ઋણ
ઋણ
હેલો, સૂરી...હા બોલ હેન્ડસમ-સામેથી હાસ્ય સાથે અવાજ આવતા ગોપાલ હરિભકિતના ચહેરા પર સ્મિત આવી ગયું.અરે યાર તું પણ!!! અચ્છા સાંભળ, આવતીકાલે સવારે તું ટેનિસ કોર્ટ પર ટેનિસ રમવા આવીશને? મારે જરૂરી વાત બધા મિત્રો સમક્ષ કરવી છે.અરે બોલને-કાલ સુધી ક્યાં રાહ જોવડાવે છે મને? હસતાં હસતાં ગોપાલે કહ્યું, થોડી ધીરજ પણ રાખ મારા દોસ્ત!ચલ,બાય - સી યુ. કાલે મળીયે. ફોન કટ કરી ક્યાંય સુધી ગોપાલની આંખમાં સવાલો ઉભરાતા રહ્યા.
ગોપાલ અને તેના મિત્રો વડોદરાના સર ગાયકવાડ પછીના ધનાઢ્ય સેલિબ્રિટી છે.એક સેવાના કાર્યક્રમમાં બધા મળ્યા અને મિત્રો બની ગયા.એ પછી એમણે...
હરિભકિત એન.જી.ઓની સ્થાપના કરી, વડોદરામા આજે આ એન.જીઓ સેવા કાર્યો માટે જાણીતું છે!
રવિવાર-ટેનિસ કૉર્ટ -રમનારા સભ્યોથી ખીચોખીચ હતું.સૂરી, વાસવાની, જીતેશ-ગોપાલની રાહ જોતાં હતાં. ગોપાલની એન્ટ્રી આજે મોડી થઈ. એને આવતાં નિહાળી સૂરી બોલ્યો, લુક એટ હીમ. તેને જોઈ બધાને પ્રસન્નતા થઈ.સોરી-સોરી ફે્ન્ડસ,ટુડે આઇ એમ લેટ. કોઇ વાંધો નથી સાંઇ,બસ લેટની સજા એ છેકે આજે તારે બધાને નાસ્તો કરાવવો પડશે. ઓ.કે.ઓ.કે.ડન- ગોપાલે હસતાં હસતાં કહ્યું.
ટેનિસ રમી ચારે તેમના રિઝર્વ ટેબલ પાસે બેઠા. સવૅન્ટને ઈશારો કર્યો-બધા માટે લેમન જ્યુસ અને નાસ્તાનો ઓર્ડર આપ્યો.દોસ્તો-ગોપાલ આપણને કંઈક કહેવા માગે છે, પ્લીઝ એને સાંભળો.હા- ગોપાલ શું વાત છે?અમને કહે.દોસ્તો લાસ્ટ સેટરે ડે ઝી ટી.વી.પર લીટલ માસ્ટસૅના ડાન્સનો પ્રોગ્રામ જોતો હતો. નાગપુરના અલીપુરા ગામના રોકૅસ ગ્રુપનો ડાન્સ જોયો. એ પછી એમના ગામની વિગતો અને તસ્વીર જોઈ-મિત્રો મારી આંખો છલકાઇ ગયી. મહારાષ્ટ્રના એ વિદભૅમા ૨૬૨૮ ખેડૂતોએ-ખેતીના કરજના રૂપિયા ના ચૂકવાતાં આત્મહત્યા કરી લીધી છે. આ જોતા હું વિચલિત થઈ ગયો. ગામના ખેડૂતોની દશા જોઈ,વરસાદના અભાવને કારણે દુકાળ જેવી સ્થિતિ છે, સરકારની રાહત એ લોકો સુધી પહોંચતી નથી. રોજ એક ખેડૂત આત્મહત્યા કરે છે. ઘરથી બહાર નીકળનાર ઘરનો મોભી-ઘરે પરત આવશે કે નહીં કે આત્મહત્યા કરશે એ દહેશત તેમની પત્નીને રહે છે.ખાવા માટે અનાજ નથી.
દોસ્તો એ જોઇ મને એક વિચાર આવ્યો,આપણી સંસ્થા આવા કામ માટે કાયૅ કરે છે.આ વખતે આપણે અલીપુર ગામને દત્તક લેવું, ત્યાં થોડી સુવિધા ઉપલબ્ધ કરાવીએ તો એનાથી ઉત્તમ કોઈ કામ નથી રાઇટ??
બધા મિત્રોએ એક સાથે સૂર પૂરવતા કહ્યું,ગોપાલ-દોસ્ત તારી વાત એકદમ સાચી છે! ચાલો,આ વખતે આપણે આજ સેવાનું કામ કરીએ. દોસ્ત ,તારી વાત સાંભળી અમે દ્રવી ઊઠયાં.આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે-કિસાન તેની ધરોહર છે! અને એ જગતનો તાત-આત્મહત્યા કરે અને આપણે કશું ના કરીએ-એ શરમજનક વાત છે યાર.
ગોપાલ, તું કહે ત્યારે અમે તારી સાથે આવવા તૈયાર છે. મિત્રોનો સાથ જોઇ ગોપાલ બોલ્યો-આપણે આખું ગામ દત્તક લેવું છે.જગતના તાત અનાજ ઊગાડી આપણા સુધી પહોંચાડે છે એનું ઋણ આપણે કદી નથી ઉતારી શકવાના, થોડી મદદ કરી એમના દુ:ખ ઓછા કરીશું તો આપણને સંતોષ થાશે-આપણે તેમના દર્દ ઓછા કરવામાં સફળ રહ્યા. આ શુભ કામ શરૂ કરવામાં વિલંબ નથી કરવો. વધુ એક કિસાન આ કારણે આત્મહત
્યા કરે એમ હું નથી ઈચ્છતો. શું ખબર- આપણું આ કાર્ય જોઈ બીજી સેવાભાવી સંસ્થાઓ મદદ માટે આવે- ખેડૂતોનું જીવન બચાવી શકે.
મેં બધી માહિતી ભેગી કરી છે.આશરે એ માટે બે કરોડ જેટલી રકમ જોઈશે, આપણી સંસ્થામાં એટલી રકમ નથી, વધારાની રકમ બધા આપવા તૈયાર છો? એટલે જ તમને આજે આ વાત કહેવા માટે બોલાવ્યા છે. અરે, ગોપાલ દોસ્ત- એ માટે પૂછવાનું ના હોય.અમે બધા તારી સાથે છીએ. કહે, કયારે એની શરૂઆત કરવી છે?
આપણે બે દિવસ પછી ત્યાં જવા રવાના થાશું.અલીપુર ગામથી શરૂઆત કરીશું. અઠવાડિયાનો પ્રોગ્રામ બનાવીએ.પછી સ્થાનિક માણસોને રોકી એ કામ પર દેખરેખ રાખીશું- એ બહાને એમને મહેનતાણું મળી રહે.
બે દિવસ પછી એ ચાર મિત્રો અલીપુર ગામના સરપંચ અનિષ મહોલકર સામે બેઠા હતા.તેમની વાત સાંભળી સરપંચજી ખુશ થયા. એ રાત્રે નાનકડી સભા ગોઠવી, ગામના ખેડૂતોને ભેગા કર્યા.બધાની સમસ્યાઓ સાંભળી. બધી ચર્ચા પછી નક્કી કર્યું, દરેક ચાર ખેતર વચ્ચે એક પાણીનો બોર કરાવવો. તેનું જોડાણ એ ચાર ખેતરોમાં પાઇપ લાઇનમાં આપવું- સિંચાઇ સુવિધા ઉપલબ્ધ કરાવવી. ખેતરોની જમીન સૂકી ભઠ્ઠ થવાને કારણે ટૂંકા ગાળાના પાક ઉગાડવા- એ માટે બિયારણ-ખાતરની સગવડ, જમીન ખેડવા ટ્રેકટર વસાવવા, એ દરેકને નિ: શુલ્ક ઉપલબ્ધ મળશે.આ પ્રાથમિક જરૂરિયાતો હરિભકિત એન.જી.ઓ.એ ઉપાડી.
આ જાહેરાત સાંભળી દરેકના ચહેરા પર સ્મિત આવી ગયું. મનમાં નવી આશા જન્મી. હવે સારા દિવસો આવશે એમ લાગ્યું.બધા એ મિત્રોની જયજયકાર કરવા લાગ્યા. અરે,એ માટે આભાર તો અમારે તમારા ગામના રોકૅસ ગ્રુપને માનવો જોઈએ.આવી વિકટ પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વગર દુનિયા સમક્ષ આ હકીકત લાવ્યા. હું વધારે ઈમ્પ્રેસ એ વાતે થયો એ ગ્રુપમાં બધી દીકરીઓ જ છે! એમને ભણાવો, ઘરકામ કરાવી એમને મુરઝાઇ જવા ના દો.આજના જમાનામાં ભણતર જરૂરી છે, જેવું વાવશો એવું લણશો- એ આપ બધા સમજો છો! ગામની બધી દીકરીઓને ભણાવવાનો ,એમને ડાન્સ શીખવવાનો ખર્ચો અમારી સંસ્થા ઉપાડશે.બધા એકી સ્વરે જયજયકાર કરી સૂર પૂરાવ્યો. બીજે દિવસથી શરૂ થયો અલીપુર ગામનો એક નવો અધ્યાય લખાવવાનો!!
ખુબ થોડા મહિનાઓમાં ખેતીના પ્રારંભિક કામ-પાણીના બોર બનાવવાનું કામ પૂર્ણ થયું.ગામની દીકરીઓના હાથે, એ ચારે મિત્રોએ બટન દબાવી એનું શુભ મુહૂર્ત કર્યું.
પાણી બહાર આવ્યા, ખેતરોમાં વહેવા લાગ્યા. એના ભીના ભીના સ્પર્શથી વસુંધરા ભીની ભીની મ્હેકી ઉઠી!
સમય જતાં ખેતરોમાં બિયારણની વાવણી થઈ.પિયત મળતા તે અંકુરિત થઈ ઊઠ્યા. જ્યાં ઉજ્જડ-વેરાન વસુંધરા દેખાતી હતી,આજે એને લીલો શૃંગાર ધારણ કર્યો છે! વસુંધરા નવપલ્લવિત બની છે!
આજે આખું ગામ હિલોળે ચડ્યું છે,એ ચાર મિત્રોના સ્વાગત માટે! ખેતરોમાં પાક તૈયાર થઈ ગયા છે,આજે એ ભગવાનોના હાથે કાપણીનો પ્રોગ્રામ છે! પહેલો પાક દેવોને ધરાવાય-એ ચાર મિત્રો એમના દેવદૂત સમાન છે આજે! દરેકના ચહેરા પર સ્મિત છે, ચિંતાના વાદળો વિખેરાઈ ગયા છે.એમની ખુશી જોઈ-ગોપાલ,સૂરી,જીતેશ,વાસવાની ખુશ છે, કોઈકે સાચું કહ્યું છે, "સંબંધ અને સંપત્તિ- મુઠ્ઠી ભરો તો રેતી છે અને વાવતા રહો તો ખેતી છે"!!!એ યથાર્થ કરી આપ્યું આજે!