#DSK #DSK

Drama

3  

#DSK #DSK

Drama

યે રિશ્તા તેરા મેરા 2.30

યે રિશ્તા તેરા મેરા 2.30

8 mins
811


અંશ;અવની તુ અહી ધ્યાન રાખજે, કેયુર અજય તમે બધા જ...મારે ઘેર જવુ પડશે. મારા મોમ આવેલા છે.

અજય;સર નો પ્રોબ્લેમ આપ શાંતિથી જઇ આવો.

અંશ;થેક્સ...

એ જતો રહ્યો...

***

અવની મનમા વિચારી રહી તું જા એ જ તો કામ છે. મારે પણ મારુ કામ પતાવવાનુ છે.જયદિપને મળીને.

***

અંશ;મહેક તુ તૈયાર છે?

મહેક;હમમ

અંશ;મહેકની નજીક ગયો, મહેક થોડી પાછળ ગઇ..મહેકનો હાથ અંશે પકડ્યો..મહેકે છોડાવવા માટે ખાલી પ્રેમથી જ પ્રયત્ન કર્યો...

અંશ;લૂકીંગ નાઇસ...એન્ડ લવ યુ.

મહેક;લવ યુ ટૂ...

અંશે મહેકની ઉડતી એક લટને વ્યવસ્થિત કરતા બોલ્યો મહેક હમણા-હમણા મારાથી તને દુ;ખ લાગે એવુ બહુ જ થાય છે.તેમ છતાય તુ મારા મોમ આવ્યાને તુ આવે ને તેને કશી જ ખબર ન પડે એ માટે મને હેલ્પ કરે છે એ માટે થેક્સ.

મહેક;હમમ...એમ તો તુ પણ મારા માટે ઘણું જ કરે છે...બધુ... મીતને તુ અહી લઇ આવ્યો...મારા માટે. મને ખબર જ છે.

અંશ;આપણા વચ્ચે જગડા થવાથી આપણે એકબીજાના છીએ એ તો કેમ ભુલાય?તુ મારો સાથ છે,મારો શ્વાસ પણ.મારા તુટેલા દિલને સહારો આપ્યો.મને ભરપુર પ્રેમ કર્યો.મને સાથ આપ્યો..મને પાગલ થઇ જતા બચાવ્યો.એ કોણે?....

મહેક;અને તે?

અંશ;મહેક,ના ચહેરાને ટચ કરતા... આઇ લવ યુ....મહેકને હગ આપ્યુ.....મહેક હસીને લવ યુ....

અવની એ આ દ્રશ્ય જોયુ....માય ગોડ....મારી ફરીવાર એક કોશીશ નાકામ રહી....

કેયુર;હુ તારી સાથે છુ...તારી એક પણ સાજીશ નાકામ નહી થાય.તુ બસ...જયદિપને તૈયાર કર...મહેકને હુ સંભાળી લઇશ.

કેયુર કહીને કેયુરની બાહોમા જતી રહી....

અવની....તુ મને સાચો પ્રેમ કરે છે.

કેયુર.તુ મને સમજે છે.મારો ખ્યાલ રાખે છે.

કેયુર;હું તને જ પ્રેમ કરૂ છું..પ્રેમને ખુશ રાખવાનુ કામ કરૂ છું

અવની;શાયર

કેયુર;તારા માટે હુ બધુ જ કરીશ....માય જાન માય ડીઅર...ભાગ ભાગ એ લોકો આવે છે....

મીત અંશને મહેક...નીચે ગયાને કેયુર અવની સંતાયેલા બહાર આવ્યા...

અવની;કેયુર હુ જયદિપને મળવા માટે જાવ છુ....તુ અહી....

કેયુર;અવનીને કિસ કરીને ઓકે તુ ચિંતા ન કર...

અવની:પાગલ

કેયુર;બીજી કિસ કરીને તારા માટે

અવની હસીને શરમાયને જતી રહી.

***

અવની રસ્તામાથી જ જયદિપને કોલ કરી રહી.

અવની;જયદિપ ક્યા છે?

જયદિપ;હુ તો પહોચી ગયો અને તુ?

અવની;બસ જો નીકળી જ છુ હમણા પહોચુ છુ.

***

મમ્મી;અંશ બેટા ક્યા છે?મમ્માને કેટલી રાહ જોવાની?

અંશ;મોમ બસ જો આવુ જ છુ...

માસી;ઓકે બેટા

***

મીરા;આકાશ,આ વખતનો પ્લાન એવો હોવો જોઇએ કે આપણે અવની જોડે વાત કરતા હોઇએને મહેક બધુ જ સાંભળતી હોય.

આકાશ;મીરા,તારી વાત સાચી છે.મહેકને આ વખતે એવી વાતમા ફસાવવાની છે કે તુ અવનીને સાચુ બોલવા મઝબુર કરેને મહેકને ફસાવીને હુ તમારા બેની વાતો સાંભળવા લાવુ.

મીરા;હા...ડન

***

ડૉર બેલવાગી..મમ્મી એ દરવાજો ખોલ્યો...

અંશે ડોર ઓપન થતાની સાથે જ મમ્માને પગે પડી હગ આપ્યુ...

એ જ પ્રમાણે મહેકે કર્યુને મહેકને જોય માસી બોલ્યા અંશ તુ મહેકનુ ધ્યાન બરાબર નથી રાખતો હો...પતલી થય ગઇ છે ને તને રેખામાસી બોલશે જ....

અંશ;હા,મમ્મા,સાચી વાત છે હમણા-હમણા મહેકનુ વેટ ઓછુ થયુ છે.

મીત;માસી...કહીને પગે લાગ્યોને માસી એ તેને પોતાની બાહોમા લીધો...

મમ્મી;મીત તુ સરસ દેખાય છે,અંશ પણ...મારી મહેક જ.....

મહેક;માસી એવુ નથી,તમે ઘણા દિવસે જોવો એટલે એવુ લાગે.

અંશ;એવુ નથી,હમણા તુ પતલી થઇ જ છે.

મહેક;ઓકે...

અંશ;મમ્મા,ભુલ મારી છે,મારા કામના હિસાબે મારે એવુ થાય જ છે કે મહેક નુ...

મમ્મી એ અંશનો કાન ખેચ્યોને બોલ્યા તમને બંન્ને જોડે એટલે રાખ્યા કે એકબીજાનુ ધ્યાન રાખો આમ તુ મહેકની જવાબદારી ભુલી જાય એના માટે નથી રાખ્યો તને.

અંશ;મમ્મા છોડૉ....છોડો દુખે...દુખે....

માસી;ચલો જમી લો.....

અંશ;હા,ચલો....

મહેક;મીરા...આકાશ...

અંશ;આકાશે કહ્યુ એ દરરોજની જેમ ત્યા જ જમી લેશે.

માસી;મીરા છે તો તારે સારુ રહેતુ હશે મહેક.

મહેકે પેલા અંશ સામે જોયુને પછી બોલી હા...માસી....મજા આવે.

મીત;હા,પેલા કેવી મજા આવતીને હવે કેવી આવે એ મને ખબર છે.

મહેક;મી....ત

મીત;જી દીદી હુ જો જમવા બેસી ગયો છુ

માસી;;હા..હા...તમે બધા બેસો હુ લઇ આવુ છુ

મહેક;હુ આવુ છું માસી...

માસી;ના....તુ આજે મારા અંશની બાજુમા બેસીને જમી લે...દરરોજ તો તારે કેવુ થતુ હશે?આજ શાંતિ રાખ....ને જેટલા દિવસ હુ છુ એટલા દિવસ શાંતિ રાખ...

મીત;હા...

અંશને મહેક હસ્યા...માસી જમવાનુ બધુ જ ટેબલ પર રાખ્યુને આજ પ્રેમથી પોતાના બાળકોને જાતે જ પીરસ્યુને પોતાની ડિશ તૈયાર કરી એ પણ બધા જોડે બેસી ગયા...

મહેક;મારા મમ્મી-પાપા શુ કરે છે?

માસી;બસ....જો ખુશ છે ને તને અને મીતને ખુબ યાદ કરે છે ને કહે છે કે તમે બે તો રેખાને ભુલી જ ગયા છો.

મીત;માસી એવુ નથી પણ અમને અહી લડાઇ જગડાને માથાકુટ સિવાય નવરા જ ક્યા છે?

માસી;હે!!! આ શુ કહે છે મીત મહેક.?

મહેક;માસી....એ કામની માથાકુટની વાત કરે છે,મારીને અંશની,રોજ કામ સાથે લડવાનુ ને વળી પાછુ દિવસ ઉગ્યે,,,એજ કરવાનુ.

મીત;હા...એમ જ

માસી;તે તો મને ડરાવી જ દીધી...મીત..મને થયુ અંશને મહેક જગડે છે.

મીત મનમા મે કહ્યુ તો એવુ જ પણ.....

***

અવની;જયદિપ...

જયદિપ;અહી આવતી રહે.

અવની;જી....

જયદિપ;બહુ લેટ થયુ?

અવની;હા.અંશ ગયો ઘેર પછી આવી.

જયદિપ;ઓકે

અવની;હુ કહુ એમ તારે કરવાનુ છે.

જયદિપ;બોલ,મહેકને મેળવવા માટે આ જયદિપ ગમે તે કરશે.

અવની;તારે એવુ સાબિત કરવાનુ છે કે મહેકને તુ પહેલેથી જ પ્રેમ કરે છે ને...

જયદિપ;વોટ,વોટ...આ પહેલેથી જ પ્રેમ.આ ક્યાથી આવ્યુ?

અવની;અરે!!! એવુ છે નહી પણ તારે એવુ સાબિત કરવાનું છે. કે મહેક તારી કંપનીમા હતી ત્યારથી જ તુ મહેકને લવ કર છે ને તુ પાછો મહેકને મેળવવા માંગે છે.

જયદિપ;નો,નો મારાથી આવુ ન થાય

અવની;કરવુ પડે...મહેક મેળવવા મારા માટે નહિ.

જયદિપ;એ મારા અસુલની વિરોધમા છે.

અવની;પ્રેમને વેરમા કોઇ નિયમ ન હોય....

જયદિપ;મારાથી એ નહિ થાય.

અવની;તો મહેક પણ નહિ મળે...

જયદિપે અવનીના પાછળથી વાળ પકડી ખેચ્યાને અવની બુમાબુમ કરાવા લાગીને જયદિપ બોલ્યો;અગર મને મહેક નહી મળે તો તારો પ્લાન પણ સકેસસ નહી જાય એ તુ યાદ રાખજે.બીજુ મહેકની મળે એવુ તો તારે બોલવુ જ નહિ.કેમ કે મહેકને હુ મેળવીને જ રહીશ

અવની;ઓકે ઓકે તુ કે એમ પણ વાળ છોડ...જયદિપે વાળ છોડ્યાને અવની તેના માથા પર બે હાથ ફેરવવા લાગી.

જયદિપ;પ્લાન બનશે....તુ કેમ નહિ હુ કહુ એમ...

લિસન....જયદિપે પ્લાન કહ્યો.

અવની;ડન....!!!!મને મંજુર છે.

અવની હોસ્પિટલ આવી....ગિરધરે કહ્યુ...અવની મે’મ આવી ગયા છે.આકાશને કહ્યુંએ સીધી જ કેયુર પાસે ગઇ.

કેયુર;શુ થયુ?

અવની;પ્લાન....બની ચુક્યો છે.ને બસ પરમ દિવસથી સ્ટાર્ટ.

કેયુર;આજને અત્યારથી કેમ નહી...

અવની;પ્લાન જયદિપનો છે સો...

કેયુર;ઓકે....માય ડીઅર...કહી અવનીને નજીક ખેચી લીધી.

***

મીરા;આકાશ,હુ હમણા જ જાઉં છુ અવનીની કેબિનમા ને તુ મહેક આજ અહી આવવાની છે એનો લાભ લઇએ.

આકાશ;હા,કુદરતની ઇચ્છા હશે તો એમ જ થશે.

મીરા;હા,આપણે નેક કામ કરીએ છીએ ને ઇશ્વર આપણી ઇચ્છા પુરી કરીશે જ.

****

મીરા;અવની

અવની;જી બોલ...

મીરા;હુ એવુ કે’તી હતી કે આપણે એક પાર્ટીનુ આયોજન કરીએ....

અવની;ઓહ.........મીરા....સિંહ કેમ ઉંદર જોડે દોસ્તી કરવા આવ્યુ?

મીરા;અંશ માટે..

અવની;ઓહ....

મીરા;જી,અંશે તને એક મોકો આપ્યો તે એની જિંદગીની પથારી ફેરવી તોય...

***

આકાશ;મહેક મારે તારુ એક કામ છે તુ અહી આવતો

મહેક;શુ કામ છે હુ હમણાં જ આવુ છુ?

આકાશ;નહી જો મારે તારુ એક સરપ્રાઈઝ માટે અર્જંટ કામ છે.

મહેક;પણ તુ મને હાથ પકડીને ક્યા લઇ જાય છે ?આમ....જબરદસ્તીને કોને સરપ્રાઇઝ કરવુ તારે.?

આકાશ;તુ ચુપ રહે બસ તુ આવી જા અહી...બસ અહી વિંડો જોડે ઉભી રહે...

મહેક;પણ પણ..

આકાશે મહેકનુ મો દબાવ્યુ

***

અવની;તારા લીધે

મીરા;તારા લક્ષણે હસીને

અવની એ તેનો હાથ મીરા પર ઉપાડવાની કોશિશ કરી પણ મીરા એ રોક્યો....તુ તારી જાતને સમજ છે શુ? હહહા...

મીરા;તુ જે છે એ જ સમજુ છુ

અવની;હા...મીરા...રડમસ બનીને...હુ એવી જ છુ,તુ મને સંભળાવ નહિ મીરા.મારી ભુલ છે.મને અંશ માફ કરી દીધી હોય તો તુ કેમ મને દરરોજ સંભળાવે છે? બોલ...(રડી-રડીને) તે મને આજ 10 મી વાર સંભળાવ્યુ.તુ આમ મને ન કર.તને ખબર છે મારા મોમ-ડેડ નથી એટલે તુ મને આવુ કરે છે....અવની રડવા લાગી....

મહેક અંદર આવીને અવનીનેસહારો આપવા લાગી.....અવની શાંત શાંત...માય ડીઅર...પ્લીઝ...અંશ કે હુ તને કશુ કહીએ છીએ..

અવની;પણ...મીરા મને વારે વારે ને આખા...દિ..વ..સ મા 10થી વધારે...વા...ર....હહા...સંભળાવે છે.

મહેક;મીરા...આવુ કરવાનુ?

મીરા;એ તો....મહેક

મહેક;શુ એ તો....આવુ કરવાનુ? અવનીના મોમ-ડેડ નથી ને આ હોસ્પિટલ માટે કેટલુ કર્યુ તો માફ કરી દીધી તો તુ શા માટે?

આકાશ;મહેક..પ્લીઝ....મીરાને માફ કરીદે

મહેક;આ તો સારુ થયુ આકાશ તુ મને સરપ્રાઇઝ પ્લાન કરવા અહી લાવ્યોને મીરાની ચાલાકી પકડાઇ ગઇ....

મીરા તુ પણ ભાગીને આવી અમે તને કહ્યુ કશુ? મે અને અંશે તને કેટલી હદે મદદ કરી.

મીરા;સોરી મહેક.....આઇ એમ રીઅલી સોરી કહી એ ત્યા થી રડીને નીકળી ગઇ.

આકાશ;મીરા...મીરા....મીરા.... તેની પાછળ પાછળ ગયો.

મહેકે અવનીને શાંત પાડીને એ જતી રહી....

***

મીરા;આકાશ,આપણે સારુ કરવા ગયાને મ,,હે...ક

આકાશ;હા...બ...સ.....બ....સ....

મીરા;મા....રો...ઇ...રા....દો સારો હતો ને કેવુ થયુ?

આકાશ;હા...બસ બસ તુ રડિશ નહી પ્લીઝ મીરા

મીરા;મહેકે મને કેવુ કહ્યુ!!!

અવની તાળી પાડતી પાડતી આવી ને બોલી...હુ હોસ્પિટલમા નથી તેનો મતલબ એવો નથી કે મીરા...મારુ કોઇ નથી....જોયુ

મીરા;અવની હુ તને અહીથી કાઢીને જ રહિશ.

અવની;ને હુ તને.

મીરા;જીત સત્યની જ થશે.

અવની;જોયે....આજ.... તો તુ પણ ભાગીને આવી છે ને પછી ખડખડાટ હસી.

આકાશ;પણ તને ખબર કેવી રીતે પડી કે અમારો પ્લાન તને ગુસ્સે કરીને...મહેક ને સત્ય બતાવવાનો છે.

અવની;ડીઅર આકાશ પછી મીરાને આકાશની ફરતે ચક્કર લગાવીને....હુ એકલી નથી...મારા માણસો સતતને સઘન રીતે તમારુ ધ્યાન રાખે છે...

પછી પાછુ ખડખડાટ હસીને બોલીને...ભમર....ભમર સાંભળી ગયોતો તમારો પ્લાન....

તેણે તરત જ મને કોલ કરયો .........

ભમર;’મે’મ મે’મ

અવની;શુ થયુ?

ભમર;સાંભળો મે’મ

અવની;ને પછી

તમે બે એ જે પ્લાન બનાવ્યો એ મને મારા ભમરે મને બધુ જ કહી દીધુને મે ભમરને આ પ્લાન મને કેહવા માટે પુરા 10,000 હજાર રુપિયા આપ્યા....અવની હસી..

ભમરનો તો પગાર પણ 7000 હજાર છે ને મે તેને એકસ્ટ્રા આપ્યા 10,000 હજાર....હવે તમે જ કહો આવી ચટપટીને મને ઉપયોગી ખબરના તો વીસ હજાર હોવા જોઇએ....હે ને!!!બોલ!!!! પછી પાછી હસીને એ બોલી...સાવધાન....વોર્નિગ અગર મારા રસ્તામા આવ્યા તો તમારી ખેર નથી....

અવની જવા લાગી ડોર આગળ પહોચી કે મીરા બોલી અવની...

પછી એ પણ ડૉર આગળ જઇને અવનીના ફેસ આગળ ઉભી રહીને બોલી....

તારે અંશને મહેક સુધી પહોચતા પેલા મીરાને મળવુ પડશે....મીરાને.

તને ખબર નહિ હોઇ ઇતિહાસના પન્નામા મીરા....નુ નામ સુવર્ણ અક્ષરે લખેલુ છે.....

મીરાની ડગલેને પગલે પરીક્ષા કરનાર રાણાજી પણ મીરાને ક્રિશ્નનો સાથ હોવાથી કશુ ન બગાડી શક્યા.તો તુ કઇ બલા છે.?

અવની ગુસ્સે થયને મીરાને મારવા ગઇ તો મીરા એ અવનીનો હાથ પકડ્યો જોરથી મરડીને જોરથી છોડીને બોલી અવની...હવે બસ....આજથી થોડાક જ દિવસમા તારુ પત્તુ કટ.....

પછી મીરા એ કાતરની જેમ પોતાના હાથના પંજાની આગળની બે આંગળીથી કાતર કરીને પછી બોલી ચલ આકાશને આકાશનો હાથ પકડી જતી રહી....

અવની ગુસ્સે ભરાયને એ જે રૂમમા ઉભા એ રૂમમા બધુ જ તોડી ફોડી નાખ્યુ ત્યા જ છબિલિ આવીને બોલી મે’મ

અવની એ કાચના ગ્લાસનો ઘા કર્યોને છબિલી પણ ડરી ગઇને પછી ધીરે ધીરે અવની ની નજીક ગઇ

અવની;એ નાલાયક મને,અવનીને ધમકી આપે...અવનીને!!!

છબિલી;કોણ મે’મ?

અવની;ભાગીને આવેલી એ નાલાયક

છબિલિ;મીરા મે’મ

અવની;બસ મે’મ નહિ છબિલિ ડરી ગઇ એ મે’મ નથી એ સાપ છે સાપ.જે અંશે હોસ્પિટલમા પાળ્યો છે.પણ હુ પણ......અવની છુ....એ સાપને કાઢીને જ રહીશ.

છબિલિ;હા મે’મ...હુ ભમર તમારા જોડે જ છીએ.ચલો તમે ચલો કહીને અવનીને રૂમમા લઇ ગઇ.


Rate this content
Log in

Similar gujarati story from Drama