Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.
Ignite the reading passion in kids this summer & "Make Reading Cool Again". Use CHILDREN40 to get exciting discounts on children's books.

Falguni Parikh

Inspirational Others

4.7  

Falguni Parikh

Inspirational Others

'માતૃભાષા દિવસ'

'માતૃભાષા દિવસ'

3 mins
1.0K


"ગુજરાતી" મારી માતૃભાષા છે ! મને મારી માતૃભાષા પર ગર્વ છે ! કેમકે એ મારી માતા છે, જેને મને મારી ઓળખ આપી છે- એક ' ગુજરાતી' તરીકે !

ભાષાની ઓળખ થાય છે- તેના ઉચ્ચારો, બોલીઓ, લખાણો, શબ્દોથી !ગુજરાતી ભાષાનો ઇતિહાસ ખૂબ લાંબો છે. ઇ.સ.૧૮૦૮માં ડ્રમન્ડ નામના પાદરીએ ૪૬૮૩ ગુજરાતી શબ્દોનો (અંગ્રેજી સમજૂતી અપાતો) 'ગ્લોસરી' શબ્દકોશ પ્રસિદ્ધ કર્યો હતો ! એ બાદ ઇ.સ.૧૮૭૩માં કવિ નર્મદે- ૨૫૦૦૦ શબ્દોનો 'નર્મકોશ' પ્રસિદ્ધ કર્યો ! ગોંડલના મહારાજા શ્રી ભગવતસિંહજી એ ૨,૫૦,૦૦૦ ગુજરાતી શબ્દોનો નવભાગ માં 'ભગવદ્ ગોમંડલ' શબ્દકોશ પ્રસિદ્ધ કર્યો !

મનુષ્ય જેમ -જેમ આગળ વધે તેમ-તેમ વિકાસ પામે છે. સમાજનો વ્યવહાર સંકુલ અને આધુનિક બનતો જાય તેમ તેની અસર ભાષા પર થાય છે. ઇ.સ.૧૯૨૯ થી ઇ.સ.૧૯૯૫ના ૬૫ વર્ષના લાંબા ગાળામાં વિજ્ઞાન અને ટેકનોલોજી એ હરણફાળ ભરી- ક્ષિતિજોનો વિસ્તાર થયો ! આની અસર ભાષા-સાહિત્ય પર પડી ! નવા શબ્દો,નવા અર્થો,નવા ઉચ્ચારો, ઉમેરાયા.

કહે છે; ભાષા જીવંત અને ગતિશીલ છે ! એટલે એનો વ્યાપ વધ્યો- એની ક્ષિતિજો વધી ! ભાષાનો સંસ્કૃત સાથેનો 'અનુબંધ' હતો- એમાં હિન્દી શબ્દો, અંગ્રેજી શબ્દો, અરબી- ફારસી શબ્દોનો ઉપયોગ આપણા જીવનમાં વધતો ગયો. આ બધા તદ્દભવ શબ્દોના નિયમો લાગુ કરી એમને આપણી ' માતૃભાષા'માં સમાવેશ થયો!!

પંડિત બેચરદાસ દોશી કહે છે "જે કોઈ શબ્દો ગુજરાતીમાં વપરાય છે, ચાલુ વ્યવહારમાં વપરાય છે અને તમામ લોકો બોલે છે તે બધા શબ્દો ગુજરાતી ભાષાના છે" !

"ભાષાઓ સંમિલનથી પાંગરતી હોય છે.ભાષાઓ જ નહી જીવનનો નિયમ છે- પોતાની પાસે કશું ખૂટતું હોય એને મોકળા મનથી બીજા પાસેથી ગ્રહણ કરવું ! ગુજરાતી ભાષાએ ઈતર વાણીઓના વહેણોને ઝીલ્યાના હોત- આજે એ ભરપૂર પ્રવાહ બની બંને કાંઠે વહેતી ના હોત- એની ક્ષિતિજોના સીમાડા વિસ્તર્યા ના હોત ! ગુજરાતી ભાષાની વાત આવે અને શ્રી.કે.કા.શાસ્રીજીનું નામના આવે એતો અધૂરું લાગે ! એમના 'બૃહદ્ કોશ' માં ઘણા વિસ્તારપૂર્વક આપણી ભાષાનાવિધ્યપૂર્ણ,શબ્દોના વૈભવ અને લાવણ્ય પર અસરકારક જ્ઞાન આપ્યું છે !

આપણી ઓળખ આપણો મુખ્ય શબ્દ - ' ગુજરાતી' - પહેલા ' ગૂજરાતી' લખાતો હતો- 'ગુ' વ્યાપક છે તો 'ગુજરાતી' હ્રસ્વને પ્રાધાન્ય અપાયું અને એ શબ્દ "ગુજરાતી' બન્યો !

આપણી માતૃભાષાની વર્ણમાળામા વિજ્ઞાન ભરેલું છે ! વર્ણમાળામા પ્રત્યેક અક્ષર તર્કશુદ્ધ અને ચોક્કસ ગણતરી સાથે મુકવામાં આવ્યો છે ! વર્ણમાળામા ૪૨ મૂળાક્ષરો છે જેમાં ૮ સ્વરો છે અને બાકીના ૩૪ વ્યંજનો છે ! આવો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બીજી કોઈ ભાષામાં જોવા નહી મળે દોસ્તો !

(૧) ક ખ ગ ઘ ઙ- આ પાંચ સમુહને કંઠવ્ય કહે છે- તેનો ઉચ્ચાર કંઠથી થાય છે.

(૨) ચ છ જ ઝ ઞ- આને તાલવ્ય કહે છે- આનો ઉચ્ચાર કરતી વખતે જીભ તાળવે લાગે છે.

(૩) ટ ઠ ડ ઢ ણ - આને મૂર્ધન્ય કહેવાય છે- આનો ઉચ્ચાર કરતી વખતે જીભ મૂર્ધાને લાગે છે.

(૪) ત થ દ ધ ન - આને દંતવ્ય કહેવાય છે- આનો ઉચ્ચાર કરતી વખતે જીભ- દાંતને અડે છે.

(૫) પ ફ બ ભ મ - આને ઔષ્ઠવ્ય કહેવાય છે- આનો ઉચ્ચાર કરતી વખતે બંને હોઠોનું મિલન થાય છે!!

જુદા જુદા શબ્દોની ગૂંથણીથી એક વાક્ય રચના બને છે. આ વાક્યરચનામા- જુદા જુદા વિરામ ચિહ્નોનો ઉપયોગ કરવાથી વાક્યનું સૌંદર્ય ખીલી ઊઠે છે! જેમ કે-

પૂર્ણ વિરામ- કથન કે વિચાર પૂર્ણ થાય ત્યારે મૂકાય છે.

અલ્પવિરામ- જ્યાં પૂરેપૂરું નહિ પણ અટકવાનું અનિવાર્ય હોય ત્યારે મૂકાય છે.

અર્ધવિરામ - વાક્યમાં જ્યાં સહજ અટકવાનું હોય ત્યારે અલ્પવિરામ અને એથી વધારે અટકવાનું હોય ત્યાં- અર્ધવિરામ વપરાય છે.

ગુરુ વિરામ- ગણતરી કરવી હોય, વર્ણન કરવું હોય ત્યારે વપરાય.જેમ કે - વેદો ચાર છે:

આશ્ચર્ય ચિહ્ન- ક્રોધ, ધિક્કાર,લાગણી, પ્રશંસા બતાવવા હોય ત્યારે વપરાય છે.

પ્રશ્ન ચિહ્ન- વાક્યમાં પ્રશ્નોભાવ હોય ત્યારે અંતમાં વપરાય છે.

અવતરણ ચિહ્ન- કોઇની કહેલી વાત તેના જ શબ્દોમાં બતાવવા વપરાય છે.

લઘુરેખા અને ગુરુ રેખા- સામાસિક શબ્દોમાં જ્યાં ઘટકો જુદા જુદા જરૂરી હોય ત્યારે વપરાય છે.જેમ કે, ધરમ- કરમ

લોપ ચિહ્ન- શબ્દમાં કોઈ અક્ષરનો લોપ થયો હોય ત્યારે.

કાકચિહ્ન - લેખનમાં રહી ગયેલું ઉમેરવા માટે વપરાય છે.

આટલો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ દુનિયાની અન્ય કોઈ પણ ભાષામાં નહી હોય ! આપણે આવી વિશાળ વૈભવ ધરાવતી આપણી માતૃભાષા માટે એક દિવસ માટે નહી. પરંતુ કાયમ ગૌરવ કરવું જોઈએ !

હું એમ નથી કહેતી કે બીજી ભાષાઓ ખરાબ છે. દરેક ભાષાનું પોતાનું આગવું સૌંદર્ય હોય છે ! આપણી માતૃભાષા આપણી પહેચાન છે ! બીજી ભાષાઓ સાથે સાથે આપણી માતૃભાષાને જીવંત- ધબકતી, વહેતી રાખો- આજના ગૌરવવંતા દિવસે આપ સર્વેને "વિશ્વ માતૃભાષા દિવસ"ની શુભેચ્છાઓ પાઠવું છું !

થોડી સંકલન માહિતી- શબ્દકોશમાંથી

ફાલ્ગુની પરીખ.


Rate this content
Log in

More gujarati story from Falguni Parikh

Similar gujarati story from Inspirational