STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

4  

હર્ષદ અશોડીયા

Inspirational

વ્યવસાયની સમજણ

વ્યવસાયની સમજણ

4 mins
2

"સમય એ જ મૂડી છે અને વ્યવસાયની સફળતા ગ્રાહકના સમયના આદર કરવામાં છુપાયેલી છે; કારણ કે જે વ્યાપારી ગ્રાહકની એક ક્ષણ બચાવે છે, ગ્રાહક હંમેશાં માટે તેનો થઈ જાય છે!"



 

  એક નગરના ખૂણે ધમધમતી એક સુંદર કિટ્સ સેલૂન હતું. સમયનું ચક્ર ફરતું રહ્યું અને ધીમે-ધીમે એ દુકાનમાં ગ્રાહકોની અવરજવર ઓછી થવા લાગી. સેલૂનના માલિક, અનુભવી વયોવૃદ્ધ પિતા, આ રહસ્ય ઉકેલવા મથતા હતા; પણ તેમને કશું સમજાયું નહીં.


કાતર એ જ જૂની, અરીસા એ જ ચમકતા, સ્ટાફ પણ એ જ વર્ષો જૂનો અને કટીંગના ભાવમાં પણ કોઈ ફેરફાર નહીં છતાં લોકો કેમ પાછા નહોતા ફરતા? આ ચિંતાએ પિતાની રાતોની ઊંઘ છીનવી લીધી હતી.


આ સ્થિતિ સમજવા માટે તેમનો યુવાન પુત્ર બે દિવસ સુધી ચૂપચાપ દુકાનના ખૂણે બેસી રહ્યો. તેણે ગ્રાહકોના ચહેરાના હાવભાવ અને તેમની અકળામણ ઝીણવટપૂર્વક જોઈ. ત્રીજા દિવસે તેણે પિતા સામે જોયું અને ગંભીર અવાજે કહ્યું, "પાપા! લોકો અહીં માત્ર વાળ કપાવવા નથી આવતા, પણ પોતાનો કિંમતી સમય વ્યતીત કરવા  (બગાડવા) મજબૂર બને છે. અહીં લોકો વાળ નહીં, માત્ર લાંબો 'સમય' (રાહ જોવી) કાપે છે!"



વેળા ગઈ વરસે નહીં, સમય તો વહી જાય;

પછતાવો પાછો વળે, અમૂલ્ય અવસર જાય!


પિતા આશ્ચર્યથી પુત્ર સામે જોઈ રહ્યા. પુત્રે તે જ ક્ષણે એક ક્રાંતિકારી નાનો ફેરફાર કર્યો. તેણે દુકાનના દરવાજાની બહાર એક ક્યૂઆર કોડ (QR Code) લગાવી દીધો અને નીચે અક્ષરોમાં લખ્યું:

“ઘરથી નીકળતા પહેલા સ્કેન કરો, તમારો ક્રમ (નંબર) નોંધાવો અને તમારી વારો આવે તેના બરાબર ૧૫ મિનિટ પહેલા તમારા મોબાઈલ પર મેસેજ મેળવો!”


પિતાએ માથું હલાવતા કહ્યું, "અરે ભાઈ! આ નાની એવી પટ્ટી કે કોડથી શું ફરક પડી જવાનો હતો?"


પુત્ર હસીને બોલ્યો, "પાપા, સમય મુલ્યવાન  છે, ચાલો જોઈએ પરિણામ શું આવે છે."


સમયનું ચક્ર કદી થંભતું નથી, પળે પળે જીવનનું ગીત વહેતું જાય  છે.
ક્ષણને સન્માન આપતા શીખે, જીવનમાં સફળતા  છવાય જાય છે.


कालः पचति भूतानि कालः संहरते प्रजाः।

कालः सुप्तेषु जागर्ति कालो हि दुतिक्रमः।

 

સમય જ બધા પ્રાણીઓનો નાશ કરે છે, સમય જ પ્રજાનો સંહાર કરે છે; બધા સૂતા હોય ત્યારે પણ સમય જાગતો રહે છે, કારણ કે સમયનું ઉલ્લંઘન કોઈ કરી શકતું નથી. અર્થાત સમય સાચવી લો


चलं वित्तं चलं चित्तं चले जीवितयौवने।

चलाचलमिदं સર્વं कीर्तिर्यस्य स जीवति॥

ધન (સંપત્તિ) ચંચળ છે, મન પણ ચંચળ છે, તેમજ જીવન અને યુવાની પણ અસ્થિર (નાશવંત) છે. આ સમગ્ર સંસારમાં બધું જ આવન-જાવનવાળું (અસ્થિર) છે; પરંતુ જેની યશ-કીર્તિ અમર છે, માત્ર તે જ સાચા અર્થમાં જીવિત ગણાય છે.


અગાઉ શનિવાર અને રવિવારના દિવસે ગ્રાહકો દુકાનમાં ૪૦ થી ૫૦ મિનિટ સુધી બેસીને રાહ જોતા. અસંખ્ય લોકો લાંબી લાઈન  જોઈને નિરાશ થઈને પાછા જતા રહેતા. પરંતુ આ નવો પ્રયોગ અમલમાં મૂક્યાના બરાબર એક મહિના બાદ પરિચિત દ્રશ્ય બદલાઈ ગયું. દુકાનની કુરસીઓની સંખ્યા એટલી જ હતી, સ્ટાફ પણ એ જ જૂનો હતો, છતાં રાહ જોવામાં કંટાળીને પાછા જતા ગ્રાહકોની સંખ્યા ઘટીને અડધી થઈ ગઈ.


સૌથી નવાઈની વાત તો એ હતી કે જે ગ્રાહકોને અગાઉ અસહ્ય પ્રતીક્ષા માટે નો  અણગમતો હતો, તે જ લોકો હવે આ સેલૂનના પાક્કા અને નિયમિત ગ્રાહક બની ગયા હતા!


એક સાંજે હિસાબ જોતા જોતા પિતાએ આશ્ચર્યથી પુત્રને પૂછ્યું, "બેટા! આપણે કોઈ નવી અત્યાધુનિક મશીનરી નથી ખરીદી, કોઈ નવો મોંઘો સ્ટાફ પણ નથી રાખ્યો, તો પછી આપણી આવક અને ગ્રાહકો અચાનક આટલા કેમ વધી ગયા?"


પુત્ર મંદ મંદ મુસ્કુરાયો અને બોલ્યો:

જેણે સમયની કિંમત જાણી, એણે જગતની રીત જાણી;

ગ્રાહકને સુવિધા જોઈતી નથી, એને પોતાની ક્ષણો વ્હાલી છે!

 



આગળ વાત સ્પષ્ટ કરતા પુત્રે કહ્યું, "પાપા, ગ્રાહકો આપણને માત્ર વાળ કાપવાના પૈસા નથી આપતા, પણ તેઓ આપણા પર ભરોસો મૂકીને સેવામાં પોતાનો કિંમતી સમય રોકે છે. જે દિવસે આપણે તેમનો કિંમતી સમય બચાવી લીધો, તે જ દિવસે તેમણે દુનિયાના બીજા સેલૂન છોડીને માત્ર આપણી જ દુકાન પસંદ કરી લીધી."


તે દિવસે પિતાની આંખો ઉઘડી ગઈ. તેમને સમજાઈ ગયું કે મહાકવિ ચાણક્યએ સાચું જ કહ્યું હતું:


न हि कश्चित्प्रजानाति किं स्वो भविष्यति।

अद्यैव कृत्यं कर्तव्यं मृत्युः कालम प्रतीक्षते।

 

કોઈ જાણતું નથી કે આવતીકાલે શું થવાનું છે, તેથી આજના કાર્યો અત્યારે જ પૂર્ણ કરો; કારણ કે સમય કે મૃત્યુ ક્યારેય કોઈની પ્રતીક્ષા કરતા નથી.



આખી વાતનો સાર એ છે કે, "ઘણીવાર ગ્રાહક તમારો માલ કે પ્રોડક્ટ નથી છોડતો, પણ તે તમારી જૂની અને ધીમી પ્રક્રિયા (ધીમી સર્વિસ) છોડીને ચાલ્યો જાય છે."


જો તમારી પાસે બે સમાન સેલૂનનો વિકલ્પ હોય, જ્યાં એક જગ્યાએ તુરંત જ તમારું કામ પતી જાય અને બીજી જગ્યાએ માત્ર એક કલાક લાંબી રાહ જોવી પડે, તો તમે કયા વિકલ્પને પસંદ કરશો?


कालातिक्रमणं कार्यं न कर्तव्यं कदाचन।
कालातिक्रमणादेव कार्यसिद्धिर्न जायते॥

 ક્યારેય કાર્યમાં વિલંબ કરવો નહીં. સમય વીતી જાય પછી ઘણી વાર સફળતા પ્રાપ્ત થતી નથી.







 

 




સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational