Falguni Parikh

Inspirational Tragedy Romance

3  

Falguni Parikh

Inspirational Tragedy Romance

સૂરસંગમ

સૂરસંગમ

7 mins
14.9K


સાસાસા, રેરેરેરે, ગગમમપપ, સાનિસાનિપની, ગસાગસા, નિસા-ગસા, નિસાગસા,

આઆઆ... આવો મા, મોરી મા...

મેં તો શણગાર્યો ચાચર ચોક માડી ઘર આવોને.

આ શાસ્ત્રીય સરગમથી જ્યારે સ્વરા આ ગરબો - 'યુનાઇટેડ વે ગરબા' ગ્રાઉન્ડ પર પોતાના મધુર અવાજથી રેલાવતી, યુવાધન હિલોળે ચડી, તાનમાં આવી ગરબા રમતા. રૂતંભરા ગ્રુપ શ્રી અતુલ પુરોહિત - જે બાપજીના નામથી દુનિયામાં ખાસ કલાસીકલ ગરબા માટે પ્રખ્યાત થઈ ગયું છે. વડોદરાના આ ગરબા માટે મહિનાઓ અગાઉથી ગ્રુપની ગાયિકાઓ ગરબા ગાવાની પ્રેક્ટિસ કરતી. આ ગ્રુપની મુખ્ય ગાયિકા તરીકે કૈરવી અને સ્વરા છે. બંને યુવાન, ખૂબસૂરત અને મધુર કંઠની માનુની છે.

કૈરવીના ગરબા સમાપ્ત થયા, સ્વરાનો વારો આવ્યો ગાવાનો. સ્વરાએ પોતાના સૂરીલા સ્વરમાં - ફાગણ ફોરમતો આવ્યો, આવ્યો રે સખી, ફાગણ ફોરમતો આવ્યો - એજ ગરબાના સૂર રેલાવ્યા. મંચ પર તબલા પર સાથ આપનારા, કોરસગ્રુપ, ખેલૈયાઓ તાનમાં આવી ગયા.

મંચની નજીક, સૌરભ, તાન્યા, કૃણાલ, શિશિર, એકતા, પૂર્વી, બધાં મિત્રો એક ગ્રુપ બનાવી ગરબા રમતાં હતાં. સ્વરાના અવાજ પર આખું ગ્રુપ ફીદા હતું. સૌરભ, જ્યારે સ્વરા ગરબા ગાતી ત્યારે મંત્રમુગ્ધ બની તેને નિહાળતો અને મોબાઇલમાં તેને ક્લિક કરતો. સ્વરાની નજરોમાં આ ત્રણ દિવસથી ધ્યાનમાં આવ્યું. ગરબા ગાતી વખતે તેનું ધ્યાન આ હેન્ડસમ યુવાન તરફ વારેવારે દોરાતુ હતું. આ બંનેની આંખોની બેચેન લિપિ તાન્યાની નજરમાં આવી. ગરબા સમાપ્ત થાય છતાં સૌરભ ગ્રાઉન્ડની બહાર જવા ઉતાવળ ના કરતો. તેની વિહવળ નજર સ્વરાને શોધતી.

ચાલ, સૌરભ યાર, ના જાને ક્યાં અટવાઈ જાય છે ? જલ્દી બહાર નીકળીશું નહીં તો ખૂબ ગીર્દી થતાં ગાડી કાઢવાની મુશ્કેલી પડશે, ચાલ યાર! સૌરભ - ઓ સૌરભ. સૌરભની હાલત તાન્યા સમજી ગઈ તેને મસ્તીમાં ચિડાવતા બોલી - સૌરભ, તેનું નામ સ્વરા છે! સૌરભની સ્વરા બનાવી દે દોસ્ત !

ઓહ- સ્વરા ! તને ક્યાંથી એનું નામ ખબર પડી ? ડિયર - તારી બેચેની હું છેલ્લા ત્રણ દિવસથી જોતી આવી છું. તારા માટે એના વિશે ગરબા શરૂ થાય એ પહેલાં મંચ પરથી એની માહિતી લાવી છું ! વાહ, ડિયર. યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ એમ બોલતાં ખુશીથી તાન્યાને ગળે લગાડી !

ગરબાના પાંચમે દિવસે બધા ખેલૈયાઓ ભેગા થયા, સૌરભ આવ્યો નહીં. ગરબા શરુ થયા, સ્ટેજ પાસેના ગ્રુપમાં આજે સૌરભને ના જોતાં સ્વરા વિહવળ બની. એની નજર સૌરભને શોધતી હતી. મનમાં સવાલો થવા લાગ્યા - શું થયું હશે? એ કેમ નથી આવ્યો ? એ અજાણ્યા યુવક માટે સ્વરાના દિલમાં કંઇક એહસાસ થવા લાગ્યો હતો ! સૌરભ દૂર રહીને સ્વરાની વિહવળતા નિહાળી રહ્યો. એના ચહેરા પર સ્મિત આવી ગયું.

ગરબાના છઠ્ઠે દિવસે સાંજે સૌરભ સ્વરાના ઘરે પહોંચી ગયો. સૌરભને અચાનક પોતાને ત્યાં નિહાળી એને 'આવકાર' આપવાનું ભૂલી ગઈ. સ્વરા - મેં આઇ કમ ઈન યોર હાઉસ ? સૌરભના સવાલથી તંદ્રા તૂટી. ઓહ, સોરી, પ્લીઝ કમ ઈન ! સૌરભને ઘરની સાથે-સાથે દિલમાં પ્રવેશ આપ્યો !

સ્વરાના મમ્મી પપ્પા હયાત નહોતાં. એ એની દૂરના માસી સાથે રહેતી હતી. સાંજનો સમય થયો હોવાથી માસી મંદિર દર્શન કરવા ગયા હતા. ઘર ખૂબ સામાન્ય છે એ ઘરમાં પ્રવેશતાં સૌરભની નજરમાં આવી ગયું.

એ મુલાકાત પછી સ્વરા સૌરભમય બની ગઈ. તેની જિંદગીમાં 'પ્રણયના ફૂલ' મ્હોરી ઉઠ્યા ! મદમસ્ત યુવાનીનો રંગભીનો પ્રણય બંનેને ઉન્માદ બનાવતો હતો ! નવરાત્રી ઉત્સવ સમાપ્ત થઈ ગયો, પરંતુ બંને માટે એ યાદગાર બની રહી. નવરાત્રી પછી શરદપૂર્ણિમા આવતા, સૌરભે પોતાના ફાર્મ હાઉસમાં દોસ્તો સાથે સ્વરાના સંગે રાસલીલાનો પ્રોગ્રામ રાખ્યો.

સ્વરાના સૂરીલા કંઠે ગવાતા એક એક ગરબા-રાસ પૂનમને રઢિયાળી રાત બનાવી દીધી ! બધા મિત્રો પ્રોગ્રામ સમાપ્ત થતાં રવાના થયા. સ્વરાને પોતાની કારમાં મૂકવા જતાં, પૂનમની રાત, પ્રિયતમાનો રંગભીનો સાથ, યુવાન હૈયા - પ્રેમનો રંગ! તેમને મદહોશ બનાવી દીધા. બંને પોતાની ઊર્મિઓ પર કાબૂ ના રાખી શક્યાં. બંને ધડકતા દિલ આજે એક બની ગયા ! પ્યાસી ધરતી પર મેહુલિયો વરસે અને ધરતી તૃપ્ત થઈ જાય એમ સ્વરા આજે તૃપ્ત બની !

શરમની લાલિમા તેના ગાલને વધુ લાલ બનાવતા હતા! સૌરભ તેની ઊર્મિઓ પર કાબૂ રાખી શકતો નહોતો. તેના અધરોનું અમૃતરસ અધીર થયો! તેને રોકતાં સ્વરા બોલી, નહીં જાનુ, હવે નહીં ! આપણે પહેલાંજ સમાજની લક્ષ્મણ રેખા ઓળંગી ગયાં છીએ. સ્વરાની વાત કાપતાં બોલ્યો - તને કેમ ડર લાગે છે ? હું છું તારી સાથે, તને ક્યારેય છોડું નહીં. સૌરભના વચનો પર સ્વરા બોલી ના શકી. પ્રેમ આજે પૂર્ણતા પર પહોંચ્યો!

સ્વરા ઘરે આવી, આંખોમાં એ ઉન્માદી ઉન્માદનો નશો છવાયો હતો! ભવિષ્યના સ્વપ્નના જોતી નિદ્રાને આધીન થઈ. એ દિવસ પછી એમની મુલાકાતો વધવા લાગી. અચાનક સૌરભે આવવાનું બંધ કર્યું. મોબાઈલ સ્વીચ ઓફ. કોઇ મેસેજ નહી, કોઈ સમાચાર નહીં. શું થયું હશે ? એ ક્યાં ગયો હશે ? સ્વરા - સૌરભ ક્યાં રહેતો હતો એ જાણતી નહોતી. ફાર્મ હાઉસ પર તપાસ કરી કોઈ સમાચાર ના મળ્યા.

સૌરભની રાહ જોવામાં મહિનો પસાર થઈ ગયો. પૂર્ણિમાના ઉન્માદનું પરિણામ સ્વરાના ઉદરમાં પાંગરવા લાગ્યું. સ્વરાને માથે આભ ફાટ્યું. પોતાની સ્થિતિ કોને કહેવી ? કોણ તેની વાત માનશે ? શું કરીશ હવે ? નોકરી નથી, માસીને ખબર પડશે મને ઘરની બહાર કાઢી મૂકશે. અરેરે ! મેં આ શું કર્યું ? મોહાધ બની બધું ભૂલી બેઠી.

સ્વરાની હાલત માસીને પડતાં એમને સ્વરાને ઘરમાંથી કાઢી મૂકી. તેમની નજર સ્વરાની મમ્મીના થોડા દાગીના પર હતી. સ્વરા બેઘર બની જતાં - શું કરવું ? શું ના કરવું ? સમજ પડતી નહોતી. મનમાં એક નિણર્ય લીધો, અને એ માટે કદમ એ દિશામાં આગળ વધાર્યા.

બેધ્યાન પણે ચાલતી હતી, એને એ પણ ખબર નથી કે પાછળ કોઈ બૂમ પાડી રહ્યું છે. બૂમ પાડનાર વ્યક્તને શંકાસ્પદ લાગતા તેની પાછળ પાછળ અંતર રાખીને આવી રહી હતી. નર્મદા નદીની મેઈન કેનાલ આવતાં સ્વરાના પગ થંભી ગયા. બ્રીજની રેલિગ પકડી પોતાના શરીરને ઊંચું કર્યું છલાંગ લગાાવવા...!

મેં આઇ કમ ઈન સર - એક સુમધુર અવાજે સૌરભને ચોકાવ્યો. ફાઇલમાથી નજર ઊંચી કરી - સામે ઊભેલી સૌંદર્યવાન યુવતીને નિહાળી એ દંગ રહી ગયા. મનમાં સળવળાટ થયો, સ્વરા ? સામે ઊભેલી ખૂબસૂરત યુવતી એકદમ સ્વરાજની કાબૅનકોપી હતી ! સ્વરા - અહીં મુંબઈમાં ક્યાંથી ?

એસકયુઝ મી સર - મેં આઇ કમ ઈન? ફરી સવાલ પૂછાતા યસ - યસ, પ્લીઝ કમ ઈન ! પ્લીઝ સીટ ડાઉન - ઈશારો કરતાં સૌરભ બોલ્યા. એની નજર એ યુવતીને નીરખી રહી ! સરને આમ પોતાને નિરખતા એ યુવતીને અજુગતું લાગ્યું. યસ મીસ - સર માય નેમ ઈઝ સુગંધા. સુગંધા દેસાઈ ફ્રોમ સુરત. ઓહ સુરત ! આ એ નથી એમ મનમાં બોલી સુગંધાની ફાઈલ હાથમાં લીધી. સુગંધા, સૌરભ એન્ટરપ્રાઈઝમાં નેટવર્કિંગની પોસ્ટ માટે ઈન્ટરવ્યુ માટે આવી હતી. એને તાજેતરમાં જ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પાસ કરી નેટવર્કિંગમાં માસ્ટસૅ કયું. એની મમ્મીની મનાઇ છતા એને મુંબઈ નોકરી માટે એપ્લાઇડ કયું અને આજે એ ઈન્ટરવ્યુ આપવા આવી હતી. એની કાબેલિયત પુરવાર થઇ એને નોકરી મળી ગઈ.

ઓફિસ બીજા દિવસે જોઈન કરવાનો એપોઈનમેન્ટ લેટર મળી જતા સૌ પ્રથમ ખુશખબર એને આલાપ દેસાઈને આપવા કોલ લગાવ્યો. પાપા - આઇ એમ સિલેક્ટ ધીસ જોબ! આઈ જોઈન ટુમોરો પાપા ! સેલરી પણ ખૂબ સરસ છે. પાપા આઇ એમ વેરી હેપી ! દીકરીના ખુશી ભર્યો અવાજ સાંભળી આલાપ ખુશ થયા, દીકરીને વધાઈ આપી ! બટ પાપા, મમ્મી ? અરે બેટા, મમ્મીની ચિંતા ના કર એને હું સમજાવીશ. ઓહ પાપા, લવ યુ પાપા ! યુ આર માય બેસ્ટ પાપા ! તું ત્યાં સાચવીને રહેજે. મમ્મીને સમજાવીને તારી પાસે લઈ આવીશ!

સુગંધાના ગયા પછી સૌરભ વિચારમાં ડૂબી ગયા. આટલા વર્ષો પછી અચાનક સ્વરા યાદ આવી ગઈ! એની સાથે કરેલ વ્યવહાર યાદ આવી જતાં આજે એ વહેલા ઓફિસથી નિકળી પોતાની ગમતા નરિમાન પોઈન્ટની જગ્યાએ આવી પહોંચ્યા. સાથે સાથે અતીતના એ ખોવાઈ ગયેલા કે પોતે ભૂંસી નાંખેલા એ પાના યાદોની અટારીએ ફરી ફરફરવા લાગ્યા.

પોતાના પ્રેમની વાત ઘરમાં જણાવતાં સુનામી આવી તેના જીવનમાં. પપ્પાની જીદ અને મમ્મીની ઇમોશનલ લાગણી આગળ એ હારી ગયો. અનિચ્છાએ અમેરિકા અભ્યાસ માટે ગયો. અભ્યાસ પૂર્ણ થયા બાદ પપ્પાના દોસ્તની દીકરી સાથે લગ્ન કર્યા. મુંબઈ વેપાર શરૂ કર્યો. સ્વરાને સમયે ભૂલાવી દીધી. આજે ફરી અતીત તેની સામે આવી ઊભો. મન ખિન્નતાથી ભરાય ગયું.

ઓફિસમાં દરરોજ સુગંધાને એ કામના બહાને બોલાવી ચોરીછૂપીથી નિરખી રહેતો. સુગંધાને ખૂબ આશ્વર્ય થતું. સર આવું કેમ કરે છે? સાથી કર્મચારીઓ સરના ખૂબ વખાણ કરે છે. સુગંધાની કામની મહેનત અને ધગશતાથી ટૂંકા સમયમાં એ ઓફિસમાં પ્રિય બની રહી.

આલાપ - સ્વરાને સમજાવી મુંબઈ દીકરી પાસે લાવ્યો. મમમીને મુંબઈ આવેલી જોતા એ પાગલ બની ઉડી. પાપા આ કામ ઓનલી તમે જ કરી શકો ! યુ આર માય મેજીશિયન ! રહેવા દે બેટા, તારા આ પાપાના બહુ વખાણ ના કર. હું એને લાયક નથી.

જમતાં જમતાં સુગંધાએ ઓફિસની, પોતાના કામની, પોતાના બોસની વાતો કરી. દીકરીની સફળતા જોઇ એ કૃતાર્થ નજરે આલાપ તરફ જોવા લાગી. બંનેની નજરો આપ-લે કરી એક બીજાનો આભાર વ્યક્ત કર્યો.

મમ્મી એક ખૂબ વિચિત્ર વાત છે - કંઈ બેટા ? 

મમ્મી મારા બોસ છે એ મને કંઈક વિચિત્ર નજરે નિહાળે છે ! સુગંધાની વાત સાંભળી સ્વરા - આલાપ ચમક્યાં. કંપતા અવાજે સ્વરા એ પૂછ્યું- 'બેટા, તારા બોસનું નામ શું છે ? આલાપ સ્વરાની હાલત જોઈ રહ્યા. અમમ... મમ્મી એમનું નામ સૌરભ શાહ છે. ઓહ, સૌરભ! એ નામ પડતાં સ્વરાનો અવાજ તરડાયો એ આલાપની નજરમાં આવી ગયું. એ નામ પછી સ્વરા અસ્વસ્થ થઈ.

સમય પસાર થતો ગયો, સ્વરા સુગંધાને એ નોકરી છોડવા ખૂબ સમજાવતી હતી, જ્યારથી એને સૌરભનો ફોટો એના માગવા પર સુગંધાએ બતાવ્યો હતો. સુગંધા આટલી સારી નોકરી છોડવા રાજી નહોતી. આ વાત પર એમની વચ્ચે ઝઘડાઓ શરુ થયા. આલાપ ખૂબ સમજાવતો સ્વરાજને, પરંતુ સ્વરાને બીક રહેતી, દીકરી છીનવાઈ જવાની.

એ ઝઘડો ઉગ્ર બન્યો ત્યારે સુગંધાના વિરોધ પર સ્વરાએ પહેલી વખત દીકરીને તમાચો માર્યો. આલાપ દિગ્મૂઢ થઇ ગયા ! સ્વરા - આ તમે શું કર્યું ? દીકરી પર હાથ ઉગાર્યો ? આલાપ આ તમારા લાડકોડથી જ આટલી જીદ્દી બની છે. જોજો એક દિવસ આ જીદ એને ? એ રાત્રે પહેલી વખત આલાપ સ્વરા પર ખૂબ ગુસ્સે થયા. ભૂતકાળ બહાર આવી ગયા પછી વાતાવરણ શાંત થઈ ગયું. પણ સુગંધાની શાંતિ હણી ગયું. પોતાના જન્મની સચ્ચાઈ, પાપાનું મમ્મીને બચાવવું, એને સાથ આપવો, દીકરીને પોતાનું નામ આપવું અને એ પણ એમના લગ્ન નહતા થયા એ છતાં એમને એક ફાધરની બધી જવાબદારીઓ નિભાવી. અને સૌરભસરની વાત જાણી કે એ એના સાચા પપ્પા છે. પરંતુ મમ્મીને છોડીને કાયરની માફક પલાયન થઇ ગયા એ માટે નફરત ઊપજી.

થોડા દિવસ પછી સુગંધાના ફ્લેટ પર ખૂબ ધમાલ હતી. એને પૂજાનું આયોજન કર્યું. ઓફિસના બધાને બોલાવ્યા હતા. પૂજા વિધિમાં એને મમ્મી પપ્પાને બેસાડ્યા. એ બંનેને સાથે બેસતાં અજુગતું લાગ્યું. દીકરીના સ્નેહ આગળ મજબૂર હતાં. પૂજનવિધી સમાપ્ત થતાં એ પપ્પાની નજીક આવી, સ્નેહથી બોલી - પપ્પા આ સિંદુર મમ્મીની માંગમાં આજે ભરો !

એની વાત સાંભળી બંને ખળભળી ઊઠ્યા. ઓહોહો... પાપા મમ્મી તમને બંનેને એમ છે કે મને સચ્ચાઈ ખબર નથી ? હા, આ વાત મેં થોડા દિવસ પહેલા જ જાણી મમ્મી. મને મારા આ પાપા પર ગર્વ છે અને એમના પર નફરત કે જેને તને આ સ્થિતિમાં મૂકી પલાયન થઈ ગયા. મમ્મી, પપ્પા તો હું એમને કહેતી જ હતી ! આજે તું પણ એમને એ હક્ક આપી દે જેના એ હક્કદાર છે !

સ્વરા - આલાપ બંને સુગંધાને નિહાળી રહ્યા. ચાલો પાપા જલ્દી કરો - મમ્મી એની રાહ જોવે છે ! આલાપે સ્વરાની આંખમાં એ સંમતિ વાંચતા સિંદુર ઉઠાવી એની માંગમાં ભર્યું ! આજે સાચા અર્થમાં સૂરોનું સંગમ થયું સ્વરા - આલાપ - સુગંધાનું ઘર 'સૂરસંગમ' બની ગૂંજી ઉઠ્યું!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational