજ્ઞ

ચોર... ચોર...ચોર... પકડો... પકડો... સવારના મોર્નિંગ વોકથી પરત ફરતા આશિષને અવાજ સંભળાયા- જોયું ચાર- પાંચ માણસો બૂમો પાડતા દોડતા જતા હતા. ધ્યાનથી જોયું એમની આગળ દસ વર્ષનો છોકરો કંઈક છુપાવીને દોડતો હતો-જાણે કોઈ કિંમતી ચીજ !

આશિષે કંઇક વિચારી તરત બાજુની ગલીમાં વળ્યા અને પલકવારમાં એ છોકરાની સામે ઊભા રહી ગયા.પોતાની સમક્ષ કોઈને ઊભેલા જોયને- છોકરો ડરી ગયો, કરગરવા લાગ્યો- સાબ, સાબ મને મારશો નહીં ! ટોળું પણ ત્યાં આવી ગયું. બધા તેને મારવા તત્પર હતા, આશિષે તેમને રોક્યા- એક મિનિટ,એને પૂછો તો ખરા કે એને શું ચોરી કરી છે ?

આશિષના સ્નેહભર્યા અવાજથી એ છોકરાએ ડરતા ડરતા- શર્ટની નીચેથી છુપાવેલ એ કિંમતી ચીજ કાઢી- એ જોઇ બધાને આશ્વર્ય થયું! બેટા તે એક બુકની ચોરી કરી ?

સાબ- પેલા ભાઈ પસ્તીમાં આ કાઢી નાંખતા હતા, મેં જોયું તો...મે ચોરી કરી. કેમકે મારે ભણવું છે પણ ?

નાના છોકરાની કબૂલાતથી બધાની આંખો શરમથી ઝુકી ગઈ. ટોળું વિખેરાઈ ગયું, આશિષને એક નવું સ્વપ્ન એ છોકરો આપી ગયો ! એ ઘટના બાદ આશિષ સવારના સમયે ગાર્ડનમાં મોર્નિંગ વોકને બદલે ગરીબ- અભણ બાળકોને મફતમાં શિક્ષા જ્ઞાન આપવાનું શરૂ કર્યું ! લોકો પણ તેમના આ યજ્ઞમાં જોડાયા ! આશિષના જીવનમાં નવા વર્ષમાં એક નવા સ્વપ્નનો આરંભ થયો !


Rate this content
Log in

Similar gujarati story from Children