Falguni Parikh

Crime Inspirational

3  

Falguni Parikh

Crime Inspirational

સમજણ

સમજણ

2 mins
14K


"રીના, અંકલ આવ્યા છે પાણી લાવ બેટા. મમ્મીની બૂમ સાંભળતા રીના પોતાનું હોમવર્ક પડતું મૂકી પાણીનો ગ્લાસ ટ્રેમાં લાવી."

"લ્યો અંકલ પાણી."

"અરે રીના તું બેસ મારી પાસે. જો હું તારા માટે કેડબરી ચોકલેટ લાવ્યો છું. તારી ફેવરીટ છેને !" પોતાની ફેવરીટ વસ્તુ જોતા રીનાનો ચહેરો ખુશીથી ઝૂમી ઊઠ્યો. અંકલના હાથમાંથી એ લીધાં બાદ રવાના થતી હતી ત્યાં અંકલ બોલ્યા, "અંકલને ચોકલેટના બદલામાં એક કીસ નહી આપે ?" રીના કીસ આપી રવાના થઈ,અંકલની નજર ક્યાંય સુધી એને નિરખતી રહી.

"કોમલ, તારી દીકરી તારા જેવી સુંદર છે !તને જોઈ કોઈ ના કહે તું એક દીકરીની મમ્મી છો."ઓહ થેંક્યું ફોર બીગ કોમ્પ્લીમેન્ટ ડિઅર સુજોય.

એ પછી સુજોયની અવરજવર વધી ગઈ હતી. રોજ રીના માટે જુદી જુદી ચોકલેટ લાવતો. "સુજોય, રીનાને રોજ રોજ ચોકલેટની ટેવ ના પાડી. તું જાણે છે એના પપ્પાનું મૃત્યુ થયેલું છે. અમે બંને એકલા..." રડમસ થતાં કોમલ બોલી.

"અરે માય સ્વીટહાર્ટ તું શા માટે ચિંતા કરે છે ? હું છું તમારી ચિંતા કરનારો." કોમલની પીઠ પર સાંત્વનનો હાથ ફેરવતાં કહ્યું.

એક દિવસ કોમલને કામ માટે બહાર જવાનું હતું, રીના શાળાએથી આવી નહતી. સુજોયને આવતાં નિહાળી ખુશ થતા બોલી, "સારું થયું તું આવી ગયો, જો મારે એક કલાક માટે કામ માટે બહાર જવાનું છે, રીનાનો સ્કૂલમાંથી આવવાનો સમય થઈ ગયો છે. પ્લીઝ, તું થોડીવાર માટે ઘરે બેસી એની આવવાની રાહ જોઇશ ? હું ઝડપથી કામ પતાવીને..."

"હા હા કોમલ તું ચિંતા ના કર. હું રીનાને સંભાળી લઈશ."

"પ્લીઝ યાર એનું હોમવર્ક કરવામાં મદદ કરજે. હું જલ્દીથી... એમ કહી કોમલ કામ માટે રવાના થઈ.

રીના શાળાએથી ઘરે આવી મમ્મીનેના જોતાં અંકલને જોયા બોલી- "અંકલ મમ્મી ક્યાં છે ?"

"રીના બેટા મમ્મી આવે છે. મને તારો ખ્યાલ રાખવાનું કહીને ગઇ છે. આજો તારી ફેવરીટ ચોકલેટ લાવ્યો છું."

"અંકલ મને એ નથી જોઇતી હમણાં." રીના સકૂલબેગ મૂકવા તેના રૂમમાં ગઈ. સુજોય એને જોતો રહ્યો, મનમાં નિર્ણય કર્યો, આજે રીનાને સ્ત્રીના અંગોની રચનાની સાચી સમજણ આપી દેવાનો. કલાક પછી એ આઠ વર્ષની રીનાને ના સમજાય એવી સમજણ આપીને સુજોય જતો રહ્યો. એ અબુધ રીના આ સમજણને સમજીના શકતાં બેભાન....


Rate this content
Log in

Similar gujarati story from Crime